પ્રણયનું પહેલું પગથિયું - ભાગ - 3 Nihar Prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણયનું પહેલું પગથિયું - ભાગ - 3

બધાં વિધ્યાર્થીઓ પહોંચી ગયાં હતા.રોહન અને તેનાં મિત્રો પણ તૈયાર થઈને પહોંચી ગયાં.બધાં વિધ્યાર્થીઓ અને પ્રોફેસરો લક્ઝરીમાં બેસીને માઉન્ટ આબુ તરફ નિકળી પડ્યાં.હવે,વિષય છે માઉન્ટ આબુ........ તો,

માઉન્ટ આબુએ રાજસ્થાનમાં આવેલુ છે જે ગુજરાતના અમદાવાદથી આશરે 233 કિમી દૂર આવેલુ છે. જે ગુજરાતની સીમાની નજીક આવેલુ છે.માઉન્ટ આબુએ ફરવા લાયક સ્થળ છે.માઉન્ટ આબુ પ્રખ્યાત છે કારણ કે ઉનાળાંમાં પણ ત્યાં ઠંડક મળે છે એટલે જ માઉન્ટ આબુને હિલ સ્ટેશન કહે છે. તેટલે જ લોકો માઉન્ટ આબુ જવાનું વધુ પસંદ કરે છે.

માઉન્ટ આબુમાં ઘણાં બધાં પ્રાચીન મંદિરો અને ફરવા લાયક સ્થળો છે.

ઉદા:-

( 1 ) દિલવારા જૈન મંદિર ,
( 2 ) અદિનાથ મંદિર ,
( 3 ) નેમીનાથ મંદિર ,
( 4 ) નકકી લેક ,
( 5 ) વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી ,
( 6 ) ટ્રેકિંગ ઍન્ડ કેમ્પિંગ ,
( 7 ) ક્રોકોડાઇલ પાર્ક ,
( 8 ) ટોડ રોક ,
( 9 ) સનસેટ પોઇન્ટ ,
( 10 ) હનિમૂન પોઈન્ટ વગેરે.........

રોહન અને તેમના કોલેજમાં ભણતા બધાં વિધ્યાર્થીઓ અને પ્રોફેસરો માઉન્ટ આબુ પહોંચી ગયા.સૌ પ્રથમ તો ત્યાં જઈને પ્રોફેસરે હોટલ બુક કરી.ત્યાં બધાં વિધ્યાર્થીઓને રૂમ આપી દીધાં.છોકરીઓ અને છોકરઓના રૂમ અલગ હતાં.એક રૂમમાં 4 જ છોકરા કે છોકરી હોવી જોઈએ.રોહન અને તેન મિત્રો પણ 4 જ હતા તેથી બધાં મિત્રો એક જ રૂમમાં હતા.બધાંએ પોત પોતાનો સામાન તેમના રૂમમાં મુકી દીધો.

તે બધાં........ ઉપર દેખાડેલાં સ્થળો પર ફરવા જાય છે.સૌ પ્રથમ તેઓ દિલવારા જૈન મંદિરમાં દર્શન કરવા જાય છે પછી તેઓ અદિનાથ મંદિરે દર્શન કરવા ગયાં પછી તેઓ નેમિનાથ મંદિરે દર્શન કરવા ગયાં.તેટલાં માં જ સાંજ પડી ગઈ હતી.તેઓ બધાં હોટલ પરત આવ્યા.તેઓએ ડિનર કર્યું અને સૌ પોત પોતાનાં રૂમમાં સુવા ચાલ્યાં ગયાં.

બીજા દિવસે સૌ તૈયાર થઈને નીચે નાસ્તો કરવા બેઠા હતા.રોહન ત્યારે તૈયાર થતો હતો તેના મિત્રો રોહનની રાહ જોવા રૂમમાં બેઠા હતાં.રોહન અને તેના મિત્રો નીચે આવ્યા અને નાસ્તો કરવા બેઠા.નાસ્તામાં ચા અને ગાંઠીયા હતા.બધાંએ નાસ્તો કરી દીધો હતો પછી તેઓ ફરવા ગયા.

સવારના લગભગ 9:15 વાગ્યા હતાં.બધાં નકકી લેક માટે નિકળી પડ્યાં.બધાં એક બીજા સાથે વાતો કરતાં હતાં કે આ પ્રવાસ કેટલો મસ્ત છે મને તો ઘણી મજા આવે છે.વાતો કરતા કરતા થોડાંક જ સમયમાં તે નકકી લેક પહોંચી ગયા હતા.ત્યારે લગભગ 10:00 વાગ્યા હતા.

નકકી લેકએ સુંદર સ્થળ છે તેઓ ત્યાં પહોંચીને તો સૌ પ્રથમ બધાં પોત પોતાનાં ફોટા પાડવાં લાગ્યા પણ રોહન એક છોકરીનો ફોટો પાડતો હતો.તે છોકરીનું નામ તો અત્યારે નથી કહેતો.પછી તે લેક્માં હોડી પર બેસી લેકનું ચક્કર મારે છે.

બધાં વિધ્યાર્થીઓ લેકની સુંદરતાને જુવે છે.કેટલાંક લેકનાં ફોટા પાડે છે કેટલાંક લેકની સાથે પોતાનાં પણ ફોટા પાડે છે.જ્યારે રોહન પેલી છોકરીનો ફોટો જોતો હોય છે.રોહન તે છોકરીને જોઇને તેની યાદમાં ખોવાઈ જાય છે.લેક્નું ચક્કર પૂર્ણ થાય છે.બપોરનાં 1:30 થઈ જાય છે.તે હોટલે ભોજન કરવા જાય છે.

બપોરનાં 4:00 વાગ્યા હતાં. બધાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો સનસેટ પોઈન્ટ જોવા નીકળી પડે છે.રસ્તામાં વચ્ચે વચ્ચે ઘણા બધા સ્થળો જોતા જોતા તેઓ જતા હોય છે.પછી બધા વિદ્યાર્થીઓ ખરીદી કરવા ઊભા રહે છે.બધા અલગ અલગ વસ્તુની ખરીદી કરતાં હોય છે.ખરીદી કરતાં કરતાં જ એક કલાક પસાર થઈ જાય છે.ત્યારે લગભગ 5:15 થઈ જાય છે.પછી તે પાછા સનસેટ પોઈન્ટ જોવા નીકળી પડ્યાં.

દિવાળીના પછીનો સમય હતો.શિયાળો ચાલતો હતો.દિવસ ટૂંકો હતો એટલે જ જલ્દી સૂર્યાસ્ત થતો હતો.6:00 વાગ્યે તેઓ સનસેટ પોઈન્ટે પહોંચી ગયાં હતાં.ઉપર ચઢતાં - ચઢતાં એક છોકરીનો પગ લપસી ગયો. તે તેનું સંતુલન ગુમાવી બેસે છે અને તે ચીસ પાડતી પાડતી ઢોળાવ વાળા પર્વત પર સરકતી - સરકતી નીચે જાય છે પણ તેણે પર્વતનાં એક નાના ટુકડાને પકડીને લટકી રહે છે.

બધાં ચકિત રહી જાય છે પણ રોહન એકદમ સ્ફુર્તી પૂર્વક ચાર - પાંચ છોકરીનાં ડુપટ્ટા બાંધીને એક દોરડાં જેવું બનાવે છે.એક છેડો રોહનના કમરને બાંધે છે અને બીજો છેડો રોહનના મિત્રો પકડે છે.રોહન તે છોકરીને બચાવવાં પોતાની જાન ની પરવા કર્યા વગર ખીણ તરફ કૂદી પડ્યો.

શું રોહન તે છોકરીને બચાવી શકશે કે નહીં?તે જાણવા વાંચતા રહો પ્રણયનું પહેલું પગથિયું ભાગ - 4.

ક્રમશ:

~ written by Nihar