Last Seen - 1 _RishiSoni_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

Last Seen - 1

_Last seen_

આજે કાયાની સવાર કંઈક વધારે જ વહેલી હતી. 10 વાગ્યે સવાર થતી જેની એવી કાયા 4:30 વાગ્યે જાગી પોતાના ફ્લેટની બાલ્કની માં રહેલ હીંચકા પર બેઠેલી હતી. કૉફી નો મગ હાથમાં કોણ જાણે ક્યારનો પકડેલો હશે માટે કૉફી બરફ જેવી ઠંડી હતી. ચોમાસાની ઋતુ ચાલતી હતી ને પડી રહેલો ધીમો ધીમો વાયરા સાથેનો ઝરમર વરસાદ તેને કોઈકની યાદ અપાવી રહ્યો હતો. બાલ્કનીમાંથી દેખાઈ રહેલા અદ્ભૂત અદમ્ય દરિયામાં ઉછળી રહેલા મોજાની માફક કંઈક એવા જ મોજા કાયાના માનસ પર હિલ્લોળા લઈ રહ્યાં હતાં.એ એકધારું સમંદર ને નિહાળી રહી હતી. અધૂરામાં પૂરું હોય એમ કાયા ની આંખો માં જાણે શ્રાવણ-ભાદરવો વહી રહ્યો હતો. ઊંઘ તો ઉડેલી જ હતી. આંખ આગળ પડેલા કાળા કુંડાળાઓ એ વાતના સાક્ષી હતા કે કાયા રડી રડી ને અંદરથી તૂટી ચુકી હતી.

(જાણવું છે એવું તે શુ થયું હતું કાયા સાથે? તો તમારે મારી સાથે ફ્લેશબેક મા 1 વર્ષ પહેલા આગળ જવું પડશે... )

1 મહિના પેલા થયેલા એક્ઝિબિશન થી કાયા નો ભૂતકાળ તાજો થઈ ગયો. લાગેલા ઘાવ હજુ રુજાણા નહતા ત્યાં એમાં મરી મીર્ચ લગાવવા કોઈ પાછું આવી ગયું હોય એવું લાગી રહ્યું હતું. અને વાસ્તવિકતા થી એ અજાણ કોઈક એવા વ્યક્તિ ને દોષ દઈ રહી જેનો આમા કોઈ જ દોષ ના હતો.(આમ પણ આપણે પણ ક્યારેક એક જ સાઈડ થી સિચ્યુએશન ને જોતા હોઈએ છીએ...બીજા વ્યક્તિ ના સાઈડ થી સિચ્યુએશન જોતા જ નથી જેનાથી મિસઅંડરસ્ટેન્ડિંગ વધતી જાય છે સમજદારી ઘટતી જાય છે અને ડિસ્ટન્સ વધતું જાય છે...અને ક્યારેક જે વ્યક્તિ થી એટલા નજીક હોઈએ એટલા જ દૂર થતાં જઈએ અને છેલ્લે એને જોવાથી પણ નફરત થઈ જાય છે...)
લગભગ 4 વર્ષ પહેલાં શરૂ થયેલ આ સંબંધ માં 1 દિવસ માં એવો વળાંક આવ્યો કે સ્વર કંઈપણ કીધા વગર એને મૂકી ને જતો રહ્યો. જેણે ક્યારેક કસમો લીધી હતી કે મોત આવે તો પણ મૂકી ને નહિ જઉં એ આજે આમ કીધા વગર ના જતા રહ્યા. કાયા ને કંઈ જ સમજાય નહતું રહ્યું. તેણે સ્વર ને શોધવાના અથાક પ્રયત્નો કર્યા. સ્વર ન મળ્યો પણ સ્વરની ખબર મળી કે એ ઇન્ડિયા મૂકી ને બીજે શિફ્ટ થઈ ગયો છે.
ત્યારે કાયા ના મનમાં ઘણા સવાલ થયા કે તે મને મૂકી ને ગયો જ શા માટે? એ પણ કીધા વગર નો?ત્યારબાદ ન કોઈ મેસેજ સ્વર દ્વારા ન તો સ્વરની કોઈ ખબર.

【હાલ નો સમય...】

સ્વરની રાહમાં ને રાહમાં 1 વર્ષ જતું રહ્યું. કાયા હવે સ્વર ને આમ તો નફરત કરતી હતી. પણ જેને ચાહ્યા હોય મન મુકીને એ મન માંથી આમ જ જતા રહે? છતાંય ક્યાંક ને ક્યાંક એને સ્વરના આવવાની રાહ હતી, આશ હતી. કહેવાય છે ને કે,

આંસુઓ ક્યારેક શબ્દો માં લાગણીઓ રૂપી વહાવાય છે...
કાગળ ના એક ટુકડા પર એટલે જ શાહી કંઈક એવી રેલાય છે...
દુઃખ, દર્દ બધું જ જતું કરી ક્યારેક ફરીથી કોઈ દ્વારા હસાય છે...
જ્યારે એ તૂટેલા હૃદય નો હાલ કોઈક દ્વારા પુછાય છે...

બસ કાયા એ પોતાના શબ્દો નો સહારો લઇ પોતાનું દર્દ ડાયરી માં લખવાનું શરૂ કર્યું...

इतनी बेरुखी से जाने की वज़ह बता दो...
हमारी सज़ा हमे कबूल होंगी अगर ग़लती हमे बता दो...
छोड़ के ही जाना था तो वो राज़ की बातें भी बता दो...
तुम्हारी चुप्पी तोड़ कर कुछ तो लफ्ज़ बता दो...
जहाँ खो गए तुम वह जगह का कोई नाम तो बता दो...
वापस लौट कर हमारा खोया हुआ हिस्सा फिरसे दिला दो...
इतनी बेरुखी से जाने की सिर्फ वज़ह बता दो...
- अनजानी सी कुछ यादें

કાયા 1 મહિના પહેલા થયેલી કોઈક ઘટના ને લીધે તડપી રહી હતી. મૂકીને એ તો ચાલ્યો ગયો પણ એનો ભૂતકાળ એને મૂકતો ન હતો. ઉપરથી આ દર્દ અસહ્ય હતું. કાયા કચ્છના જેમ્સ એન્ડ જવેલરી એક્ઝિબિશન માં ગઈ હતી.
એક્ઝિબિશન માં પહેલા બે દિવસ ખૂબ જ સારા રહ્યા. પણ ત્રીજા દિવસે તેને ત્યાં રહેવું પણ અસહ્ય થઈ પડ્યું. સવારે ઊઠીને એ કચ્છ માં ફરવા નીકળી પડી. કચ્છના ઘણાં બધાં ફેમસ પ્લેસ, વિજય વિલાસ પેલેસ, કાળો ડુંગર, કચ્છ, મ્યુઝિયમ, અને સફેદ રણમાં ફરીને શોપિંગ કર્યા બાદ સાંજે એ ફરી એક્ઝિબિશનમાં જોડાઈ ત્યારે તેનો કોઈક એવા વ્યક્તિ સાથે સામનો થયો કે તેના સાથે ઘટેલી ઘટનાના દરેક ઘાવ ફરી લાગી આવ્યા. મનમાં રહેલો ઉકળાટ જાણે બહાર નીકળવા અધીરો બનતો હતો. એક અજીબ ડર એની આંખમાં ભાસતો હતો. એના હાવભાવ કંઈક ઓર કહી રહ્યા હતા. કાયા એ વ્યક્તિ થી જાણે બચી રહી હોય એમ છુપાઈ છુપાઈ ને રહેતી હતી. ઈશ્વરને પ્રાર્થના કરી રહી હતી કે મારો સામનો એની જોડે ન થાય, મને ડર લાગે છે એ વ્યક્તિ થી. દિવસના તો બચી ગઈ પણ આખરે રાતના સમયે કાયા નો એ વ્યક્તિ જોડે ભેટો થઈ જ ગયો.


કોણ હતું એ વ્યક્તિ?
કાયા નો ભૂતકાળ શુ હતો?
કાયા શા માટે એ વ્યક્તિથી ડરી ને ભાગતી હતી?
કાયા સાથે શુ થયું હતું?
અને હવે જ્યારે એ વ્યક્તિ સાથે કાયા નો ભેટો થઈ જ ગયો હોય તો હવે શું થશે?

આ બધા જ સવાલો ના જવાબ આગળના ભાગમાં...
ત્યાં સુધી મને રજા આપો ને બન્યા રહો last seenમાં મારી સાથે...jay shree krishna 🙏🙏🙏

વાર્તા કેવી લાગી એ જરૂરથી જણાવજો...

To be continued...