સુખ નો પીનકોડ - 1 Anand Sodha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

  • ફરે તે ફરફરે - 12

    ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ...

શ્રેણી
શેયર કરો

સુખ નો પીનકોડ - 1

સોશિયલ મીડિયા પર ઠલવાતા ભંગાર માં પણ ક્યારેક અણમોલ ચીઝ મળી આવે છે. અચાનક એવું કંઇક દેખાય જાય છે જે તમને ઝંઝોળી મૂકે. હમણાં એવી જ એક વીડિયો ક્લિપ જોઈ -
એક ઝૂંપડું જ કઈ શકાય એવા ઘર ની બહાર નવી લેવાયેલી પણ સેકંડ હેન્ડ લાગતી સાઇકલ ની એક પિતા પૂજા કરતા હોય છે અને એની બાજુ માં સાત આંઠ વર્ષ ની લાગતી એની દીકરી ઊભી હોય છે. પિતા સાઇકલ ને હાર તોરા કરતા હોય છે ત્યારે આ નાનકી દીકરી ખુશી ની મારી તાળી પાડતી કૂદકા મારતી હોય છે. એને મન તો જાણે ઘર માં એક બહુ મોટી વસ્તુ આવી. બની શકે એવું કે લાંબી પ્રતીક્ષા પછી સાઇકલ લેવાઈ હોય, બેનપણી ના બધા બાપુ સાઇકલ લઈ ને જાતાં હોય અને પોતાના બાપુ ને દરરોજ ચાલતા જતો જોઈ આ નાનકી નું કોમળ હૃદય કચવાતું હોય અને હવે આ નહિ જોવું પડે એની ખુશી હોય, બાપુ ની પાછળ બેસીને ફરવા જવાનું સપનું પૂરું થતું લાગતું હોય, ગમે તે હોય નાનકી ફૂલી નોહતી સમાતી. કૂદકા મારતી ને બાપુ ની સાથે અહોભાવ થી સાઇકલ ને પગે લાગતી આ દીકરી ને મન તો જાણે દુનિયા ની બધી ખુશીઓ આજ ઘર આંગણે આવી.

એની સામે એવા ઘર પણ જોયેલા છે જ્યાં બીજી કે ત્રીજી ગાડી લેવા ની હોય ત્યાં કઈ ગાડી લેવી એના ઝઘડા થાય હોય અને પછી પોતાની પસંદ ની ગાડી ના આવે તો એકાદ જણું હું એ નહિ ચાલવું એવી જીદ પર ઉતરી આવ્યું હોય.

એક વ્યક્તિ નાની લાગતી વાત માં પણ ખુશ થતી હોય અને બીજી વ્યક્તિ એના કરતા અનેક ગણું વધારે મેળવ્યું હોય છતાં ખુશ ના થઈ શકતી હોય.

વિચારે ચડી જવાયું ..બધા ને સુખ કેમ નથી મળતું? સાલું આ સુખ ને ક્યાં ગોતવું? એનું કોઈ સરનામું નહિ હોય? એનો જો પીનકોડ ખબર પડી જાય તો ગૂગલ માં એ નાખી ને એને ત્યાં ઝટ પોહંચી ને લઇ આવીએ..

વિચારતા થોડાક આંકડાઓ મળ્યા, શકય છે એમાંથી એકાદ પીનકોડ બનાવી શકીએ, શકય છે બધા એમાંથી પોતનો અલગ પીનકોડ બનાવે.

‌એક વસ્તુ પાકી છે, પ્રતીક્ષા પછી મળેલી વસ્તુ ની કિંમત વધી જાય છે. પિતાજી ને લાંબી આજીજી પછી મેળવેલી ગેઇમ કે હોય કે પછી લાંબા સમય ની માંગ પછીઘર માં નવા આવેલા સોફા એની મજા જ કંઈ ઓર હોય છે. આજે બાળકો ડિમાન્ડ કરે અને તે તરત જ પૂરી કરવા નું અભિમાન કરતા માં બાપ છોકરાઓ ને વસ્તુ લાવી આપે છે પણ ખુશી નથી લાવી શકતા. એવુંજ ગમતી વ્યક્તિ ની પ્રતીક્ષા કરી હોય એને પછી એને મળવા નું જ્યારે બને ત્યારે એ મિલન ના આનંદ આગળ દુનિયા ની બધી ખુશીઓ ફિક્કી લાગે છે. પ્રતીક્ષા સુખ નો પારસમણિ છે.


‌ઘણા માણસો પોતાને શું મળ્યું છે એના કરતાં બીજા ને વધારે મળ્યું છે તે જોઈ ને દુઃખી થતાં હોય છે. એવા ઘણા માં બાપ જોયાં છે જે પોતાના છોકરા ને ૯૦ ટકા માર્કસ આવે તો પણ ખુશ નથી થઈ શકતા કેમ કે બાજુ વાળા ના છોકરા કે છોકરીને ને ૯૫ ટકા માર્કસ આવ્યા છે. બાલ્ય કાળ થી શરુ થતી અને ક્યારેય ના ખતમ થતી મન ના સ્ટેડિયમ માં ચાલતી આ સ્પર્ધા જો અટકે તો સુખ હાથ વેંત જ છેટે છે. બીજાઓ ના મેહલ ને જોઈ ને આપણી ઝૂંપડી ના જલાવી દેવાય.

અમુક માણસો જીવતા જાગતા કંમ્પલેઇન્ટ બોકસ જેવા હોય છે. એને બધી જ વસ્તુ ઓ માં પ્રોબ્લેમ દેખાય છે. આ આમ ના હોવું જોઈએ, પેલો કે પેલી બરાબર નથી, ગવર્મેંટ સાવ નકામી છે, ગરમી બહુજ છે, ...બાપ રે એમની સાથે થોડોક સમય વિતાવો તો તમને દુનિયા નિરર્થક લાગે.. એ સાધુ બને કે ના બને તમે બનવા નો વિચાર કરવા માંડો. જરૂર છે સકારાત્મકતા કેળવવા ની, જે નથી થઈ રહ્યું તેના કરતાં જે સારું થઈ રહ્યું છે તે જોવા ની.

‌એક બીજી અજીબ ગડમથલ સંબધો માં ચાલતી હોય છે. પતિ પત્ની થી ખુશ નથી હોતો કે પત્ની પતિ થી નાખુશ હોય ( અને ઘણું ખરું બંને એક બીજા થી નાખુશ હોય), બાપ ને દીકરા ની ફરિયાદ હોય અને દીકરી ને માં કચકચણી લાગતી હોય. જો એના મૂળ સુધી પોહંચીએ તો એક જ વાત જડે...બીજી વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે જ વર્તે એવો દુરાગ્રહ. સામે વાળી વ્યક્તિ નું પણ એક પોતાનું અદકેરું વ્યક્તિત્વ હોય છે એનો જો માનસિક સ્વીકાર થાય તો એનેક સમસ્યાઓ નિવારી શકાય. શ્રીકૃષ્ણ બધા ને પોતીકા લાગ્યા કેમ કે એણે બધા જેવા છે એવા સ્વીકાર્યા એ રાધાજી હોય, સુદામા હોય, અર્જુન હોય કે પછી દ્રૌપદી હોય, એ બધા ને જેવા જરૂર હતા તેવા બની રહ્યા પ્રેમી, મિત્ર, ગુરુંકે સખા.


‌આપણે મોટા ભાગે આપણી આસપાસ બનતી નાની વાતો ને અવગણીએ છીએ. સવારે ઊગતો સૂર્ય, ઘર ની બારી માં થી દેખાતો બગીચો, બપોરે સંભળાતો કોયલ નો ટહુકો, અચાનક આવી ચડેલા કોઈ સ્વજન, કોઈ જૂના મિત્ર નો ફોન, કોઈ નો મેસેજ એવું ઘણું બધું. જરૂર છે આવી બનતી વસ્તુઓ ની નોંધ લેવા ની. નાની નાની વસ્તુઓ માં થી જો સુખ શોધતા આવડી જાય તો બેડો પાર.

વધુ ફરી ક્યારેક......