અનોખી જીત - (ભાગ 1) soham brahmbhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનોખી જીત - (ભાગ 1)

‘’ અનોખી જીત ‘'

ભાગ ૧ - સોહમ બ્રહ્મભટ્ટ

‘’ સાગર આજ સવારથી જ ગભરાયેલો હતો ..ઓફિસે જઈ ને પણ તેનું મન ચિંતિત હતું..આકુળ વ્યાકુળ બનેલા સાગર એ ચાર પાંચ વખત કોફી પી લીધી હતી..ટીફીન પણ એમનું એમ જ હતું ..સતત વિચારોના વમળોમાં ફસાયેલો સાગર મોબાઈલમાં થોડી થોડી વારે મોબાઈલ માં મેસેજ ચેક કરતો હતો ....સાંજના ૭ વાગી ચુક્યા હતા ..ઓફીસનો સ્ટાફ પણ ઘરે જવા નીકળ્યો ...બધાથી રોજ ૧૦ - ૧૫ મિનીટ વહેલો જનારો સાગર આજે ૭ વાગે પણ નહોતો ગયો...

ટ્રીંગ ટ્રીંગ ... અવાજ સંભાળતા સાગરે મોબાઈલ હાથમાં લીધો અને મેસેજ ચેક કર્યો..વાંચીને સાગરની આંખો જાણે પહોળી થઇ ગઈ ...તે જમીન પર ફસડાઈ પડ્યો ..અને પરસેવે રેબજેબ થઇ ગયો...જોરથી રડવા લાગ્યો ..ઘરેથી સ્વાતિના ૪ થી ૫ ફોન આવી કોલ આવી ચુક્યા હતા...એટલામાં જ વીજળીના ચમકારા સાથે વરસાદ વરસવા લાગ્યો..આ વરસાદ જોઈ સાગર તેના ભૂતકાળમાં સરી પડ્યો..આંસુ લુછી એક યાદમાં સરી પડ્યો...

ઓહ ! નો યાર ..એ ગયો આજે તો ..વરસતાં વરસાદમાં પાણી ભરેલા ખાડામાં સાગર પડ્યો..વરસતા વરસાદમાં પાણી ભરેલા ખાડા હોવાથી રોડ એક સમાન લાગતો એટલે સાગર ખાડામાં પડ્યો..ખાડો ઊંડો હોવાથી સાગરનો પગ ખાડામાં ફસાઈ ગયો....કોશીશ ઘણી કરી પગ બહાર કાઢવાની પરંતુ સફળતા મળી નહી..ઉભો થઇ શક્યો નહી એટલે સાગર આજુબાજુ મદદ માટે બુમ પાડી કે કોઈ મદદ માટે આવી જાય .રાતના ૧૦ વાગી ચુક્યા હતા એટલે આમ તો કોઈ દેખાતું ન હતું ....સાગર જોયું કે એની આજુબાજુ એક અનાથ આશ્રમ છે ..ત્યાં બુમો પાડી ..’’પ્લીઝ હેલ્પ મી !! ..મારો પગ ખાડામાં ફસાયો છે ‘’....ત્યાં થોડીવાર પછી અનાથશ્રમ નો દરવાજો ખુલ્યો ...સાગર દુરથી નિહાળતો હતો કે કોણ છે ..એવા માં જ પિંક ડ્રેસ , ખુલ્લા વાળ , બ્લેક બિંદી , ગાલમાં ડીમ્પલ પડતું હાસ્ય , કરતી એક છોકરી બહાર આવી..

સાગર એ બેહદ સુંદર લાગતી છોકરીને જોઈ જ રહ્યો ..વરસાદ માં પલળતા એના ખુલ્લા વાળ , ચહેરા પરથી સરકતા એ વરસાદના ટીપા , અને એનું માસુમ હાસ્ય હું નિહાળી જ રહ્યો..જાણે કોઈ અપ્સરા સમજી લ્યો ..સાગરને લવ એટ ફર્સ્ટ સાઈટ થઇ ગયું.. પોતે કઈ સ્થિતિમાં છે એ પણ ભૂલી ગયો ..એટલા માં જ ..એ હેલ્લો મિસ્ટર !! ક્યાં ખોવાઈ ગયા ?? ક્યારની તમારી મદદ માટે હાથ લંબાવું છું ..હાથ જ નથી આપતા..આ વાત થી બે ખબર સાગર ને ભાન પડી અને હાથ તેને આપ્યો...ત્રણ ચારવાર કોશીશ બાદ સાગરને બહાર કાઢ્યો..સાગરનો પગ ખાડામાં ફસાયો હોવાથી ફૂલી ગયેલો....તેનાથી ચલાઈ એવી સ્થિતિ ન હતી..

આથી સાગરે એ છોકરીને મદદ માટે કહ્યું ....હેય !! એક્સ ક્યુઝ મી મિસ ..મને ઉભો કરવામાં મદદ કરશો ??? છોકરી એ તેને ટેકો આપ્યો અને ઉભો કર્યો....થેંક્યું મિસ ....છોકરી બોલી ...મિસ નઈ સ્વાતિ નામ છે મારું એમ કરી એક સરસ કોમળ હાસ્ય એણે આપ્યું,,..સાગર ઉભો થઇ ચાલવાનો પ્રયત્ન ઘણો કર્યો પણ સોજાના લીધે તેનાથી ચલાતું ન હતું પરંતુ હિમ્મત કરી તે ચાલ્યો....

સ્વાતિ એ બાળપણથી જ અનાથ છે..બાળપણમાં તેને અહિયાં કોણ મૂકી ગયું એ સ્વાતિને પણ ખબર નથી..આથી અનાથશ્રમ રહી ને તે મોટી થઇ ..ભણી ને અહીજ નાના બાળકો ને ભણાવતી ..સ્વાતિ પહેલેથી જ જ સાફ , કોમળ દિલની હતી ...મુશ્કેલીમાં પડેલા સૌ કોઈને મદદ કરતી ...આથી સાગરની આવી હાલત જોઇને સ્વાતિ એ સાગરને અનાથશ્રમ આવવા કહ્યું..વરસાદ પણ વધારે હતો ...બંને અનાથશ્રમ માં ગયા...આશ્રમમાં શાંતિ હતી સૌ કોઈ આરામ ફરમાવી રહ્યા હતા ....સ્વાતિ એ સાગરને ગેસ્ટ રૂમમાં બેસાડ્યો..શરીર લુછવા રૂમાલ આપ્યો...

સ્વાતિ એ કહ્યું , ‘’ તમે બેસો ! હું હમણાં જ મીઠા અને હળદરનો લેપ લઈને આવું ..જેનાથી તમારા પગનો સોઝો ઉતરી જશે...ઓહ થેન્ક્સ !! સાગરે કહ્યું....કોઈ જાન પહેચાન વગર એટલી મદદ કરતા જોઇને સાગરે ને સ્વાતી પ્રત્યે ખુબ માન ઉપજ્યું..સ્વાતિ કોણ છે ..? શું કરે છે ? એ બધું જાણ્યા વગર જ સાગરે સ્વાતિને પોતાનો હોય એવો અહેસાસ થયો...સાગરના મનના ખૂણામાં સ્વાતિ પ્રત્યે કુણી લાગણી ઉપજ આવી...ત્યાં જ સ્વાતિ ગરમા ગરમ લેપ લઇ આવી..અને સાગરના પગે લગાવી આપ્યો ...સ્વાતિ એ કહ્યું , ‘’ તમે અહિયાં આરામ કરો .કોઈ પણ વસ્તુની જરૂર હોય તો આ બેલ મારજો..હું આવી જઈશ .’’ આટલું કહી સ્વાતિ રૂમની બહાર જતી રહી..ત્યાં સાગરે તેને રોકી...

સાગરે કહ્યું , ‘’ જો તમને યોગ્ય લાગે તો મારી સાથે બેસ્સો ? કેન યુ ટોક વિથ મી ?’’ ....સ્વાતિ ..’’હસતા અવાજે !! ચોકકસ ‘’ ....સાગર , ‘’ હાય ! મારું નામ સાગર મહેતા .હું અહી નાનપણ થી મારા કાકા કાકી સાથે રહું છું ..હવે તો પણ વિદેશ જતા રહ્યા તેમના દીકરા સાથે રહેવા ..આથી હું એકલો જ રહું છું ...અને હું એસ.જી મોટર્સમાં જોબ કરું છું ...માતા પિતા તો જન્મતા વેંત જ ગુમાવી બેઠો હતો ..બસ આ કાકા કાકી ના સહારે હતો અને હવે એ પણ ,,,,બોલતા બોલતા સાગર રડમસ થઇ ગયો..આવી રીતે સાગરે બધું જ નિખાલસ થી બધું જ જણાવી દીધું ..અને સ્વાતિ એ પણ સાગરની બધી જ વાત ધ્યાન થી સાંભળી રહી હતી...

હજી તો સાગર સ્વાતિ ને કંઇક પૂછે એ પહેલા તો સ્વાતિની આંખમાંથી ડબડબ આંસુ સરી પડ્યા..આથી સાગરે શાંત સ્વરમાં પૂછ્યું , ‘’ સ્વાતિ શું થયું ? ‘’..સ્વાતિ એ કહ્યું , ‘’ સાગર મેં બાળપણ થી ખુબ દુખ વેઠ્યા છે .મારા મમ્મી .પાપા કોણ છે મને અહી કોણ મૂકી ગયું હતું એ પણ યાદ નથી..બસ અહીના સુપરવાઈઝર પ્રીતિબેન જ મારું જે ગણો એ છે ..નાનપણ થી એમને મને સાચવી , ભણાવી , ગણાવી અને અહી જ નાના બાળકો ને ભણાવવાનું કામ કરું છું...

સાગર અને સ્વાતિ બંને ને જાણે પોતાના સહિયારા દુખના ભાગીદાર મળી ગયા હોય એમ એકબીજા ને એકટીસ થઇ જોઈ રહ્યા હતા....વાતોમાં આખી રાત વીતી ગઈ ..બંને એકબીજા ના ફોન કોન્ટેક્ટ પણ લીધા ...સવાર થતા વરસાદ બંધ થયો અને સાગર ઘરે જવા નીકળ્યો...બસ હવે તો સાગર ને સ્વાતિ ને મળવાનું બહાનું જોઈએ ..દરરોજ આશ્રમમાં આવતો બાળકો મારે કંઇક લેતો આવતો..આશ્રમના બધા ને સાગર સાથે ગમતું એનો સ્વભાવ કોમળ અને નિખાલસ હતો...સ્વાતિ પણ સાગરને પોતાનું દિલ દઈ બેસી....બંને એક્બીજાના દિલમાં રહેલી લાગણીઓનો ઈઝહાર કર્યો...સાગર અને સ્વાતિ ને જાણે જિંદગીની બધી ખુશી મળી ગઈ હોઈ એમ લાગતું હતું....બંને એ ખુબ સાદાઈ થી કોર્ટ મેરેજ કર્યા....સાગર નાના બાળકની જેમ સ્વાતિનું ધ્યાન રાખતો ..સ્વાતિ પણ કહ્યા વગર જ સાગરની બધી જ વાત સમજી જતી...સાગર ઉઠે તે પહેલા ચા અને છાપું તેના ટેબલ પર આવી જતું , ત્યારબાદ ગરમ નાસ્તો ..પાણી દૂધ બધું હાજર મળતું...બંને ને જોઇને સૌ કોઈ કહેતા કે પ્રેમ તો આ બંનેનો જ છે !!

બસ આવી રીતે ૨ – ૩ વર્ષ નીકળી ગયા..પ્રેમના સમુદ્રમાં બંને ડૂબી ગયા..એકબીજા માટે જ સમર્પિત હતા...ક્યારેય પણ એકબીજા ને દુખ થાય એવું નહિ કરવાનું .....અચાનક એક દિવસ સ્વાતિને માથા અને પીઠમાં ખુબજ દુખાવો ઉપડ્યો..ઉભી ઉભી જમીન પર પડી ગઈ ..સાગર તરત જ ગાડીમાં બેસાડી હોસ્પિટલ લઇ ગયો..સારવાર ચાલુ કરાવી...બધા જ ટેસ્ટ પણ કરાવ્યા ..નોર્મલ હતા ...તેથી એકાદ દિવસ પછી સ્વાતિ ને રજા મળી ..ડોકટરે સાગરને પોતાની ચેમ્બર માં બોલાવ્યો....ડોક્ટર કહ્યું , ‘’ પ્લીઝ સીટ મિસ્ટર સાગર...’’ સાગર ગભરાઈ ને ! . ‘’ કોઈ ચિંતા નું કારણ તો નથી ને મારી સ્વાતિ ને ?

ડોક્ટર .. ,’’ સ્વાતિના મેડીકલ રીપોર્ટ તો બરોબર છે ..એમ તો ચિંતાનું કારણ થી ..પરંતુ સ્વાતિને બ્રેઇનમાં ગાંઠ છે ..અને તે નોર્મલ છે કે કેન્સર ની માટે મેમોગ્રાફી કરાવી છે જેનો રીપોર્ટ આવતીકાલે તમે આપેલા નમ્બર પર આવશે..જોઈ લેજો પછી મને કેજો ...સાગર , ‘’ ઓકે સર....સાગર અને સ્વાતિ બંને ગાડીમાં બેઠા ..બહુ બધું વાતો કરનારો સાગર આજે ચુપ હતો....સ્વાતિ , ‘’ શું થયું સાગર ? ઓલ ઓકે . ??

સાગર , ‘’ યસ માય ડાર્લિંગ આઈ એમ ઓક !! આ તો જરા થાકી ગયો છું એટલે...’’ સ્વાતિ , ‘’ ઓકે માય ડીયર.. ‘’ સ્વાતિ સાથે હજારો વાત કરનારો સાગર આજે વિચારના વમળ માં ફસાઈ ગયો હતો કે મારી સ્વાતિને કઈ હશે તો નઈ ને ?? બસ આમ વિચારો કરતા કરતા બંને ઘરે પહોચ્યા...સાગરે સ્વાતિને પોતાના હાથમાં ઉચકી લીધી..બેડ પર સુવડાવી ...સાગર સ્વાતિને એકપણ કામ કરવા ના દેતો..જમવાનું પણ તેને બનાવ્યું પોતાના હાથે સ્વાતિને જમાડી ...અને હાથ ફેરવી વ્હાલ કરી સુવડાવી.....

સવાર થઇ ..આજે સાગરે સ્વાતિની માફક બધું જ ટેબલ પર રેડી રાખ્યું હતું...સાગર ..’’ ગુડ મોર્નીગ માય ડીયર . ધીમેથી સ્વાતિના માથામાં હાથ ફેરવી સ્વાતિને જગાડી...સ્વાતિ એ સાગર ને ખેચી ..એક પ્રેમનું આલિંગન આપ્યું....બંને એકબીજા પર લાગણીઓ વરસાવી.....સાગર ., ‘’ હેપ્પી એનીવર્સરી માય સ્વીટહાર્ટ ..’’...સ્વાતિ ...’’ ડીયર આપડે મળ્યા એને ૩ વર્ષ થઇ ચુક્યા છે ..આ દિવસ હું કેવી રીતે ભૂલી શકું ..’’ સાગર કહ્યું , ‘’ સોરી માય ડીયર આજે આટલા સ્પેશીયલ દિવસે પણ મને ઓફીસ જવું પડશે...’’ સ્વાતિ બોલી , ‘’ આઈ અન્ડર સ્ટેન્ડ ડીયર હસબંડ ..વાંધો નહી આપડે સાંજે સેલીબ્રેટ કરીશું આમ કહી સ્વાતિ એ પ્રેમ ભરી મુસ્કાન કરી.....સાગર . , “ તારી ચા , નાસ્તો ,ફ્રુટ , લંચ , દવા બધું જ ટેબલ પર રેડી છે..ખાલી તારે તારા હાથે લેવાનું જ છે ...હસતા અવાજે ..અને હા સાંભળ પ્રીતિ આંટી ને પણ તારું ધ્યાન રાખવા બોલાવ્યા છે આવતા જ હશે...

સ્વાતિ ...’’ આઈ એમ વેરી લક્કી કે મને તારા જેવો હસબંડ મળ્યો.. ‘’ ..સાગર .. ‘’ અરે ગાંડી લક્કી તો હું છું દરરોજ તું મારા માટે કરે છે ને ...આજે મને મોકો મળ્યો છે કરી લેવા દે ...ઓકે સારું ચાલ હું નીકળું છું સાંજે મળીયે ..બાય માય સ્વીટ સ્વાતિ..એમ કહી સાગરે સ્વાતિને થોડી લાગણી વરસાવી તે નીકળ્યો...સ્વાતિની સામે એકદમ પરફેક્ટ વાત કરતો ગાડી બેસવાની સાથે વિચારના વમળોમાં ફરી વળ્યો...શું થશે મારી સ્વાતિ નું ? નોર્મલ તો હશે ને રીપોર્ટ..ઓફિસમાં પણ આખો દિવસ આજ ટેન્શન માં હતો,...એટલા માં જ સતત કોઈ ઓફીસે સાગરના કેબીનના દરવાજે દસ્તક દઈ રહ્યું હતું ...એટલામાં જ સાગર ભાન આવતા ભૂતકાળમાંથી વર્તમાનમાં પાછો આવ્યો..સર સ્વાતિ મેમનો ફોન છે..તમે ક્યારના એમનો ફોન નથી ઉપાડતા એટલે અહી ઓફીસે ફોન કર્યો છે..એ ખુબ ચિંતા માં પણ છે...સાગર તરત જ પોતાની જાત ને સાંભળી અને સ્વાતિને કોલ કર્યો...સાગર , ‘’ આઈ એમ રીયલ સોરી મારી ડીયર !! આજે જ એક પ્રોજેક્ટ પતાવવા નો હતો તો ફોન સાઈલેન્ટ હતો...બસ ૨૦ મીનીટમાં પહોચ્યો..સ્વાતિ એ કોઈ કમ્પ્લેઇન કર્યા વગર ઓકે કહી ફોન મૂકી દીધો...



ક્રમશ : આગળ વધુ રસપ્રદ છે..રોમાચંક ઘટનાથી.....તમારો કિંમતી અભિપ્રાય આપશો..