સત્તાની ભૂખ - 2 Aakanksha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • અપહરણ - 11

    11. બાજી પલટાઈ   અંધારું સંપૂર્ણપણે ઊતરી આવ્યું હતું. હું, થ...

  • રેડ સુરત - 3

      2024, મે 17, સુરત         ચાર પ્લૅટફોર્મ ધરાવતા સુરત રૅલ્વ...

  • લવ યુ યાર - ભાગ 72

    સાંવરી વારંવાર તે નંબર ઉપર ફોન કરતી રહી પરંતુ ફોન ઉપડ્યો નહી...

  • એક અનુભવ - પાર્ટ 3

    સેકન્ડ વિચારી હું પૈસા પાછા લઈ ચાલવા લાગી તે પાછળ પાછળ દોડી...

  • ઉર્મિલા - ભાગ 6

    અંબિકા ગઢના મહેલથી પરત ફર્યા પછી, ઉર્મિલા અને આર્યનના જીવનમા...

શ્રેણી
શેયર કરો

સત્તાની ભૂખ - 2

ધૈર્યા વિજયની પત્ની સીમા સાથે પણ સારી રીતે ભળી ગઈ હતી. વિજયની પત્ની સ્વભાવે મીઠાં બોલી અને દેખાવે આકર્ષક હતી. એ વિજયની ઉંમરથી લગભગ અડધી ઉંમરની લાગતી હતી. ધૈર્યા ધીરે-ધીરે રાજનીતિની બધી જ રમતોને જાણી અને સમજી રહી હતી.પાર્ટીની અંદર જ્યાં-જ્યાં ગેરકાનૂની કામ થતું હતું ત્યાં ધૈર્યા અવાજ ઉઠાવતી અને વિરોધ પણ કરતી, પરંતુ ધૈર્યાને હંમેશા અવગણવામાં આવતી. આખરે કંટાળીને ધૈર્યા એકવાર આની ફરિયાદ વિજય પાસે લઈને ગઈ.
"આ પાર્ટીમાં કેટલી હદ સુધીનાં ગેરકાનૂની કામ થાય છે એ તમને ખબર છે?!" ધૈર્યા ફરિયાદનાં સ્વરે બોલી.
"મિસ, ધૈર્યા મેઘવાલ તમારે રાજનીતિમાં આવવું હોય તો કમળ બનવું પડશે."
"કેમ કમળ?!" ધૈર્યા મંદ હાસ્ય અને થોડાં આશ્ચર્ય સાથે બોલી.
"કાદવમાં જ ઉછરવું પડશે નહિ તો તમારે અહીંયા જ ગુંગળાઈને મરી જવું પડશે." વિજય અટ્ટાહાસ્ય કરતાં બોલ્યો.

આ સાંભળ્યાં બાદ ધૈર્યા કંઈ જ ના બોલી શકી અને ત્યાંથી ચૂપચાપ જતી રહી. છ મહિના વીતી ગયાં અને હવે પાર્ટીનાં બધાં જ સારા-ખરાબ કાર્યોથી ધૈર્યા પરિચિત થઈ ગઈ હતી. ધૈર્યાને હવે વાસ્તવિકતા સાથે મેળ પાડવાં સિવાય કોઈ જ વિકલ્પ રહ્યો નહોતો. એ દરમિયાન ખબર પડી કે વિજયનો એકમાત્ર દીકરો સક્ષમ જે ભણવા માટે વિદેશ ગયો હતો. હવે એ ભારત પાછો આવવાનો હતો. એનાં આગમનની તૈયારી પૂરજોશમાં ચાલી રહી હતી.

આખરે એ દિવસ આવી ગયો અને સક્ષમ ભારત આવી ગયો. ધૈર્યાને સક્ષમનાં સ્વાગત સમારંભમાં જવામાં કોઈ જ રસ નહોતો, પરંતુ ત્યાં મીડિયા અને મોટી-મોટી હસ્તીઓ આવવાની હતી. ઉપરાંત વિજયે ધૈર્યાને ખાસ ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું હતું એટલે ધૈર્યાને ત્યાં ગયાં વગર છૂટકો જ નહોતો. ધૈર્યાએ આછાં ગુલાબી રંગની સિલ્કની સાડી પહેરી હતી. હળવાં મેકઅપ અને છુટ્ટા વાળમાં ધૈર્યાનું સૌંદર્ય વધારે ખીલી ઉઠ્યું હતું. ધૈર્યા વિવિધતા ધરાવતાં પુષ્પગુચ્છ સાથે સતરંગ હોલમાં પહોંચી. હજી સુધી ખાસ કોઈ આવ્યું નહોતું. ધૈર્યા વીઆઈપી માટેની સીટમાં જઈને બેસી ગઈ.


થોડીવારમાં હોલમાં માણસોની સંખ્યા વધી ગઈ. લગભગ કલાક પછી વિજય, સીમા અને ભારે ભીડ સાથે સક્ષમનું હોલમાં આગમન થયું. સક્ષમને જોઈને ધૈર્યા આંખનો પલકારો પણ ના મારી શકી. સક્ષમ ટોલ,ડાર્ક હેન્ડસમની વ્યાખ્યામાં પૂરેપૂરો બેસતો હતો. સક્ષમે કાળા રંગનું પેન્ટ અને સફેદ રંગનાં શર્ટ પર ડાર્ક બ્લુ રંગનું બ્લેઝર અને જોડે મેચિંગ બ્લેક બુટ પહેર્યા હતાં. સક્ષમનાં બ્લેઝરમાંથી એનું ચુસ્ત કસરતી શરીર આંખોને ઊડીને વળગે એવું હતું. એનાં વાળ લાંબા પરંતુ વ્યવસ્થિત સેટ કરેલાં હતાં. સક્ષમ વારાફરતી બધાંને મળતો હતો. ધૈર્યા પોતાની જગ્યા પર બેસીને સક્ષમને જ જોઈ રહી હતી. અચાનક જ ધૈર્યાની પાસે આવીને સીમાએ કહ્યું,

"બેટા, સક્ષમને મળી આવ, અને પછી જમીને જજે."
"હા...! ધૈર્યા ઊભાં થતાં બોલી.

ધૈર્યા ઊભી થઈને સ્ટેજ પર સક્ષમની પાસે ગઈ. વિજયની જેવી એની પર નજર પડી કે તરત જ વિજયે એનો પરિચય સક્ષમ સાથે કરાવ્યો.

"સક્ષમ, આ ધૈર્યા મેઘવાલ. આપણાં પક્ષમાં સૌથી યુવાન કાર્યકર્તા છે.
"હેલ્લો... નાઇસ ટુ મીટ યુ" કહેતાં સક્ષમે ધૈર્યા સાથે હાથ મિલાવ્યો.

ધૈર્યા એનાં હાથનો સ્પર્શ થતાં જ ચોંકી ગઈ.કારણ કે, સક્ષમનાં હાથ એકદમ મુલાયમ હતાં. નખ ઘણાં મોટાં ઉપરાંત એમાં વાદળી રંગની નેઈલપોલિશ કરેલી હતી. ધૈર્યાને આ ખૂબ જ અજુગતું લાગ્યું. ઘરે જઈને વિચારતાં સક્ષમનાં હાવભાવ અને ચાલ પણ સામાન્ય છોકરાં કરતાં કંઈક અલગ જ લાગી. ધૈર્યાએ આ વાત એની મમ્મીને કહી તો એનાં મમ્મીએ કહ્યું,

"અરે બેટા, વિદેશમાં રહ્યાં હોય એટલે આવાં જ હોય."
"સારું." ધૈર્યા ધીમેથી બોલી.

ધૈર્યાને થોડાં સમય પછી કામનાં કારણે વિજયનાં ઘરે જવાનું થયું. એ ત્યાં પહોંચી તો કોઈ દેખાતું જ નહોતું. ધૈર્યાએ ઉપરનાં ફ્લોર પર જઈને જોયું તો એક રૂમમાંથી વિજય ગુસ્સામાં કંઈક બોલતો હોય એવો અવાજ આવતો હતો....

"સમજાવ આ તારા નામર્દ ને......!"
(ક્રમશઃ)