મારી કવિતા.. 02 Mahendra R. Amin દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી કવિતા.. 02


06. અનેરી છે આ આંખો ...!!

જીવનરથનું અણમોલ રતન છે આ આંખો,
વિશ્વાધારની દીધી અનેરી દેન છે આ આંખો.

વિશ્વાસના વમળોનો આધાર છે આ આંખો,
શ્રદ્ધા કેરી ભાવનાઓનો ભાર છે આ આંખો.
💐💐💐💐💐💐💐💐💐💐
દ્વિધાઓના તરંગોનો સમંદર છે આ આંખો,
દિલની દિલાવરીનો ઇતિહાસ છે આ આંખો.

સ્નેહીજનોના સ્નેહની ગરિમા છે આ આંખો,
પ્રેમીજનોના પ્રીતની સરિતા છે આ આંખો.
💐💐💐💐💐💐💐💐💐💐
દિલથી દિલની વાતો વદી લે છે આ આંખો,
શરબતી રાહે ગહરાઈ કળી લે છે આ આંખો.

'મૃદુ' ના શબ્દ વ્યંજને નજરાય છે આ આંખો,
પ્રિયદર્શન પ્યાસ દિલની બુઝાવે છે આ આંખો.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

02. કૉરોના ... કુદરતનો સંદેશ.

રોકટોક વગર બેફામ બની છે આ માનવની ગતિ,
હરેક કર્મમાં એના મનની ભ્રમિત થઈ ગઈ છે મતિ.

બળાત્કાર ને ભ્રષ્ટાચારે માઝા મૂકી વધાર્યું છે જોર.
તેથી તો વિશ્વમાં વ્યાપી ગયો છે મહામારીનો શોર.
💐💐💐💐💐💐💐💐💐💐
કોઈને સંભળાતી નથી આ નિર્દોષ જીવોની ચીખ,
માગી રહ્યાં છે પોતાના જીવન હક્ક તણી એ ભીખ.

કુદરત પર કરી રહ્યો તું માનવતાહીન અતિ જુલ્મ,
પ્રકૃતિ બેઠી રહી ગુસ્સે, જોઈ રહી છે આ ફિલ્મ.
💐💐💐💐💐💐💐💐💐💐
હદ તો હવે પાર થઈ ચૂકી છે સઘળી વેદનાઓની,
આથી તેને લાગ્યું વેળા આવી માનવને ડરાવવાની.

એટલે તો જોને કોરોનાએ વધારી દીધી એની ચાલ,
હવે માટી તણો આ પાપી માનવ થઈ જશે બેહાલ.
💐💐💐💐💐💐💐💐💐💐
કુદરત સંદેશ પાઠવી અનુરોધ કરી રહી છે માનવીને,
હવે શાનમાં સમજીને સૌ અપનાવી લ્યો અહિંસાને.

હજુ પણ સમજ હે માનવી, છોડી દે તું અભિમાન,
હવે તૈયાર થયો છે કોરોના તોડવા તુજ સ્વાભિમાન.

'મૃદુ' વદે માનવીને, હવે તો તું જાગ આ કુદરત લાજે,
અપનાવી લે "અહિંસા પરમો ધર્મ" આ ભવની કાજે.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

03. તારા મૈત્રક ...!!

આંખથી આંખ મળતાં દિલ એ શરમથી ઝૂક્યું જ્યાં,
બંને દિલે સ્નેહ જે ઉભરાયો ને પરસ્પર પરખાયું ત્યાં.

બંને દિલોને જોડતો રંગીન પ્રસંગ રચાયો હતો જયાં,
તારી અને મારી એ ચાર આંખે તારામૈત્રક રચાયું ત્યાં.
💐💐💐💐💐💐💐💐💐💐
આંખોની ખુશી હોઠે ઝીલી ને સ્મિતે મલકાયાં જ્યાં,
ચાર હસ્તે વીસ આંગળીએ હસ્તમેળાપ રચાયો ત્યાં.

સપ્તપદીના સપ્તવચને એકબીજા સંગ બંધાયા જ્યાં,
સપ્તર્ષિ તારાની શાખે વશિષ્ઠ-અરુંધતી દર્શાવ્યા ત્યાં
💐💐💐💐💐💐💐💐💐💐
મંગલ ફેરા ફરતાં કન્યાના દાને રૂડાં દાન દેવાયાં જ્યાં,
હું આગળ ને તું પાછળ રહી, મારા પંથે તું ચાલી ત્યાં.

'મૃદુ' સ્પર્શે અનેરા જીવનની સ્નેહગાંઠે સંધાયા જ્યાં.
તારામૈત્રકની અજાણી ઓળખે ઉપવન ખિલવ્યું ત્યાં.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

04. મનમંદિરે તું ... !!

જીવન સંગ્રામના સામે કિનારે ઊભો તું,
ખેલ ખેલમાં મધદરિયે ઘસડી લાવ્યો તું.

છોડીને ભાગ્યો એકલા મઝધારે અમને તું,
રહી દૂર બતાવે શ્રદ્ધા વિશ્વાસની વાતો તું.
💐💐💐💐💐💐💐💐💐💐
કર્મ કર, ફળની આશ મેલ, કહેતો હતો તું,
નાવ ચલાવે મઝધારે, મારા દિલમાં હતો તું.

'મૃદુ'ની ઝંખના સદા કહેતી, કર્મમાં વસે તું,
નથી મંદિરે કે માળામાં, મનમંદિરે શ્રીજી તું.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

05. મારા શમણામાં સાજન ... !!

મારા આ આંગણિયે એક દિવસ આવશે સાજન,
સાથે એની આવશે એ પૂરા ગામનું સાજનમાજન,

હશે મારો એ સાજન જશોદાના કાનકુંવર સરીખો,
રાધા બની ગઈ હું, ને એને મારા શમણેથી નિરખ્યો.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
નથી લાંબો, નથી એ ટૂંકો, ના કાળિયો ના ધોળિયો,
અસલ મારા સમ શોભે, શમણાની આંખે ભોળિયો.

ગુલાબી ગુલાબ જેમ શોભતો, ભ્રમરન જેમ ગૂંજતો,
અણિયારું નાક ને ભૂખરા નયને ચહેરો એનો શોભતો.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
હૈયું મારું હરખાય, દિલ મંદિરે સો દીપનું તેજ જલે,
સારંગી તારે રણકાર વહે, દિલે તેનો ઝણઝણાટ પલે.

'મૃદુ'ના શબ્દો રણઝણ્યા ફોરમતી વસંતની ભાવના,
યૌવનના ઉંબર પર ઊભેલી નારી શમણાની સંવેદના.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

06. છે એ સ્ત્રી તમારી ...!!

જ્યારે પણ તમારી સાથે જ રિસાય છે એ સ્ત્રી,
ત્યારે તમે માનજો કે દિલથી તમારી છે એ સ્ત્રી.

જ્યારે તમારી પાસે બેસી વહાવે આંસુ એ સ્ત્રી,
ત્યારે તમે ભાવથી માની લેજો તમારી છે એ સ્ત્રી.
💐💐💐💐💐💐💐💐💐💐
જ્યારે જ્યારે તમને ટોણા મારે કે ટોકે છે એ સ્ત્રી,
ત્યારે મનથી સમજી લેવાનું કે તમારી છે એ સ્ત્રી.

જે આવે મનમાં ફટાફટ કહી દે છે તમારી એ સ્ત્રી,
દિલે માની લેજો કે તમારી જ અંગત છે એ સ્ત્રી.
💐💐💐💐💐💐💐💐💐
પરંતું જ્યારથી છોડ્યું એને રિસાવાનું કે લડવાનું.
શીખી પણ લીધું હા માં હા મેળવી ખોટું હસવાનું.

'મૃદુ'ના મતે એ સ્ત્રી તમારી ન રહી, ને બની ખુદની,
રાખવા એને તમારી, મજબૂર ન કરશો બદલાવાની,
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ'.
સુરત (વીરસદ/આણંદ)
30 એપ્રિલ, 2021ને શુક્રવાર.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
માત્ર વૉટ્સ ઍપ (No Call) : 87804 20985.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐