Djibouti
Noon, 1 એપ્રિલ 2015
હજુ તો સવારે 7:00 વાગે આઈએનએસ સુમિત્રા જીભૂતી પહોંચ્યું હતું. થાકેલા સૈનિકો આરામ કરતા હોય છે એવામાં બપોર ના સમય એ કમાન્ડર મોકાશી માટે હેડ ક્વાર્ટર માંથી બીજો આદેશ આવે છે. આ આદેશ મુજબ કમાન્ડર એ યમનની બીજી કોઈ જગ્યાએથી ભારતીય નાગરિકોને રેસકયુ કરવાના હતા.
1 એપ્રિલ એ જ યમન ના અલ હુદેદા શહેરમાં એક ડેરી ઉપર સાઉદીના વિમાનોએ બોમ વરસાવ્યા હતા. ઘણા બધા ભારતીયો અલ હુદેદા માં નિવાસ કરતા હતા. અને કેટલાક ભારતીયો આ જગ્યા પર કામ પણ કરતા હતા. જેથી તાત્કાલિક ધોરણે ફુલ સ્પીડ પર આઈએનએસ સુમિત્રા અલ હુદેદા તરફ પોતાનો પ્રવાસ આરંભ કરી દે છે.
એડીન બંદર કરતાં આ જગ્યા ખૂબ જ વધારે ખતરા વાળી હતી. કમાન્ડર મોકાશી પાસે આ જગ્યાના નકશા કે ઇન્ટેલિજન્સ રિપોર્ટ પણ ઉપલબ્ધ ન હતા. તેમજ આ જગ્યા પર કોઈપણ બોટને દિવસના અજવાળામાં જ આવીને જતા રહેવાનો આદેશ હતો. અહી હાઉદી નામના કોઈ સંગઠન એ પહેલેથી જ કબજો જમાવી લીધો હતો જેનાથી આઈએનએસ સુમિત્રા ના લોકો અજાણ હતા.
દુનિયાના સૌથી ખતરનાક બની ચૂકેલા સ્થળ પર બપોર સુધીમાં આઈએનએસ સુમિત્રા પહોંચી જાય છે. માર્કોસ અને બીજા સૈનિકો હાઇ એલર્ટને ધ્યાનમાં રાખી રેડી ટુ ફાયર મુદ્રામાં ગોઠવાઈ જાય છે.
આઈએનએસ સુમિત્રા બંદર પર ઉભુ રહેતા ની સાથે જ હાઉદી ગેંગ ના અમુક હથિયાર બંધ લોકો જહાજ તરફ આગળ વધવા લાગે છે. આ દ્રશ્ય જોતાની સાથે જ જહાજ પર રહેલી દરેક બંદૂક આ માણસો તરફ તાંકી દેવામાં આવે છે. એટલામાં કમાન્ડર મોકાશી પોતાના માણસોને બંદુક નીચે કરવાનો ઇશારો કરે છે અને એકલા જહાજમાંથી નીચે ઊતરી ને હાઉદ્દી ના લોકો તરફ ચાલવા લાગે છે અને બોલે છે,
‘ તમારા દેશમાં જે ચાલી રહ્યું છે તેનાથી અમને કોઈ લેવાદેવા નથી, અમે અહીંયા અમારા દેશના નાગરિકોને સુરક્ષિત પરત લઈ જવા માટે આવ્યા છીએ’
‘ હું તમને વચન આપું છું કે અમે તમારા નિજી મામલામાં કોઈપણ દખલ નહીં કરીએ’
'પરંતુ જો મારા માણસો કે નાગરિકોને જરાપણ નુકસાન પહોંચ્યું તો હું તમને એક બીજુ વચન પણ આપું છું કે યમન તો છોડો દુનિયામાંથી હાઉદિ નામ નેસ્તનાબૂદ થઈ જશે.’
નીડર કમાન્ડર ના મોઢામાંથી આવા વચનો સાંભળી હાઉદી લોકો થોડા સમય માટે અવાચક થઈ જાય છે અને અંદર અંદર ચર્ચા કર્યા બાદ એક માણસ કમાન્ડર ને કહે છે,
‘ઠીક છે તમારા માણસોને અહીંથી લઈ જવા માટે તમારી પાસે માત્ર બે કલાક છે ત્યારબાદ તમારું આ જહાજ અહીં દેખાવું જોઈએ નહીં’
આટલું કહી તે લોકો ત્યાંથી જતા રહે છે અને કમાન્ડર તેમના સૈનીકોને બોર્ડિંગ પ્રક્રિયા ચાલુ કરવાનો આદેશ આપે છે. આતંકી સંગઠન એ આપેલ સમયમાં ભારતીય નાગરિકો ને જહાજ પર ચડાવી હજુ તો આઈએનએસ સુમિત્રા આગળ વધી રહ્યું હોય છે એટલામાં તો બંદર પર બોમ્બ ની વર્ષા ચાલુ થઈ જાય છે. કમાન્ડર મોકાશી એક્ઝિક્યુટિવ ઓફિસર ને 25 નોટ એટલે કે 46 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપથી જહાજને ચલાવવાનો આદેશ આપે છે.
Djibouti, North Africa
Night, ૩ એપ્રિલ ૨૦૧૫
૩ એપ્રિલ ૨૦૧૫ એ રાત્રે આઈએનએસ સુમિત્રા ૩૧૭ ભારતીય નાગરિકોને લઈને સહી સલામત જીભૂતી ના તટ પર પહોંચી જાય છે. આ મિશન પૂર્ણ થયા બાદ આઈએનએસ સુમિત્રા ને યમનના અશ શિર્ નામની જગ્યાએથી ભારતીય નાગરિકોને બચાવવાની કામગીરી સોંપવામાં આવે છે.
અશ શિર્ માં હજારો નાગરિક પેટ્રો સમીલા નામના એક ઓઇલ ટર્મિનલ પર કામ કરી રહ્યા હતા. આ જગ્યા અલ મુક્કલ્લાં થી લગભગ ૬૦ કિલોમીટર દૂર હતી અને બે દિવસ પહેલાં જ અલ મુક્કલ્લા પર અલ કાયદા એ કબજો જમાવી દીધો હતો.
ક્રમશઃ