અનોખી જીત - (ભાગ 2) - છેલ્લો ભાગ soham brahmbhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનોખી જીત - (ભાગ 2) - છેલ્લો ભાગ

''અનોખી જીત''

ભાગ – ૨ સોહમ બ્રહ્મભટ્ટ

સાગર ફટાફટ ઓફિસે થી ઘરે જવા નીકળ્યો ..અને ગાડીમાં બેઠો ..સાગરનું મન હજી પેલા કેન્સરના પોઝીટીવ રીપોર્ટ થી માનતું ન હતું...સ્વાતિ ને ૩rd સ્ટેજનું બ્લડ કેન્સર હતું..આથી લેબમાં ફરી કોલ કર્યો ..પણ ત્યાં થી પણ આજ રીપોર્ટ મળ્યા....સાગર ઘરે જતા પહેલા મંદિરે ગયો ....ત્યાં સાગર પોતાના નસીબ ને સતત કોસી રહ્યો હતો....મારા અને સ્વાતિ સાથે જ કેમ ભગવાન ? અમે શું બગાડ્યું છે ? ? સ્વાતિ વતી મને આ રોગ આપ્યો હોત તો ? મારી સ્વાતિનો શું વાંક ?એણે બાળપણથી જ કેટલા દુ:ખ સહન કર્યા છે . ને આ બીજું દુખ પણ ? સાગર સતત એવા વિચાર સાથે રડી પડ્યો અને આંખો પણ લાલ થઇ ચુકી હતી...પછી આંખ સરખી સાફ કરી તે મંદિરેથી ઘરે જવા નીકળ્યો...થોડીવારમાં ઘરે પહોચ્યો અને વિચારતો હતો કે પોતે આ કેન્સરની વાત સ્વતીને કેમ કેશે એ વિચારતો હતો...

ઘરના હોલમાં એન્ટર થતા જ સાગર પર ગુલાબના ફૂલની પાંદડીઓ પડી..આખો હોલ રેડ અને વાઈટ બલુનથી શણગાર્યો હતો…સાગર અને સ્વાતિના ફોટોઓ લગાવેલા હતા..બેકગ્રાઉન્ડ મ્યુઝીક વાગતું હતું...( દેખા હઝારો દફા આપકો ..) રેડ સાડીમાં સાગરની રાહ જોઈ રહેલી સ્વાતિએ સાગરનું પ્રેમ ભર્યું સ્વાગત કર્યું...ઓહ માય ડીયર !! વેલકમ હોમ હેપ્પી એનીવર્સરી..હાથ પર વહાલ સોયું ચુંબન કરી સાગરને અંદર લાવી..સાગર પણ ઘડીક બધી ચિંતા મૂકી ઘરમાં અંદર આવ્યો..

પોતે બીમાર હોવા છતાં સ્વાતિનો સાગર પ્રત્યેનો નિ:સ્વાર્થ પ્રેમ જોઇને સાગર ને ખુશી સાથે દિલમાં દુઃખનો સમુન્દર હતો..સ્વાતિ અને સાગર ડીનર માટે ટેબલ પર બેઠા..ઘણી પ્રેમની વાતો કરી ..પણ હવે સાગરની સહનશીલતા જાણે ખૂટતી હોય એમ સ્વાતિને આલિંગન આપી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો...બોલ્યો ..’’ સ્વાતિ I can’t live without you ‘’ !! સાગરના આવા રિએકશન જોઇને સ્વાતિ ગભરાઈ ગઈ ..સાગરને પાણી આપી શાંત કર્યો...વ્હાલથી પોતાની પાસે બેસાડ્યો...સ્વાતિએ સાગરને રડવાનું કારણ પૂછ્યું....સાગર હજુપણ રડી રહ્યો હતો ..રડમસ અવાજે બોલ્યો ...’’ સ્વાતિ તને 3rd સ્ટેજની બ્લડ કેન્સર છે..અને ફોનમાં આવેલા રીપોર બતાવ્યા....સ્વાતિ તો જાણે કઈ બન્યું જ ના હોય એમ હસવા લાગી ...સાગર પણ સ્વાતિનું આ રિએકશન જોઈ આશ્ચર્યચકિત થઇ ગયો..તેને સ્વાતિનું આવું સાહસ ભર્યું વર્તન નું કારણ પૂછ્યું ..ત્યારે સ્વાતિ એ ખુબજ સહજતાથી સાગરને કહ્યું , ‘’ સાગર તું રડ નહી , ભગવાન પણ આપડા બન્ને ને એકબીજા પ્રત્યે કેટલો અનહદ પ્રેમ છે તે જોવા માંગે છે..આપડે પણ એમને હરાવી દઈશું..એમને આપડા પ્રેમની સમક્ષ નમવું પડશે..મને તારાથી દુર ના કરી શકે..આમ બોલતા સ્વાતિ સાગરને ભેટીને રડવા લાગી...

સાગરે સ્વાતિને શાંત કરતા કહ્યું , ‘’ સ્વાતિ હું હમેશા તારી સાથે છું, હતો અને રઈશ..તું ચિંતાના કર આપડે કાલે જ સીટીના બેસ્ટ કેન્સર સ્પેશિયલિસ્ટને બતાવીશું..અને તારી ટ્રીટમેન્ટ ચાલુ કરીશું..સ્વાતિએ પણ સ્માઈલ કરતા હા પાડી..સજાવેલા હોલમાં બન્ને જણની ખુશીઓ ગમમાં ફેરવાઈ ગઈ...બન્ને જણ સવારે વહેલા ઊઠી ડોક્ટરને મળવા નીકળી ગયા ..અપોમેન્ટ લીધી ..જયારે તેમનો નમ્બર આયો ડોક્ટરની કેબીન માં ગયા..ડોક્ટર ફાઈલ રીપોર્ટ બધું તપાસી કહ્યું , ‘’ જોવો મિસ્ટર અને મિસિસ મેં બધા રીપોર્ટ જોયા ..તેમને હોર્મોનલ બ્લડ કેન્સર છે..એ પણ ત્રીજા સ્ટેજનું ..મટવું તો ના મુમકીન છે..છતાં પણ આપડે સ્વાતિની કીમો થેરાપી ચાલુ કરીશું..અને સર્જરી કરીશું..૧૦૦ માંથી ૨ જ સકસેસ જાય છે...

ડોક્ટરની આ વાત \થી વાકેફ બન્ને જણાએ ખુબ સાહસ પૂર્વક , હાથમાં હાથ મિલાવી આગળ વધવાનો નિર્ણય લીધો....સ્વાતિની કીમો થેરાપી ચાલુ થઇ ગઈ હતી..દર ત્રણ દિવસે સારવાર લેવા આવતા....સાગર સ્વાતિનું નાના બાળકની જેમ કેર કરતો હતો ..કીમો થેરાપી ને લીધે સ્વાતિને વોમીટ , વિકનેસ , હેર લોસ જેવી સાઈડ ઈફકેટ થવા લાગી..છતાય સાગર દિલથી સ્વાતિની સેવા કરતો ....અનહદ પ્રેમ વરસાવતો...સાગર સ્વાતિનો રૂપ એકદમ ક્લીન રાખતો ..તેની ચા , હેલ્થી નાસ્તો , લંચ ,ડીનર, જ્યુસ, વગેરે ખુબજ નાજુકતા થી ધ્યાન રાખતો..વિક્નેસના લીધે સ્વાતિથી ચલાતું નહિ એટલે નાના છોકરાની જેમ ઉચકીને ગાર્ડનમાં ફરવા લઇ જતો...રડવા દેતો નહી ...કોઈને કોઈ જોક્સ કહીને સ્વાતિનો મૂડ ચેન્જ કરતો....પોતે પણ સ્વાતિની આવી હાલત જોઈ છુપાઈ ને રડતો...ક્યારેય સ્વાતિને દુખી ના કરતો ...

જોનાર હર વ્યક્તિને સાગરનો એ બેહદ પ્રેમ દેખાઈ આવતો ..હોસ્પિટલ માં પણ બધા જ સ્ટાફ સાગરનો આ ગાંડો પ્રેમ જોઇને ઈમોશનલ થઇ જતા...સાગરએ સ્વાતિની દુર દુર સુધી સારવાર કરવી..આયુર્વેદિક દવા પણ કરવી પણ કોઈ જ ફાયદો થયો નહી...પછી બન્ને એ નક્કી કર્યું ઓપરેશન કરવાનું મક્કમ મન રાખી ...હોસ્પિટલમાં ડોક્ટરે પણ કહ્યું .., ‘’ માત્ર ૨% જ ચાન્સ રહેશે ઓપરેશન સકસેસ જવાનો એટલે જવાબદારી અમારી નહી બને .. ‘’ સાગર અને શ્રુતિએ એકબીજા હાથ પકડી કહ્યું , ‘’ વાંધો નહી સર અમને મંજુર .. ‘’ ડોકટરે આપેલા સમયે સ્વાતિ અને સાગર હોસ્પિટલમાં ઓપરેશન માટે આવી ગયા...

સાગર ભગવાન પાસે , ‘’ હે ભગવાન આજે મારી સ્વાતિનું ઓપરેશન છે , સ્વાતિને કંઇજ ના થવું જોઈએ ..મારા પ્રેમને જીત અને મોતને હાર આપજો..તમારે પ્રેમને જીતાડવો જ પડશે..આ કઠીન પરીક્ષામાં પાસ કરવા જ પડશે...સ્વાતિનું ઓપરેશન ચાલુ થઇ ગયું ...તમે ઓપેરશન થીએટરની બહાર બેસો !! એવું સ્ટાફે સાગરને કહ્યું ..

સાગર પણ હાથ જોડીને બહાર ઓપેરશન પૂરું થવાની રાહ જોઇને બેઠો હતો..ક્યારે સ્વાતિને મળે ...ક્યારે ઓપરેશન પૂરું થાય..બે કલાક બાદ ઓપેરશન થીએટરમાંથી ડોક્ટર બહાર આવ્યા અને કહ્યું , ‘’ આઈ એમ સોરી મિસ્ટર સાગર , શી ઇસ એક્સ એક્સ પાયાર્ડ !! ઇન્ફેકશન વધારે સ્પ્રેડ થયું હોવાથી ન્યુરો સિસ્ટમ ડેમેજ થઇ ચુકી હતી..આ વાત સાંભળી સાગર હોસ્પિટલમાં સ્વાતિના નામનું કલ્પાંત રુદન કરવા લાગ્યો ...જે અસહ્ય હતું ..સાગરએ સ્વાતિમાટે લખેલ પ્રેમ કવિતા મોટે મોટેથી હૈયા ફાટ રુદન સાથે બોલ્યો...

‘’ જીવવાનું કારણ તું,

હોઠો નું હાસ્ય તું ,

મારા સ્વાસ તું ,

મારી આત્મા તું,

મારું સર્વસ્વ તું ,

મારી પહેચાન તું ,

મારી અને ફક્ત મારી તું ,

લવ યુ સ્વાતિ ‘’





એટલા માં જ સાગર ...ઓ સાગર ..૧૦ વાગી ચુક્યા છે ...ઓફીસ માંથી 3 વાર કોલ આવી ગયો છે ..એવો સ્વાતિનો અવાજ સાંભળી સાગર સફાળો બેઠો થયો..જોયું તો સ્વાતિ હાથમાં ચા લઈને તેની સામે ઉભી હતી..બે મિનીટ સુધી સાગર ને કંઇ જ સમજાતું નહતું..પોતાની સાથે બનેલી ઘટના સપનું હતું તેનું ભાન થયું ...તેને પહેલેથી આખું સપનું યાદ કર્યું ...અને વિચાર્યું ..કે આ એનું સપનું હતું ..સ્વાતિને હોસ્પિટલથી ઘરે લઇ આવ્યા છીએ અને પોતે હજી રાતે સુઈ ને હમણાં ઉઠે છે..રીપોર્ટ પણ હ્જીં આવવાના છે..સાગરે એ ફટાફટ મોબાઈલ ચેક કર્યો અને જોયું ..કે સ્વાતિના કેન્સર ના બધા જ રીપોર્ટ નોર્મલ હતા...

સ્વાતિને આમ પોતાની જાત સામે જોતા ખુશી ગાંડા બની ચુકેલા સાગરે સ્વાતિનો હાથ લઈને ગોળ ગોળ ઘુમવા લાગ્યો ...અને હેત ભર્યું વ્હાલ કર્યું ..લાગણીઓ વરસાવી દીધી સ્વાતિ પર...સાગરએ જાણી ચુક્યો હતો કે શાક્ષાટ ઈશ્વર એ જ હકીકત ને સપના માં ફેરવીને સ્વાતિને નવું જીવન દાન આપ્યું ...આખરે મારા અને સ્વાતિના શબ્દો સાચા થયા !! અમારા પ્રેમની જીત..બોલતા ભગવાનનો ખુબ ખુબ આભાર માન્યો...ખુદ ઈશ્વર પણ સાગરના પ્રેમને જાણી ગયા..અને મોતને હાર આપી ..

સાગરના આવા સાચા , નિ: સ્વાર્થ , અને અનહદ પ્રેમને જોઇને ખુદ ભગવાન પણ નમી ગયા ..સાગર સ્વાતિને યમરાજ પાસે થી પાછો લઇ આવ્યો...આમ આગળ જીવન જીવતા બન્ને ને એક દીકરો પણ છે અને ખુબ ખુશી ખુશી થી જીવન જીવે છે...

તો તમે જોયું તેમ જો પ્રેમ સાચો હશે..તો ગમે તે પરીસ્થિતિમાં પ્રેમની વિજય નિશ્ચિત છે ...જે પ્રેમમાં દરિયા જેવું ઊંડાણ હોય..તોફાન જેવીં લાગણીઓ હોય ..લહેર અને પવન જેવો સ્નેહ હોય એવા પ્રેમને ભલા શું નડવાનું......સમાપ્ત....