હિરેન કાકા: રમીલા, પ્રિયા એ આટલું બધું સહન કરવું પડ્યું છે તે વાતની તે કે પ્રિયા એ મને ક્યારેય જાણ કેમ ન કરી ?
રમીલા માસી: અમનેે ડર હતો કે તમને ખબર પડશે તો ક્યાંક તમે પ્રિયાને ભણવાનું અધૂરું મૂકીને ઘરે પાછી બોલાવી લેશો.
હિરેન કાકા: મારી દીકરી એ કેટલો સંઘર્ષ કર્યો છે. હે... ભગવાન! આજે મારી દીકરી ને તેના આ સંઘર્ષ ના ફળરૂપે આ કૅસ માં સફળતા અપાવજો. મારી દીકરી એ તેનું મનગમતું કામ કરવા બાપ સુધ્ધાં સાથે સંઘર્ષ કરવો પડ્યો છે પણ હવે હું મારી આસપાસ માં બીજી કોઈ દીકરી જોડે આવું ન થાય તેની ખટક રાખીશ .
રમીલા માસી: હે... માં અંબા, હે... ગણપતિ દાદા મારી દીકરી ને તેના કામ માં સફળતા અપાવજો.
* * *
ન્યૂઝ રિપોર્ટર 1: ITV news માં અમે ફરી આવી ગયા છીએ નવી અપડેટ સાથે સૂત્રો ના જણાવ્યા પ્રમાણે મિસ પ્રિયા થોડીક જ ક્ષણોમાં કરેલા રિપોર્ટ નું એનાલિસિસ કરશે.
ન્યૂઝ રિપોર્ટર 2: શું મિસ પ્રિયા આ જટિલ હત્યાકાંડ માં સંડોવાયેલાં ગુનાખોરો ની ઓળખ કરવામાં સફળ થશે કે નહીં? જાણવા માટે જોતા રહો ITV news પળેપળ ની ખબર હરપળ...
ન્યૂઝ રિપોર્ટર 1: વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. સુનીલ હત્યાકાંડ કેસમાં હવે દરેક અટકળોનો આવ્યો છે અંત.અમારા સંવાદદાતા સતિષ દ્વારા મળેલ માહિતી મુજબ ફૉરેન્સિક ઍકસપર્ટ મિસ પ્રિયા એ સફળ રિપોર્ટ એનાલિસિસ દ્વારા સંડોવાયેલાં દરેક 11 ગુનેગારો ની ઓળખ પુરવાર કરી છે. આ અવિશ્વસનીય સફળતા નો શ્રેય માત્ર ને માત્ર મિસ પ્રિયા ના શિરે છે.
ન્યૂઝ રિપોર્ટર 2: જે કામ કોઇ મર્દ મૂછાળા ના કરી શક્યા તે એક સ્ત્રી એ હાંસિલ કરી બતાવ્યું.ખરેખર "ભારતીય નારી સબપે ભારી" આ વાક્ય ને મિસ પ્રિયા એ ખરા અર્થમાં સાકારિત કર્યું છે. આજે સંપૂર્ણ ભારતવર્ષ ને મિસ પ્રિયા પર ગર્વ છે. સોશિયલ મિડિયા પર મિસ પ્રિયા માટે શુભેચ્છાઓની વર્ષા થઇ રહી છે.
ન્યૂઝ રિપોર્ટર 1:માત્ર 25 વર્ષ ની ઉંમરે આટલી મોટી સફળતા ના શિખર ને હાંસિલ કરવા બદલ મોટી મોટી હસ્તીઓ એ પણ મિસ પ્રિયા ને શુભેચ્છાઓ પાઠવી છે. કેટલીક હસ્તીઓ એ મિસ પ્રિયા ને આશીર્વાદ રૂપે લાખો રૂપિયા ની ભેટ આપવાની જાહેરાત કરી છે. વધુ માં અમારા સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકાર પણ મિસ પ્રિયા ને સફળતા પુરસ્કાર આપવાનો નિર્ણય કરી શકે છે. આ કૅસ ના સચોટ નિરાકરણ બાદ ફૉરેન્સિક ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા એ પણ મિસ પ્રિયા ને પ્રમોશન આપીને હેડ ઑફ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ની પદવી સોંપવાની જાહેરાત કરી છે. આ કૅસે મિસ પ્રિયા ની મહેનત પર ચાર ચાંદ લગાવી દીધા છે.
* * *
રમીલા માસી અને હિરેન કાકા: ભગવાને આપણી પ્રાર્થના સાંભળી લીધી પ્રિયા એ કૅસ સૉલ્વ કરી દીધો. પ્રિયાએ આપણા સમાજ અને દેશમાં આપણું ગૌરવ વધાર્યું છે. આજે તો ખુશી નો કોઈ પાર નથી . સ્વપ્ને પણ આવો ખ્યાલ નહતો કે આપણી દીકરી તેના કામ ને લીધે આખા દેશને ગર્વ અપાવશે.
હિનાબેન: ખુશી નો પાર તો ના જ હોય ને કોઈ ના કરી શક્યું તે પ્રિયાએ તેના અથાક પરિશ્રમ, અભ્યાસ અને અનુભવ દ્વારા કરી બતાવ્યું છે. તેની આ સફળતા આજે દરેક લોકો જાણશે પરંતુ આ સફળતા પાછળ છુપાયેલો સંઘર્ષ બધા નહીં જાણે.
હિરેન કાકા: દરેક સફળતા ની પાછળ અખૂટ સંઘર્ષ છુપાયેલો હોય છે જે માત્ર જે તે વ્યક્તિ ને અને તેના પરિવાર ના સભ્યો ને જ જાણ હોય છે.ઘણીવાર મારા જેવા ઘરના હોય તો તે પણ સંઘર્ષ થી અજાણ રહી જાય છે. દરેક સફળતા ના સો માં પગથિયાં પહેલા સંઘર્ષ ના નવ્વાણુ પગથિયાં છુપાયેલા હોય છે જેની બધા ને જાણ નથી હોતી. લોકો માત્ર કોઈની સફળતા જોઇને તે કામ કરવા તૈયાર થઇ જાય છે પણ સંઘર્ષ માટે તૈયાર નથી થતા જેથી બધા સફળ નથી થતા માટે દરેક વ્યક્તિએ સમજવું જોઈએ કે સંઘર્ષ વિના સફળતા અશક્ય છે .