હિરેન કાકા: મારી દીકરી માં એ હુન્નર છે કે કોઇ પણ જટિલ માં જટિલ કેસ ને પણ એ ઉકેલી શકે છે.
રમીલા માસી: આજે પ્રિયા નું નામ ન્યૂઝ માં આવ્યું એટલે મારી દીકરી... મારી દીકરી... તેના હુન્નર ની વાતો કરો છો જ્યારે તેને ફૉરેન્સિક કૉર્સ ભણવો તો ત્યારે તમે એને શું કહેતા હતા ભૂલી ગયા? " દીકરીઓને હુન્નર ઘરકામ માં અનેેેેેે રસોઈ માં બતાવાનુ હોય મળદા કાપવા માં સ્ત્રીઓને કૌવત દેખાડવાની જરૂર નથી તમારી નબળી માનસિકતા હોય પૉસ્ટ મોર્ટમ કરવું એ તારા બસની વાત નથી" વગેરે વગેરે..
હિરેન કાકા: હા યાદ છે પણ પછી તો જવા દીધી હતી ને...
રમીલા માસી: બીચારી પ્રિયા રોજ રોજ તમને સમજાવતી, કેટલીય વાર તમને મનાવવામાં તેણે રોઇ રોઇ ને દિવસો વીતાવ્યા છે. આજુબાજુનાં તમારા મિત્રો ને સમજાવતી કે એ તમને સમજાવે. પ્રિયા ની મહા મહેનતે તમે તેને આ કૉર્સ ભણાવવા રાજી થયા હતા બાકી તમે તો એને ઘર બેઠા સાદી કૉલેજ જ કરાવતા.
હિરેન કાકા: ( મોં નીચે કરીને સાંભળી રહે છે) હા તારી વાત સાચી છે પ્રિયા એ મને આ ફિલ્ડ માટે મનાવવામાં ઘણો સંઘર્ષ કર્યો છે.
રમીલા માસી: તમને મનાવવા કરતાં મોટો સંઘર્ષ તો તેણે અહીંયા સુધી પહોંચવા માટે કર્યો છે જેની તમને હજુ જાણ નથી.પ્રિયા તેની કૉલેજમાં એક માત્ર છોકરી હતી બાકી બધા જ છોકરાઓ હતા. તેને કોઈ પણ મુશ્કેલી હોય , કૉલેજ ના કોઈ પ્રોજેક્ટ હોય બધું તેને એકલે હાથે જ કરવું પડતું. કોઇ છોકરાઓ પાસે મદદ માગે તો કેટલાક તેની મશ્કરી કરતા અમુક છોકરાઓ સારા પણ હતા જે તેની મદદ કરતા , તેનું ધ્યાન રાખતા બીજા ખરાબ છોકરાઓ થી. ભણવા સુધી તો ઠીક હતું પરંતુ સૌથી અઘરો સંઘર્ષ તો પ્રિયા એ તેની નોકરી માં કરવો પડ્યો છે. તેની જ્યાં પણ પૉસ્ટિગ થઇ છે ત્યાં તેના સિવાય બધા પુરુષો જ હોય કારણ કે આ ક્ષેત્ર જ એવું છે એટલે સ્ત્રીઓ અપવાદ રૂપે હોય જેમકે આપડી પ્રિયા. પરંતુ પ્રિયાને તેના કામ પ્રત્યે નો લગાવ આ બધા સંઘર્ષો ની અવગણના કરતો.
કેટલીક વાર તો પ્રિયા ને નાઇટ ડયૂટી માં જવું પડતું ત્યારે ક્યારેક કોઈ ગુનાખોરો તો ક્યારેક તેના સાથી કર્મચારીઓ પણ તેના એકલી સ્ત્રી હોવાનો ફાયદો ઉઠાવી તેની છેડતી કરવાનો અને તેને હેરાન કરવા નો પ્રયત્ન કરતા . પરંતુ, આપડી પ્રિયા એટલી બાહોશ ને એકલી ત્રણ ચાર લોકો ને પહોંચી વળતી તેના હાથની માર ખાધા પછી કોઇ પણ માણસ પ્રિયા સામે ઉંચી નજરે જોતા વિચાર કરે. પ્રિયા પહેલેથી આટલી બાહોશ નહોતી પરંતુ તેના ફૉરેન્સિક સાયન્સ માટે ના પ્રેમે તેને હોશિયાર, નીડર, ખડતલ અને બાહોશ બનાવી.
પ્રિયા ને તેના સિનિયર ઑફિસર છોકરી સમજીને કોઇ કૅસ સોંપવાનું હંમેશા ટાળતા તેની ડયૂટી કોઇ બીજા ઑફિસર ના અંડર માં જ આપતા. પ્રિયા ઘણી રિકવૅસ્ટ કરતી પરંતુ તેને કોઇ કૅસ નો ઇન્ચાર્જ આપવામાં ન આવતો. તેને પોતાની જાતને કૅસ ઇન્ચાર્જ મેળવવા ઘણી કેળવવી પડી છે, ઘણા મહેણાં ટોણાં સાંભળવા પડ્યા છે પરંતુ તેના ફૉરેન્સિક સાયન્સ માટે ના પ્રેમે અને તેના અથાક પરિશ્રમ ના લીધે દરેક સિનિયર ઑફિસર ને પ્રિયાને કૅસ ઇન્ચાર્જીસ આપવા મજબૂર કરી દીધા.
પ્રિયા એ અત્યાર સુધી ઘણા નાના-મોટા કૅસિસ નો ઇન્ચાર્જ સંભાળ્યો છે અને તેનો સચોટ ઉકેલ પણ લાવ્યો છે. તેના જ પરિણામે આજે પ્રિયાને આ સુવર્ણ તક મળી છે જે તેના સિનિયર ઑફિસર ને પણ નથી મળી. આ કૅસ નો ઇન્ચાર્જ એ પ્રિયા ના અનેક સંઘર્ષો ના ફળ રૂપ છે.
હિનાબેન: ( રમીલા માસી ની વાત સાંભળી ચોંકી ઉઠે છે) ખરેખર રમીલા માસી, તમારી પ્રિયા ખૂબ જ હિંમતવાળી કહેવાય આટલા બધા સંઘર્ષો વચ્ચે પણ તેણે અડગ રહીને કામ કર્યું છે તે આ તકની બેશક હકદાર છે. તમે જોજો ને આ કૅસ પણ તે સૉલ્વ કરી દેસે. આ કૅસ સૉલ્વ થતાની સાથે જ પ્રિયા નું નામ માત્ર આપણા ગામ કે ગુજરાત માં નહીં પણ આખા દેશમાં માનભેર લેવાશે. આખા દેશને તેના પર ગૌરવ થશે.
શું પ્રિયા નો અખૂટ સંઘર્ષ અને અનુભવ તેને આ કૅસ સૉલ્વ કરવામાં મદદરૂપ નીવડશે ? શું હિનાબેન ની ભવિષ્યવાણી સત્ય ઠરશે કે કેમ ... જાણવા માટે વાંચતા રહો ક્રમશઃ