વિરહની વેદના
(૧)
-----------------------------------------------------------------------------------------------
કૃષ્ણા બાલ્કનીની બહાર ઉભા ઉભા તેના જાડા ભરાવદાર કાળા વાળ આજે ધોયેલાં હતાં તે સુકવી રહી હતી. ચા જેવા કલરના ભુખરા જેવા રંગથી તેના વાળના કેસ વધુ નશીલા બનેલા લાગતા હતા. લગ્નના આજે દસ વર્ષ પછી પણ, નયન તેને માટે પહેલા વર્ષે જેટલો પાગલ હતો તેટલો જ પાગલ આજે પણ હતો. નયનનો પ્રેમ તેના મિત્રોમાં ઈર્ષ્યાની વરતાવતો હતો. આમ છતાં નયનના કેટલીક વારના વર્તનને કારણે કૃષ્ણાના મનમાં શંકાનો કીડો સરવરતો હતો અને તેને તકલીફ પડતી હતી કે શું ખરેખર તે મને પ્રેમ આજે પહેલા જેવો કરે છે?
એકંદરે, બંનેના જીવનની ગાડી સારી રીતે ચાલી રહી હતી. કૃષ્ણાનો નાનો પરિવાર, પતિ નયન અને પુત્રી વિશ્વા હતા. પરંતુ થોડા મહિનાઓથી કૃષ્ણાને લાગતું હતું કે નયને મોડી રાત્રે ઘરે આવવાનું શરૂ કરી દીધું છે. કૃષ્ણા જ્યારે પણ સવાલ કરતી, ત્યારે તે કહેતો કે હું આ બધુ તારા અને વિશ્વા માટે કરું છું. નહિંતર, મારે માટે બે રોટલી પૂરતી છે જો હું એકલો હોંત તો મારે વધુ કંઇ જરૂરત જ નથી.
પરંતુ કૃષ્ણાના મગજમાં હજી પણ એમ લાગતું હતું કે કંઈક ખોટું ચોક્કસ થઇ રહેલ છે. હજી બહાર ઉભા ઉભા ગેલેરીમાં જ વાળ સૂકવતી હતી ને તે જ વખતે, કૃષ્ણાના મકાનના દરવાજા પર ડોરબેલ વાગ્યો. તેણે જ્યારે દરવાજો ખુલ્લો જોયુ તો સામે અત્યારે નયન ઉભો હતો તેને આ સમયે આવેલ જોઇ તેને ઘણી નવાઇ લાગી રહેલ હતી.
તે કાંઇ પુછે તે અગાઉ જ નયને કૃષ્ણાને કહ્યું, "અરે હું પાંચ દિવસ માટે ઓફીસના કામે ઉદેપુર જઇ રહેલ છું, તેથી વિચાર્યું કે આજે આખો દિવસ મારી બેગમ સાહેબા સાથે પસાર કરવો જોઈએ,"અને આમ કહી નયને કૃષ્ણાને બે પેકેટ હાથમાં પકડાવ્યાં.’’
કૃષ્ણાએ પેકેટ ખોલ્યા તો, "એકમાં ખૂબ જ સુંદર જેકેટ હતું અને બીજા પેકટમાં ટ્રેક સુટ હતો."
કૃષ્ણાએ હસતાં હસતાં કહ્યું, "તમે નવા વર્ષ પર અમારી સાથે હાજર રહેવાના નથી તે માટે, હાજર ન રહેવાનું વળતર ચૂકવી રહ્યા છો ?"
નયને ઉદાસીથી કૃષ્ણાને કહ્યું, "ફક્ત બે વર્ષ માટે જ છે કૃષ્ણા જ, પછી નો સમય ફક્ત તમારા બંને પાસે જ રહેવાનું છે."
કૃષ્ણા રસોડામાં નયન માટે ચા બનાવતાં બનાવતાં વિચારી રહી હતી કે આખરે નયન આ બધું પરિવાર માટે કરી રહ્યો છે અને હું નાહકની તેને માટે શંકા સેવી રહેલ છું.
સાંજે આખો પરિવાર વિશ્વાની મનગમતી હોટલમાં ડિનર પર જવાનો પોગ્રામ બનાવેલ હતો, લાંબા રસ્તે કાર ચલાવતાં ચલાવતાં અને પછી કૃષ્ણાની મનગમતું બનારસી મીઠું પાન અને વિહાની મનગમતી આઈસ્ક્રીમ બધું બંનેને મનગમતું ખવડાવી પીવડાવી રાત્રે ઘરે પરત આવ્યા. જ્યારે કૃષ્ણા રાત્રે નયનની નજીક જવા માંગતી હતી, ત્યારે તેણે કહ્યું, "કૃષ્ણા હું આજે ખુબ કંટાળી અને થાકી પણ ગયો છું, કૃપા કરીને આજે નહીં."
કૃષ્ણા એ નયનને કહ્યું, "તમે છેલ્લા સાત મહિનાથી આમ કહી રહ્યા છો."
નયને કહ્યું, "મારા પર કામનું બહું જ દબાણ છે, મારે શું કરવું જોઈએ?" ઉદયપુરથી પરત આવીને ડોક્ટર પાસે જઇશું કદાચ મારા કામના વધારે પડતા બોજો હોવાને કારણે મારી પૌરુષ શક્તિ ઓછી થઈ ગઈ હોય એમ મને લાગી રહેલ છે."
નયન આમ કહી ગાઢ નિંદ્રામાં ડૂબી ગયો અને કૃષ્ણા તેના મનમાં ને મનમાં ગાઢ રીતે વિચારી રહી હતી કે નયન તેની જરૂરિયાત મારા બદલે બીજે ક્યાંય પરિપૂર્ણ થતી હોય તેમ તેને લાગી રહેલ હતું. પરંતુ તેનું મન આ સ્વીકારવા તૈયાર નહોતું.
......ક્રમશઃ........