ઓટલો - ભાગ-૩ Krunal K Gadhvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સાચો સગો મારો શામળિયો!

    ' સ્વામીજી, કોઈ ભાઈ આપને મળવા આવ્યા છે.' પ્રૃફ-વાચનન...

  • ફરે તે ફરફરે - 36

    મુંબઇમા વાન્દ્રા  વેસ્ટમા હીલ રોડના બીજા છેડે એક રેસ્ટો...

  • આશાબા

    સુરજ આજે અસ્તાચળ પર હતો છતાં પણ કાઈક અલગજ રોશની ફેકી રહ્યો હ...

  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

શ્રેણી
શેયર કરો

ઓટલો - ભાગ-૩

ઓટલો ભાગ ૩ આપ બધ્ધા ની લાગણી અને પ્રતિભાવો થી પ્રભાવિત થઈ ને ૩ વર્ષ પછી પ્રકાશિત કરી રહ્યો છું.


___________________________________________________________________________________________

જીવા ભાઈ.... જીવા ભાઈ સાદ નાનકડી સરખી શેરી ને ચીરી પેલી કો’ર ના ખેતરે પો’ચી ગ્યો, આંખ તોતિંગ કાયા ની વા’ટ જોતી રહી, બંને કાન પડછંદ ખોખરો તરસી ગ્યા, એક સમયે અકળામણ આપનાર જુવાન શબ્દ મુના(જુવાન) ના જીવન માંથી લગભગ નાબૂદ થયો, તાપણી નું જોર ઓછુ થયુ, મંદિર ની ઝાલર પૂરી થવા ને આ’રે હતી, પૂર્વ માંથી ઉગી રહેલા સુરજ ની કૃપા વધી, કિરણો નો વ્યાપ ઓટલા અને વડલા સિવાય શેષ બચેલા ગામ ઉપર પડ્યા, ગાયું ગામણે થી નીકળી એક પછી એક ચોક માં ભેગી થવા મંડાણી, પક્ષીઓ નું ધીમું ધીમું કલરવ શરુ થયું, બાકડા નીચે સુતેલા કુતરાઓ એ કાન પટ-પટાવ્યા અને ટટ્ટાર પગ કરી આળસ મરડી, ઓ’લું તમરાનું તમ-તમ અને ખેતર માં ચાલતા પંપ ના અવાજો શમી ગ્યા, એક પવિત્ર અને સ્વસ્થ પરોઢે યુવાન ના જીવન માં સૌ પ્રથમ વખત જન્મ લીધો.

પ્રશ્ચિમ દિશા એ દુર દેખાતી બે ડીમ બત્તી (બસ) નજીક પહોચી રહી હતી, બે-ચાર મિનિટ માં બારીયું અને પતરા નો ખડ-ખડ અવાજ વધવા લાગ્યો, દાયનીય સ્થિતિએ પહોચેલી બસે અડધા કિલોમીટર છેટે થી જ બ્રેક મારવા નું શરૂ કરી દીધું હતું, ચોક માં ભેગી થયેલી ગાયું એ બસ ને મારગ કરી દીધો અને ધૂડ ની ડમરીઓ ઉડાડતી બસ ઓટલા સામે ના બસ પાટિયા પાસે ઊભી રહી.

એક તરફ જીવન નો મર્મ સમજાવનાર ઓટલો, જ્યાં નિસ્વાર્થ સેવા,મદદ સ્વમાન ખરા અર્થ માં ધરબાયેલા છે અને બીજી તરફ બનાવટી લાગણીઓ, સ્વાર્થ અને લોભ ના મહેરામણ વચ્ચે પરત લઈ જવા તૈયાર ઊભેલી બસ…!

યોગ્ય અને અયોગ્ય ની સમજણ થી ઊગી નીકળેલો યુવાન હમણાં સર્વસ્વ ત્યાગી, આ જ ઓટલે રોકાઈ જવા તૈયાર છે, જો ચોકમાં ફરતી દસ-પંદર ધોળી પઘડિયું માથી એક પણ પાઘડી મણ એક બાજરો ભરી શકે એવડી વિશાળ હોય.

“ખરું છે! વહેતું રહે તે જીવન”

જુવાને સામે તરફ ઊભેલી બસ તરફ ડગલાં તો માંડ્યા છે, પણ મંડાતા ડગલાં માં હમણાં દોડી ને બસ માં ચડી જવા નો ઉત્સાહ નથી…..!

યુવાન નો પરિચય મૂળ વાસ્તવિક્તા સાથે થઈ ચૂક્યો છે, પરંતુ વહેતી જીવન યાત્રા વચ્ચે જો થોડો વિસામો, ઓલા “ઓટલા” ની ઓથ અને “વડલા” ની શીતળ છાયા નીચે મળે તો તેને માણી લેવા યુવાન તૈયાર છે.

લાગણી, માયા, પ્રેમ અને સમજણ નું અદ્રશ્ય દોરડું જુવાન અને ઓટલા વચ્ચે બંધાઈ ગયું છે જે કદાચ તેના સાથે શહેર સુધી પહોચી જશે.

પૂર્ણ પણે શુદ્ધ અને તદ્દન તાજી આશા,લાગણી,પ્રેમ,સરળતા અને અખૂટ સમજણ નું પોટલું લઈ જુવાન “ખાલી ખમ” બસ માં ચડ્યો, માંડ માંડ ઊપડતાં થેલા થી જુવાન ને રાહત મળી, પડખે ની સીટ ઉપર જુવાને થેલો મૂક્યો, અને જે બા’રી એ થી ગામ ના પાદર સુધી, ઓટલો અને શેરી દેખાય ઇ બા’રી એ પોતાના થાકેલા શરીર ને બેસાડયું.

બા’રી સોસારવા દેખાતા ઓટલા અને નજર નો સંબંધ ગાઢ બને તે પહેલા જ જુવાન ના ખંભે એક નિર્મળ હાથ અને કાને હળવો એવો અવાજ પડ્યો,

રાજકોટ ની આપું?

કંડક્ટર સામે યુવાને ઇશારા માં હા ભરી.

બીજીજ મિનિટે ટિકિટ પર ટક-ટક પડતાં પંચ નો અવાજ શરૂ થયો, બીજી તરફ યુવાને બારી બાર ઠરેલી નજર ફેરવી પૈસા ગણવા પર અટકાવી.

એક સવાર નું ટાણું, બીજો “કંડક્ટર સ્વભાવ”, ત્રીજી ગામડા પ્રથા અને ચોથો યુવાન નો થાકેલો ચેહરો..! યુવાન ને ચા માટે આગ્રહ કરવો ફરજિયાત બન્યો.

“જુવાન” એક-એક રકાબી ચા પી ને નિકળીયે?, કંડકટરે હસતાં મોઢે કહ્યું.

કાને પડતો “જુવાન” શબ્દ ખૂબ જાણીતો લાગ્યો, પણ અવાજ તદ્દન અલગ..! પરંતુ લાગણી,માયા અને સજ્જનતા ના સ્વર ની ઓળખ હવે યુવાન ને થઈ ચૂકું હતી, માટે ના કહેવાનો કોઈ પ્રશ્ન ઊભો ન થયો, ખૂબ આનંદ સાથે જુવાને કહ્યું ચાલો ત્યારે...!

કંડક્ટર ને ખંભે લટકતું ચામડા નું પાકીટ સીટ નીચે સચવાયું, અને હાંકલ પડી, બહાદુરસિંહ (ડ્રાઈવર) ગોકળી ને ફોન મારો સારો થી ચા બનાવે, હવે ચા પી ને નિકળીયે.

બહાદુર સિંહે, એકા-એક બસ ના ક્લચ માથે થી પગ લઈ લીધો અને પરંપરા મુજબ જટ્કો ખાઈ ને સરકારી બસ નું એન્જિન બંધ થયું..!

ભૂદેવ તમે ક્યો ઇ પેલા ફોન થઈ ગ્યો હોય, એ જો ગોકળી આવે સાઇકલ લઈ ને..! બહાદુર સિંહે કહ્યું.

ડ્રાઈવર નો દરવાજો ખૂલ્યો, ખુલેલા દરવાજા ને પકડી, શરીર ને 180 ડિગ્રી મરડતા બહાદુર સિંહ બસ નીચે ઉતર્યા, એક મોટી આળસ મરડી, શિયાળા ની કડકડતી ટાઢ થી બચવા બહાદુર સિંહે મોઢે ભરત ભરેલી કાળી સાલ વીંટી હતી, એના ખાખી કપડાં અને ચારે બાજુ થી મોચીને ટાંકે ટકેલા એના ભૂખરા બુટ સાથે બહાદુર સિંહ ફટફટ કરતા ઓ’લા બસ્ટેંડના પાટિયા તરફ ગયા.

અમારા બાપુ નું ખાતું પરફેક્ટ જ હોય, ભૂદેવે પણ મોટા બગાસા સાથે આળસ મરડી, અને બંને હાથ ખીસા માં ખોસી, બસ પાટિયા તરફ ચાલવા નું શરૂ કર્યું.

બે-ત્રણ બરણિયું ટિંગાડી, કાવા મારતા અને સીટયું વગાડતા બસ પાટિયા તરફ આવતા સાઇકલ વાળા ને જોઈ, બહાદુર સિંહે બસ પાટિયા ઉપર ઉભડક બેઠા-બેઠા હાંકલ મારી.

એ’લા ગોકળી, ઝટ કર ઝટ.....!!

બે-ચાર સેકન્ડ માંડ થઈ હશે ત્યાં 22એક વર્ષ ના ગોકળી એ બસ પાટિયા પાસે સડ-સડાટ સાઇકલ ની બ્રેક મારી અને કહ્યું.

હું પણ રાયડું નાખો? આ’યાજ આવતો’તો.

તને ખબર તો છે, અમે તારે ન્યાથી ચા પીધા વગર આગળ નથી નીકળતા તો જલ્દી ગુડાતો (આવી જવું) હો, હાલ હવે હ’બ્બ (જલ્દી) ચા પા(પીવરાવ). બહાદુર સિંહે ટીખળી કરતાં કહ્યું.

“એક સંબંધ આવો પણ હોય શકે, જ્યાં કોઈ સ્વાર્થ નથી ત્યાં આનંદ અપાર હોય છે”

હાલો હમણાં નીંદર ઊડી જાય એવો ચા પાઉં પછી કા’ઇ? ગોકળીએ સાઈકલે થી બરણીઓ ઉતારી અને ગલ્લો ખોલવાની તૈયારી કરી.

ભૂદેવ અને યુવાને, બહાદુર સિંહ અને ગોકળી ના મજાક-મસ્તી નો આનંદ લીધો.

ગોકળી એ એક નજર યુવાન પર ઠેરવી અને કહ્યું, તમે તો કાલ બપોર ના આ’યા જ છો? ઓટલે હુ’તા (સૂતા) તા, અત્યારે ઠેઠ બસ મળી?

ગોકળી એ ઊઠાવેલા પ્રશ્ન થી બહાદુર સિંહ અને ભૂદેવ ની આંખો પણ ચમકી....

યુવાને કહ્યું “હા”..!

બસ પાટિયા ઉપર ઉભડક બેઠેલા બહાદુર સિંહ અને ખીસા માં ખોસેલા હાથ સાથે ઉભેલા કંડકટર (ભૂદેવ) બંને બોલ્યા..!

અમે કાલ સાંજે આયા થી નીકળ્યા ત્યારે ભેગું થઈ જવાય ને!!!

યુવાન ની ટાઢ, ચા ની ચૂસકી પેલા ઊડે તેમ નથી, તેણે ધ્રૂજતા સ્વરે જવાબ આપ્યો… હું થાકી ગયો હતો, નીંદર આવી ગઈ, નીંદર ઊડી ત્યારે રાત હતી અને છેલ્લી બસ પણ નીકળી ગઈ હતી..!

યુવાન નો જવાબ સાંભળી!!

તપેલી માં ફરતો ચા નો ચમચો ઊભો રાખી ગોકળી……

બસ પાટિયા પર થી ઊભા થઈ જતાં બહાદુર સિંહ.......

અને હાથ ને ખીસે થી આજાદી અપાવતા ભૂદેવ…

ત્રણે જણાએ, જુવાન ને વારા ફરતી એક જ પ્રશ્ન કર્યો.

“તો આયા આખી રાત કાઢી કેમ જુવાન?

“નિયમિતતા, પરિશ્રમ અને મર્યાદા અમારા ગામ ની ઓળખ છે”!! માટે, આ ચોક માં અમારો કાળિયો (કુરતો) રા’ત ના પંખીનેય ફરકવા દેતો નથી, ચોર લુટારુ આ ગામ ની સિમ મૂકી ને હા’લે, માલ-ઢોર હું? ગામ નું માણા’હએ (માણસ) પણ સાંજ પછી ઘર બાર ડગલું નો માંડે, તમરા ખેતરે થી ગામ બાજુ આવતા વિચાર કરે, તો આવી શાંતિ અને એકલતમાં તમે રાત કાઢી કેમ? એક શ્વાસે અને આશ્ચર્ય સાથે ગોકળીએ યુવાન ને કહ્યું.

વાસ્તવિકતાઓ સાથે જ્યારે ભેટો થાય છે, પછી જીવનમાં થી આશ્ચર્ય, અભિમાન અને ત્વરિત ઉઠતાં હાવ-ભાવ લગભગ નાબૂદ થઈ જતા હોય છે.

યુવાને જીવાએ કહેલી વાસ્તવિકતાઑ નો ધાબળો ઓઢેલો જ હતો માટે, સરળતા સાથે તેણે સામે ઉભેલા ત્રણેય વ્યક્તિઓ ની આંખો તરફ આંખો ફેરવતા કહ્યું..!!

જ્યારે શ્રદ્ધા રૂપી દીવા માં ઘી ની માત્રા વધે ત્યારે દીવો હમ્મેશા વધુ પ્રજ્વલિત થાય છે..!

મારી સાથે પણ આવુજ થયું, હું અહિયાંના પ્રસિદ્ધ મંદિરે માનતા પૂરી કરવા આવેલો, મારા દાદા એ આજથી 35એક વરસ પહેલા ટેક લીધેલી, જો અમારા પરિવાર ની સંયુક્તતા ટકાવી રાખવા તેઓ સફળ થશે તો મારા સંતાનો દીકરી હશે કે દીકરો, અહિયાં આવી ને માનતા પૂરી કરશે, એ સમયે મારો જન્મ પણ નહોતો થયો, ઘણા ઉતાર ચડાવ જીવનમાં આવ્યા, “સમય ઘણી વખત અમને તેની સાથે તાણી જતો”, પરંતુ આસ્થા, શ્રદ્ધા, પ્રેમ સમર્પણ અને સાચા ખોટની સમજણના અમારા જીવન પર પડતાં ટકોરા એ અમારા પરિવાર ને દરેક મુસીબત થી મુક્તિ આપવી, અમારા જેવી નવી પેઢી ને જોતાં બાપુજી એ મનો-મન નક્કી કરી લીધેલું કે આજ ની નવી પેઢી હાથ તો જોડે છે, પણ આ પેઢી જો છેવાડે આવેલા દેવળો સુધી દુખી થઈ ને પૂર્ણ શ્રદ્ધા સાથે પહોચી જશે તો કોઈ ઘર પ્રેમ અને સમજણ વગર નું નહીં રહે.

બાપુજી હમ્મેશા કહે.....

“સંસ્કૃતી ટકાવવા જાજા વલખાં નથી મારવા પડતાં, સંસ્કૃતી ટકાવી રાખવા જો કોઈ પરિબળ કામ કરતું હોય તો તે ઈશ્વર પર શ્રદ્ધા અને પરિવારમાં એકમેક વચ્ચે નો પ્રેમ જ છે”

પરિવાર ની એક જૂથતતા ટકાવી રાખવા જો મારે આવા અંતરિયાળ ગામ માં રહેવું પડે તો મંજૂર છે, કારણ આ ગામ માં આસ્થા થી ભરપૂર પરોઢ છે, પરોઢ માં ગોકળી, તમારા જેવા નિખાલસ માણસો છે, બહાદુર સિંહ અને ભૂદેવ જેવા પ્રેમાળ અને હેતાળ માણસો ની અવર-જવર છે, અને રાત નો રખેવાળ જીવો ભાઈ છે.

યુવાનના વચનો આજ ની યુવા પેઢી ને તારી જનાર હતા તેની સાક્ષી “એક ભૂદેવ, એક ક્ષત્રિય (બહાદુર સિંહ) અને એક માલધારી (ગોકળી) એ પૂરી”

“રાત નો રખેવાળ જીવો ભાઈ છે” વાક્ય પૂરું થયું અને, એક-એક નિરાંત ની પળ ફરિવળી.

તપેલી માં ઉફાણા મારતી ચા શાંત પડી…!

બહાદુર સિંહે હાશકારા સાથે ફરી એક વખત બસ પાટિયા પર ઉભડક બેઠક લીધી...

મહાદેવ...મહાદેવ કહેતા ભૂદેવે ખીસા અને હાથ નું મિલન ફરી કરાવ્યુ..!

અને ગામઠી ગોકળી બોલ્યો, જીવાભાઇ આયા હતા? પછી ક્યાં કોઈ ચિંતા જ છે જુવાન.

જીવાભાઈ ના પગલાં જે ખેતરે થાય ઈ ખેતર ખેડાવા હા’ટુ છાતી લાંબી કરી દ્યે, જે’દી મેઘરાજા મોઢું ફેરવી દ્યે તે’દી જીવોભાઈ માનતા કાજ વગર ખાધે-પીધે મંદિર ના પગથિયાં આખો દી ચડે-ઉતરે, જે જોટા નો બળદ જોડીદાર વગર હાલે નઈ, ઈ બળદ જીવા ભાઈ કીધે ધોડતો થઈ જાય, જે ઘર ની ગાઉં વસુકી ગઈ હોય, ઈ ગા’ ના આચળે જીવોભાઈ હાથ ધરે અને દૂધ ની શેડ ફૂટે, આ’યા જ નઈ..! આજુ-બાજુ ના ગમ્મે ઈ ગામ ની સિમ માં ચોર લુટારુ જીવાભાઈ ના આવવાના વાવડ હાંભળે એટલે તાલુકો મૂકી ને ભાગી જાય, ગામ ની ગા’ અને ભેસ ને વાળી જા’તા ખાટકી ને કોઈ અટકાવી હ’ગે (શકે) તો ઈ અમારો જીવોઆપો, જીવાઆપા ના વચને અમારું ગામ પેઢીયું ના દુશ્મન હા’રે નું વેર મૂકી દ્યે, બેનું-દીકરિયું ને ભણવું-ગણવું હોય, તો એની જવાબદારી કોઈ લઈ લેતું હોય તો ઇ એકલો જીવોઆપો, મને નક્કી છે કે તમારી શ્રદ્ધા ના દીવા માં ખૂટતું ઘી જીવાભાઈ એ જરૂર પૂરી દીધું હશે.

યુવાનના શરીર માં એક હરખ ની ટાઢક ફરી વળી, બે-ચાર રકાબી ચા કેમ ખૂટી ગઈ ખ્યાલ ન રહ્યો, જીવા ભાઈ નું વર્ણન ગોકળી કરે તે સહજ છે, પણ ગોકળી ક્યાં જાણે, કે જીવા પાસે થી સર્વે સંસ્કારો ને નિચોવી યુવાને પી લીધા હતા.

યુવાને મનોમન અનુભવ્યું, જીવાભાઈ જેવા વ્યક્તિઓ ને મળી ને આભાર માનવો એ એમની પાસે કઈ મેળવ્યા નું અપમાન છે, જીવાભાઇ જેવા વ્યક્તિઓ જીવનમાં પામવા માટે નહિ, પણ ગુંજતા રહેવા જોઇયે.

ત્રણ રકાબીઓ એક સાથે ગોકળી ના ગલ્લા પર પરત ફરી, કડકડતી 50 ની નોટ બહાદુર સિંહે પરાણે ગોકળી ના ખિસ્સા માં નાખી, અને રાજકોટ નીકળવા ની તૈયારી કરી.

બહાદુર સિંહે સેલ્ફ માર્યો, ભૂદેવે બસ ની ઘંટડી વગાડી અને યુવાને ઓટલા અને વડલા તરફ સ્મિથ ભરી નજર કરી અને ફરી એક વખત વિતેલી રાત ને મનોમન વાગોળી..!

બસ ગામ વટી એટલીવાર માં ભૂદેવ બોલ્યા જુવાન લંબાવો, આખી રાત નો ઉજાગરો છે, રાજકોટ આવે એટલે ઉઠડું તમને.

સાચું.. સાચું કરતાં યુવાને પડખે પડેલા થેલા નું ઓશીકું કર્યું અને લંબાવાની તૈયારી કરી, અને ત્યાજ ફોન ની રિંગ વાગી.........

…………..MOM CALLING………..

વાંચી રાજીપો થયો, બીજી તરફ મુના ની માંતા, બાપુજી ના ઢોલીયા તરફ દોડી, બાપુજી મુના નો ફોન લાગી ગ્યો છે, લ્યો વાત કરો…!

હેલો... મારા બાપલિયા..!! બાપુજી એ અડધી બીડી બારી બાર ફેકતા કહ્યું.

હેલો બાપુજી... મને ખબર જ હતી ફોન ઉપર તમેજ હશો..!

અરે મારા હાવજ, હેરાન હેરાન થઈ ગ્યો હોઈશ ને? બાપૂજે કહ્યું.

ના ના, બાપુજી મને તો બૌ મજા આવી..! હું કલાક માં આવુજ છું બાપુજી તમારા પાસે, મુના એ કહ્યું.

બંને બાજુ એ થી હરખ છલકાતો હતો, હરખ માં વધી ગયેલા લાગણી ના સ્વર ને સાંભળવા, એક તરફ બા, વહુ અને બાપુજી ની ખડકી પડખે થી નીકળતા લોકો થંભી ગયા, બીજી તરફ મુના ના હરખ ને ભૂદેવ અને બહાદુર સિંહે સહજ ગણ્યો અને બસે રાજકોટ હાઇ-વે ટચ કર્યો.

બાપુજી એ ફોન મૂક્યો અને કહ્યું, સાગર ને ફોન કરી ને કે મને બસ સ્ટેન્ડ લઈ જાય, હું મુના ને તેડવા જઈશ..!

વહુ એ હરખ-હરખ માં બાપુજી ને હસતાં મોઢે કહી દીધું, સારા કામ બધા દીકરા પાસે જ કરાવા લાગે છે કા બાપુજી?. હું શું તમારી દીકરી નથી? હા’લો આ પૂણ્ય તો મારે જ કમાઉ છે.

બાપુજી અને બા કહે, અરે બેટા, સુખ તો કાયમ થી હતું આ ઘરમાં, પણ તું આવી પછી તો અમે આનંદ પામ્યો છે. તારે નોકરી એ જવા નું મોડુ થતું હશે એટલે અમે તને હેરાન નથી કરતાં.

લાગણી નું એક આંસુ જે’દિવસ થી ઘર માં પડતું થાય તે’દિવસ થી દુખ ના આંસુ ને સંપૂર્ણ વિદાઈ મળી જાય છે.

વહુએ એવાજ લાગણીઓ ના આંસુ ને પોતાની આંખે થી અળગા કર્યા અને બાપુજી ને કહ્યું, બાપુજી-બા! તમે બંને આ ઘર ના મૂળ આધાર સ્તંભ છો, તમારી મજબૂતી અમારી સલામતી છે, તમારી મજબૂતી ને ફક્ત આનંદની પ્રેમની અને લાગણીની જરૂર છે, અને એ મેળવવા કદાચ એક’દી ઓફિસ નહિ જાઉં તો ચાલશે..!!

ઉચાટ લઈ ને ઘરે થી નીકળેલી સાગર ની ગાડી બસ-સ્ટોપ પહોચે તે પહેલા ઘરે થી હરખ અને આનંદ ઉલ્લાસ ભરીને બીજી એક ગાડી ઘર ની વહુ ઘરે થી લઈ ને નીકળી.

***

“આધુનિક સમયે જીવનમાં આનંદ ની પળો ને જન્મ આપવો પડે છે” આસ-પાસ ચાલતા વહેર-ઝેર સામે આંખું બંધ કરી ને..! ક્યારેક વહેર-ઝેર ને જીવન માંથી વિદાઈ આપી ને, જવાબદારી અને ઈચ્છાઓ એ માણસ ને સતત સ્વાર્થી બનાવ્યો છે, પણ ખરા પ્રેમ નું જીવનમાં રોપાણ, સમજણ ના ટકોરા અને પરિવાર નું મહત્વ જો માણસ ને નાનપણ થી જ સમજાવવા માં આવે તો પક્ષ સ્ત્રી હશે કે પુરુષ, પરિવાર સંયુક્ત હશે કે સ્વતંત્ર કોઈપણ પરિસ્થિતીમાં લાગણી નહિ મૂકી શકે.

જે સમજણ ના ઓટલા પર એક જૂથતાના, પ્રેમના લાગણી ના મૂળિયાં રોપાયા છે ત્યાં ઘટાદાર વડલોજ વૃદ્ધિ પામે છે અને દરેક ને પોતાની શીતળ છાયા માં સમાવી લ્યે છે.

અસ્તુ