Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણયનું પહેલું પગથિયું - ભાગ - 5 - છેલ્લો ભાગ

રોહનના પપ્પા વહેલી સવારે ઊઠીને રોહનને કહે છે બેટા કાલે આપણે છોકરી જોવા જવાનું છે યાદ છે ને તને.......

હા, પપ્પા મને યાદ છે પણ પપ્પા તમને આવું નથી લાગતું કે મારા લગ્નની હજુ વાર છે.

બેટા.... તું હવે નાનો નથી. હું આપણા કોઈ સમાજના માણસને મળું છું ત્યારે તે લોકો સૌથી પહેલાં મને એમ પૂછે છે કે તારા છોકરાની સગાઈ થઈ કે નહીં?

હવે, મારે તારી કોઈ પણ વાત સાંભળવી નથી.કાલે આપણે છોકરી જોવા જઈશું એટલે જઈશું જ......તેનાં પપ્પા ત્યાંથી ચાલ્યાં ગયાં.

રોહન તેનાં મિત્રોને જઈને કહે છે કે હું એક મુશીબત માં પડી ગયો છું.કમલેશ બોલે છે કેવી મુશીબત?રોહન કહે છે કે યાર.....મે તમને એક વાતથી અજાણ્યા રાખ્યા છે.ચિન્ટુ બોલ્યો પણ કહે તો ખરી કઈ વાત.

હા,તો સાંભળો.....હું એ આપણા પ્રવાસમાં આવેલી પૂજાને પ્રેમ કરું છું અને બીજી બાજુ મારા પપ્પા દૃઢનિશ્ચય લઈને બેઠા છે કે કાલે અમારે છોકરી જોવા જવાનું છે.

ચિંટુ કહે છે એમાં શું ગભરાય છે હું પણ કુંવારો છું.રોહન કહે છે કે તું કહેવા શું માંગે છે? હું તારા આ વાક્યનો અર્થ સમજી શક્યો નહિ.ચિન્ટુ કહે છે કે મારો કહેવાનો અર્થ એ છે કે તું પૂજા સાથે સગાઈ કરી દે અને હું તારે જે છોકરી જોવા જવાની છે તેની સાથે સગાઈ કરી દઉં.

રોહન એકદમ ગુસ્સાથી 👿👿 લાલ પીળો થઈ ગયો.રોહને કહ્યું આટલે આટલી મોટી સમસ્યા મારી સામે ઉભી છે ને તું અહીંયા મજાક કરે છે.ચિરાગે કહ્યું કે જા છોકરી તો જોતા આય.ના ગમે તો ના પાડી દેજે તારા મમ્મી પપ્પાને.રોહન આ વાતથી સહમત થાય છે.

રોહન કહે છે હવે, કાલે હું છોકરી જોઈને આઉ પછી તમને મળીને કહું કે પેલી છોકરી કેવી છે.

રોહન:- ok by......

બધાં મિત્રો:- ok bye......


બીજાં દિવસે:-

રોહન બીજા દિવસે સવારે વહેલા ઊઠીને તૈયાર થવા માંડે છે. નવાં કપડાં, નવું જીન્સ, હાથમાં ઘડિયાળ, આંખોમાં ચશ્માં પહેરીને રોહન તૈયાર થઈ જાય છે.રોહન એકદમ હીરો લાગતો હતો.રોહન અને રોહનના મમ્મી પપ્પા બાજુનાં ગામમાં પોતાની ગાડી લઈને જાય છે.રોહન અને તેના મમ્મી - પપ્પા ત્યાં પહોંચી જાય છે.

તેમનાં માટે ઘણી બધી તૈયારીઓ પણ કરી હતી.રોહન અને તેના મમ્મી - પપ્પાએ ઘરમાં પ્રવેશ કર્યો.ઘર તો એકદમ સરસ હતું.તેમની પોતાની ગાડી હતી અને પૈસે ટકે પણ સારું હતું.તે પ્રવેશ્યા બાદ સૌ પ્રથમ તો એક - બીજાએ અભિવાદન કર્યા.પછી રોહને સાઈડમાં જઈને તેનાં પપ્પાને કહ્યું પપ્પા એમ તો કહો છોકરીનું નામ શું છે?

હા, સારું તે મને યાદ કરાવ્યું હું તો તને કહેવાનું જ ભૂલી ગયો હતો.બેટા...છોકરીનું નામ નેહા છે.સારું છે ને..... હા, પપ્પા નામ તો સારું છે.રોહનના પપ્પાએ કહ્યું ચાલ આપણે આપણી જગ્યા પર બેસી જઈએ નહિ તો આમને લાગશે કે આપણે બે કઈક ગુસપુસ વાતો કરી રહ્યા છીએ.રોહન અને તેના પપ્પા તેમની જગ્યાએ પાછા બેસી ગયા.

તેટલામાં જ નેહાની નાની બહેન એટલે અર્પિતા કોફી લઈને આવે છે.બધા કોફી પીએ છે પછી રોહનની મમ્મી બોલી વિનોદભાઈ તમારી છોકરીને તો બોલાવો.વિનોદભાઈ નેહાને બોલાવે છે.નેહા થોડાક જ સમયમાં તેની મમ્મી સાથે બહાર આવે છે અને રોહનના સામે આવીને બેસે છે.

રોહન તો નીચે જોઈને જ બેઠો હોય છે.ત્યારે જ વિનોદભાઈ બોલ્યા રોહન છોકરી કેવી છે? રોહને જેવું નેહા સામે જોયું તો તે અચંબામાં જ પડી ગયો.રોહનને ધ્રાસકો પડયો.ખરેખરમાં તો તે છોકરી કોઈ બીજી ન હતી તે છોકરી પૂજા જ હતી.

રોહનના પપ્પાએ કહ્યું બેટા ભલે તે મને આ વાતથી અજાણ રાખ્યો પણ હું પણ તારો બાપ છું.હવે,તારે જાણવું છે કે આ બધી વાતની શરૂઆત ક્યાંથી થઈ?તો સાંભળ.......આ વાત

જયારે આપણે બીજી છોકરી જોવા જવાનું હતું ત્યારે તું વારંવાર ના પાડતો હતો એટલે મને થોડીક શંકા થઈ.એટલે મેં તારા મિત્રોને પૂછ્યું.પહેલા તો તે કંઈ બોલ્યા નહિ.પછી મે થોડાક ગુસ્સામાં પૂછ્યું ત્યારે તેમણે બધી પ્રવાસ દરમિયાન થયેલી ઘટના મને કહી અને મે તેમને કહ્યું કે આ વાત કોઈ પણ કાલે રોહનને કહેતા નહિ.

મેં જેમ - તેમ કરી પૂજાના ઘરનો અતો - પતો લગાવ્યો.અમે વડીલોએ પહેલેથી જ આ સગાઈ નક્કી કરી દીધી હતી.સમજાયું બેટા......

રોહને કહ્યુ પપ્પા હજુ એક વિચાર મારા મનને ખોતરી ખાય છે કે તમે તો છોકરીનું નામ નેહા કહેતા હતાં.બેટા......જો મે તમે પહેલાં જ છોકરી નું નામ કહી દીધું હોત તો તને અત્યારે આટલી બધી ખુશી ન મળત ને.....


💐💐 આ રીતે આ વાર્તાનો happy ending થાય છે.💐💐


~ written by Nihar

મારી વાર્તા સારી લાગી હોય તો પ્રતિભાવ જરૂર આપશો.તમારા પ્રતિભાવથી જ મને નવી વાર્તા લખવાની પ્રેરણા મળે છે.હું નવમાં ધોરણમાં ભણતો વિદ્યાર્થી છું જો મારી વાર્તામાં કંઈ ભૂલ રહી ગઈ હોય તો જરૂર સુચવજો જેનાથી મને ફરીથી મારી ભૂલ સુધારવાનો મોકો મળે.

🙏🙏 આપ સૌનો આભાર 🙏🙏