દોસ્તો ચેકમેટના આગળના પાર્ટમાં આપે જોયું કે મિસિસ રાજપૂત સૃષ્ટિને પોતાના પતિ રિધમ મહેતાથી બચાવવા માંગે છે.એક બાપથી આટલી મોટી વાત છુપાવવા માટે તેની પાસે ઘણો સપોર્ટ હોવો જોઈએ.શું રિધમ મહેતાએ સૃષ્ટિની ડેડબોડી નહીં માંગી હોય..કેટલાય સવાલોથી ઘેરાઈ ચુક્યા હોય છે મિ. રાજપૂત.
"શું આટલા દિવસમાં એણે અણસાર નહીં આવી ગયો હોય અને હવે તો સૃષ્ટિનું ડેથ સર્ટિફિકેટ પણ લઈ લીધું હશે.ભવિષ્યમાં કોઈ લિગલ કામ હશે તો પછી...મૃત વ્યક્તિ જીવિત કેવી રીતે થશે.?
પાઠક હવે તો દિમાગ ખરાબ થઈ ગયું છે હવે તું જ આંટી સાથે વાત કર".કહીને રાજપૂત ઘરની બહાર સ્મોક કરવા જતાં રહે છે.
મૃણાલિની બહેન શાંત મુદ્રામાં હવે આવી ગયા હતા અને પાઠક સાહેબની ધમકીની અસર હવે થઈ હોય એવું લાગતું હતું.
"સાહેબ આને મારું સ્ટેટમેન્ટ ના સમજતા....બસ મને એવો વિશ્વાસ છે કે તમને પોતાના માનીને હું આ કહી રહી છું પણ પ્લીઝ આને સ્ટેટમેન્ટ ના સમજતા અને તમે મને આ મુસીબતમાંથી છોડાવવા શું હેલ્પ કરી શકશો એ કહેજો પ્લીઝ."
"આંટી, ડોન્ટ વરી.જો પોલીસનો માણસ બનીને આવ્યો હોત તો હું અહીંયા ના હોત પરંતુ તમે પોલીસ સ્ટેશનમાં હોત સ્ટેટમેન્ટ આપવા માટે હું મારા બધા જ પ્રયત્ન કરી છૂટીશ સૃષ્ટિ અને આલયને બચાવવા..પણ પહેલા મને હકીકતથી વાકેફ કરો એક શુભચિંતક તરીકે.
"સાહેબ સૃષ્ટિ મારા આગલા ઘરની દિકરી છે.હા, આ મારા બીજા લગ્ન છે.મારી સૃષ્ટિ ખૂબ જ નાની હતી ત્યારે મારા પહેલા પતિનું અવસાન થયું..મારા માતા પિતા ખૂબ જ ઉંમરલાયક હતા.ભાઈ અને ભાભી ક્યાં સુધી મારુ કરત અને વળી સાસુ સસરા પણ એટલા ખમતીધર નહોતા કે આખી જિંદગી મારુ કરી શકે પરંતુ વિચારોથી ખૂબ જ પરિપક્વ હતા.એટલે એમણે જમને બીજે લગ્ન કરવા જણાવ્યું તેથી જ્ઞાતિના એક વડીલ તરફથી અમને રિધમનું માગુ આવ્યું.રિધમની આર્થિક હાલત ઘણી સારી હતી પરંતુ અત્યાર જેટલી નહિ.સૃષ્ટિની સાથે મને સ્વીકારવાની હા પાડી અને એક બાપનો પ્રેમ પણ આપવાનું કીધું એટલે જ મેં આ સંબંધ સ્વીકાર્યો.
લગ્નના થોડા વર્ષો તો હું ઘણી ખુશ હતી રિધમ મને અને સૃષ્ટિને ખૂબ જ સાચવતા પરંતુ જેમ જેમ વર્ષો થતા ગયા એમનું વર્તન સૃષ્ટિ તરફ બદલાતું ગયું.સાહેબ અત્યારના જમાનામાં તો ઘણા કિસ્સા વાંચવા મળે છે કે સગો બાપ પણ દીકરી પર અત્યાચાર કરે છે તો આ તો સાવકો બાપ હતો.એની એ નજરથી હું વાકેફ થઈ ગઈ હતી પરંતુ એને એ વાતની ખબર નહોતી કે મને ખબર છે.છેલ્લા પાંચ વર્ષથી હું પડછાયાની માફક એની સાથે રહેતી હતી.એક પણ દિવસ હું એને એકલી મૂકીને ક્યાંય ગઈ નથી.એમનો ટાર્ગેટ હંમેશા સૃષ્ટિ જ રહેતી.વાતે વાતે એને ઉતારી પાડવી અને એના ફ્રેન્ડસર્કલમાં એનું અપમાન કરવું એ એની ફિતરત હતી. મારી સૃષ્ટિ કંટાળી ગઈ હતી એનાથી.નીરસ જીવન વ્યતિત કરી દેત જો સમયસર એના જીવનમાં આલય ના આવ્યો હોત.
"રિધમને જ્યારે આલયની ખબર પડી એ ખૂબ જ ગુસ્સે થયો હતો.પરંતુ મેં જેમ તેમ કરીને બધું થાળે પાડ્યું. રિધમે ધમકી આપી હતી કે જો આલય અહીં આવ્યો તો એને હું દુનિયામાંથી જ ગાયબ કરી દઈશ."કહીને ગળે ડૂમો આવી ગયો મૃણાલિની બહેનને.
"તો શું તમને લાગે છે કે આલયને તમારા પતિએ જ કિડનેપ કર્યો હશે કે પછી એને મારી જ નાખ્યો છે.જીવતો તો રાખ્યો હશે ને એમણે?"ઉપરાછાપરી પૂછાયેલા આ વેધક સવાલથી તેઓ ગભરાઈ ગયા.
"સાહેબ, વાત તો પુરી થવા દો.સૃષ્ટિના જન્મદિવસે મેં સૃષ્ટિ અને આલયને ઘરમાંથી ભાગી જવાનું કહ્યું હતું.એ દિવસે આલય કાઈ જ બોલ્યા વગર જ વહેલા નીકળી ગયા હતા તેથી તકનો ઉપયોગ કરીને મેં સૃષ્ટિને કપડાં અને રોકડા રૂપિયા સહિત ભાગી જવાનું કહ્યું.એણે અને આલયે ખૂબ જ કાકલૂદી કરી અને કહ્યું "આંટી હજુ તો લગ્નની ઉમર પણ નથી મારી .મને માત્ર બે વર્ષ આપો પ્લીઝ.મારા માથે ઘણું દેવું છે.સમજો તમે.હું સૃષ્ટિની સાથે જ છું એની ચિંતા ના કરો."કહીને મને વળગી ગયો હતો આલય.ખૂબ જ વ્હાલો છોકરો લાગે એવો છે આલય."
"પછી એ લોકો ભાગી ગયા કે પછી એમ જ ડેલહાઉસી ફરવા ગયા હતા?"
"ના મારી જીદ પાસે એમને નમતું જોખવું જ પડ્યું અને એ સવારે મારા આશિર્વાદ લઈને નીકળી પડ્યા બંને જણા".
"મોક્ષા ક્યારની દૂર ઉભી ઉભી સાંભળતી હતી.મૃણાલિની આંટીએ આટલા દિવસ આટલું બધું છુપાવ્યું કેમ?" સ્વતઃ એવું વિચારતી જ હતી ત્યાં મિ. રાજપૂત પાછળથી આવી ગયા અને મોક્ષા સામે જોઇને હસી પડ્યા.
"વિનુકાકા ચાર ચા પીવડાવી દો એકદમ મસાલા વાળી.મોક્ષા અંદર આવી જાવ"કહીને પાછળ જોયા વગર જ પાઠક સાહેબ મોક્ષાને અંદર બોલાવે છે.રાજપૂત મોક્ષાને ઇશારાથી ચૂપ રહેવાનું કહે છે.
થોડીવારમાં જ વિનુકાકા ચા લઈને આવે છે.
ચા પીધા પછી પાઠક સાહેબ ફરીથી સવાલોનો મારો ચલાવે છે.
"આંટી, તમે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ખાલી મોક્ષા એક જ હતી જ્યારે તમને ફોન આવ્યો ત્યારે ત્રણ જણ હતા રાઈટ?એ વાત પર કોઈ ફોડ પાડી શકશો?
"ચાલો એક વાતનો ફોડ પાડી દો કે એ દિવસે હોસ્પિટલમાં સૃષ્ટિ શું બોલી રહી હતી?આલય રીએક્ટ કર....કોણ લઈ જતું હશે એને આવી અકસ્માતની હાલતમાં....શું માનવું છે તમારું એક માં તરીકે કોઈ દિવસ તમે સૃષ્ટિને પૂછ્યું નહીં?" અત્યાર સુધી ચૂપ રહેલા મિ. રાજપૂતે પણ વાતમાં ઝંપલાવ્યું.
મિત્રો આ તમામ સવાલોના જવાબ ગૂંચવાયેલી હાલતમાં મિસિસ મહેતા આપી રહ્યા છે....વાતો સ્પષ્ટ થઈ રહી છે છતાં પણ રહસ્ય ઘેરાતું જાય છે.શું આ કાયદાકીય કેસનો બિનકાયદાકિય રીતે ઉકેલ શક્ય બનશે....એ માટે વાંચતા રહો ચેકમેટ