લાગણીઓના તાણાવાણા - ભાગ 1 Ruchita Gabani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીઓના તાણાવાણા - ભાગ 1

ઓહ ગોડ, ક્યારેય નહીં ને આજે મોડું થવું હતું. એક તો આજે નવા બોસ આવવાના છે ઓફિસમાં અને મુંબઈની ટ્રાફિક, કોઈને ક્યારેય સમયસર પહોંચવા નહીં દે.” માધવ વિચારતા વિચારતા બાઈક ભગાવી રહ્યો હતો.

10-15 મિનિટમાં માધવ ઓફિસ પાર્કિંગમાં પહોંચી ગયો. ત્યાં એક અજાણી કાર પહેલેથી પાર્ક થઈ ગઈ હતી. મતલબ નવા બોસ આવી ગયા હતા, માધવે મનમાં વિચારતા છેલ્લી વાર એક નજર બાઈકના મિરરમાં કરી અને પોતાની 2-4 દિવસની વધેલી દાઢી પર અને છેલ્લે વાળમાં હાથ ફેરવીને લિફ્ટ તરફ દોટ મૂકી.

ઓફિસમાં દાખલ થતાં પહેલાં બાઇક મિરરમાં જોઈને જવું એવી તેને રોજની ટેવ હતી. ભલે ગમે તેટલું મોડું થાય.

જેવો તેણે ઓફિસમાં પગ મૂક્યો, તો જોયું કે આખો સ્ટાફ કોઈને ઘેરીને ઉભો હતો. નવા બોસ સાથે ઇન્ટ્રોડકશન શરૂ થઈ ગયું હશે એવું માધવે અનુમાન લગાવ્યું. પણ બોસનો ચહેરો દૂરથી તેને દેખાઈ નહતો રહ્યો.

માધવ ભીડ ચીરતો આગળ વધ્યો અને જોઈને ચોંકી ગયો.

ઓહ.. હાઈ.. તું અહીં શું કરે છે ?” લેડી બોસને જોતા માધવે આશ્ચર્ય સાથે કહ્યું.

આખો સ્ટાફ ચોંકી ગયો. હજી તો માધવ બોસને સરખો મળ્યો પણ નથી અને પહેલી મુલાકાતમાં તેણે પોતાના સ્વભાવ પ્રમાણે ફ્લર્ટ કરવાનું શરૂ કરી દીધું. બધા વિચારી રહ્યા.

અને બોસ, ઉર્ફ કનિષ્કા શાહ ગુસ્સાથી માધવને જોઈ રહ્યા.

માધવનો ઓફિસ ફ્રેન્ડ વરુણ માધવને બચાવવાની કોશિશ કરતા, બોસ કશું કહે એની પહેલા વચ્ચે પડતા બોલ્યો, “માધવ, આપડા નવા બોસ છે, મિસ. કનિષ્કા શાહ.” એમ હેતા વરુણએ માધવને કોણી મારીને ફ્લર્ટ ના કરવાની સલાહ આપવાની કોશિશ કરી.

કનિષ્કાએ ગુસ્સે થઈ કહ્યું, “સાહેબ એક તો ઓફિસમાં મોડા આવે છે અને પાછા બોસને બધાની સામે તું કહીને બોલાવે છે. હવે આવું બધું નહીં ચાલે. કેબીનમાં આવીને મળો મને.” એમ કહીને કનિષ્કા પોતાની કેબીનમાં જતી રહી.

વરુણએ તુરંત માધવને કહ્યું, “વાટ લાગી ગઈ તારી આજે.”

માધવના ચહેરા પર હજીય સ્વભાવ મુજબની નિશ્ચિંત મુસ્કુરાહટ હતી.

માધવ જેવો કનિષ્કાની કેબીનમાં દાખલ થયો તેણે મુદ્દા પર આવતા સવાલ કર્યો, “શું હતું બધું? તમે મને પહેલેથી ઓળખતા હોવ એમ કેમ રીએક્ટ કર્યું? પ્લીઝ એક્સપ્લેન.”

અરે.. તું ભૂલી ગઈ મને? હા, ઘણા વર્ષો થઈ ગયા ને. એમાંય પાછી તું તો જે.ઝેડ.શાહ આખી સ્કૂલની ટોપર. ચોપડીમાંથી માથું ઊંચું કર્યું હોય તો કોઈના ચહેરા જોઈને યાદ રહે ને. પાછો હું હતો લાસ્ટ બેંચ પર બેસનાર કલાસનો ઠોઠ નિશાળીયો, હું થોડી યાદ રહું તને.” માધવ એકસાથે બધું બોલી ગયો.

કનિષ્કા સાંભળીને એક ધબકારો ચુકી ગઈ. અફસોસ થઈ આવ્યો. ભણ્યા પછી કામમાં ગળાડૂબ રહેવા છતાં આજ સુધી જેને ભૂલી નથી શકી, આજે આટલા વર્ષો પછી સામે આવ્યો તોય એને ઓળખી ના શકી. કાળી આંખો, ગોરો ચહેરો, જાડી કાળી ભ્રમરો, હસ્તી વખતે એક ગાલપર પડતો ખંજન,બોલતી વખતે હાથોને હલાવતા રહેવાની ટેવ. આજેપણ પહેલા જેવો લાગતો હતો. બસ ચહેરા પર સમય જતાં બાળપણ હટીને યુવાની દેખાતી હતી. એક દાયકા ઉપર સમય વીતી ગયો હતો. ઘ્યાનથી જોયો હોત તો કદાચ ઓળખી જાત. કનિષ્કા ને પોતાની મૂર્ખતા પછતાવો થતો હતો.

ઓહ..સોરી..ઘણો સમય થઈ ગયો એટલે આટલા વર્ષે તને ઓળખી ના શકી. બાકી આખી સ્કૂલ તને તારા કારનામાંથી ઓળખતી હતી, જેમાં હું પણ આવી ગઈ. સ્ટાફ રૂમમાં ફટાકડા મૂકી આવે, ગુરુપૂર્ણિમાના દિવસે પણ ટીચરને ખુજલી ના પાવડરવાળા ફુ આપે એવી વ્યક્તિને કોણ ભૂલી શકે? હજીય એવો છે કે સુધરી ગયો?” કનિષ્કા હસતા હસતા માધવને કહ્યું.

અરે અરે યાદદાશ પર થોડી બ્રેક માર. એટલું બધું આગળ જવાની જરૂર નથી. ખાલી ચહેરો યાદ કરવાનો હતો મારા કાંડ નહિ.”

બંનેવ માધવની વાત સાંભળી હસી પડ્યા.

પણ શું દિવસો હતા ને. તને ખબર નહીં હોય કદાચ પણ હું બસ તને જોવા માટે સ્કૂલમાં આવતો. તારા લીધેથી મારી હાજરી ફૂલ રહેતી.ગમતી હતી તું મને. ક્રશ હતી તું મારી.”

નિષ્કાને ફરી અચરજ થયું અને મનમાં હસવું પણ આવ્યું. કેવો માણસ છે .. કેવું આમ બિન્દાસ ચહેરા પર બધું કહી દે છે. અમે તો એવા ફ્રેન્ડસ પણ નહતા. છતાંય કોઈ જાતના ખચકાટ વિના પોતાના મનની વાત કહી દીધી. આમ જોઈએ તો કનિષ્કાને વાત ગમી તો હતી .

છતાંય નિષ્કા પોતાના મનના ભાવ કળવા ના દીધા અને કહ્યું, “માધવ, તને શરમ નથી આવતી? આમ ખુલે આમ બોસ સાથે ફ્લર્ટ કરતા? Its been almost 15 years. અને તું તો વર્ષોથી ઓળખતા હોઈએ ને મળતા હોઈએ એમ વાત કરે છે. How?”

માધવ પણ કહી દીધું, “ તો મારો સ્વભાવ છે જે હોય તે મોઢા પર સાચું કહી દેવાનું. તું ત્યારે ગમતી હતી પણ એવું કશું સિરિઅસ નહતું. ઉમર પ્રમાણે સહજ હતું. એટલે ત્યારે કહી ના શક્યો પણ આજે વાત નીકળી તો કહી દીધું. હવે કહું તોય વાંધો નથી.”

કેમ હવે એવું શું થઈ ગયું?”

હવે મારા લગ્ન થઈ ગયા ને. 3 વર્ષ થયાં. એટલે, હજીપણ ફ્લર્ટ કરવાની આદત તો નથી છૂટી. પણ અદિતિ સમજુ છે એટલે વાંધો નથી આવતો.”

ઓહ..માધવ આટલા વર્ષે મળ્યો અને એના મોઢેથી સાંભળ્યું કે પોતાને પસંદ કરતો હતો. વાત સાંભળીને અને એને જોઈને જે ખુશી થએલી બધું જાણે એક પળમાં હવામાં ઓગળી ગયું. આટલા વર્ષે, આવી રીતે મળ્યો, પણ શું ફાયદો એના તો લગ્ન થઈ ગયા છે. એક પળ માટે નિષ્કાને આશા બંધાણી હતી કે છેવટે ભગવાને એની સાંભળીને માધવ સાથે એની મુલાકાત કરાવી દીધી. પણ આશાની ઇમારત જાણે કડડભૂસ થઈ ગઈ.

માધવ તો પોતાને ખાલી ઉમર સહજ પસંદ કરતો હતો, અને હવે સમય જતાં લાગણીને ભૂલી ગયો. પણ પોતાનું શું ? જે હજીય એને ભૂલી નથી શકી. અરે ભૂલી શું, એક દિવસ એવો નહીં ગયો હોય કે એને યાદ ના કર્યો હોય. સ્કૂલમાં ભલે એને એમ લાગતું હશે કે હું બુક્સમાં એટલી ગળાડૂબ રહેતી કે ક્યારેય એની સામે પણ નહીં જોયું હોય. પણ શું જાણે કે બુક્સમાંથી સંતાય ને હું એને જોતી હતી. ચાહતી હતી. જંખતી હતી. વાત કરવા માંગતી હતી. પણ પોતાને રોકી લેતી. એમ વિચારતી કે આટલો પોપ્યુલર છોકરો, મારી જેવી છોકરી સામે થોડી જોવે? મારી સાથે વાત થોડી કરે? બધાની સામે મારી મશ્કરી કરશે તો? એક જાતનો ડર લાગતો. એટલે ત્યારેય મનની લાગણી સંતાડી રાખી. અને હજીય એજ કરીશ.