નાના ગામડાના મોટા સપના... Gal Divya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાના ગામડાના મોટા સપના...

નાના ગામડાના મોટા સપના ....

1. રંગીલુ રાજકોટ ...
મારી જીંદગીની એક નવી સફરની શરૂઆત થઈ રહી હતી, હું મારા ‌18 વર્ષ‌ પુરા કરી મારા 19 માં વર્ષમાં પ્રવેશ કરી રહી હતી. આજે હું સરકારના મત મુજબ પણ બાલિક બની ગઇ હતી. મારા ચહેર ઉપર એક અલગ જ ચમક હતી, એક અલગ જ રોમાંચનો અનુભવ થઇ રહ્યો હતો. મારી આ 18 વર્ષની જિંદગીમાં હું ઘરથી દૂર મારા સપનાઓની નજીક, મારા ગામની બહાર પણ એકલી કયારેય નીકળી ના હતી. હંમેશા પરિવારની છત્રછાયામા જ સુરક્ષિત ઉછેર થયો હતો મારો. તેમાં પણ 3 ભાઈની એકલોતી લાડલી બહેન હતી હું. જીંદગી આજ સુધી બહુજ સરળ અને સુંદર રહી હતી. દરેક ચીજ માંગ્યાં પહેલા જ મળી હતી. દુનિયાની હર એક ખુશી મને પરિવારે આપી હતી. પરંતુ હું ,,, હું સપનાઓ પછળ‌ દોડવા માંગતી હતી, પૂરા કરવા માંગતી હતી, મોટા શહેરમાં એકલી કમાવા માંગતી હતી. દુનિયામાં એકલી, આઝાદ ફરવા માંગતી હતી.
આજ સુધી મારી બધી જ તકલીફો મારા પરિવારે દૂર કરી હતી, મારા સુધી આ મૂશ્કેલીઓ પહોંચી જ ના હતી, પણ હું આ બધી જ મુસિબતોનો ખુદ સામનો કરવા માંગતી હતી. એક ઇન્ડિપેન્ડન્ટ વુમન બનવા માંગતી હતી, જે બધી જ તકલીફોનો સામનો ખુદ કરી શકે, એકલી જીવી શકે, એવી બનવા માંગતી હતી.
આથી જ હું મારા 18 વર્ષ પૂરા થવાના કારણે બહુ જ ખુશ હતી, બહુ બધી મિન્નતો, એફોડ, અને જીદ્દ બાદ, 6 મહિનાની મહેનત રંગ લાવી હતી. હું મારા પરિવારને મને એકલી શહેરમાં રહેવા દેવા માટે માનવી શકી હતી.
પરંતુ , સૌથી પહેલા સિટીના ચયનમા જ બવાલ હતી. ક્યાં ‌આજ દુનિયાની સ્ત્રી ચાંદ પર પહોંચી છે, ને મારા તો ખાલી અમદાવાદ જવાના સપના પણ પરિવારને બહુ જ દૂર લાગતા હતા. હું પોરબંદર જીલ્લાના કુતિયાણા તાલુકાના બસ 5,000 ની વસ્તી ધરાવતા એક નાનકડા ગામની એક છોકરી. તો મારા અને મારા પરિવાર વચ્ચે આ અમદાવાદ અને પોરબંદરને લઈ મહાભારત શરૂ થયું, પરિવાર નો મત પોરબંદર ને મારો અમદાવાદ ખાતે. બહુ મથામણ બાદ નક્કી થયું, ના અમદાવાદ ના પોરબંદર વચ્ચેનું રંગીલું રાજકોટ....
હું જઈ રહી હતી રંગીલા રાજકોટના રંગે રંગાવા, પણ આ આટલું સહેલું ક્યાં હતું. જવાની આઝાદી સાથે શરતો લાગુ હતી જેમ કે, રૂમ ભાઈએ શોધિયો જયાં સારો એરિયા, સારી સોસાયટી અને સૌથી જરૂરી સારા પાડોસી હોય આ બધું જોવું તો પડે ને .... બીજી શરત રોજ શાંજે ઘરે કોલ કરવા નો અને હલ-ચાલ જણાવવાના .... હર સનડે ના તો ઘરે જવાનું જ હો, એ તો ભૂલવાનું જ નય ....બાર નો નાસ્તો ને ફાસ્ટફૂડ પર પણ બેન્ડ જ હો ઘરે થી નસ્તાનો પીટારો લઈ જ આવવાનો ... રાત ના 8 પછી રૂમ ની બાર જવાના સપના તો જોવાના જ નહીં .... ને આવી તો કાય કેટલી એ શરતો લાગુ હતી પણ મને .... મને તો બધું જ મંજૂર હતું.
મને તો બસ હવે રંગીલું રાજકોટ જ દેખાતું હતું. ત્યાંની ઉંચી ઉંચી બિલ્ડીંગ, રાત-દિવસ ધમધમતા રોડ, મોટા-મોટા‌ મોલ, ચોકે-ચોકે વસેલા પાર્ક, ફિલ્મી દુનિયા નું થીયેટરમ, પાગલપન માટેનું ફનવલ્ડ, અને રાતોની ઝગમગતી લાઇટ્સ આ હંમેશા દોડતું, હાફ્તુ, ભાગતુ આ રાજકોટ...
બસ હવે મને આ રાજકોટના રંગે રંગાઈ જવાની ઉતાવળ હતી. નાના એવા ગામની આ છોકરી અને તેની આંખો માં વસેલા મોટા - મોટા એના સપના બંને આવી રહ્યા હતા આ રંગીલા રાજકોટમાં...