અગાઉ ના ભાગ માં આપણે જોયું કે આકાંક્ષા ના પપ્પા ઉપર અમિત ના પપ્પા નો ફોન આવે છે અને એ જણાવે છે કે એ અને સાધના બેન બંને સાંજે લગ્ન ની વાતચીત કરવા માટે આવે છે અને અમિત પણ સાંજે ઓફિસ થી વહેલો આવે છે એટલે એને લઈને આવશે. પછી બંને કહે છે આકાંક્ષા અને અમિત બંને એકબીજાને પસંદ કરે એ જ આપણે જોવાનું રહ્યું. તો બંને કહે છે કે હા સાચી વાત છે આપની અને વાત પૂરી કરે છે. હવે સાંજે છ વાગ્યે અમિત એના મમ્મી પપ્પા સાથે આકાંક્ષા ના ઘરે આવવા નીકળે છે અને થોડીવારમાં જ તે અને તેના મમ્મી પપ્પા આકાંક્ષા ના ઘરે પહોંચી જાય છે અને ત્યાં આકાંક્ષા ના મમ્મી પપ્પા બંને અમિત ના મમ્મી પપ્પા ને આવકારે છે પણ અમિત ક્યાંય દેખાતો નથી એટલે દિવ્યકાંતભાઈ અમરીશભાઇ ને પૂછે છે કે અમિત કેમ તમારી જોડે આવ્યો નથી. ત્યારે અમિત ના પપ્પા કહે છે કે એ ગાડી પાર્ક કરીને આવતો જ હશે.
હવે વાર્તા આગળની તરફ
હવે અમિત ના મમ્મી અને પપ્પા આકાંક્ષા ના ઘરમાં આવે છે અને આગળ ના રૂમમાં જ્યાં સોફા હોય છે ત્યાં બેસે છે. પછી આકાંક્ષા ની મમ્મી કહે છે કે તમે લોકો વાતો કરો હું ચા નાસ્તો લઈને આવું છું. પછી અમિતના મમ્મી પપ્પા અને દિવ્યકાંતભાઇ વાતો કરે છે આકાંક્ષા અને અમિત ના લગન નક્કી કરવા વિશે ત્યાં સુધી માં રચનાબેન ચા અને ગરમ ગરમ ભજીયા અને ગોટા નો નાસ્તો લઈને આવી જાય છે. અમિત અને એના મમ્મી પપ્પા આકાંક્ષા ના ઘરે આવે છે એ વખતે આકાંક્ષા ઘર માં નથી હોતી. એ વખતે આકાંક્ષા એની બહેનપણી ને મળવા નજીક માં ક્યાંક ગઈ હોય છે.
હવે બને છે એવું કે અમિત એની ગાડી પાર્ક કરીને આકાંક્ષા ના ઘરે અંદર આવી રહ્યો હોય છે બરાબર એ જ સમયે આકાંક્ષા એની બહેનપણી ને મળીને એના ઘરે જ આવી રહી હોય છે. અમિત અને આકાંક્ષા જ્યારે અંદર આવતા હોય છે ત્યારે અચાનક બંનેની આંખો એક બીજા સાથે ટકરાઈ જાય છે. અને પછી બંને જણા એવું વિચારે છે ક્યાંક તો એ બંને મળ્યા છે પણ એ વખતે એમને યાદ નથી આવતું કે ક્યાં મળ્યા છે કેમ કે એ વાત ને વધારે સમય વિતી ગયો હતો લગભગ વરસો થઈ ગયા હતા એ વાત ને એટલે બંને ને કશું યાદ નહોતું. પછી બધાની નજર જ્યાં આકાંક્ષા અને અમિત ઉભા હોય છે ત્યાં જાય છે. ત્યારે આકાંક્ષા ની મમ્મી તેને કહે છે ત્યાં કેમ ઊભી છે આવી જા અંદર આપણું જ ઘર છે. એમ કહેતા આકાંક્ષા હસી પડે છે એ અમિત જોઈ લે છે તો એ શરમાઈ ને એના રૂમ માં જતી રહે છે. પણ આકાંક્ષા ને એ વાત ની ખબર નથી હોતી કે જે છોકરા જોડે એની નજર ટકરાઈ છે એ છોકરો એને જ જોવા માટે આવ્યો હોય છે અને અમિત ને પણ એ વાતની ખબર નથી હોતી કે જે છોકરી ને એ જોવા માટે આવ્યો છે એ આજ છોકરી હશે.
હવે આકાંક્ષા ની મમ્મી એના રૂમ માં એને બોલાવા માટે જાય છે ત્યારે આકાંક્ષા રૂમ માં બેઠી બેઠી એની બહેનપણી જોડે વાત કરતી હોય છે એની મમ્મી એને કહે છે કે અહીંયા કેમ બેઠી છે બહાર આવ. પછી આકાંક્ષા એની મમ્મી ને પૂછે છે કે કેમ બહાર આવુ કઈક કામ છે મારું. તો આકાંક્ષા ની મમ્મી એને કહે છે હા તને જોવા માટે છોકરા વાળા આવ્યા છે. તો આકાંક્ષા ચિડાઈને એની મમ્મી ને કહે છે મારા લગન ની વાત ચાલે છે મને કીધું પણ નહી. તો એની મમ્મી એને કહે છે કે અમે તને સરપ્રાઈઝ આપવા માંગતા હતા એટલે ના કીધું. અમને એમ લાગ્યું કે તને આ ગમશે. પણ તું આમ ચિડાઈને બોલે છે એ સારું ના કહેવાય. ત્યારે આકાંક્ષા કહે છે કે હું તો હજી 20 વર્ષ ની છું મારા લગ્ન અત્યાર થી કરાવીને મને ઘર માં થી બહાર કાઢી નાખવા માંગો છો એમ કહીને આકાંક્ષા ની આંખ માં આંસુ આવી જાય છે. ત્યારે રચના બેન કહે છે કે આકાંક્ષા તું રડ નહી. હજી તું છોકરા ને મળી લે વાતચીત કરી લે પછી બધું નક્કી થશે અત્યારે તો એ બસ તને જોવા આવ્યા છે. હવે ચાલ હસતું મોઢું કરીને તૈયાર થઈને બહાર આવ. બધા તારી રાહ જોવે છે.
શું આકાંક્ષા અને અમિત એક બીજાને પસંદ કરશે?
શું આકાંક્ષા અને અમિત એકબીજાને પહેલા થી ઓળખે છે?
અમિત ને મળ્યા પછી શું આકાંક્ષા ને એવું લાગશે કે આ એ જ વ્યક્તિ છે જેને એ પસંદ કરતી હતી વર્ષો પહેલા તો એ એને ઓળખી કેમ ના શકી જ્યારે આંખો થી આંખો ટકરાઈ ત્યારે abhi surprise baaki hai mere dost
આ સવાલો ના જવાબ માટે રાહ જોવો આનો આગળ નો ભાગ અને છેલ્લો ભાગ
😊😊😊😊😊😊