અઢીયો બ્રાહ્મણ ભાગ-૨ NARESH PANDYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અઢીયો બ્રાહ્મણ ભાગ-૨

રામચંદ્રજી મનમાં બોલ્યા કે અહીંયા બોલ્યા જેવું નથી પણ જમી લેવા જેવું છે રામજી તો બોલ્યા ચાલ્યા વિના જ જમવાનું પતાવીને પરત અયોધ્યા તરફ પ્રયાણ કર્યું. અગિયારસ હતી અઢિયા ને તો જમવા મળ્યું નઈ તે તો ક્રોધમાં ને ક્રોધ માં બધું લઇ ને આશ્રમમાં પરત ફર્યો અને બુમો પાડવા લાગ્યો ગુરુજી તમે અને તમારા ઠાકોરે મને છેતર્યો. તમે તો કેતાતા કે ઠાકોર જમવા ના આવે પણ તમારો ઠાકોર તો આવ્યા અને આવ્યા તો ખરા પણ સાવ આવું તે કઈ હોય જરાય શરમ જેવું કંઈ જ નઇ .બોલ્યા ચાલ્યા વિના સીધું જમવાનું ચાલુ જ કરી દેવાનું અને બધું પુરુજ કરી દેવાનું
જુઓ ગુરુજી હવેથી હું બે જણ નું જમવાનું લઈ ને જઈશ કેમ કે તમારા ઠાકોર જમવા આવે તો શુ મારે ભૂખ્યા રહેવા નું? ગુરુજીએ કહ્યું જાને ભાઈ તારે જેટલું લઈ જવું હોય તેટલું અનાજ લઇ જજે પણ જુઠતો ના બોલ ઠાકોર કાંઈ જમવા ના આવે ગુરુજીને અઢિયાની વાત મજાક જ લાગતી હતી.દિવસો ગયા ને ફરી અગિયારસ આવી અઢીયો બોલ્યો ગુરુજી આજે પુરા 5 સેર લોટ અને તેમાં જરૂર પડે એટલી જરૂરી સામગ્રી લઈને જઈશ કેમકે તમારો ઠાકોર પણ આવે છે જમવા માટે પછી અઢીયાએ પાંચ સેર લોટ અને જરૂરી સામગ્રી લઇ ને જંગલ તરફ પ્રયાણ કર્યું જંગલમાં જઇ ને જમવાનું બનાવ્યું બે થાળમાં પીરસ્યું અને માથે કપડું ઢાંકીને બે આંખો બંધકરી બે હાથ જોડી બોલ્યો કે હે ગુરુજીના ઠાકોર જમવા પધારો અધિયાનું મન બાળક જેવું કોમળ હતું તે ભૂલે ચુકે સાચા હૃદયથી કઇ બેસતો તેથી જેવું અઢીયો બોલ્યો કે હે ગુરુજીના ઠાકોર જમવા પધારો ત્યારે અડધી મિનિટમાં અયોધ્યામાંથી રામચંદ્રજી ઉભા થયા અને ચાલવાનું કર્યું કે સીતાજી બોલ્યા કે હે સ્વામી તમે ક્યાં ચાલ્યા જમવાનું તૈયાર છે ત્યારે રામચંદ્રજી બોલ્યા કે તમે જમીલો મને એક અઢીયો બોલાવે છે મારે ત્યાં જમવા નું છે સીતાજી એ કહ્યું અમને મૂકીને તમે એકલા-એકલા જમવા જશો મારે પણ તમારી સાથે આવવું છે રામચંદ્રજી કહે તો ચાલો પણ એક શરત એ બોલે તેની તરફ ધ્યાન ના આપવાનું અને જમવા વાળી જ રાખવાની સીતાજી કહે સારું અને બન્ને જણ અઢીયા પાસે પહોંચ્યા અને જોયું બે થાળી પીરસેલ છે માથે રૂમાલ ઢાંકેલ છે અઢીયો આંખો બંધ કરી ને બેઠો છે ભગવાને જાળવી ને થાળીઓ માથેથી રૂમાલ લઈ ને એક થાળી સીતાજી ને આપી અને બીજી પોતે લઈ ને જમવાનું ચાલુ કર્યુ અઢીએ આંખો ખોલી જોયું તો રામજી અને સીતાજી બન્ને ભોજન કરતા હતા જોઈ ને અઢીયો બોલ્યો હે ઠાકોર તમે તો ઠીક પણ આ માતાજી કોણ છે રામચંદ્રજી બોલ્યા મારી ધર્મપત્ની છે મને કે મારેય સાથે આવવું છે તો તેનેય લેતો આવ્યો .અઢીયો બોલ્યો પેલા ના કહેવાય અધિસેર વધારે લેતો આવોત થોડુંક તો શરમ જેવું રાખો તમારા ભાગનું વધારે લાવ્યું તો તમે તમારા પત્ની ને લેતા આવ્યા .
સારું ચાલો જમીલો ત્યારે!!!!
રામજી અને સીતાજી જમીને ચાલતા થયા અને અઢીયો તો ગુસ્સે ભરાઈ ને બધા વાસણ વર્તન લઇ ને પાછો આશ્રમે આવ્યો અને ગુરુજી ને કહેવા લાગ્યો ગુરુજી તમારા ઠાકોર ને તો કઈ શરમ જેવું કંઈજ નથી જેવું જમવા નું કીધું તરત આવીને જમવાનું ચાલુ જ કરી દે અને આજે બે જણ નું જમવાનું લઇ ગયો તો એ પણ તેની પત્ની ને લઈ ને આવ્યો તો મારે શુ ભૂખ્યા રેવાનું !