Prem Pujaran - A Crime Story - Part 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪૯

જીનલ ના પ્રેમમાં સમીર એટલો પાગલ બની ગયો હતો કે તે ભૂલી ગયો હતો કે હું જીનલ ને મારવા માટે અહી આવ્યો છું. પણ તેના દિલમાં રહેલો પ્રેમ જીનલ ને જીવતદાન આપી રહ્યો હતો. સમીર જ્યારે ઘરે આવ્યો ત્યારે તેને એજ વિચાર આવી રહ્યા હતા કે હું વિક્રમ અહી કેવી રીતે લાવીશ.!!!

હજુ તો સમીર વિચારોમાં હતો ત્યાં જીનલ નો ફોન આવ્યો. હજુ તો સમીર કઈ બોલે તે પહેલાં જીનલ બોલી. સમીર તું સાચે વિક્રમ ને અહી લાવીશ.?
તું કેવી રીતે તેને લાવીશ તે મને કહીશ.?
જવાબ માં સમીર બસ એટલું બોલ્યો.
વિક્રમ બે દિવસ માં અહી હશે. "બસ તું એ વિચારવાનું શરૂ કરી દે કે અહી વિક્રમ આવશે તો હું શું કરીશ."

સમીર નો આટલો વિશ્વાસ જોઈને જીનલ ના ચહેરા પર ખુશી છવાઈ ગઈ અને બોલી. સમીર.. તો આ માટે તું જે માંગીશ તે હું તને આપીશ.

ભલે. અત્યારે ફોન મુક મારે કામ છે કહીને સમીર ફરી વિચારે ચઢ્યો.

બીજે દિવસે સમીર વિક્રમ ના ઘરે જઈને વિક્રમ ના પપ્પા ને મળે છે અને ત્યાંથી વિક્રમ ને ફોન કરી ને કઈક કહે છે.
સામે વિક્રમ બસ એટલું કહે છે હું પહેલી ફ્લાઇટ લઈને ત્યાં આવું છું.

વિક્રમ ના ઘરે આવીને સમીર પોતાની બાઇક લઇને જીનલ પાસે આવે છે અને જીનલ ને સમાચાર આપે છે કે વિક્રમ બે દિવસ માં અહી આવી જશે. મે વાત કરી તેની સાથે તેણે કહ્યું હું પહેલી ફ્લાઇટ પકડી ને આવું છું.

સમીર ની આ વાત સાંભળી ને જીનલ સ્તબ્ધ થઈ ને જ્યાં ઉભી હતી ત્યાજ ઉભી રહી. કઈ બોલી નહિ અને એમ જ ઉભી રહી ગઈ. આ જોઈને સમીર તેની પાસે જઈને.
જીનલ ઓ જીનલ.... કહીને અવાજ કરે છે. ત્યારે જીનલ હોશમાં આવીને એટલું બોલી. યાર તે આ કેવી રીતે કર્યું.!?

સમીર કહે છે. હું જ્યારે વિક્રમના ઘરે ગયો ત્યારે વિક્રમ ના પપ્પા સોફા પર બેસીને ન્યૂઝ પેપર વાંચી રહ્યા હતા. મે પ્રણામ કરી મારો પરિચય આપ્યો અને મેં મારી વાત તેની આગળ રજૂ કરી.

હું અને વિક્રમ સારા ફ્રેન્ડ છીએ. સાથે કોલેજ કરી અને સાથે હર્યા ફર્યા. પણ અમે કોલેજ કરતી વખતે એક પ્રોજેક્ટ બનાવ્યો હતો તે પ્રોજેક્ટ પર હમેશા મે જાન ની બાજી લગાવીને ખુબ મહેનત કરી તે વખતે વિક્રમ આ પ્રોજેક્ટ પર થોડો પણ રસ દાખવ્યો નહિ. છતાં આજે તે પ્રોજેક્ટ અમારો સફળ થવા જઈ રહ્યો છે . વિક્રમ આ પ્રોજેક્ટ નો ભાગીદાર છે. એટલે વિક્રમ ની જરૂર છે આપ કહો ને તે એક સહી કરવા અહી આવી જાય. જો મોડું થશે તો અમારી મહેનત નું પાણી ફરી જશે. વિક્રમના પપ્પા ને મે સમજાવ્યું.

પછી શું થયું..? જીનલે સવાલ કર્યો.

પછી વિક્રમના પપ્પાએ ફોન કરીને બધી વાત કરી. એટલે વિક્રમે તેના પપ્પા ને પૂછ્યું તે મારો ફ્રેન્ડ છે.?
તો મે મારું સાચું નામ આપવા કહ્યું. પણ વિક્રમે તેના પપ્પા ને કહ્યું મારે તે ફ્રેન્ડ સાથે વાત કરવી છે આપ તેને ફોન આપો.

ફોન મારી પાસે આવ્યો એટલે વિક્રમે પહેલા પૂછ્યું તારું નામ શું અને આપણે કઈ રીતે ઓળખતા હતા. જવાબ માં મે મારો પરિચય આપ્યો અને થોડું કટાક્ષ માં કહ્યું એટલે તે આવવા તૈયાર થઈ ગયો.

સમીર ની વાત જીનલ ને સાચી લાગી, પણ તેના મનમાં એક સવાલ ઊભો થયો. એ સવાલ સમીર ને કર્યો.
સમીર કૉલેજ વખતે હું તને ઓળખતી ન હતી કે વિક્રમ તને ઓળખતો ન હતો. છતાં તારો પરિચય આપ્યો એટલે કેમ તે અહી આવવા તૈયાર થઈ ગયો.? અને તે કટાક્ષ ના વિક્રમ ને શું કહ્યું ?

સમીર પાસે આનો જવાબ હતો પણ તે જાણતો હતો કે જો હું મારો સાચો પરિચય આપીશ તો આજે મારી સામે ઉભેલી જીનલ મને જ મારી નાખવા તૈયાર થઈ જશે. એટલે વાત ને ફેરવતા સમીર બોલ્યો.
જે હોય તે જવા દે ને..! તારે વિક્રમ નું કામ છે ને, તો વિક્રમ અહી આવી જશે. ખોટી વાતો કરીને શા માટે તારા મગજ ને કષ્ટ આપે છે. આમ પણ તું મને સારી રીતે ઓળખે છે.

જવાબ માં જીનલે કહ્યું. હા સમીર. થોડા જ સમય માં જો હું કોઈ પર વિશ્વાસ કરવા લાગી હોય તો તે તું છે.. આટલું કહી સમીર ને તેના ઘરે જવા કહ્યું. કેમકે જીનલ ના પપ્પા ને ઘરે આવવાની સમય થઈ ગયો હતો.

શું સમીર સાચે સમીર છે કે કોઈ બીજું તે જોઈશું આગળ ના ભાગમાં...

વધુ આવતા ભાગમાં...

ક્રમશ...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED