Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪૩

પોલીસ એક પછી એક જીનલ ને ત્રણ સવાલ પૂછે છે. આ ત્રણ સવાલો સાંભળી ને જીનલ નો હાવભાવ બદલવા લાગે છે.

જીનલ તેનું માથું પકડીને માથું આમતેમ હલાવવા લાગી અને પોલીસ સામે કઈ જાણતી નહિ હોય તેમ, તેમની સામે જોવા લાગી. એટલે એવો ઠોંગ કરવા લાગી કે પોલીસ ને લાગે કે જીનલ ને હજુ બધું યાદ નથી આવ્યું.

પોલીસ પણ જીનલ નો આવો હાવભાવ જૉઇને ડોક્ટર સાહેબ ને ફોન કરીને પૂછે છે.

"ડોક્ટર સાહેબ શું જીનલ ને બધું યાદ આવી ગયું છે કે હજુ સમય લાગશે.?"
અમે તેમની ઘરે પૂછપરછ કરવા તેની પાસે આવ્યા છીએ પણ અમારા અમુક સવાલ થી તે પોતાનું માથુ પકડીને આમતેમ જોવા લાગી છે. તેના હાવભાવ બદલતા રહે છે.

ડોક્ટર સાહેબે પોલીસ ને કહ્યું. જીનલ ને હજુ પૂરેપૂરું યાદ નથી આવ્યું. યાદ આવી જતા તેને સમય લાગશે. એટલે મારું માનશો તમે તેને અત્યારે કોઈ પૂછપરછ કરશો નહિ. ક્યાંય તેના મગજ પર અસર થશે તો તે કોમા પણ જતી રહેશે અથવા પાગલ થઈ જશે. એટલે અત્યારે તેની સાથે કોઈ વાતચીત કરવી હિતાવહ નથી.

ડોક્ટર ની આ વાત સાંભળી ને થોડી વાર તો પોલીસ ને ડર લાગ્યો કે કદાચ આપણા સવાલો થી જીનલ પાગલ કે કોમા માં જતી રહેશે તો લેવાની દેવાની થઈ જશે. આમ પણ આ કેસ એટલો બધો આપણે સિરિયસ લીધો જ નથી. એટલે પોલીસ એ વિચાર થી ત્યાંથી નીકળી ગઈ કે ફરી કોઈ સમય મળશે ત્યારે જીનલ ની પૂછપરછ કરીશું.

પોલીસ ના ગયા પછી જીનલ ઘરે થી પોતાની સ્કુટી લઈને વિક્રમ ના ઘર તરફ નીકળી. સ્કુટી રોડ પર ચલાવી રહી હતી. ત્યારે એક સાયકલ ની આગળ નીકળવા તેની સાઈડ કાપી અને તે રોડ ની વિરુદ્ધ દિશા માં ગઈ અને સામે થી આવતી એક લાલ કલરની સ્પોર્ટ બાઇક સાથે ટકરાઈ છે. તેની સ્કુટી સ્લીપ થઈ ને ઇલેક્ટ્રિક પોલ સાથે ટકરાય છે પણ જીનલ ને કોઈ ઇજા થતી નથી.

જીનલ ઉભી થઇ અને તે સપોર્ટ બાઈક વાળા સામે નજર કરી તો એક બ્લુ જીન્સ અને વાઇટ ટીશર્ટ પહેરીને એક હેન્ડસમ યુવાન ઉભો હોય છે. મોર્ડન દાઢી, સોર્ટ વાળ અને રેડ ગોગલ્સ થી તે યુવાન અલગ જ અંદાજ માં દેખાઈ રહ્યો હતો. દૂર થી જીનલ તે યુવાન ને બસ જોઈ રહી. તેની આંખો પહેલા ક્યારેક જોઈ હોય તેવું લાગી રહ્યું હતું. પણ આ ચહેરો તેના માટે અજાણ હતો.

તે યુવાન જીનલ પાસે આવીને બોલ્યો. મેડમ...માફ કરજો....
તમને કઈ વાગ્યું નથી ને...?
એમ કહી તેમના વોલેટ માંથી રૂપિયા કાઢવા લાગ્યો.

ભૂલ જીનલ ની હતી તો પણ તે યુવાન માફી માંગી રહ્યો હતો આ જોઈને જીનલ બોલી.
તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. ભૂલ મારી હતી આપ જઈ શકો છો. આટલું કહી જીનલ તેની સ્કુટી ઉભી કરવા જાય છે પણ ઇલેક્ટ્રિક પોલ સાથે ફસાયેલી સ્કુટી ઉભી થતી નથી આ જોઈને તે યુવાન તેની મદદે આવી ને સ્કુટી ને ઉભી કરવામાં મદદ કરે છે અને સ્કુટી ઉભી કરે છે.

મદદ મળતાં જીનલ તે યુવાન નો આભાર માને છે. અને પોતાનો પરિચય આપતાં કહે છે. મારું નામ જીનલ છે.
સામે તે યુવાન પોતાનો પરિચય આપે છે.
મારું નામ સમીર છે.
સમીર ઉભો રહ્યો અને જીનલ ના જવાની રાહ જોવા લાગ્યો.

જીનલ પોતાની સ્કુટી સ્ટાર્ટ કરવાની કોશિશ કરે છે પણ સ્કુટી સ્ટાર્ટ થતી નથી અને આખરે તે ગુસ્સા માં આવીને જોર થી કકુટી ની કિક મારે છે. અને કિક સ્લીપ થઇ જવાથી જીનલ ના પગના તે કિક વાગી જાય છે.

જીનલ બહુ દર્દ થતાં રોડ પર બેસી જાય છે. અને પગ પકડીને દુખે છે દુખે છે એવું કહેવા લાગી. આ જોઈને સમીર જીનલ ની સ્કુટી ને રોડ ની એકબાજુ મૂકી ને જીનલ ને ઉંચકીને તેની બાઇક પાછળ બેસાડે છે.

તે સપોર્ટ બાઈક વાળા સમીર ને જોઈને બાજુમાં ઊભા રહેલા બે માણસો એક બીજાં વાતો કરતા હતા.
આ યુવાન તો દિવસ માં દસ વખત આ રોડ પર નીકળે છે. મને તો દાળમાં કઈક કાળું લાગે છે. આ પૈસાદાર યુવાન એક સામન્ય સ્કુટી વાળી છોકરી ની મદદે ન આવે.!!! આશ્ચર્ય સાથે વાતો કરતા રહ્યા.

સમીરે કેમ જીનલ ની આટલી મદદ કરી.? સમીર શા માટે તે રોડ પર અવાર નવાર પસાર થતો હતો. તે જોઈશું આગળ ના ભાગમાં..

વધુ આવતા ભાગમાં...

ક્રમશ...