ચરોતરની નારી.... Umakant દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચરોતરની નારી....

ચરોતરની નારી ભરાવે અમેરિકનને પાણી.

સ્વપ્ન એ આખરે સ્વપ્ન જ હોય છે,

જ્યાં સુધી તેને ઉઠીને સાકાર ન કરો.

કંઈજ નથી થતું ધારેલું જીવનમાં,

છે જ જીવન અણધારેલું

મધ્ય ગુજરાતનો ચરોતર સમૃધ્ધ પ્રદેશ.પૈસે ટકે સુખી. ખેતીવાડીની આવક.સુખી પરિવારના નબીરાઓ ઝાઝું ભણતર નહિ. બાપ દાદાની મિલ્કત પર સ્વપ્નોમાં રાચે.પરદેશની જાહોજલાલીની વાતો સાંભળી ત્યાં જવાના રસ્તા શોધે. કાકા મામાના સગપણ શોધે, કોઈ લેભાગુ ટ્રાવેલ એજન્ટની ચુંગાલમાં ફસાય. પરદેશથી આવતા મુરતિયાની શોધમાં દોડાદોડ કરે.પરદેશથી કોણ આવ્યું તેની તપાસમાં રહે, અને આવનારની આગતા સ્વાગતા કરે. તેની પાછળ પડાપડી કરે. કોઈ જાતની તપાસ કે ખાત્રી સિવાય ફક્ત તે પરદેશથી આવ્યો છે એટલું ધ્યાનમાં લઈ આછી પાતળી તપાસ કરે. ન તેનું ભણતર જુએ કે ન તેનું કુળ જુએ. ત્યાં તે શું ધંધો રોજગાર કરે છે. આવા અર્ધદગ્ધ માણસો પોતાના સ્વાર્થ આડે પોતાની બહેન દિકરીઓના બલીદાન ચઢાવે !

ભારત સ્વતંત્ર થયું; પણ અંગ્રેજોની કૂટ નિતિથી મુક્ત ન થયું. ગાંધીજી સરદાર અને નહેરૂની પ્રયોગ - શીલતા અમલમાં આવે તે પહેલાં તેઓએ સ્વર્ગની વાટ પકડી. બીજી હરોળના રાજકિય નેતાઓની અણઆવડત અને અર્ધકચરી નેતાગીરીને લીધે, લાંચ રૂશ્વત અને ગદ્દારી વધી ગઈ.બેરોજગારી દિવસે દિવસે વધતી ચાલી. ભણેલો યુવા વર્ગ નોકરી શોધવા પરદેશ ભણી વળ્યો. અમેરિકા અને દૂરપૂર્વના તથા આરબ રાજ્યોનાં ઉંચા પગાર ધોરણો જોઈ લોકોએ આંધળી દોટ મુકી

મણીયા ચતુરનો દિકરો રમલો; ઉઠા સુધી ભણેલો.ગામમાં કોઇ ભાવ ના પુછે.ગમે તેમ કરી અમેરિકા ઉપડી ગયેલો. અમેરિકા એટલે પટેલ લોબીનું વર્ચસ્વ.દેશમાંથી આવેલને નાની મોટી જોબ આપી ઠેકાણે પાડી દે, કોઈ પટેલ પાછો ન ફરે. કાળી મજુરી કરી બે પાંદડે થયેલો. મા બાપને પણ અમેરિકા તેડાવી લીધા. અમેરિકા જાય એટલે અમેરિકન સંકૃતિની હવા તો લાગે જ ને.મણીયા ચતુરમાંથી મણીભાઈ ચતુરભાઈ અને રમલામાંથી રમણ અને આખરે રોબર્ટ થઈ ગયા.

રોબર્ટ મોટેલમાં કામ કરે. ફુટતી યુવાની અને મુક્ત વાતાવરણ.સાથે કામ કરતી લીલી જ્હોન સાથે દોસ્તી થઈ. "મળે નૈન જો છાના વાતો હૈયાની કહેવાના" ગોરી લીલી અને કાળા રોબર્ટની મુલાકાતો અમેરિકાના મુક્ત વાતાવરણમાં અને મુક્ત સહચારમાં ગાંડા બાવળની માફક વધવા લાગી.

ગોરી લીલી અને કાળા રોબર્ટની મુલાકાતો મણીભાઈની નજરમાં આવી. તેમણે ડાહીબાને કાને વાત નાંખી. આ રમણ હમણાં હમણાંનો વંઠી ગયો છે. ગોરી મડમડી સાથે ફરતો હરતો થઈ ગયો છે. તે મને ઠીક લાગતું નથી. દેશમાં જઈ તેને ઠેકાણે પાડી દઈએ. ડાહી બાએ તેમની પટેલશાહી શૈલીમાં જવાબ આપ્યો. એક ઘાને બે કટકા. ઈ માં રાહ હું જોવાની. ગામમાં પટેલની પટલાઈ ચાલે ઘરમાં પટેલ મિયાંની મિંદડી, ઘરમાં પટલાણીનું જોર. તાબડતોબ ઈન્ડીઆની ટિકીટ કઢાવી દેશમાં આવી ગયા.

ગામમાં સામૈયો થઈ ગયો. મણીભાઈની ઘેરે ઘેર પધરામણી થવા લાગી.રમણલાલ તો ગામમાં સુટેડ બુટેડ થઈ આંખે રે'બનના ચશ્મા ચઢાવી હાથમાં સફેદ બીડી લઈ દેશી અંગ્રેજીમાં ગોટપીટ ગોટપીટ કરી વટ પાડી રહ્યા.

રણછોડ પટેલ તલાટી, ચાર દિકરા વચ્ચે એક દિકરી સુશીલા. નામ પ્રમાણે જ ગુણ વાળી સુશીલ, સુંદર અને હોંશિયાર ભાઈઓએ તો ડોબા ચાર્યા અને બહેનની તેજસ્વીતા મણીભાઈ અને ડાહી બાની નજરે ચઢી. રણછોડ તલાટીને મનમાં એમ કે સુશીલાનું મણીભાઈના રમણ જોડે ઠેકાણું પડી જાય તો છોડીનું ઠેકાણું તો પડે અને સાથોસાથ આ ચાર ઢાંઢાઓને અમેરિકાનું મ્હોંઢું જોવા મળે. મણીભાઈ અને રણછોડભાઈ પોતાના સ્વાર્થમાં ઉંદર બીલાડીની રમત રમ્યા કરે. આ સ્વાર્થની રમતમાં બીચારી સુશીલાનો ભોગ લેવાનો પણ તેને કોઈ પુછે નહિ. સુશીલાને અમેરિકાનો બીલકુલ મોહ નહિ. અમેરિકાના સ્વપ્ના બતાવી તેને મનાવવા પ્રયત્નો કરી જોયા. આખરે તલાટીએ છેલ્લો પાસો ફેંક્યો. જો બેટા તારું ઠેકાણું પડે તો પછી આ તારા ભાઈઓને તારી પછવાડે અમેરિકા જવાય. ભાઈઓની ખાતર આટલો ભોગ તું નહિ આલે ? માતા પિતાની લાચારી અને ભાઈઓની કાકલુદીએ શુશીલા બલીદાનની વેદીએ ચઢવા તૈયાર થઈ.પંદર દિવસમાં લગન લેવાઈ ગયાં અને મણીભાઈ વાજતે ગાજતે જેવા આવ્યા હતા તેવા અમેરિકા પહોંચી ગયા.

ગામમાં તો અડોશ પડોશમાંથી અમેરિકાની મોટી મોટી વાતો સાંભળી હતી. તેની સરખી સાહેલીઓ તેના સગપણથી ખુશ થઈ તેને ભાગ્યશાળી માનતી, પણ તે મનથી નારાજ હતી પોતાની મુંઝવણ કોને કહે? મા-બાપની લાચારી અને ભાઈઓની જિજીવિષા સામે નિસહાય.

*****

સુશીલા ઘણા અરમાનો સાથે અમેરિકા આવી હતી તે રમણ જાણતો હોવા છતાં; તેની અવગણના કરતો. જાણવા છતાં કામનાં નિરર્થક બહાના બતાવી સુશીલાને દુર રાખતો. શરીર તેનું અમેરિકામાં હતું પણ મન તેનું ભારતમાં હતું. ઘરનું કામકાજ પતાવી રસોઇ કરીને રમણ ક્યારે આવશે તેની રાહ જુવે. આમને આમ પાંચ દિવસ પુરા થયા અને રવિવાર આવ્યો ત્યારે મોંઘેરો પ્રિયતમ એક દિવસ માટે તેના ભાગે આવ્યો…ભાગે આવ્યો તો ખરો પણ પ્રેમનાં પ્રતિસાદ વિનાનો, પાંગળો. અને અમેરિકામાં ભારત કરતા બધુંજ ઊંધું, જુદું અને પતિ પત્ની એ સામાજિક સ્ટેટસ સીમ્બોલ માત્ર વાતો જ. ઘરમાં તો ભારતિય જોહુકમી જ ચાલે. પતિ મળ્યો પણ, “સન માઈકા" (માનો ડાહ્યો દિકરો, માનો કહ્યાગરો)

સુશીલાને અમેરિકા જોવું હતું. શહેરની મોટી મોટી વાતો મા બાપને અને ભાઈઓને કરવી હતી. મોટો દરિયો જોવો હતો, બીચ ઉપર ફરવું હતું, રમણ કયારે નવરો પડે તેની રાહ જોઈ આશ્વાસન સાથે ટી વી ની ચેનલો બદલતી અને ગામના નવા મિત્રોયાદ કરસાંત્વના મેળવતી.તેણે ધાર્યુ હતું કે અમેરિકા જશે એટલે તેની ગ્રામીણ સ્ટાઈલ બદલાઈ જશે અને તે ગોરી અમેરિકન મેડમ બની જશે. મોડર્ન આધુનિક અમેરિકન નારીનો ડ્રેસ પહેરી તેના ફૉટા પાડી પોતાના મા બાપ અને ભાઈઓને મોકલી તેની કાયાપલટના દર્શન કરાવશે. પણ ના એવું કંઇ જ ના થયુ પતિ મળ્યો પણ, મા બાપ, નોકરી અને ઘરના ત્રિભેટે વચ્ચે વહેંચાયેલો.

સુશીલાને અમેરિકા જોવું હતું. શહેરની મોટી મોટી વાતો મા બાપને અને ભાઈઓને કરવી હતી. મોટો દરિયો જોવો હતો, બીચ ઉપર ફરવું હતું, રમણ કયારે નવરો પડે તેની રાહ જોઈ આશ્વાસન સાથે ટી વી ની ચેનલો બદલતી અને ગામના મિત્રો અને સાહેલીઓને યાદ કરી સાંત્વના મેળવતી. તેણે ધાર્યુ હતું કે અમેરિકા જશે એટલે તેની ગ્રામીણ સ્ટાઈલ બદલાઈ જશે અને તે ગોરી અમેરિકન મેડમ બની જશે. મોડર્ન આધુનિક અમેરિકન નારીનો ડ્રેસ પહેરી તેના ફૉટા પાડી પોતાના મા બાપ અને ભાઈઓને મોકલી તેની કાયાપલટના દર્શન કરાવશે. પણ ના એવું કંઇ જ ના થયુ પતિ મળ્યો પણ, મા બાપ, નોકરી અને ઘરના ત્રિભેટે વચ્ચે વહેંચાયેલો.

“દિલમાં જલતી જલન 'ને

આંખોમાં ભરી ઉદાસી છે

ઑ મારી કિસ્મત ! આજ તું મારી

દુનિયાથી, મને ક્યાંથી ક્યાં લાવી છે ?”

“લગ્ન એ માણસે ગોઠવેલી વ્યવસ્થા છે. લવ કુદરતે રચેલી વ્યવસ્થા છે.વ્યવસ્થામાં ભંગાણ પડી શકે, વિશેષતા તો સદાય ભવ્ય જ રહે છે.આપણને જીવનસાથી તો મળી જાય છે,પણ ક્યારેક ગહન પ્રેમથી આપણે વંચીત રહી જઈએ છીએ.વ્યવસ્થા ટકી રહે છે અને વ્યથાઓ વળગી પડે છે.માણસ ગૂંગળાવા માંડે છે.પોતાના ભીતરની પીડા તે કોઈને કહી નથી શકતો એ કહે તો પણ તેને સમજનારું કોઈ હોતું નથી.”વ

"માનવ સંબંધો કેવા જટિલ છે! માણસ એકલો રહી શકતો નથી.એને અંગતતાની ઉષ્માનો આવિષ્કાર કરવો છે અને વ્યક્તિ અંગત બન્યા પછી એના પર 'પઝેશન'રાખવું છે.એના પર પોતાની અંગત અમાનત તરીકે સજ્જડ પહેરો રાખવો છે.પોતે માનેલી અંગત વ્યક્તિને કોઈ વિજાતીય પાત્ર છીનવી જશે એવી દહેશત માત્રથી વ્યક્તિ કેટલી અસહિષ્ણુબની જઈ મનોમન પીડાયા કરે છે અને અંગત પાત્ર પર શંકાનો પડછાયો પાથરતી રહે છે.માનવમનને શ્રધ્ધા વગર ચાલતું નથી તો શંકા વગર પણ ચાલતું નથી માનવજાત પર શ્રધ્ધા કરતાં શંકાનું આધિપત્ય વધુ હોય એમ લાગે છે."

ચાર છ મહિના જેવો સમય વિત્યો અને સુશીલાના કાંઈ સમાચાર ન હોવાથી રણછોડ પટેલ ઉંચા નીચા થવા લાગ્યા. મંદિરમાં ડાહ્યાભાઈનો ભેટો થઈ ગયો; તેમના દિકરી રમીલા અને જમાઈ નટવરલાલ, ત્યાં અમેરિકામાં જ રહે છે. તેમણે સુશીલાની વાત કરી કે છ મહિનાથી છોડી ગઈ છે પણ હજુ તેના કાંઈ સમાચાર નથી, ડાહ્યાભાઈ એ કહ્યું કે લાવોને તેનો ફોન નંબર પુછાવી જોઈએ. ખીસ્સામાંથી ડાયરી કાઢી નંબર આપ્યો. જુઓ અત્યારે તો ત્યાં રાત હશે અને લોકો સુતા હશે. કાલે મને મળજો. ડાહ્યાભાઇએ તેમના જમાઈને વાત કરી સુશીલા અને તેના વરની વિગતે વાત કરી અને તેનો ફોન નંબર આપી તપાસ કરવા જણાવ્યું. ફોન નંબર એડીસનનો અને નામમાં તો રોબર્ટનુ નામ, રમણ નામ મળે નહિ.

પટેલ કરતાં પટલાણી હોંશિયાર તેમણે કહ્યું " હેંડો, ફોન મુકો બાજુ પર, ફોન ઉપર કોઈ સીધો જવાબ નૈં આલે રૂબરુ જઈ આવીએ " બંન્ને જણા રૂબરૂ જઈ ચઢ્યા. ગામના જ માણસો એટલે ઓળખવાની ઝાઝી માથાકૂટ નહી. ચ્હા પાણી કરી વાતચીત કરી. રમીલા ઘર જોવાને બહાને સુશીલાને દુર લઈ જઈ વાત કરી કે તારા મા બાપ ત્યા ચિંતા કરે છે તું ફોન કેમ નથી કરતી સુશીલાએ તેની ફસામણીની અને પરાધિનતાની બધી વાત ની ચોખવટ કરી.

સુશી ગભરાઈશ નહિં, લે આ ફોન તારી પાસે રાખ, અને કર વાત. તેમને ચિંતા થાય તેવું કાંઈ કહીશ નહિં. મને ફોન કરતી રહેજે, રાત વરત જરૂર પડે તો મને ફોન કરજે હું દોડીને આવીશ. હવે ભારત પાછા જવાનું નથી. મા બાપે જે આશાએ તેને પરણાવી અહિં મોકલી છે તે કાર્ય પુરું કરી બતાવ. ચરોતરની નારી, ભરાવે અમેરિકનને પાણી.

સુશીલાને સહારો મળ્યો, સુકા બાવળિયાને નવી શૂળો ફુટી. નાહિંમત સુશીલાને હિંમત આવી. તેણે તેના બાપને ફોન કરી ખુશી આનંદના સમાચાર આપ્યા. ડાહ્યાભાઈની રમીલા અહિં જ છે. ગઈ કાલે તે મળી હતી, ગામની બહુ બધી વાતો કરી. તમે મારી ફીકર ચિંતા કરશો નહિ. મા-બાપને શાંતિ થઈ.

સુશી તું તો મારા કરતાં ભણેલી છે, નોકરી કરી પગભર થા,પણ મને અહિં નોકરી કોણ આપે ?
ચાલ હું તને નોકરી