ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-27)
" અરે! રાઘવ શું વાત છે આટલો જલ્દી આવી ગયો." રાઘવને આવતો જોઈ દવેએ રાઘવ ને પૂછ્યુંં.
" હા દવે આવવું પડ્યું, ક્યાં છે સંધ્યાની લાશ?" દવે ની પાસે આવી તેની સાથેેેેે હાથ મિલાવતા રાઘવેેેે દવે ને પૂછ્યું.
" તું થોડો મોડો પડ્યો, લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે." દવેએ રાઘવને ખુરસી તરફ બેસવાનો ઈશારો કરતાં કહ્યું.
" ઓહ!" દવે ની વાત સાંભળી નિઃસાસો નાંખતા રાઘવ બોલ્યો.
" અરે નિરાશ કેમ થાય છે રાઘવ." રાઘવ ને નિરાશ જોઈ દવે એ રાઘવ ને પૂછ્યું.
" કંઈ નહીં દવે, આ બધાંની પાછળ બીજુંજ કોઈ છે જે આ બધું કરી રહ્યો હતો, સંધ્યા તો બસ એક મોહરુ હતી. સંધ્યા તેને ઓળખતી હતી એટલે જ સંધ્યા નું મરવું નિશ્ચિત હતું."
" પણ સંધ્યા એ તો આત્મહત્યા કરી છે."
" દવે તેણે આત્મહત્યા નથી કરી, તેને આત્મહત્યા કરવાં પર મજબૂર કરવામાં આવી છે."
" મને નથી લાગતું રાઘવ કે આને કોઈએ આત્મહત્યા કરવાં પર મજબુર કરી હોય."
" સંધ્યા ને મળવા કોઈ આવ્યું હતું?"
" હા કેમ?"
" કોણ આવ્યું હતું?" દવે ની વાત સાંભળી રાઘવે પૂછ્યું.
" કોઈ વૃદ્ધ વ્યક્તિ હતો તે સંધ્યાના કોઇ કાકા હતાં." દવે એ રાઘવ ને જવાબ આપતાં કહ્યું.
" ક્યારે આવ્યાં હતા તે?"
" સંધ્યાએ આત્મહત્યા કરી એનાં....... " રાઘવના સવાલનો જવાબ આપવા જતાં અચાનક દવે અચકાયો " એની માને મારાથી આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ ગઈ મેં આ વિશે પહેલાં કેમ ના વિચાર્યું." દવેને કંઈક યાદ આવતાં બોલ્યો.
" કેમ શું થયું?" દવે ની વાત સાંભળી રાઘવે દવેને પૂછ્યું.
" અરે યાર તે વૃદ્ધ સંધ્યાના આત્મહત્યા કર્યાનાં અડધા કલાક પહેલાં જ આવ્યાં હતાં અને તેના ગયા પછી જ સંધ્યા એ આત્મહત્યા કરી."
" શું તે વ્યક્તિ ખરેખર વ્રુદ્ધ હતો કે પછી વેશપલટો કરીને આવ્યો હતો?" દવે ની વાત સાંભળી રાઘવે દવેને પૂછ્યું.
" એક્ચ્યુલી તેને જોઈને લાગતું નહોતું કે તે વેશપલટો કરીને આવ્યો હોય."
" ઠીક છે દવે ચાલ સીસીટીવી ફૂટેજમાં ચેક કરીએ." રાઘવે દવે ને કહ્યું પછી તેઓ અંદર રાખેલ મોનિટર પાસે જઈને બેસે છે, દવે શંભુ ને કહી વીડિયો પાછો કરાવે છે અને જ્યારે તે વ્યક્તિ ચોકી માં દાખલ થાય છે ત્યાર નો વિડીયો આવતાં જ દવે વિડિયો સ્ટોપ કરાવે છે.
" જો રાઘવ આજ એ વ્યક્તિ છે." દવેએ રાઘવને વીડિયોમાં દેખાતાં વ્યક્તિ તરફ આંગળી ચિંધતા કહ્યું.
" દવે તેનું મોં બરાબર દેખાતું નથી થોડું વિડીયો આગળ ચલાવ." રાઘવને તે વ્યક્તિની સકલ બરાબર ન દેખાતાં રાઘવે દવે ને કહ્યું. દવે શંભુ ને કહી વિડીયો આગળ ચલાવે છે. " સ્ટોપ સ્ટોપ શંભુ." રાઘવ અચાનક શંભુને વિડિયો સ્ટોપ કરાવતાં કહ્યું.
" શું થયું રાઘવ?" આમ અચાનક રાઘવ ને વિડિયો ઉભું રખાવતા દવે એ રાઘવ ને પૂછ્યું.
" શંભુ ચિત્ર થોડું મોટું કરતો." રાઘવે શંભુ ને વિડિયો માં રહેલ ચિત્રને મોટું કરવા કહ્યું. " દવે કઈ નોટિસ કર્યું તે?" રાઘવે શંભુ દ્વારા મોટું કરવામાં આવેલ ચિત્રને જોઈ દવેને પુછ્યું.
" મને તો કંઈ નથી દેખાતું રાઘવ."
" દવે એનાં હાથ જો, કંઈ દેખાયું તેનાં હાથમાં તને?"
" અરે હા યાર રાઘવ આ વાત મારા ધ્યાનમાં કેમ ના આવી, આતો સાલો જોષી છે." તે ચિત્ર માં રહેલ વ્યક્તિના હાથ ને ધ્યાનથી જોતાં દવે ને જોષી નાં હાથ માં રહેલ એક નિશાની યાદ આવતાં બોલ્યો. " આ નિશાની તો જોષી નાં હાથમાં છે, મતલબ આ બધું જોષી એજ કર્યું છે?"
" દવે ચલ ત્યારે જોષી પાસે એ જ જણાવશે હવે." રાઘવે ફૂટેજ જોઈ દવે ને કહ્યું. રાઘવ ની વાત સાંભળી સમય બગાડ્યા વગર દવે ફટાફટ જોષી નાં ઘરે જવા માટે નીકળે છે, રાઘવ અને શંભુ પણ તેની પાછળ પાછળ નીકળે છે.
તેઓ અડધાં કલાકમાં જોષી ના ત્યાં પહોંચી જાય છે.
" અરે દવે આમ અચાનક અહીંયા." દરવાજાનો ડોરબેલ વાગતાં દરવાજો ખોલી દવે, રાઘવ અને શંભુ જોઈ જોષીએ દવે ને પૂછ્યું.
" હા જોષી."
" જોષી? દવે મોં સંભાળીને વાત કર હું તારો સાહેબ થઉ." દેવે એ જોષી ને નામથી બોલાવતાં ગુસ્સે ભરાયેલાં જોષીએ દવે ને કહ્યું.
" જોષી તમે મારાં સાહેબ પછી પહેલાં તમે એક ગુનેગાર છો." દવેએ જોષીને દરવાજાથી સાઈડ માં હટાવી અંદર પ્રવેશતાં જોષી ને કહ્યું.
" તું શું બોલે છે એનું તને ભાન છે દવે?"
" હા, હું બધું જાણું છું જોષી એટલે જ તને લેવાં માટે આવ્યો છું."
" લેવાં માટે પણ ક્યાં?"
" બીજે ક્યાં જેલમાં આ રહ્યા તારા ધરપકડ નાં કાગળ." દવેએ જોષીને તેના હાથમાં રહેલ એરેસ્ટ વોરંટ બતાવતાં કહ્યું અને તેને હથકડી પહેરાવી.
" લઈ ચલ શંભુ આને." હથકડી પહેરાવ્યા બાદ દવેએ શંભુ ને કહ્યું અને દવે આગળ ચાલતો થાય છે, દવેની વાત સાંભળી શંભુ જોષીને લઈને ઘરની બહાર નીકળે છે અચાનક જોષી બેહોશ થઈ નીચે ઢળી પડે છે.
" સર..... દવે સર." અચાનક જોષીનાં આમ પડી જવાથી શંભુ એ દવે ને બૂમ પાડતાં કહ્યું.
" શું થયું શંભુ....." શંભુ ની વાત સાંભળી પાછળ ફરતાં દવે બોલવાં જ જતો હતો ત્યાં જોષીને જોઈ અટકી ગયો. " શું થયું જોષીને શંભુ?" જોષી ને જોઈ દવેએ શંભુ ને પૂછ્યું.
" ખબર નથી સર આ અચાનક જ નીચે ઢળી પડ્યો."
" ઠીક છે શંભુ, એક કામ કર આને ફટાફટ દવાખાને લઈ ચલ." દવેએ જોષી ની નાળી ચેક કરતાં શંભુ ને કહ્યું. દવે ની વાત સાંભળી એક ક્ષણ ની પણ રાહ જોયા વગર શંભુ જોષી ને ફટાફટ જીપ માં બેસાડી દવાખાને લઈ જાય છે.
" દવે શું થયું છે જોષીને અને તું આને કેમ દવાખાને લઈ જાય છે? આતો બેહોશ થઈ ગયો લાગે છે, હોંશ માં આવી જશે." ગાડી માં પાછળ જોષી ની પાસે બેસેલા રાઘવે દવે ને સવાલ કર્યો.
" રાઘવ એની નાળી મંદ પડતી જાય છે માટે તેને દવાખાને લઈ જઈએ છીએ."
" પણ આમ અચાનક તેને શું થઈ ગયું?" દવે ની વાત સાંભળી આશ્વર્ય થતાં રાઘવે દવેને પુછ્યું.
" મને શું ખબર રાઘવ? મને નથી ખબર એટલે જ તો તેને દવાખાને લઈ જઈએ છીએ." દવે એ રાઘવ ને જવાબ આપતાં કહ્યું. થોડી જ વારમાં તેઓ દવાખાને પહોંચી જાય છે અને જોષી ને ફટાફટ દવાખાનામાં દાખલ કરે છે.
" સોરી દવે દર્દી મૃત્યુ પામ્યો છે." દાખલ કર્યા નાં પાંચ મિનિટ પછી ડોક્ટરે દવે ની પાસે આવતાં દવે ને કહ્યું જે સાંભળી દવે અને રાઘવને આંચકો લાગ્યો.
" પણ કેવી રીતે? તેનું કેવી રીતે મૃત્યુ થયું તેની ખબર પડી તમને?" ડોક્ટરની વાત સાંભળી દવેએ ડોક્ટરને પૂછ્યું.
" દવે પાકું ના કહી શકું તેનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું લાગે છે." ડોક્ટરે દવેને જવાબ આપતાં કહ્યું. ડોક્ટર ની વાત સાંભળી દવે થોડી ફોર્માલિટી કરી લાશને પોસ્ટમોર્ટમ માટે ફોરેન્સિક મોકલી દે છે.
" દવે તને શું લાગે છે?" રાઘવે દવાખાના માંથી બહાર નીકળતા દવેને પૂછ્યું.
" એ તો હવે તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટ જ બતાવશે રાઘવ." રાઘવ નાં સવાલનો જવાબ આપતાં દવે બોલ્યો. " જો આનું મૃત્યુ નેચરલ હશે તો બરાબર રાઘવ, પણ જો કોઈએ જાણીજોઈને નેચરલ મૃત્યુ થવાનું ષડયંત્ર રચ્યું છે તો સમયજ કે હજી કોઈ ગુનેગાર બચી જાય છે."
" સાલું આ કેસમાં કેટલાં ગુનેગારો છે? આતો કોઈ દલદલ જેવું છે જેમાં આપણે જેટલાં અંદર જઈએ એટલા ફસાતાં જઈએ, એમ આ કેસમાં પણ કેટલાં ગુનેગારોને પકડ્યા પણ હજી સુધી તેનો કોઈ અંત જ નથી દેખાતો, શું ખબર હજી કેટલા ગુનેગારો છે આની પાછળ?" દવે ની વાત સાંભળી શંભુ એ માથું ખંજવાળતા કહ્યું.
" જે હોય એ શંભુ પણ અસલી ગુનેગારને તો હું પકડીને જ રહીશ બસ આના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી જવા દે." શંભુની વાત સાંભળી દવે બોલ્યો અને તેનાં મિત્ર વિધાનને ફોન કરે છે.
" હા બોલ દવે?" ફોન રિસીવ કરતાં વિધાન બોલ્યો.
" ખબર પડી જોષીનું મૃત્યુ કેવી રીતે થયું એ?" દવે એ વિધાન ને જોષી નાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ વિશે પુછ્યું.
" દવે સમય તો લાગે ને આ થોડું કઈ જમવાનું હતું કે અડધાં કલાક માં પતી જાય, પાંચથી છ કલાક જેવું થશે." વિધાને દવે ને સમજાવતાં કહ્યું અને ફોન મૂકી દીધો. વિધાનની સાથે વાત કર્યા પછી દવે, રાઘવ અને શંભુ ત્રણેય હોટલમાં જમી પાછાં રાઘવ ની ઓફિસે જાય છે અને કેસની ફાઈલો તપાસે છે.
" દવે આમાંથી કદાચ આપણને કંઈક માહિતી હાથ લાગે?" ફાઈલો તપાસતાં રાઘવે દવેને કહ્યું અને ચા- વાળા ને ફોન કરી ચા મંગાવે છે, ચા વાળો થોડીવારમાં જ ચા લઈને આવે છે પછી ત્રણેય ચાપીને પાછા કામે લાગી જાય છે.
" હાય રાઘવ........" અંજલિ એ રાઘવનની ઓફિસનો દરવાજો ખોલતાં કહ્યું અને રાઘવ ની ઓફિસની હાલત જોઈ ને ચોંકી જાય છે. " આ શું છે રાઘવ? તારો કેસ પતી ગયો છે તો હવે શું માંડ્યું છે આ બધું?" ઓફિસમાં આમતેમ પડેલી ફાઈલો જોઈ અંજલિએ રાઘવ ને પૂછ્યું.
" રાઘવ અમે જઈએ છીએ વિધાનનો ફોન આવે એટલે તને જણાવું." દવે એ અંજલિને જોઈ ઊભાં થતાં રાઘવ ને કહ્યું પછી તે અને શંભુ ત્યાંથી નીકળે છે.
" રાઘવ તારે આવું જ કરવું હોય તો મારે તારી સાથે સંબંધ રાખવો નથી." અંજલિ આ વખતે તો રાઘવ પર વધારે ગુસ્સે હતી.
" અંજલિ આ મારું કામ છે, તને મારા કામથી તકલીફ છે? કે મારાથી તકલીફ છે?" અંજલિ ની વાત સાંભળી રાઘવે અંજલિ ને પૂછ્યું.
" રાઘવ નથી મને તારાથી તકલીફ કે નથી તારા કામથી તકલીફ મને તકલીફ છે તો તારી આ ખરાબ આદત કે કામ માં ને કામ તું મને ભૂલી જાય છે, તું મને કરેલ દરેક પ્રોમિસ ભૂલી જાય છે તને તારા કેસ નું બધું જ યાદ હોય છે પણ આપણા સંબંધ વિશે તને કંઈજ યાદ નથી હોતું, ક્યારે શું હોય છે એની તને ખબર છે?" ગુસ્સે ભરાયેલી અંજલિએ રડતાં રડતાં રાઘવને કહ્યું.
To be continued............
મિત્રો આપને મારી સ્ટોરી પસંદ આવી હોય તો રેટિંગ આપજો અને આપને કેવી લાગી રહી છે એ કોમેન્ટ પણ કરજો આપનો અભિપ્રાય આપ મને whatsapp પણ કરી શકો છો
Mo:-7405647805
આ સિવાય આપ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ" અને "મહેલ" પણ વાંચી શકો છો.