Featured Books
શ્રેણી
શેયર કરો

સાયલંટ લવ - 2 (અંતિમ ભાગ - કલાઈમેકસ)

સાયલંટ લવ - 2 (અંતિમ ભાગ - કલાઈમેકસ)

કહાની અબ તક: કોઈને પણ જાણવું હોય તો થોડો સમય જોઈએ. કોઈ ને પણ તુરંત તો નહિ જ જાણી શકાતું. એવી જ રીતે ભાભીની બહેન ધ્વનિ પણ હવે ધીમે ધીમે ધ્રુવની નજીક આવી રહી હતી. નોકરી માટે જીજાજીના ઘરે ધ્રુવ આવ્યો હતો ત્યારે તો પહેલાં તો ધ્વનિ ને કઈ ખાસ લાગ્યો નહોતો પણ ધીમે ધીમે ધ્વનિ એની તરફ એક ખેંચાણ અનુભવી રહી હતી. ઈન ફેકટ, ધ્વનિ ને એક રીતે તો ધ્રુવે ચેલેન્જ જ આપેલું કે પોતે એણે ગમશે જ! અને બન્યું પણ એવું જ! બંને રવિવારે ખાસ કેફેમાં કોફી પીવા જતાં. પણ એના જીજુની માસીની છોકરી રાધા આવવાની હતી, જે પછી આ બંનેની લાઈફ બદલાઈ જ જવાની હતી. શું રહેશે આ બદલાવ નું પરિણામ? શું ધ્રુવ ધ્વનિ કે રાધા બંને માથી કોને પસંદ કરશે?! અને જેને પણ પસંદ કરશે કેવી રીતે ઈઝહાર કરશે?

હવે આગળ: બીજા દિવસથી એમની લાઇફમાં નવું ટવીસ્ટ આવી ગયું હતું! આમ જોઈએ તો બહુ મોટો તફાવત નહોતો બસ રાધા ખુલ્લા મનથી જ ધ્રુવના કામને કરતી, એના કપડા ને એ જ ધોતી અને એની માટે ટિફિન પણ હવે એ જ બનાવવા લાગી!

રાધા ને લીધે જ ધૃવ અને ધ્વનિ વચ્ચે બહુ જ જુદાઈ આવી ગઈ હતી! જે રવિવાર નો આખું અઠવાડિયું ધ્વનિ રાહ જોતી હવે એ અઠવાડિયે તો ધૃવ રાધાને શોપિંગ પર લઈ જવા લાગ્યો!

એકવાર ધ્રુવને ઓફિસે ધ્વનિ નો કોલ આવ્યો. જે એણે કોલ માં કહ્યું એ સાંભળીને ધ્રુવ બિલકુલ હચમચી ગયો!

"હું જાઉં છું, ભાભીના ઘરે! અહીં મારું મન નહિ લાગતું!" એણે કોલ પર કહ્યું હતું!

"ઓ પાગલ, અહીં રહેને તું પ્લીઝ!" ધ્રુવે પારાવાર અફસોસ સાથે કહેલું! પણ એનો આટલો અફસોસ તો ધ્વનિ માટે કાફી નહોતો! જો એણે પણ પ્યાર હતો જ તો એણે પણ તો એકરાર કરવો જ જોઈએ ને?! આખીર પોતાના જ પ્યાર ને આમ કોઈ બીજા નો થઈ જતાં કોણ જોઈ શકે?!

"જો ધ્યાન રાખજે તારું, સમય પર ઊંઘજે!" ધ્વનિ એ એણે કહેવા માંડ્યું.

આહ, એટલી જ ફિકર હતી તો જાય છે કેમ મને આમ છોડીને?! ધ્રુવે મનમાં વિચાર કર્યો!

"તું પણ ધ્યાન રાખજે તારું!" ધ્રુવે પણ કહ્યું.

એના પછી જે ધ્વનિ એ કહ્યું એ તો એણે ક્યારેય નહોતું વિચાર્યું!

"રાધા છે જ ને! કરશે તારું બધું કામ!" એણે એક અલગ જ અદાથી કહ્યું. જાણે કે એમ જ ના કહેવા માંગતી હોય કે તારે તો તારી રાધા છે જ ને તો કેમ આમ મને કહે છે!

જ્યારે ધ્રુવના ઘરે આવવા નો સમય થયો તો એ એના પોતાના ઘરે હતો! અરે! દરવાજો પણ ખુદ ધ્વનિ એ જ ખોલ્યો હતો! એણે બહુ જ મીઠો ઝાટકો લાગ્યો હતો! ખરેખર તો એ ખુશ જ થઈ ગઈ હતી!

"તું અહીં ક્યાંથી?!" ધ્રુવના મમ્મી એ સવાલ કર્યો તો ધ્રુવે જવાબ આપ્યો - "જીજુના ઘરથી અને આપના ઘરથી ઓફિસ એક જેટલા જ અંતરે છે, બસ હું તો ત્યાં બસ મારી ધ્વનિ માટે જ રહેતો હતો! પણ હવે એ ત્યાં નહિ તો હું અહીં એની સાથે રહીશ!"

ધ્વનિ બહુ જ ખુશ થઈ ગઈ! એ એણે વળગી જ પડી.

"ઓહ, આઇ લવ યુ, ટુ!" એણે હળવેથી કહ્યું.

"ચિંતા ના કરશો, તમારા બંનેનું જલ્દી જ લગ્ન કરાવી દઈશું!" ધ્રુવના મમ્મી એ કહ્યું તો શરમાઈને ધ્વનિ એ એના મોં ને એની ઓઢણીમાં સંતાડી દીધું!

(સમાપ્ત)