પ્રેમ પર તંત્ર દ્રષ્ટિ Rajan Odedara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ પર તંત્ર દ્રષ્ટિ

પ્રકરણ એક- બીજા લગ્ન પહેલાની સ્થિતિ

વિદિત આજે તારા લગ્ન છે . આમ નીરસ નિર્માલ્ય ની જેમ શું બેઠો છે ! થોડો તો ઉત્સાહ રાખ .

રાકેશ આ મારા બીજા લગ્ન છે. કાઈ પહેલા લગ્ન નથી.

વિદિત તારા પહેલા લગ્ન નથી પરંતુ કોમલના તો પહેલા જ લગ્ન છે ને એ લોકોની ઇચ્છાથી જ લગ્ન થાય છે બાકી તો કોર્ટ મેરેજ કરવાનું નક્કી થયું હતું.
જે થવાનું હતું તે થઈ ગયું હવે બનતો પ્રયત્ન કરી અને કાજલ ભાભી ને ભૂલવાનો પ્રયત્ન કર.

કાજલ નામ સાંભળતા જ વિદિત ભાવિ વિભોર થઈ જાય છે.

વિદિત તારા અને કાજલ ભાભી ના સબંધ માં વાંક કોઈનો પણ ન હતો પણ ઈશ્વર આગળ આપણું શું ચાલે ! કાજલ ભાભી નું મૃત્યુ થયાને ત્રણ વર્ષ થઈ ગયાં હજી પણ તેમના મૃત્યુનું રહસ્ય અકબંધ છે.

આ વાત યાદ આવતાં જ વિદિત વધુ ગમગીન બની જાય છે.
ગંભીર વાતાવરણ જોઇ અને કમલેશ વિદિત નુ મન હળવું કરવા પ્રયત્ન કરે છે.આલે મિત્ર એક સિગરેટ ફૂંકી નાખ તારું માનવું થઈ જશે.
ના કમલેશ મારે સિગરેટ નથી જોતી.
સિગરેટ નથી કડક વસ્તુ છે .તારું મન પ્રસન્ન થઈ જશે.
સાલા આજે એના લગ્ન છે આજ તો મૂકી દે એ ને.

હું ક્યાં એ ને પરાણે આપું છું એ તો એનું મન હળવું કરવાનો પ્રયત્ન કરું છું.

એટલામાં વિકાસ વિદિત ને તેની ડિપ્રેશનની દવા આપે છે.
કમલેશ જો આને કહેવાય સાચો મિત્ર અવળા રસ્તે ચડાવે એને મિત્ર ના કહેવાય .
કમલેશ ને રાકેશ તમે તમારું લડવાનું બંધ કરો વિદિત ને લગ્ન માટે તૈયાર કરો.
વિકાસ અને વિદિત હોટલના મેદાનમાં એક લટાર મારવા માટે નીકળે છે.
એટલામાં થોડીક વારમાં વિદિત ના મમ્મી અનસુયાબેન પ્રવેશે છે છોકરાઓ જાન લઇ જવાનો સમય થઈ ગયો છે એટલી વાર તો મારી વહુ કોમલ પણ નહિ લગાડે.

માસી બસ અડધી જ કલાક. હમણાં જ વિદિત ને તૈયાર કરીને લઇ આવીએ છીએ.
પણ વિદિત છે ક્યાં દેખાતો તો નથી!
તમને તો ખ્યાલ છે આપણા વિદિતની ? કાજલ...

કાજલ નામ સાંભળતા જ અનસુયાબેન ચિંતામાં આવી જાય છે. બધુ બરોબર તો છે ને ? આજે પણ કાજલ ની યાદ માં તે ખોવાયેલો છે .આ લગ્ન થશે કે કેમ ?મહા મુસીબત અને બીજા લગ્ન માટે તૈયાર કર્યો છે આજે કોઈ બહાનું કાઢીને લગ્ન નિષ્ફળ ન કરે તો સારું. મેદાનમાં જ છે ને ત્યાંથી નાસી તો નથી છૂટયો ને તો જોઈ લ્યો.

અનસુયાબેન ની એટલી ચિંતા જોઈ અને કમલેશ અને રાકેશ અનસુયાબેન ને ખાતરી આપે છે કે હમણા અડધી જ કલાકમાં વિદિત ને હોલમાં લઈને આવીએ છીએ.
ત્યાં વિદિત અને વિકાસ રૂમમાં આવે છે.
આંટી હવે તમે ચિંતા ન કરો વિદિત લગ્ન કરવા માટે તૈયાર છે.
હવે તમે બધા બહાર જાઉં વિદિત ને તૈયાર કરીને હું હમણાં જ આવું છું.

પ્રકરણ 2 -વિદિત અને કોમલ ના લગ્ન

"કોમલ જાન આવી ગઈ છે જીજાજી તો જો એકવાર જોઈએ તો જોતાં જ રહી જાય એવા હેન્ડસમ લાગે છે." વિધિ એ કહ્યું

"હજી આપની કોમલ ની એન્ટ્રી તો થવા દે બધા જોતા જ રહી જશે કોમલ ને પણ ,રાજકુમારી જેવી લાગે છે આજે તો"

લાગે જ ને સવારના છ વાગ્યાના તૈયાર કરીએ છીએ . વિધી વાતાવરણ હળવું બનાવે છે.

છોકરીઓ કોમલ ને લઈને આવો હસ્તમેળાપ નું મુહૂર્ત નીકળ્યું જાય છે...

કોમલને મંડપમાં જોઈને કમલેશ વિદિત ને કહે છે ,તું મિત્ર ખરેખર નસીબદાર છે તને કોમલ જેવી સુંદર ભાભી મળી છે.
વિકાસ આ સાંભળી વાતનો અણસાર લગાડી અને કમલેશ ને હાર લેવાના બહાને બહાર મોકલી દે છે.

હસ્ત મેળાપ, કન્યા દાન , ફેરા વિધિવત રીતે કોમલ અને વિદિત ના લગ્ન સંપન્ન થાય છે.

કોમલ ના પિતા નગરશેઠ હોવાથી આખું ગામ જોઈ રહે તેવા ભવ્ય લગ્ન કર્યા છે.

અને કરે પણ કેમ નહીં કારણ કે પોતાના એકના એક સંતાન પાછળ નો ખર્ચો ન કરે તો કોની પાછળ કરવો?

કોમલ એ ભરતભાઈ નું એક માત્ર સંતાન હતું ખૂબ લાડકોડથી ઉછરેલી અને કોમલ ની દરેક જીદ પૂર્ણ કરેલી.

પાડોશીઓ લગ્નમાં વાતો કરે છે કે, "કોમલ ને લગ્નમાં ભરતભાઈએ 25 તોલા સોનું , 50 વીઘા જમીન અને પોતાનું ફાર્મ હાઉસ આપ્યું છે અને રાચરચીલું તો ઉપરથી.."
આ વિદિત ને જોયો છે એક વડો બાંધો ,છ ફૂટની હાઈટ, રૂપાળો... તે કોઈ ફિલ્મી હીરો થી કમ નથી લાગતો.

હા સાવ સાચી વાત વિવિધ પાસે તો કોમલનો રૂપ પણ ઝાંખું પડી જાય આમાં કોમલ રૂપાળી છે પણ બટકી છે હિલ પેરે ત્યારે માંડ માંડ પાંચ ફૂટની હાઈટ થઈ જાય છે.

હાઈટ ને નેવે મુકો મૂળ વાંધો તો કોમલના પહેલા મંગેતરનો હતો.

તેનો મંગેતર જે રીતે શેઠને છેતરીને ગયો એ જોઈને સેઠે કોમલ ના લગ્ન કરવામાં ખૂબ સાવચેતી રાખી છે.આતો શેઠે વિદિત વિશેની પુરેપુરી તપાસ કર્યા બાદ જ આ લગ્ન કર્યા છે.

મુકો ને આપણે સુ નાહકની પારકી પંચાત કરવી . મગની દાળનો શીરો અને પંજાબી શાક ને જાતજાતની વાનગીઓ બનાવી છે આપણને તો નામ પણ ન આવડે.
સાંભળ્યું છે શેઠે બહારથી રસોઈયા મંગાવ્યા હતા.
હા એ તો હવે જમવા જશું, ત્યારે ખબર પડશે કે રસોઇયાએ શું ઉકાળ્યું છેહાલો જલ્દી કરો પેલી પંગતમાં ગરમ-ગરમ જમી લઈએ બાકી પછી ઠરેલું અને વધેલો ઘટેલો આવશે ભાગમાં.

વિદાય સમયે કોમલ ને આખું ગામ વિદાય આપવા આવેલું.
વિદિત ના માતા પિતા બધું જ જોય અને પોતાના વિદિત ને ભાગ્યશાળી સમજે છે બીજા લગ્ન એ પણ આ રીતે થવા એ ખરેખર નસીબ ની વાત છે.

વિદાય સમયે કોમલ માતા-પિતાને પોતાનું ધ્યાન રાખવા કહે છે અને કોમલ ના આંસુ રોકવાનું નામ નથી લેતા. ભારે હ્રદયે શેઠ પોતાની વહાલસોઈ લાડકી દીકરીને વિદાય આપે છે. પોતાની દીકરીના વિદાય સમયે ચોધાર આંસુએ રડે છે.

વિદિત કોમલ ને હિંમત આપે છે.

રસ્તામાં થોડા સમય બાદ કોમલ પોતે વિદિત ને આપેલું વચન યાદ આપે છે.વિદિતે લગ્ન સમયે કોમલ સામે શરત મૂકી હતી કે તે કોમલ ને પોતાની પહેલી પત્નીનું સ્થાન ક્યારેય નહીં આપી શકે. જો તેને આ વાત મંજૂર હોય તો જ તે લગ્ન કરવા તૈયાર થશે.

કોમલ એ પણ વિદીત ની આ વાતનો સહર્ષ સ્વીકાર કર્યો હતો એ વચન યાદ અપાવતા કોમલ વિદિત ને તાણમાંથી મુક્ત કરે છે.

અમદાવાદ પહોંચ્યા પછી વિદિત ના ઘરે બાકી રહેલી રસમો રિવાજ પૂરી કરવામાં આવે છે. ગ્રહ પ્રવેશ, કુળદેવતા ના દર્શન, પાછા પગલાં .... જેવી અનેક વિધિઓ સંપન્ન થઇ ગયા બાદ વિવિધ કોમલ ને ગામડે થી પાછી તેડવા જાય છે.
રસ્તામાં અમદાવાદ સુધીની મુસાફરી દરમિયાન કોમલ વિદિત પાસે એક ફરમાઈશ કરે છે.

વિદિત મારે લગ્ન બાદ મનાલી ફરવા જવાની ખૂબ જ તીવ્ર ઈચ્છા હતી તેથી મેં મારા પપ્પાને કહેલું ,તેણે આપણા માટે ટુ ટાયર રેલવે ટિકિટ બુક કરાવેલી છે અને મનાલીમાં પણ હોટલનું બુકિંગ થઇ ગયું છે આપણે 15 દિવસ માટે મનાલી ફરવા જવાનું છે મારી ખૂબ જ ઇચ્છા છે.

કોમલ મેં તને કહ્યું હતું ને કે મને ફરવા જવાનો કે બાર જવાનું કેટલું બધું પસંદ નથી મારી મનાલી જવાની કોઈ જ ઇચ્છા નથી મારે પાછું કંપનીમાં જોઈન્ટ થવાનું છે સોમવારથી.

વિદિત યાદ છે લગ્ન પહેલા તે શરત મૂકી હતી અને મેં તારી સહર્ષ સ્વીકાર કરેલો ત્યારે મેં પણ તારી સાથે શરત મૂકી હતી કે તું મારો મિત્ર બનીને રહીશ તારા જેવા સમજદાર માણસ પાસેથી મિત્રતા માંગી હતી.

હા મને યાદ છે કે આપણી વચ્ચે શરત મુકાઈ હતી કે હું તારો મિત્ર બનીને રહીશ.

વિદિત તને તો ખબર જ હશે કે એક ગામડાની છોકરી માટે બહાર ફરવા જવું અને એ પણ એકલું એ લગભગ અશક્ય વાત છે.

હા કોમલ હું તારી વાત સમજી શકું છું.

વિદિત રાજ્ય બહાર કે મનગમતા દેશમાં બાર ફરવા જવાનું હોય તો અમને એક જ વાત કહેવામાં આવેલી. તારા લગ્ન થાય એ પછી તારા પતિ સાથે બહાર ફરવા જજે જ્યાં જવું હોય ને ત્યાં બાપને ઘરે એકલા ફરવા ના જવાય . જે કરવું કે ફરવું હોય ને તે પોતાના સાસરે જઈને કરજો.મને મનાલી જવાનો પહેલેથી ખુબ જ શોખ બરફમાં રમવું ,બરફ માં ફોટા પાડવા ,બરફમાં શેર કરવી , મારો શોખ પૂરો કરવામાં તું મને એકવાર મદદ કરીશ ને!

હા બાપા હું તને જરૂર મદદ કરીશ હવે તું મને લાગણીવશ ધમકીના આપ.

હું તને ધમકી આપું છું હું તો મારા મિત્ર ને મારા દિલની વાત કરું છું.

હા બસ હવે મસ્કા ના માર. પરંતુ મારા મમ્મી પપ્પા ની પરવાનગી તો લેવી પડશે ને ?

એની ચિંતા કરવાની તારે જરૂર નથી મારા પપ્પાને ફોન કરી ને તારા મમ્મી પપ્પાને આખી વાત અને આખી યોજના સમજાવી દીધી છે તે લોકો સહમત છે આપણે અમદાવાદ પહોંચીને ત્રીજા જ દિવસે મનાલી માટે નીકળી જવાનું છે બસ ખાલી એક તારી જ પરવાનગી લેવાનું કામ બાકી હતું.

સરસ મતલબ મારી પીઠ પાછળ બધી યોજના તમે લોકો એ ઘડી કાઢી છે એમને?

હા બસ હવે દુઃખ ના લગાડતો તને મનનાવો એ જ સૌથી મોટું કઠણ કામ હતું.

કોમલ આ રીતે વાતોમાં વિદિતનું મન હળવું કરે છે અને કાજલ થી બને તેટલી યાદો ધીમે ધીમે દૂર કરવા પ્રયત્ન શરૂ કરી દે છે.

અમદાવાદ પહોંચ્યા બાદ કોમલ અનસુયાબેન ને બધી વાત ની વિગતવાર માહિતી આપે છે.

કોમલ બેટા હું તારો કઈ રીતે આભારમાનો વિવિધ કાજલ ના ગયા પછી ત્રણ વર્ષથી સતત તાણથી પીડાય છે કે કેટલી દવાઓ લીધી છે રૂમમાં પોતાની જાતને બંધ કરીને કામે પણ ન જતો તો એક વર્ષ માટે તો.વિદીત ને તો એમ જ હતું કે જાણે તેના જીવવાનો ઓથાર જ યોગ્ય કોના માટે જીવવું તે જ તેને ખબર ન પડતી.

હા મમ્મી તમે ચિંતા ન કરો ધીમે ધીમે બધું ઠીક થઈ જશે.

બેટા હવે તો તું જ મારી એક આખરી ઉમ્મીદ છે. વિદિત છેલ્લા ત્રણ વર્ષથી કાજલ ની યાદોમાં ગિરફતાર છે.
વગર કોઈ ગુના એ તેને પોતાને જેલમાં મૂક્યો હોય તેવું જ પોતાના ઘરમાં વર્તન કરે છે.

મમ્મી સંસારમાં અને જીવનમાં ભાવાત્મક રીતે આપણે ચડતી-પડતી આવ્યા કરે પરંતુ જ્યારે કોઈ પોતાનું નજીકનું આપણે મૂકીને ચાલ્યો જાય ને ત્યારે સતત આપણને માનવામાં ન આવે છતાં પણ જીવવાનો ઓથાર જ વયો જાય છે.

અનસુયાબેન લાગણી ભરી વાતો ને પડતી મુકતા કે છે હવે તારે તૈયારી કરવાની શરૂ કરી દે બાકી આ તો ચાલ્યા જ કરશે આપણે પણ તાણ ના દર્દી બની જસુ.

હા મમ્મી બધી પેકિંગ થઈ ગઈ છે. અને વિદિત ની પણ મેં પેકિંગ કરી લીધી છે.

* * * *


પ્રકરણ-૩ મનાલી

કોમલ ટ્રેનમાં બેસતા વેંત જ વિદિત ને તાણમાંથી મુક્ત કરવાના બનતા જ પ્રયત્ન ચાલુ કરી દે છે. ધીમે ધીમે તે વિદિત ને દરેક બાબતમાં ખલેલ પહોંચાડી અને પોતાનો અભિપ્રાય આપે છે .
વિદિત નો મત દરેક નાની નાની વાતોમાં લે છે.આ જમવું તે જમવું ક્યાં ફરવા જવું ? કઈ રીતે ફોટા પાડવા ? કેવા કપડાં સારા લાગશે?કોના માટે કઈ ગિફ્ટ લેવી તે ટ્રેનમાં જ યોજના બનાવવાનું શરૂ કરી દે છે.

પહેલા તો આ બધી વાતો સાંભળીને વ્યકિતને કંટાળો આવે છે પરંતુ થોડાક ટાઈમ માં વાતો કરતાં કરતાં ક્યારે તેનું મન વાતોમાં લાગી જાય છે તેને પોતાને ખબર નથી રહેતી.

મનાલી હોટેલમાં પહોંચ્યા બાદ એક દિવસ મનાલી શહેરની મુલાકાત માં જાય છે.

બે-ત્રણ દિવસ વાતચીત ફોટા પાડવા ગિફ્ટ લેવી આમ તેમ ફરવું ગપ્પા મારવા..... અત્યારે નીકળી ગયા ખબર પણ ન રહી.

એક દિવસ ઠંડી સાંજે હોટલની બાલ્કનીમાં વિદિત અને કોમલ ગરમ ગરમ ચા અને ભજીયા ની મજા માણી રહ્યા હતા. ત્યારે કોમલ વિદિત ને કહે છે.

વિદિત ખોટું ના લગાડે તો મારા મિત્ર તરીકે હું તને એક વાત શૅર કરું.

બોલને કોમલ એમાં ખોટું શું લગાડવાનું હોય બસ કાજલ ની કોઈ પણ વાત પૂછતી નહીં .

ના ના હું કાજલ વિશે કંઈ પૂછવા નથી માગતી પરંતુ મારી જિંદગીમાં જે બનાવ બન્યો તે વાત તારી સાથે શેર કરવા માંગુ છું.

વિદિત મારા પપ્પાએ તેના મિત્ર ના છોકરા સાથે મારા લગ્ન નક્કી કર્યા હતા. અમારું સગપણ પણ નક્કી થઈ ગયું હતું. લગ્ન થવાને ત્રણ મહિનાની વાર હતી ત્યાં જ તે છોકરાએ મારા પપ્પા પાસેથી 10 લાખ રૂપિયાની લોન લીધી પપ્પા પોતાના થનાર જમાઈને દસ લાખ રૂપિયા જેવી રકમ આપવા માટે ખચકાટ ન અનુભવ્યો .

અને આ વાતની જાણ પપ્પાએ ઘરમાં મમ્મી ને કેમ અને થવા પણ સુદ્ધાં ન થવા દીધી.

એ તો લગ્નના એક માસ અગાઉ તેણે પપ્પા પાસે એક કરોડ રૂપિયાની દહેજની માંગ કરી.આ વાત જાની અને પપ્પાને થોડો આઘાત લાગેલો પછી પોતાના મિત્ર સાથે તેણે આ વાત શેર કરી અને કહ્યું કે મેં તારા છોકરા ને ત્રણ માસ અગાઉ દસ લાખ રૂપિયા આપેલા પછી બંને મિત્રોએ ભેગા થઇ અને તપાસ કરી ત્યારે ખબર પડી કે તે 10 લાખ રૂપિયા વરલીમટકા મા હારી ગયેલો અને પોતાના પર એક કરોડ રૂપિયાનો કરજ થયેલો તે કરજ ભરવા માટે તેને દહેજ માંગેલી આ વાતની જાણ અને તેના મિત્ર ને થઈ .
પપ્પાને પોતાના મિત્ર ઉપર પૂરો ભરોસો હતો તેથી તે પોતાના થનાર જમાઈ કરજ ભરી અને પાછું બધું સારી રીતે કરી શકવા સક્ષમ હતા.
ત્યારે ધનસુખભાઈ પોતાના મિત્ર પાસે માફી માગવા લાગ્યા કે ,"મિત્ર મને માફ કરી દે .આવા કુપુત્રનો જન્મ મારા ઘરે થયેલો તે મને પણ ખ્યાલ નહોતો. હું નથી ઇચ્છતો કે તારી ફૂલ જેવી દીકરી મારા ઘરે વહુ બનીને આવે અને તેનું જીવન બરબાદ થાય હું બનશે ત્યારે તારા પૈસા પાછા આપી દઈશ પરંતુ હું આ લગ્ન કરાવી અને તારી દીકરી નું જીવન બરબાદ કરવા નથી ઈચ્છતો."

મિત્ર તારા જેવો મિત્ર મને મળ્યો એ વાત થી મોટી ખુશી મને કોઈ નથી .
સંતાન ની સંગતિ ફેર થતા તે કેવા નીકળે તેની ઉપર આપણો કોઈ હક નથી તારો કોઈ વાંક નથી સંગત ફેર થઈ ગઈ છે એની પણ. અને જ્યાં વાત પૈસાની છે તો એટલા પૈસા ની તો મને ખોટ થઈ ગયેલી હોય એમ સમજી લઇશ કાનખજુરાનો એક પગ ખડે તો પણ શું ?

જ્યારે મારા મંગેતરને આ વાતની ખબર પડી તો તે ગામ મુકીને નાસી છૂટેલો.
પછી મારા લગ્નનો તો કોઈ પ્રશ્ન જ નહોતો.

કોમલ ખરેખર તું નસીબદાર છે તને લગ્ન પહેલા જ આ વાતની જાણ થઈ ગઈ બાકી કેટલી છોકરીઓ નું જીવન લગ્ન બાદ બરબાદ થઈ જાય છે અને સમાજ પણ તેને દયા ભરી નજરે જુએ છે. અને તેના નસીબ ને કોસે છે .

હા હું નસીબદાર તો નીકળી.

ત્યારબાદ પપ્પાએ મારા આવેલ તમામ માગાની સો ટકા ખાતરીપૂર્વક પૂછપરછ કરેલી બે વર્ષ સુધી કોઈપણ માગું યોગ્ય ન લાગ્યું એમને.
ત્યાર બાદ તમારું માગું આવેલું જેની પૂછપરછ પપ્પાએ ચાર વાર કરાવેલી.કાજલ ના મૃત્યુ માં તમારો કોઇ વાંક નહોતો તેની બરાબર ખાત્રી કર્યા બાદ જ મારા લગ્ન નક્કી કરેલા.
તમે અમદાવાદની સારી એવી પ્રતિષ્ઠિત ની મા એચઆર ડિપાર્ટમેન્ટમાં હોદ્દા પર હોવાથી પપ્પાને લાગ્યું કે કોમલ પણ ભણેલી છે અને તેના ભણતરનો પણ સારો ઉપયોગ થશે તે પણ નોકરી કરે અને કંઈક સ્થાન મેળવશે.

એટલે પપ્પાએ મારા લગ્ન તમારી સાથે નક્કી કરેલા.

ચા ને પકોડા તો ક્યારના પૂરા થઈ ગયા હતા પરંતુ વાતો ના રસમાં વિદિત પોર્વાઈ ગયો હતો તેને આ બધી વાતો જાણવામાં એક અજબ રસ જાગ્યો હતો.

તેને ખરેખર કોમલ પર ગર્વ થતો હતો કે એક વાર લગ્ન થયેલ પુરુષ સાથે પોતે લગ્ન કરવા તૈયાર છે. અને તેમાં પણ પોતે કોમલ પાસે મૂકેલી શરત પણ મંજૂર રાખેલી.

કોમલ એ પોતાની વાત વિવિધ સાથે શેર કરીને બંને વચ્ચે મિત્રતા નો એક પાયો નાખવાનો પ્રયત્ન કરેલો ધીમે-ધીમે આ પાયો મજબૂત બનતો ગયો એક અઠવાડિયામાં તો જાણે બંને એકબીજાના પાક્કા મિત્રો બની ગયા હોય એકબીજાની પસંદગી-નાપસંદગી અભિપ્રાય જાણવા લાગ્યા.

એનો મતલબ એ નથી કે વિદિત કાજલ ને ભૂલી ગયો હતો અને કોમલ ના પ્રેમમાં પડી ગયો હતો ના પણ વિદિત ના મન અને હૃદયમાં તો હજી જ કાજલ જ રાજ કરતી હતી સતત કાજલ ના વિચારો આવ્યા કરતા અને તેના માટે કોમલના સ્થાને ક્યારેક કાજલ પણ નીકળી જતું.

વિદિત એ એક મિત્ર તરીકે કોમલની દરેક ઈચ્છા નું માન રાખેલું.

મનાલી થી પાછી આવતી વખતે ટ્રેનની મુસાફરી દરમિયાન કોમલ વિદિત ને કહે છે," વિદીત હવે આપણી વચ્ચે એટલી તો મિત્રતા બંધાઈ ગઈ છે કે આપણે એકબીજાની વાતો શેર કરી જો તમને યોગ્ય લાગે તો કમસેકમ તું મને તારા અને કાજલ ના લગ્ન કઈ રીતે થયા એ તો જણાવ."

વિદિત ને પણ યોગ્ય લાગતા કોમલને કાજલ અને વિનીત નિ પ્રેમ કહાની ની વાત કરે છે

પ્રકરણ 4 કાજલ અને વિદિત

કોમલ અભ્યાસ પૂર્ણ થયા બાદ મને એક મલ્ટીનેશનલ કંપનીમાં મને એચ આર ડીપાર્ટમેન્ટ માં જોબ મળી ગઈ.
શરૂઆતમાં તો કર્મચારીઓ સાથે તાલમેળ બેસાડવામાં અને ભોજન અને રહેવાની ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવી પરંતુ એક મહિનામાં બધું થાળે પડી ગયું.છ મહિના સુધી તો કોઈ કહી શકાય એવો અંગત મિત્ર તો બન્યું નહીં કંપનીમાં પરંતુ સહ-કર્મચારીઓ ઘણા સારા હતા.

કાજલ પણ એ જ કંપનીમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે કામ કરતી હતી પરંતુ અમારી એવી કઈ ખાસ મુલાકાત થયેલી નથી એકબીજા ને આમ જોઈ ને ઓળખતા કે સાથે કામ કરીએ છીએ.

એક દિવસ જ્યારે હું રાતના આઠ વાગ્યે કંપનીમાંથી છૂટીને જઇ રહ્યો હતો ત્યારે જ્યારે હું પાર્કિંગમાં પ્રવેશ્યો તો જોયું તો મારી મારી બાઇક સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ બાઈક સ્ટાર્ટ જ નથી ત્યાં અચાનક પેટ્રોલ પેટ્રોલ જોયું તો પૂરું થઇ ગયું હતું.મનમાં બે-ચાર ગાળો પોતાને આપી અને રિક્ષાની રાહ માં ઉભો હતો.

ત્યાં અચાનક કાજલ પાર્કિંગમાંથી બહાર પોતાની લાલ કલરની આઈ ટ્વેન્ટી કાર જતી હોય છે ત્યાં મને જુએ છે.

કાજલ મારી પાસે પોતાની કાર ઉભી રાખે છે તે જોઈને હું આશ્ચર્યચકિત બની ગયો .

હેલો મિસ્ટર આપણે એક જ કંપનીમાં કામ કરીએ છીએ. હું દરરોજ તમને બાઈક લઈને જતાં જોઉં છું .આજે શું થયું બાઈક ક્યાં ગઈ?

કોઈ અજાણી છોકરી નું આવો મિત્રતાભર્યુ વર્તન જોઈને હું અવાક બની ગયો કે કોઈ પણ છોકરી એટલી ખુલ્લા વિચારોનેની પણ હોઈ શકે.

વિચારે છે શું કઈ બાજુ જવું છે તારે ? મને લાગે છે તને નથી ખ્યાલ આજે રીક્ષા વાળા ની હડતાલ છે .

હડતાલની વાત સાંભળતાં મારી આંખો પહોળી થઈ ગઈ. અરે બાપા હવે ઘરે કેમ જઈશ મહેરબાની કરીને તમે bus stop સુધી છોડી શકશો.

હા કેમ નહિ પણ તમે રહો છો કઈ બાજુ ? કદાચ સંજોગો વસાત તમે મારે રસ્તામાં આવતા હોય તો તમને હું ઘર સુધી મૂકી પણ જઈ શકું પરંતુ જો તમને યોગ્ય લાગે તો !

હું વસંતકુંજ માં રહું છું તમે કઈ બાજુ રહો છો ?

સરસ સંજોગો વસાત વસંતકુંજ મારા રસ્તામાં જ આવે છે.

મને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં તેણે આવો ભીંડો માર્યો ત્યારબાદ મને ખબર પડ્યું કે તે વસંતકુંજ ની બિલકુલ વિપરીત દિશામાં રહે છે છતાં પણ મને મૂકવા માટે તે વસંતકુંજ આવેલી આ વાતની જાણકારી મને એક અઠવાડિયા બાદ મળી.

અરે વિદિત તું આ રીતે રોમાંચ ના ખતમ કર આખી વાત કર શરૂઆત થી વચ્ચે વચ્ચે આમ કહીને તું મારો રસ ભંગ કરે છે.

ભલે સારું કોમલ હવે નહીં કરું.
આપણે ક્યાં હતા!?

જોયું ને આવું જ થાય વચ્ચે-વચ્ચે ડબકા મારી એને તો આમ જ થાય. કાજલ તને ઘરે મૂકવાની સલાહ આપે છે.

હા કાજલ મને વસંત કુંજ સુધી મુકવા આવે છે .વસંતકુંજ સુધી નો રસ્તો લગભગ ૪૫ મિનિટ જેવો હતો.

મારું નામ કાજલ છે કાજલ વાણીયા.

મારું નામ વિદિત છે પોપટ વિદિત.

આમ તો હું થોડોક શર્મિલા સ્વભાવનો એટલે મેં વાતની શરૂઆત બહુ ન કરી. પરંતુ કાજલ બોલકા સ્વભાવની એક પ્રશ્ન પૂરો થાય તો બીજો પ્રશ્ન હાજર જ હોય તમારું નામ શું છે? તમે ક્યાં ભણ્યા છો ? કઈ કોલેજમાં રહું છું ? મૂળ ક્યાં રહો છો ? માતા-પિતા ક્યાં રહે છે ? કેટલા ભાઇ-બહેન છે? કોણ કોણ મિત્ર બન્યા? ક્યાં ડિપાર્ટમેન્ટમા છો?

પ્રથમ તો મેં આ બધાના ઉત્તર આપ્યા પછી કહ્યું કે ખોટું ન લાગે તો એક વાત કહું પહેલી મુલાકાતમાં કોઈ પણ અજાણી વ્યક્તિ ને એટલા બધા સવાલ ન પુછાય.

અજાણ્યા ! કદાચ હું તમારા માટે અજાણી વ્યક્તિ હોઈ શકો પરંતુ તમે મારા માટે અજાણી વ્યક્તિ નથી તમારા પર પૂરેપૂરી રિસર્ચ કરીને આવી છુ સાહેબ .

એકવાર તો મને એવું લાગ્યું કે જાણે કાજલ જ બધી યોજનાઓ બનાવીને મને લિફ્ટ આપી હોય.

મારી ફ્રેન્ડ તમારા ડિપાર્ટમેન્ટ માં જ કામ કરે છે તેણે મને તમારા વિશે કહે લો તે તમારી અંગત તો નહીં પરંતુ મિત્ર જરૂર છે. તેણે કહેલું કે તમે શરમાળ સ્વભાવના છો તેથી મિત્રો બહુ ઓછા બનાવો છો કામ પૂરતી મિત્રતા રાખો છો. પછી તમારો ફેમિલી બેકગ્રાઉન્ડ અને બધું તમે પોતે જ તમારી જાતે ગઈ દીધેલો એટલા અજાણી વ્યક્તિ તમે નથી મારા માટે.

આટલી સમજદારી જોઈને હું તો અવાક બની ગયો.

જુઓ મિસ્ટર વિદિત હું આમ તેમ ગોળ ગોળ વાત ના ફેરવતા સીધેસીધો તમને પ્રશ્ન પૂછો છો તમે પરણેલા છો ? તમારા જીવનમાં છે કોઈ ?

ના કેમ હજુ સુધી તે એવું કંઈ છે નહીં ?

તો તમને હું એક મિત્ર અને જીવનસાથી તરીકે પસંદ આવીશ ?

તમે સીધેસીધું મને પ્રપોઝ કરો છો ?

હા શું કરું ? સાહેબ , હવે તમે રિયા શરમાળ સ્વભાવના કદાચ વર્ષો કાઢી નાખો અને તમારા લગ્ન પણ થઈ જાય તો મારે તો રાહ જોવાની રહીને ! દિલની વાત દિલમાં જ રહી જાય પછી પસ્તાવો કરીએ શું ?;એના કરતાં પૂછી લઉં જો તમારી ને મારી બંનેની ઈચ્છા હોય તો આગળ વધીએ.

એક મિનિટ માટે તો મને એવું લાગ્યું કે જાણે યશરાજ પીચરની કોઈ સ્ક્રીપ્ટ સંભળાવે છે મને.

મેં ત્યારે કોઈ ઉત્તર ન આપેલો તેણે મને કહે લું તારે વિચારવા માટે સમય જોતો હોય તો હું તને એક દિવસનો સમય આપું છું વિચારી જો જો તારે કોઈ પણ પ્રશ્ન મને પૂછવા હોય તો બિન્દાસ પૂછી જો.

મમ્મી પપ્પા નું નામ, મારો અભ્યાસ ,હું ક્યાં રહું છું? કેટલા ભાઇ-બહેન છે? મારી જિંદગીમાં કોઈ હતું કે નહીં હું પરણેલી છું કે મારા છૂટાછેડા થઈ ગયા છે ?

સૌથી મોટો પ્રશ્ન તો એ છે મારો કે તને હું પસંદ છું કે નહીં ?

પહેલી જ મુલાકાતમાં એની એ એટલા પ્રશ્ન કરી દીધા કે પ્રશ્ન સાંભળીને મને મારા ઉપર પ્રશ્ન આવી ગયો.

હા તો મિસ કાજલ વાણીયા .....

ત્યાં તો કાજલ હશે છે તમને કેમ ખબર કે હું કુવારી કે પરણેલી છું ?
તે મારા ભોળપણ પર હશે છે અને સમજાવે છે કે પહેલાં તો એ પ્રશ્ન પૂછવો જોઈએ કે," તમે પરણેલા છો કે કુંવારા ?"
તમને તો ખ્યાલ હશે કે આપણી કંપની નો નિયમ છે કે મંગલસૂત્ર અને સેંથો પૂરીને કંપનીએ આવું નહીં .

આટલું જોરદાર મગજ જોઈને એક મિનિટ માટે પરસેવા છૂટી ગયા.

તમને તો અંદાજ આવી ગયો છે કે હું એકદમ બેવકૂફ માણસ છો કયો પ્રશ્ન કઈ રીતે પૂછો તેની મને જરા પણ સસમજ નથી. મેં પણ સમજદારીપૂર્વક જવાબ આપીને પ્રશ્ન પૂછ્યો.

મારા પપ્પાનું નામ પ્રકાશભાઈ છે અને તે બેંકમાં મેનેજર છે .મારા મમ્મી નું નામ સરલાબેન છે. મારે એક નાની બેન છે મેં સોફ્ટવેર એન્જિનિયરિંગ ld કોલેજ માં થી કરેલ છે અને એક વર્ષથી આ કંપની માં જોબ કરું છું.

પ્રેમ લગ્ન ની ઈચ્છા તો મને ભર યુવાની થી હતી .પરંતુ જ્યારે હકીકતની દુનિયામાં પગ મૂક્યો ત્યારે પોતાના પર હસવું પણ આવે . તે પછી સમાજની ઠોકરે થોડી ક સમજદારી આપી દીધી મને ત્યારબાદ મેં તમને હમણાં જોયેલા અને તમારી ઓળખ પત્ર પણ તમારા ડિપાર્ટમેન્ટ નું નામ જોયું ત્યારબાદ સવાલો પૂછીને તમારી પાસેથી માહિતી કઢાવી લીધી મારી કોઈ પણ શેલી તમારા ડિપાર્ટમેન્ટમાં છે જ નહીં.

ઓકે. તો પછી હવે નિખાલસતાપૂર્વક કબુલાત શા માટે ?

કારણ કે ભોળા વ્યક્તિને છેતરાય નથી અને હું તમને છેતરવા નથી માગતી કારણકે કોઈ પણ સંબંધની શરૂઆતમાં જ જો ખોટું હોય ને તો સબંધ થવાની શક્યતા બહુ ઓછી રહે છે .મેં તમને પ્રથમ દ્રષ્ટિએ થી જ મને તમારા પ્રત્યે લાગણીઓ જાગી ગઈ અને ન રહેવાયું એટલે પૂછી લીધું.

આટલી પ્રમાણિક કબૂલાત પછી મે વિચારવા માટે એક દિવસનો સમય માગ્યો .

વાતોમાં ને વાતોમાં વસંતકુંજ આવી ગયું.

હું ઉતરવા જતો હતો ત્યાં જ શ્રીમાન વિદિત તમને વિચારવા માટે દિવસ તો આપો છો પરંતુ તમે પાછો મારો સંપર્ક કઈ રીતે કરશો મને આશા છે કે તમારી પાસે ફોન જેવું યંત્ર તો હશે જેમાં પણ સંપર્ક કરવા માટે નંબર જેવું કંઈક જોઈએ છે તમારા નંબર આપો હું તમને કોલ કરું છું.

આ રીતે રમૂજી ભાષામાં કરેલા વ્યંગ્ય પર મને હસવું આવ્યું અને મેં તેમને મારો ફોન આપ્યો એક બીજાના નંબર એટલે બદલી કર્યા બાદ અમે છુટા પડ્યા.

આમ તો મારી જિંદગીમાં કોઈ હતું નહીં હું એકદમ શરમાળ અને નિરસ માણસ હતો ખાલી કામ ને કામ થી ઘરને ઘર થી કામ બસ એમ જ સમય વ યો ગયા હતા. મને પહેલીવાર લાગ્યું કે કાજલ જેવી કોઈ વ્યક્તિ મારી જિંદગીમાં હોવી જોઈએ જે મારો ખાલીપો પુરી અને મને સંપૂર્ણ તા નો અહેસાસ કરાવે. આખી રાત કાજલ વિશે વિચાર્યા બાદ મેં નક્કી કર્યું કે કાજલ સાથે થોડો પરિચય વધારીએ. સવારમાં ઊઠતાંવેંત જ મેં તેને કોલ કર્યો કાજલ આજે આપણે ઓફિસ પૂરી થયા બાદ મળી શકીએ ડીનર ઉપર?

આ સાંભળી કાજલ જવાબ આપ્યો હા વિદત ચોક્કસ શા માટે નહીં ! સમય અને સ્થળ તમે નક્કી કરી અને મેસેજ મોકલી દેજો.

પહેલી મુલાકાતમાં તો એણે સતત બોલયાં કર્યું અને ક્યારેક મેં હા અચ્છા એવા નજીવા જવાબ આપ્યા હશે તેનું બક બક સાંભળીને મને પૂર્ણતાનો અહેસાસ થવા લાગ્યો એક વાર મળ્યા બે વાર મળ્યા એ મારી મુલાકાતો ચાલુ થઈ ગઈ થોડાક સમયમાં તો આમને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો કાજલ ની વાત પણ સાચી જ નીકળી તે જાણે મને જન્મોથી ઓળખતી હોય એવા મને અહેસાસ થયા કરતો.

એક દિવસ મેં કાજલ ને પૂછ્યું કાજલ આપણા પ્રેમ ને હવે નામ આપવાનો સમય થઈ ગયો છે .આપણે લગ્ન કરી લેવા જોઈએ ત્યારે કાજલ મને કહેલું વિિદત લગ્નમાં મને કોઈ વાંધો નથી મારા પરિવાર તરફથી તો સંપૂર્ણ સહમતિ છે. આંતરજ્ઞાતિય લગ્ન માટેની પરંતુ તારા પરિવારનો શું વિચાર છે.

પરિવારનું નામ પડતાં જ મને મારા મમ્મી પપ્પા યાદ આવી ગયા હું એક રૂઢિચુસ્ત પરિવારમાંથી આવું છું આંતરજ્ઞાતિય લગ્ન માટે તો શું પોતાની જ્ઞાતિમાં પ્રેમ લગ્ન માટે પણ છૂટ મળે તો બહુ મોટી વાત કહેવાય અને આ તો આંતરજ્ઞાતિય લગ્ન હતા મારું મોઢું જોઈને જ કાજલ સમજી ગઈ કે મુશ્કેલી મારે તરફથી જ આવવાની છે.

વાંધો નહીં વિદિત આપણે બંને ભેગા મળીને સમસ્યાનો ઉકેલ લઈ આવશું.

મારા મમ્મી પપ્પા માંથી પપ્પા મમ્મી કરતાં થોડા ખુલા વિચારોના હતા .એક દિવસ મેં પપ્પાને કોલ કરી અને સાંજે મળવા બોલાવેલા ત્યારે કાજલ એ મારા ઘરે હતી. કાજલ એ કહેલું કે તું બધું મારા પર છોડી દે.

પપ્પાને બસ સ્ટોપ પરથી લાવીને ઘરે લઈ ગયો..
બેટા ચાવી દે દરવાજો ખોલવાની ત્યાં મેં ડોરબેલ વગાડી અરે અંદર કોણ છે તો ડોરબેલ વગાડે છે કાજલ એ દરવાજો ખોલ્યો કાજલને જોતાંવેંત જ પપ્પા સમજી ગયા કઈ બોલ્યા નહીં ને ઘરમાં જઈ અને સોફા પર બેસી ગયા.

કાજલ પાણી લઈને આવી તે મારા સામું જોઈ રહ્યા બેટા કોણ છે ?
તયાં કાજલે કહ્યું હું અને વિદિત છ મહિનાથી એકબીજાને ઓળખીએ છીએ અમને બંનેને એકબીજા સાથે ખૂબ જ પ્રેમ છે અમારે લગ્ન કરવા છે પરંતુ તમારી સંમતિ સાથે અમારે ભાગીને લગ્ન નથી કરવાં. વિદિત ના મમ્મી ને તમે સમજાવી શકશો લગ્ન માટે સાહજિક રીતે તમારા લોકોના સ્વપ્ન હોવા જ જોઈએ અને હશે પણ. આવી બધી વાતો સાંભળીને પપ્પા તો કાજલ સામે જોઈ રહ્યા.

પ્રથમ તો મોઢું મચકોડ્યું ત્યારબાદ કાજલે તેને મનાવી લીધા મને હજુ એ જ ખબર નથી પડતી કે કાજલ એ પપ્પાને કઈ રીતે મને આવ્યા ?

ત્યારબાદ તો પપ્પા અને કાજલ ભેગા મળીને મમ્મીને મને આવેલી અને અમારા લગ્ન માટે મમ્મી અને પપ્પા બંનેની સંમતિ મળી ગઈ.

અમારા લગ્ન ધામધૂમથી અમદાવાદમાં થયેલા લગ્ન બાદ અમારા બંનેના ઉત્સાહ કમ ન હોતો.

કાજલ ને મારા જીવનસાથી તરીકે જોઈ અને મને દિવાસ્વપ્ન જેવું લાગતું.

અમે એકબીજા સાથે ખુબ જ ખુશ હતા દોઢ વર્ષનો સમયગાળો ક્યારે વયો ગયો એ જ ખ્યાલ ન રહ્યો.

એક દિવસ એક દિવસ સવારમાં આજે મને મજા જેવું નથી લાગતું આજે મેં ઓફિસમાંથી રજા મેળવી લીધી છે આજે હું તારી સાથે નહીં આવું શું થયું છે કાજલ તને આમ અચાનક કાલે તો તબીયત બરોબર હતી ડોક્ટર પાસે જવું છે શું વાંધો શું પડે મને એમ કે કંઈક હશે નાના મોટી તકલીફ.

પછી આગળ વિદિત બોલે જ નથી શકતો.

આ જોઈને કોમલ વિદિત ને હિંમત આપતા કહે છે વિવિધ બોલી નાખ તારા અંદર ભરેલું કેટલા વર્ષનો ડૂમો કાઢી નાખ શું થયેલું તું મને વિગતવાર જણાવો કદાચ આપણે બંને ભેગા મળીને આ મુશ્કેલીનો સમાધાન લાવી શકીએ.

ચોધાર આંસુએ રડતા કોમલ જ્યારે હું ઓફિસે થી સાંજે પાછો ઘરે આવેલો ત્યારે દરવાજો ન ખૂલતાં મેં બીજી ચાવીથી દરવાજો ખોલ્યો જેવો અમારા રૂમમાં અંદર ગયો ત્યારે કાજલ પંખાથી લટકતી હતી કાજલ એ આત્મહત્યા કરી લીધી હતી.અમારી વચ્ચે દોઢ વર્ષમાં એકવાર પણ ઝઘડો થયો નહોતો એટલા પ્રેમાળ જીવનમાં કાજલ અચાનક પોતાનું જીવન શા માટે ટુંકાવ્યું ? એ જ રહસ્ય હજી સુધી અકબંધ છે

કાજલ નું મૃત્યુ કઈ રીતે થયું ? એ જ રહસ્ય નો જવાબ હજી સુધી મને મળ્યો નથી કાજલ ના મૃત્યુ નું દર્દ હજી સુધી એમનેમ છે.

આ સાંભળી પહેલા તો કોમલ પણ થોડી વાર વિચાર કરે છે અને વિદિત ને સાંત્વના આપે છે પછી થોડી વાર વિચાર કર્યા બાદ તેને કંઈક વિચાર સ્ફૂરે છે.

અમારા ગામમાં એક ગુરુજી છે જે પાણીમાં જોય ને તમારો ભૂતકાળ જોઈ આપે છે એમ ગામના લોકો વાતો કરતા તમે ક્યારેય અનુભવ કરેલો નથી પરંતુ તારી સાથે આ ઘટન બની છે તે રહસ્યનો ઉકેલ લાવવા માટે આપણે આનો સહારો લેવો જોઈએ.

ના કોમલ મારે તંત્ર-મંત્રમાં કંઈ પડવું નથી મને એના પર જરા પણ વિશ્વાસ નથી.

વિશ્વાસ કે અનુભવ તો મને પણ નથી પરંતુ જે ઘટના કાજલ સાથે બની કાજલ નું મૃત્યુ કઈ રીતે થયું તે રહસ્ય ઉકેલવા માટે આપણે આનો સહારો તો લેવો જ પડશે.

અમદાવાદ પહોંચતાં હું ગામડે ફોન કરીને મમ્મી પાસેથી ગુરુજી નું સરનામું લઈ લઉં છું.તે ખૂબ મોટા જાણકાર છે તે ખાલી નામ અને મોઢું જોઈને આપણું ભૂતકાળ પણ બતાવી દેશે એવું ગામના લોકો કહેતા હતા તે અમારા ગામમાં ત્રણ માસ માટે આવે છે.

મને તો ઇચ્છા નથી પછી તું જેમ કરે એમ તને યોગ્ય લાગે એમ.

કોમલ વિદિત ને રસ જગાડવા માટે ઈચ્છા તો મને પણ નથી પરંતુ જો તમને લાગતું હોય કે આ રહસ્ય પરથી પડદો ઉઠાવવો જોઈએ તો હું આગળ પગલાં ભરો.

કાજલ યાદ આવતા જ વિદિત સહમતી આપે છે

* * * *

પ્રકરણ પાંચ ગુરુજી

મનાલી થી પાછા આવ્યા બાદ કોમલ બધી વાત અનસુયાબેન ને કહે છે અને વિદિત ના તાણમાંથી મુક્ત થયાના થોડા અંસાર પણ આપે છે.

અનસુયાબેન આ જાણીને ખુશ થઈ જાય છે ત્યારબાદ વિદિત નેઆપેલા વચન મુજબ કોમલ ગામડે પોતાના મમ્મીને ફોન કરીને ગુરુજી વિશે ની માહિતી મેળવે છે.

કોમલ બેટા ગુરુજી ને હજી ગામડે પાછા આવવામાં બે અઠવાડિયાની વાર છે બે અઠવાડિયા પછી ગુરુજી ત્રણ મહિના માટે પાછા ગામડે આવવાના છે.

બે અઠવાડિયા બાદ વિદિત અને કોમલ ગુરુજી ની મુલાકાત માટે ગામડે જાય છે.

ગામડે ગયા પછી બંને ને જાણ થાય છે કે ગુરુજી ને મળવા માટે અલગ અલગ સમસ્યા મુજબ અલગ અલગ વાર નક્કી થયેલ આવે છે આ સાંભળીને વિદિત હસવું આવે છે.

કોમલ આ ગુરુ કઈ જાણે છે કે ઢોંગી બાબા છે.
વિદિત હું પણ તારી જેમ પહેલીવાર જ આવે હું કહેતો જ નથી આવતી તો મને પણ ખ્યાલ નથી તો મને વળી શું ખબર? તારી ઈચ્છા હોય તો મળીએ બાકી પાછા ઘરે અમદાવાદ જતા રહીએ.

અરે ના ના હું તો મસ્તી કરતો હતો એટલે થી ધક્કો ખાધો છે તો હવે એક અઠવાડિયું બીજો રાહ જોઈએ આવતા રવિવારે મળી જશો કોઈ પાછો અમદાવાદ જઈને તો ધક્કો થોડો ખવાય જોય તો લઈને ખરેખર કોઈ ગુરુજી છે કે ઢોંગીબાબા છે.

રવિવારે સવારના છ વાગ્યે ગુરુજી સાથે મુલાકાત કરવા અને કોમલ નીકળી પડે છે ગુરુજી ના આશ્રમે પહોંચ્યા બાદ થોડી વાર રાહ જોયા બાદ તેમનો વારો આવે છે ગુરુજી ધ્યાનમાં હોવાથી તેમને મળવામાં થોડોક સમય લાગે છે.

વિદિત અને કોમલ ગુરુજીને સઘળી હકીકત કહી સંભળાવે છે.

બાળકો તમે જે વાત કરી છે તેમાં ખરેખર શું થયું હશે તેની સંપૂર્ણ ઘટનાક્રમ ની માહિતી હું તમને નહીં આપી શકું પરંતુ આ મારા વાસણ માંજે પાણી ભરેલું છે તેમાં તમને જે પણ ચિત્રો દેખાશે તેની નોંધ કરી અને તે તમામ કડીઓને આપણે અને રહસ્યના ઉકેલ કરવા માટે પ્રયત્ન કરીશું.

તમે બંને આ પાણી ભરેલા વાસણમાં એકીટસે જોજો એમાં જેટલા પણ ચિત્ર દેખાય તે યાદ રાખજો અને તેનો તમારા જીવન સાથે શું સંબંધ હતો તે પણ યાદ રાખજો એટલું કહી અને ગુરુજી ધ્યાનમાં બેસી જાય છે થોડીવાર બાદ ગુરુજી પાણીમાં એક ફૂંક મારે છે.

પાણી માં પોતાનું ગામ પોતે અને કાજલ , અઘોરી બાબા અને જૂનું ઘટાદાર ઝાડ દેખાય છે.

બાળકો તમે શું પાણી માં જોયું એ તમામ હકીકતનો તમારા જીવન સાથે શું સંબંધ છે તે મને કહો.

બાબા મને મારુ ગામડું હું અને કાજલ દેખાણો વિચિત્ર વાત એ છે કે અમારા ગામની એક અઘોરી બાબા જેવી વ્યક્તિ દેખાણી એનો શું સંબંધ હશે ?

થોડીક વાર વિચાર કર્યા બાદ બાબા સલાહ આપે છે કે તમારે આનો ઉકેલ મેળવવા માટે તમારા ગામ જવું પડશે તમારા ગામનું નામ શું હતું અને તેમાં કંઈ આવી વિચિત્ર ઘટના બની હોય તો તેનું વર્ણન કરો.

આતરોલી અમારા ગામનું નામ છે હું અને કાજલ ત્યાં મારા કાકા ના છોકરા ના લગ્ન માં ગયેલા ત્યાંથી પરત આવ્યા બાદ કાજલ ની તબિયત થોડીક ખરાબ રહેતી દોઢ-બે મહિના આવું થયું હશે ત્યારબાદ એક દિવસ અચાનક સાંજે એ આત્મહત્યા કરી પંખે લટકીને......

ત્યાં તો બાબા જણાવ્યું કે આ તમામ ઘટનામાં નક્કી તંત્ર-મંત્ર અને અઘોરી ની વિધિ નો હાથ છે કાજલ નું મૃત્યુ પણ એની જ કર્યું છે આ તમામ રહસ્યનો ઉકેલ મેળવવા માટે તમારે આતરોલી જવું પડશે.

પરંતુ બાબા તમામ ઘટનામાં ઝાડ નું શું ?

આ તમામ સવાલના જવાબ તમને આતરોલી માં જ મળશે.

આ પવિત્ર પાણી તમે લેતા જાવ કદાચ તમને ક્યાં કાંઈ જરૂર પડી જાય જ્યારે પણ કોઈપણ આસુરી શક્તિ તમારા સંપર્ક માં આવે કે તમને હેરાન કરવાનો પ્રયત્ન કરે ત્યારે તમે પોતાના પરા પાણીનો છટકાવ કરજો જેથી તે તમારી નજીક નહિ આવી શકે કે તમારા શરીર પર કબજો નહીં જમાવી શકે.

ગુરુજી પાસેથી એટલી માહિતી મળ્યા બાદ તપાસ કરવાની તૈયારી દાખવે છે.

કોમલ ગુરુજી એ કહેલી વાત માં મને કંઈક તો અર્થ લાગે છે

આપણે નક્કી આંત્રોલી જવું જોઈએ અને આ રહસ્ય પરથી પડદો ઉઠાવવા જોઈએ કાજલ નું મૃત્યુ કઈ રીતે થયું છે

એના પાછળનું મુખ્ય કારણ કોણ છે કાજલનો કાતેલ કોણ છે?

તે આનો જવાબ મારે ગોતવો છે તું આ બધા માં મારો સાથ આપીશ ?

હા હું તમારી સાથે જ છું.

આપણે કાલે જ અહીંથી આતરોલી જવા માટે નીકળી જશુ.



પ્રકરણ-૬ આતરોલી

વિદિત અને કોમલ આતરોલી જવા માટે બસ પકડે છે બસમાં બેઠા ત્યારથી વિદિત ને અનેક પ્રશ્ન ઘેરી લે છે.

વિદિત તમે ચિંતા ન કરો આંત્રોલી પહોંચતા જ આપણે પૂછપરછ શરૂ કરી દે શું.

મેં તમારા કાકા કાકી ને પણ ફોન કરેલો , રમેશ આપણને લેવા માટે બસ સ્ટેશન પર આવવાના છે

આપણે રસ્તામાં જતાં જતાં પૂછપરછ શરૂ કરી દેશું.

આતરોલી પહોંચ્યા બાદ સઘળી હકીકત રમેશ તેના કાકા ના છોકરા ને કહી સંભળાવે છે.

રમેશ આ હકીકત જાણીને સ્તબ્ધ બની જાય છે કે કાજલ ના મૃત્યુ માં તંત્ર મંત્રનો પણ હાથ હોઈ શકે .

ભાઈ મારાથી બનતો પ્રયત્ન કરીશું .

એ અઘોરી ને ગોતવામાં અને તેના વિશે બનશે તેટલી માહિતી એકત્ર કરવાનો પ્રયત્ન કરીશ.

રમેશ અઘોરી વિશે માહિતી મળે તો કાકી ને કે ગામના કોઈ પણ લોકોને આના વિષે જણાવતો નહીં કારણ કે ગામના કોઈપણ વ્યક્તિને આપણા પર શંકા ન જવી જોઈએ કારણ કે કોણ તેનો રાજદાર હોય તે આપણને ખ્યાલ નથી.

હા વિદિત ભાઈ તમારી વાત સાચી છે આ નાનકડા ગામમાં હવા કરતાં પણ વાત ઝડપથી ફેલાઈ જાય છે.

બપોરે આરામ કર્યા બાદ સાંજે વિદિત અને કાજલ પોતાના સગા-સંબંધીઓ ને મળવા ગામમાં નીકળી પડે છે.

વિદિત પોતાના પાડોશીને ત્યાં જાય છે અને પૂછપ્રછ
કરે છે. જેમાં વૈશાલી નુંનામ સામે આવે છે. વૈશાલી નું મૃત્યુ થયાને ત્રણ વર્ષ થયાં છે.

વૈશાલી ના ભાઈ મહેશ ને મળવા તેના ઘરે જાય છે પરંતુ મહેશ વિદિત ને જોઈને ભાગી જાય છે મહેશના આવા વર્તન પર વિદિત ને શંકા જાય છે.

કોમલ મહેશ મને જોઈને જ નાસી છૂટે છે શું કારણ હશે ક્યાંક વૈશાલી ને તો આ મૃત્યુ માં હાથ ન ય હોય ને !

નાના વૈશાલી પણ આ ઘટનાનો ભોગ બની હોય એવું પણ હોઈ શકે.

હા વિદિત વાત સાવ સાચી છે કદાચ વૈશાલી નું પણ આ રીતે મૃત્યુ થયું હોય તેનો ભાઈ તમારાથી ને કદાચ અઘોરી થી બીને ભાગી ગયો હોય.

હવે તો ખ્યાલ નથી આવતો આપણે કોનો સંપર્ક કરવો વૈશાલી વિશે કોને પૂછવું.

ત્યાં કાકા કાકી ને ત્યાં અચાનક રમાં આવે છે કાકી મમ્મી એ લાડુ મોકલાવ્યા છે. મારું સગપણ નક્કી થઈ ગયું એની ખુશીમાં.

રમા ને જોઈ ને વિદિત ને યાદ આવે છે કે રમા તો વૈશાલી ની ખાસ સહેલી હતી. કોમલ આ રમા તો વૈશાલી ની ખાસ સહેલી હતી આપણે તેનું ઘર ગોતે અને તેને મળવા જવું પડશે.

શું તમે પણ પોતે આપણા ઘરે આવી છે આપણે તેનું ઘર ગોતવાની શું જરૂર હવે તમે મારા પર મૂકી દો હું રમવા પાસેથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરું છું. એટલું કહીને કોમલ રમા ને મળવા જાય છે.

રમાને પોતે વિદિત ની પત્ની તરીકેની ઓળખાણ આપે છે. અને વાતોમાં રમાં પાસેથી વૈશાલી વિશેની માહિતી મેળવી લે છે.મહેશ તો દારૂડિયો છે અને તે ઘરે પણ જતો નથી અને ઘરની બહાર જ સુવે છે.

ત્યારબાદ વિદિત અને કોમલ વૈશાલી ના ઘર ની તપાસ કરવા માટે જાય છે આખા ઘરની તપાસ કર્યા બાદછેલ્લે એક નાનકડી ઓરડી જેવું બાકી રહેશે ત્યાં તપાસ કરવા માટે આગળ જાય છે.

પરંતુ દરવાજો એકદમ અટકાયેલું ખૂલતું નથી. બે લાત માર્યા બાદ દરવાજો ધડાકાભેર ખૂલતાં વિદિત અને કોમલ અંદર પ્રવેશે છે.

નક્કી આયા કોઈકે તંત્ર-મંત્ર કરેલું હોવું જોઈએ તંત્ર-મંત્રની સામગ્રીઓ સડેલા લીંબુ ખોપરીઓ ગંધાતું માસ રાખ જે સામગ્રીઓ જોઈને બંને શંકા જાય છે.

કોમલ બે સેકન્ડ માટે પણ અહીંયા મારા થી તો ઊભા પણ નથી રેહવાતું. ઉપકા ચડે છે જઈએ અંહી તો કઈ મળે એમ લાગતું નથી.

ઘરની તપાસ બાદ આટલો તો અંદાજ આવી જાય છે કે નક્કી કોઈ કે તંત્ર મંત્રનો સહારો લીધો જ હોય. પરંતુ શું આ બધું વૈશાલી એ કરેલો કે વૈશાલી પણ પોતે આ તમામ ઘટનાનો ભોગ બનેલી .

વિદિત એક વાત તો તમને કે તા જ ભૂલી ગઈ કે વૈશાલી તમને પ્રેમ કરતી હતી અને જ્યારે તમારા લગ્નની વાત એને ખબર પડી ત્યારે ખૂબ જ દુઃખી બની ગયેલી.
અને 15 દિવસની અંદર મૃત્યુ પામે.

તો તો નક્કી વૈશાલીએ જ તંત્ર મંત્ર નો સહારો લીધેલ હોવો જોઈએ.

તર્ક લગાડવા કરતા વિદિત મારી પાસે એક ઉપાય છે તમે અને રમેશભાઈ ભેગા થઈને મહેશ ને પકડી અને તેની પાસેથી જ રહસ્ય ઉકેલાવો.

હા તારી વાત સાચી છે આજે રાત્રે જ નશામાં ધૂત મહેશ ને હું અને રમેશ પકડી લેશો કાલ સવારે ભાનમાં આવતા આપણે ત્રણેય લોકો તેની પાસેથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું.

રમેશ અને યોજના ઘડી અને દારૂડિયા મહેશ ને પકડી અને એક રૂમમાં ખુરશી પર બાંધી દે છે.

ખૂબ પૂછપરછ અને ધોકાવાળી બાદ મહેશ હકીકત કહે છે.

વૈશાલી વિદિત પ્રેમ કરતી હતી પરંતુ જ્યારે રમેશ ના લગ્નમાં તે વિદિત અને કાજલ સાથે જુએ છે ત્યારે તેને આઘાત લાગે છે પોતાના વિદિત ના લગ્ન થઈ ગયા અને તેને ખબર પણ ન પડી અને પોતાનો વિદિત કોક બીજાનો થઈ ગયો તે જોઈને વૈશાલી વ્યાકુળ બની જાય છે.

વૈશાલી સ્મશાનમાં રહેતા અઘોરી મદદ લઇ અને તંત્ર મંત્ર નો સહારો લે છે .

અઘોરી બાબા એ તંત્ર મંત્ર ની મદદ વડે વૈશાલીની મદદ કરી હતી. અઘોરી નો ચેલો બાજુના જ ગામમાં રહે છે.ચેલાનું નામ માવજીભાઈ છે અને તે 50 વીઘા જમીનનો માલિક છે.તેને પૂછપરછ કરો. અને તેની પાસેથી વિગતવાર જાણકારી મેળવો

વિદિતને મહેશ નિર્દોષ લાગતા છોડી મૂકે છે .

પ્રકરણ 7 માવજી

બીજા જ દિવસે વિદિત અને કોમલ બાજુના ગામમાં માવજી જિલ્લાની તપાસમાં નીકળી જાય બે ચાર દિવસ ની તપાસ બાદ જાણવા મળ્યું કે માવજી જીુગારમાં હારી ગયો અને જમીન શેઠિયા પચાવી પાડી. આને માવજી થી આ સહન ન થતા માવજી એ તે શેઠિયા નું ખૂન કરી નાખ્યું. માવજી જેલમાં છે. વિદિત અને કોમલ માવજી ને મળવા માટે જેલમાં જાય છે.

કોન્સ્ટેબલ તને મળવા કોક 2 લોકો જણાવ્યા છે
સાહેબ વહેમમાં આવી ગયા લાગે છે બાકી મને તો કોઈ ગોતતું આવે એવું બને નહીં.

મારે નથી મળવું કહી દો એને જે હોય તે હવે મારી પાસે કોઈ નું દેવું ચૂકતે કરવા માટે કાંઈ પણ નથી.

અલા તને દેવું માંગવા નથી આવ્યા પરંતુ તારી મદદ કરવા માટે આવ્યા છે એમ કે છે એ લોકો.

મારી મદદ કરવા સાહેબ કોણ આવે ?હવે નક્કી દેવાવાળા હશે !

ભાઇ માવજી તમને મળવાની ના પાડે છે શું કરવું છે બોલો.
સાહેબ કોઈના મૃત્યુ નો સવાલ છે તમે બનતો પ્રયત્ન કરો અને તેમને મળવા માટે રાજી થઈ જાય. વિદિટ ને યોગ્ય લાગતા તે સાહેબને 2000 રૂપિયા વાપરવા માટે આવે છે.

કોન્સ્ટેબલ માવજી ને બે ચાર ઢીકાપાટુ મારી અને વિદિત અને કોમલ ને મળવા માટે રાજી કરે છે.

પણ તમે લોકો મારું શું તમારે કામ પડ્યું અત્યારે શું લેવા આવ્યા છો મારી પાસે? હું તમને ઓળખતો પણ નથી.

મારું નામ વિદિત છે આતરોલી ની વૈશાલી યાદ છે ને તમને.

વૈશાલી નામ યાદ આવતા જ માવજી ની આંખો ચમકી.

તમે વૈશાલી ને કઈ રીતે ઓળખો ?

અમે વૈશાલીને ઓળખતા નથી પરંતુ વૈશાલી નો મારી પત્નીના મૃત્યુ માં જરૂર કોઈ હાથ હોવો જોઈએ જેના જે રહસ્યના ભાગીદારી તમે પણ છો.

માવજી આ હકીકત સ્વીકારવાની ના પાડે છે .વિદિત સાહેબ ને ઈશારો કરી અને માવજી ને પાસેથી સાચું બોલાવવા માટે નો પ્રયત્ન કરે છે સાહેબ માવજી ને પોતાની રીતે સાચું બોલાવવા માટે નો પ્રયત્ન કરે છે.

સારી એવી સર્વિસ બાદ માવજી અંતે વિદિત ને આખી હકીકત કહે છે.પરંતુ વિદિત અને કોમલ પાસે શરત મૂકે છે કે તેને 15 દિવસ માટે જમાનત ઉપર બહાર કાઢવો કોમલ અને વિદ્યુત આ શરત મંજૂર રાખે છે.

વૈશાલી તમને પ્રેમ કરતી હતી અને કાજલને જ્યારે તમારી પત્નીના સ્વરૂપે જોઈ ત્યારે તે અઘોરી પાસે આવેલી.

અઘોરી બાબા ને તેણે બદલો લેવા માટે કહેલું કે કાજલ નું મૃત્યુ થઇ જાય અને પોતે વિદિત સાથે લગ્ન કરી અને લગ્નજીવનને આરંભે માટેની કોઈ વિધી જણાવો.

અઘોરી બાબા એ કહેલું કે વૈશાલી આ કામ શક્ય છે પરંતુ એ માટે ત્યારે હિંમત દાખવવી પડશે .

શું આ કરવા માટે તું તૈયાર છે ?

અઘોરી તમે જેમ કહો તેમ પરંતુ કાજલ નું પત્તુ કાપી અને મારે તેની જગ્યા લેવી છે મારે વિદિત નો પ્રેમ જોઈએ છે.

કોઈને પણ ખબર ન પડે તે રીતે વૈશાલી અને અઘોરી બાબા આખી યોજના બહાર પાડે છે અને કાજલ પર તંત્ર મંત્ર અને વિધિઓ કરવાનું શરૂ કરી દે છે .

યોજના મુજબ વૈશાલી કાજલ ના વાળ અને તેના વસ્ત્ર અઘોરી બાપાને આપે છે

અગોરીબાબા તેના પર તંત્ર મંત્ર શરૂ કરી અને કાલાજાદુ માં ની અકમરત્યું નામની એક વિધિ કરે છે જેના મુજબ એક બે મહિનામાં જ કાજલ નું મૃત્યું નિશ્ચિત છે.

કાજલ ને તેના સ્વપ્નમાં જ પોતાનું મૃત્યુ દેખાશે અને દર પંદર દિવસે તેને મૃત્યુનો ભય સતાવતો રે શે દરરોજ જાણે તે ધીમે ધીમે પોતાના મૃત્યુની નજીક આવશે અને બે મહિનામાં તે પોતે જ આત્મહત્યા કરી અને પોતાનું જીવન ટૂંકાવસે.

અઘોરી બાબા અને વૈશાલી ની યોજના સફળ પણ થાય છે અને અઘોરી બાબા નો તંત્ર સફળ થાય છે ..

અઘોરી બાબા એ આ તંત્ર-મંત્રની સહાય બદલ વૈશાલી પાસે એક સરત મૂકેલી હોય છે કે તું મને મારી એક તંત્ર સિદ્ધિ પ્રાપ્ત કરવામાં મદદ કરીશ વૈશાલી એ પણ તે શરતનો સ્વીકાર કરેલો.

અમાસની રાત્રે વૈશાલી અને બાબા તંત્ર સિદ્ધિ પ્રાપ્ત કરતા હોય છે ત્યારે જ અચાનક ભૂલ થઈ જતા વૈશાલી નું મૃત્યુ થાય છે.

હું આ ઘટનાથી ડરી અને અઘોરી બાબા ને મુકીને ત્યાંથી નાસી છૂટેલો ત્યારબાદ વૈશાલી ના શરીર નું શું થયું અને અઘોરી બાબા નું શું થયું એના વિશે મને કંઈ પણ ખ્યાલ નથી જ્યારે મહેશ ના તમામ ઘટનાની જાણ થઈ ત્યારે તેપોતે પોતાની એકની એક બહેનને સગી દીકરીની જેમ ઉછેર કરેલી અને તેના આ કૃત્યની તમામ માહિતી મળતાં તે આ દુઃખ સહન કરી શકતો નથી અને દારૂડિયા બની જાય છે પરંતુ વૈશાલીના નો શું થયું તે મને પણ ખ્યાલ નથી.

મેં તમને મને એટલી ખબર હતી એટલે કે થી હવે તમારો વારો છે મને મદદ કરવાનો મને પંદર દિવસ માટે જામીન અપાવો.

માવજી તેમને મદદ કરી છે અમે ચોક્કસ તેને મદદ કરીશું કાલે સવારે તને 15 દિવસ માટે જામીન મળી જશે.



પ્રકરણ 8 કંકાલ

પાછા જતી વખતે રસ્તામાં આખરે કાજલની આત્મહત્યા પાછળ ના રહસ્ય પરથી પડદો ઉઠી જ ગયો તને ખ્યાલ આવી જ ગયો હશે કે ,કાજલ એ આત્મહત્યા કરી નહોતી પરંતુ તેનું ખૂન કરવામાં આવ્યું હતું.વિદિત હજી પણ પ્રશ્ન તો એ છે કે વૈશાલી નું મૃત્યુ થયું તો તેનું શરીર ક્યાં છે અઘોરી બાબા ક્યાં છે બાવાનો તો કોઈ પત્તો જ નથી.

કોઈ જ ઉત્તર આપી શકતો નથી અને ગુમસુમ બની જાય છે કોમલ પરિસ્થિતિ જાય છે અને હિંમત આપે છે કે જે થવાનું હતું તે થઈ ગયું પરંતુ હવે આપણે આનો અંત તો આપણે જ કરવો પડશે.

આતરોલી પહોંચ્યા બાદ આખી રાત વિદિત અને કોમલ વિચાર કરે છે કે આખરે વૈશાલી નો શરીર ક્યાં હશે એ કઈ રીતે ગોતવું એના સુધી કેમ પહોંચવું .

કોમલ વૈશાલી ના શરીર નું આપણે શું કામ છે વૈશાલી એ મારી કાજલ નું મૃત્યુ કર્યું છે હવે આપણે એના શરીર નું શું કામ હવે આપણે આપણા રહસ્ય પરથી પડદો ઉઠી ગયો છે હવે આપણે શું કામ છે ખોટા શું મુર્દા ઉખેડવા.

કોમલ ને પણ એ વાત યોગ્ય લાગતા બન્ને બીજા દિવસે અમદાવાદ જવા નો નક્કી કરે છે ત્યાં સવારે તેમને ખબર પડે છે કે મહેશ ઝાડ પર ટીંગાઈ અને આપઘાત કર્યો છે.

ઘટના સ્થળ પર પહોંચતા કોમલ અને વિદિત ને ગુરુજી ના પાણી માં જોયેલું ઝાડ નું ચિત્ર યાદ આવે છે .
બંને અમદાવાદ જવાનો રદ કરી અને પાછા શોધખોળમાં લાગી જાય છે કે આખરે આમ કેમ થયું હશે વિચાર કર્યા બાદ તેમને ગુરુજીની વાત યાદ આવે છે કે ઝાડનો પણ આ તમામ ઘટનામાં કંઈક સંબંધ હોવો જોઈએ.

વિદિત રમેશને જુનો અને ગાઢ ઘટાદાર વડ નું ઝાડ ગોતવા માટે કહે છે ભાઈ આતરોલીમાં સૌથી જૂનામાં જૂનું અને ઘટાદાર વડ નું ઝાડ ક્યાં છે તે શોધી કાઢજે.

ભાઇ ખૂબ શોધખોળ પછી જાણવા મળ્યું છે કે ,અઘોરી બાબા ની ગુફાની નજીક જ એક બહુ જૂના વર્ષો જૂનો વડલો છે

વિદિત , કોમલ અને રમેશ તે વડલાને ગોતવા માટે જંગલમાં જાય છે. જંગલમાં અઘોરી ની ગુફા ગોતવા જતાં બપોરના ૧૨ થી સાંજના છ વાગી જાય છે વડલો અંતે મળી જાય છે અને વડલાની નજીક એક કબર જેવું દેખાય છે નક્કી આમ જ વૈશાલી ની લાશ હોવી જોઈએ.ત્રણેય જણા ભેગા થઈ અને કબ્ર ખોલે છે કબરોમાંથી એક કંકાલ નીકળે છે પછી ત્રણેય તે કંકાલ ને બાળવા નો પ્રયત્ન કરે છે જેવો કંકાલ ને બાળવા જાય છે ત્યાં જ પવનની દિશા બદલાઈ જાય છે અને ખુંખાર અવાજો આવે છે અને વાતાવરણ ભયાનક બની જાય છે .
એટલામાં જુએ છે તો કોમલના શરીરમાં કંઇક બદલાવ દેખાય છે તેના ચહેરા પર એક અલગ જ ભાવ છે ત્યાં તો અવાજ આવે છે હું જીવતે જીવતા તો તમને ન મેળવી શકે પરંતુ મૃત્યુ પછી આત્માને સ્વરૂપમાં હવે હું કોમલના શરીરમાં આજીવન રહી અને જિંદગીભર તારી સાથે રહેશે આ સાંભળતા જ રીતે ખૂબ ગુસ્સો આવે છે .

એકવાર તો તું કાજલ ને મારી પાસેથી છીનવી ચૂકી છે હવે હું આ જ વસ્તુ બીજી વાર નહીં થવા દઉં કોમલ ને હું તારી પાસેથી છોડાવીને જ રહીશ .

પરંતુ કરીશ કેવી રીતે વિદિત હવે તો કોમલ મારા કબજામાં છે.

હું તારી સાથે જ આખી જિંદગી રહીશ એટલું કહીને કોમલ પોતાના કંકલને પાછું કબ્રમાં નાખી દેશે.

ત્યાંવિદિત ને ગુરુજી આપેલા પવિત્ર પાણીની યાદ આવે છે અને પોતાના અને રમેશ ના શરીર પર પાણીનો છંટકાવ કરે છે અને વૈશાલી ને ખબર ન પડે તેમ કોમલના શરીર પણ પાણીનો છટકાવ કરે છે.
ત્યાર બાદ વૈશાલી કોમલના શરીરમાંથી નીકળી જાય છે અને કોમલ જમીન પર ફસડાઇ પડે છે.રમેશ અનેવિદિત બંને મહામુસીબતે વૈશાલી ના શરીર ને કબરમાંથી બહાર કાઢે છે.

પરંતુ વૈશાલી કંકાલ નો સહેલાઈથી બાળવા દે એવું થવા દેતી નથી અને સતત મુશ્કેલીઓ ઉભી કરે છે.
અને વિદિત ને પોતાની શક્તિનો પરિચય આપતા ઝાડ પર લટકેલી અઘોરી અને માવજી ની લાશ દેખાડે છે.
આ જોઈને વિદિત ચિંતિત થઈ જાય છે આ પરિસ્થિતિમાં કયો નિર્ણય લેવો તે વિદિત માટે અઘરું બની જાય છે.

અંતે વિદિત અને રમેશ કંકાલ ની ફરતે પવિત્ર પાણીનો ઘેરો બનાવી અને કંકાલ ને બાળી નાખે છે કંકાલ બળતા જ વિદિત વૈશાલી નો આત્મા મોક્ષ પામે છે. અને વિિદત રમેશ અને કોમલ પાછા આતરોલી જવા માટે નીકળી પડે છે.