અણજાણ્યો સાથ - ૮ Krishna દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અણજાણ્યો સાથ - ૮

દોસ્તો, આપણે હંમેશા આપણી આજુબાજુ એક શબ્દ સાંભળતા હોઈએ છીએ, &the word is move on.
એટલે કે આગળ વધો, પણ શું આગળ વધવું એ બોલવા જેટલુજ આસાન છે, લોકો સાચેજ આપણને આગળ વધતા જોઈ ને આપણી ખુશી પચાવી શકે છે, તો મારો જવાબ છે ના, કંઈક એવુજ હવે સપના સાથે થવા જઈ રહ્યું છે,

વસંત ભાઈ કામનું કહીને બહાર ગામ એટલે કે કાનપુર આવે છે, દિપક ભાઈ નો કારોબાર અને ઘર નો હિસાબ કરવા, એટલે કે વેચવા માટે, કાનપુરમાં રહેવા માટે હમણાં તો એમની પાસે દિપક ભાઈ નુ ઘર હતુ, એટલે વધારે તકલીફ પડવાની નોતી, એમણે ત્યાં ના દલાલોનો સંપર્ક કરી ને વેચાણ માટે મુકયું. ઘર ની ઘરવખરી, બધાના કપડાં, પણ, અનાથાશ્રમમાં ને વૃધ્ધાશ્રમમાં દાન કરી દીધા, એ હેતુથી કે સપના આ દુખ ભરી યાદોથી દુર પોતાના નવા ઘર સંસાર માં ખુશ રહે, પણ એમને ક્યાં ખબર હતી કે, એમનું આ નિર્ણય સપના માટે ખુશી નહિ પણ એમના ઘર માટે તુફાન જરુંર લાવશે. ઘરનો થોડોક સામાન જે સપના માટે જરૂરી હતુ, એટલુંજ બાકી રાખ્યું હતું અને એ સામાન તેઓ મુંબઈ લઈ જવાના હતા, ૧૫ દિવસ થઈ ગયા છતાં કોઇ સોદો સરખી કિંમતે બેસતો જ નોતો, ને વારે ઘડીએ આવવું મુશ્કેલ હતુ, એટલે એમણે વધુ રોકાવાનું નકકી કર્યું,
ઘરે પણ ફોન કરી ને જણાવે છે, ત્યારે વિણા બેન કહે છે કે ૪ દિવસ પછી સપના નો બર્થડે છે, એટલે રાજ એને શોપિંગ કરાવા લઈ ગયો છે. બીજા દિવસે સાંજે ૨ ધંધાદારીઓ પાર્ટનરશીપ માં જમીન નો સોદો નક્કી કરે છે, હવે ફક્ત ઘર બાકી રહ્યુંતુ. સવારે એક પાર્ટી ઘર જોવા આવે છે, ને પસંદ આવતા સોદો નક્કી કરે છે, બંન્ને મળીને ૭૦ લાખ જેટલા થયા, પેપર વર્ક કરી ને જલ્દી જલ્દી મુંબઈ માટે નીકળે છે, કે બીજા દિવસે કેક કટીંગ સુધી પહોંચી ને સપનાને સરપ્રાઈઝ આપે.


સપના જરા જલ્દી કરને યાર, કેટલી વાર, મને હવે કકડીને ભુખ લાગી છે, બોલતો રાજ રુમમાં આવે છે, ને આ શું, સપના?? સપના કંઈક વિચારતી પોતાના માં એટલી ખોવાયેલી હોય છે કે રાજ ના ટચ થી ડરી ને ઝબકિ ગઈ, પણ હવે રાજ સપના ને જોઈને એની સુંદરતા એની નજાકત માં ખોવાઇ ગયો, આજ બ્લેક એન્ડ ગોલ્ડન સાડી પહેરી હતી સપનાએ, સાથે, હાથ માં સેમ કોમ્બિનેશન ની બેંગલ્સ, એકદમ લાઈટ પણ, સલુકાઈથી કરેલો મેકઅપ, લાઈટ મરુન રંગ ની લિપસ્ટિકમાં રંગાયેલા એના હોઠ જાણે રાજ ને એનો રસપાન કરવા આમંત્રિત કરતાં હતા, ઉપરથી સપના એ છાંટેલા, નેચરલ ફ્લેવર ની સુગંધ વારુ પરફ્યુમ, કોઈ પણ પુરુષ ને આકર્ષિત કરવા માટે પુરતુ હતુ, એમાં બીચારો રાજ ક્યાં બાકાત રે, એજાણે સપના નું આમંત્રણ સ્વીકાર કરતો હોય તેમ આગળ વધે છે, ને સપનાને કીસ કરવા સપના નો ચહેરો હાથમાં લઈને હજુ પોતાના હોઠ ધરવા જાય છે ત્યાં જ વિણા બેન ની બુમ સંભાળ છે ને રાજ ને સપના બંને શરમાઈને નીચે જતા રે છે, ને નિચે જઈને સપનાને તો મોટો સરપ્રાઈઝ મળે છે, વસંત ભાઈ આવી ગયા હતા, સપના એમને પગે લાગી ને આશીર્વાદ લે છે, ને વસંત ભાઈ પણ એને ગલે લગાવીને પ્રેમ થી ખુશ રેવાના આશીર્વાદ આપે છે, પછી કેક કટીંગ કરીને ચારે હોટેલ માં જમવા માટે જાય છે, જમીને ઘરે પાછા ફર્યા એટલે વસંત ભાઈ સપનાને પાસે બોલાવીને એક કવર આપે છે, કે બેટા તારી બર્થડે ગીફ્ટ, સપના ખોલીને જુએ છે તો આંખો પહોળી કરીને કહે છે, પપ્પા આ શું આટલા બધા પૈસા નું હું શું કરું, ના પપ્પા મને ન જોઈએ આ, તમારા આશીર્વાદ જ બઉ છે મારી માટે.
વસંત ભાઈ કહે છે, અરે બેટા આ તારા હક ને અધિકાર ના પૈસા છે, પછી બધા ને પોતાના કાનપુર જવા વિષે કહે છે, રાજ અને વિણા બેન આ સાંભળીને ખુશ થાય છે જ્યાં સપના! સપનાનાં હાથમાંથી પૈસા નું કવર પડી જાય છે, ને આંખો ભીંજાય છે, પણ શું કામ??
પપ્પા આ તમે શું કર્યું? એકવાર મને પુછવુ પણ જરૂરી ન સમજ્યા તમે પપ્પા, તમે ધંધાદારી ની જગ્યા વેચી એનું મને દુઃખ નથી, પણ તમે, તમે તો મારું બાળપણ, મારું અસ્તિત્વ, મારા મમ્મી પપ્પા ની જીવન પુંજી, મારી યાદો નું એકમાત્ર સરનામું પણ વેચી આવ્યા છો, આટલું બોલતા તો સપના આંસુ સારતી જમીન પર બેસી ગયી, ને એને રડતાં જોઈ ને વસંત ભાઈ એની પાસે આવે છે, ને કહે છે, બેટા જો તને લાગે છે કે મેં આ કામ ખોટું કર્યુ છે તો હું માફી માંગુ છુ દિકરા મને માફ કરી દે, પણ મેં આ તારા માટેજ કર્યુ છે, આ પૈસા તું બેંકમાં જમા કરાવી દેજે, તને ભવિષ્યમાં કામ આવશે. પણ સપના તો જાણે પાછી ભાંગી ગયી હોય, એમ એકદમ ખામોશ થઈ ને રુમમાં જતી રે છે, રાજ પૈસા લઈને તીજોરી માં મુકે છે, ને સપના પાસે બેસીને વાત કરવાની કોશિશ કરે છે, પણ સપના કંઈ બોલતી જ નથી.
સવારે ઉઠી ને સપના પોતાના રોજીંદા કામોમાં વ્યસ્ત થઈ જાય છે, પણ એના ચહેરા પર શુન્ય ભાવ હતા, કોઈ સાથે બોલી નહીં, કામ પતાવી ને રુમમાં જતી રહે છે. આ જોઈને વસંત ભાઈ ને બઉ દુઃખ થાય છે, એ રાજ ને કહે છે, બેટા મેં તો સપના ની તકલીફ ઓછી થાય એટલે આ કયુઁ પણ સપના બેટી તો વધુ દુઃખી થઈ ગયી. પાછી એકલી પડેલી સપના ને રાજ અને વસંત ભાઈ રોજ પ્રેમ થી સમજાવે, ને માફી માગે. ધીમે ધીમે સપના પાછી નોર્મલ થઇ જાય છે, હવે કૉલેજ પુરી થવામાં ફક્ત પરીક્ષા જેટલો જ સમય બાકી રહે છે, સપના ને રાજ બંન્ને પરીક્ષા ની તૈયારી કરતા હોય છે.
એક દિવસ વિણા બેન વસંત ભાઈ ને કહે છે, હવે સપનાનું કોર્સ પુરુ થઈ જશે, તો આપણે સપના ને રાજ ના લગન કરાવી લઈએ તો? સાંભળી ને વસંત ભાઈ ખુશ થઈ જાય છે, ને કહે છે કે બંને સાંજે આવે એટલે વાત કરીએ, પછી જેમ એ લોકો કહે એમ કરશું. સાંજે જમતા જમતા વસંત ભાઈ એ બંને ને વાત કરી એટલે બંને સાથે જ કહયું જેમ તમને યોગ્ય લાગે તેમ કરજો, પપ્પા પણ....
પણ શું? પપ્પા અમને લગ્ન સાદાઈ થી કરવા છે, તમને ચાલશે?
એટલે વસંત ભાઈ ને વિણા બેન બંને કહે છે કે તમારી જેવી ઈચ્છા બેટા, તમે ખુશ તો અમે ખુશ.

મિત્રો, તમને શું લાગે છે કે આ લગ્ન, સપના ના જીવન માં કેવા કેવા રંગ પુરશે, સપના નું ડિઝાઈનર બનવાનું સપનુ, એનું ને રાજ નું પોતાની મહેનત થી બુટિક ખોલવા નું સપનુ, ને એના સુખી સંસાર નું સપનુ,આ સપના નાં સપના પુરા થશે??? જાણવા માટે મારો સાથ આપતા રહો, ને મળો મને આવતા ભાગ માં.
તમને આ સફર કેવો લાગે છે એ માટેનાં તમારા અમુલ્ય અભિપ્રાયો મને કોમેન્ટ કરી ને જરુંર જણાવો, ત્યાં સુધી
જયશ્રી કૃષ્ણ 🙏🙏🙏