વિજેતાનું કાવ્યાયન - 1 Vijeta Maru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિજેતાનું કાવ્યાયન - 1

વિજેતાનું કાવ્યાયન

ભાગ - ૧

નમસ્કાર વાચક મિત્રો,

કાવ્ય સંગ્રહો તો ઘણા વાંચ્યા હશે, પણ આ એક અનોખો કાવ્ય સંગ્રહ છે. ઘણા સમય થી મારા ડ્રાફ્ટ માં પડ્યું પડ્યું ધૂળ ખાતું હતું, પણ આજે એક કવિતા પૂર્ણ થઈ અને આ પ્રસ્તાવના લખી રહ્યો છું. આશા રાખું છું કે આપ સૌ આ કાવ્યયન ને સાઈઓ પ્રતિસાદ આપશો. ધન્યવાદ....

ધારા

કાંઠે બેઠો આજ હું નિર્મળ જળ હાથ લીધું,
લેતા વેંત હાથ એ જળ મેં ઘુંટ ભરીને પીધું,

તૃષ્ટિ પામ્યો એ જળ પીને જેમાં દેખાઈ મને તારી છાયા,
એક નજર મેં જોઈ "ધારા" અને લાગી તારી માયા,

દેખાયો તારો ચેહરો મને એ જળ માં જ્યારે,
ક્ષણ એ જ હતી વાત ની પ્રેમ થયો મને ત્યારે,

હૃદય માં એમ વસી તું એક નજર માં મારી,
તૈયાર થયો તારા માટે હું દુનિયાને છોડવા સારી,

વસે છે જેમ એક થઈ બાગ માં છોડ-ક્યારા,
નહીં છોડું તારો સાથ કહે છે આ "વિજયધારા".

- વિજેતા મારુ (વિરાન)

માં કેટલું દુઃખ વેઠે છે.

અસહ્ય પીડા વેઠીને અસંખ્ય સુખ વહેંચે છે, તમને શું ખબર માં કેટલું દુઃખ વેઠે છે.
જન્મ આપી બાળકને ભવિષ્ય ઉજળું દેખે છે, તમને શું ખબર માં કેટલું દુઃખ વેઠે છે.

લાગણીઓનું રોકાણ કરી થોડી કષ્ટીના હપ્તા ભરે છે, તમને શું ખબર માં કેટલું દુઃખ વેઠે છે.
તમારા લાડ પાડવા તેના પતિને પણ છંછેડે છે, તમને શું ખબર માં કેટલું દુઃખ વેઠે છે.
ભૂલતા નહિ એ માં ને જે જિંદગી તમારા પર સમર્પિત કરે છે, તમને શું ખબર માં કેટલું દુઃખ વેઠે છે.


વિજેતા મારુ (વિરાન)

મારુ બાળપણ ક્યાંક ખોવાઈ ગયું

સપનું ભાળ્યું આજ મેં અતીતનું, જોયું કે મારુ બાળપણ ક્યાંક ખોવાઈ ગયું;

સમય ગોત્યો મેં એ ક્યાં ગયો, જોયું કે મારુ બાળપણ ક્યાંક ખોવાઈ ગયું.

પેલી પચ્ચીસ પૈસાની પીપરનો સ્વાદ ન જડ્યો મને આજની ડેરી મિલ્કમાં;

ખુબ શોધી એને મેં ગલ્લે ગલ્લે પણ, જોયું કે મારુ બાળપણ ક્યાંક ખોવાઈ ગયું.

લાલ શેતુરને કાળા થતા જોયા અને ખાધા'તા ઝાડ નીચેના હિંડોળામાં;

જડ્યો ના મને સ્વાદ સ્ટ્રોબેરીમાં એનો, જોયું કે મારુ બાળપણ ક્યાંક ખોવાઈ ગયું.

ડેલીએ પડ્યો'તો સાદ મારા ભેરુ નો, ને દોડ્યો'તો હું સાતતાળી ને હુતુતુ રમવા;

ન મળી મને એ મજા વીંખતા વિડિઓગેમ, જોયું કે મારુ બાળપણ ક્યાંક ખોવાઈ ગયું.

યાદ આવે છે મને હરેક પળ એ બાળપણ, તો થાય છે લીસોટો આંસુનો મારા ગાલ પર;

ના લાવી શક્યો એ સ્મરણ હું પાછા મારા જીવનમાં, જોયું કે મારું બાળપણ ક્યાંક ખોવાઈ ગયું.

- વિજેતા મારુ (વિરાન)

ભગવાન પણ છે.

ડર રાખ્યા વગર તું આગળ વધ એ આદમી,
ખબર નથી તને શું ? કે આ દુનિયા માં ભગવાન પણ છે.

શાને પરવા કરે છે તું આ સામાજિક પ્રાણીઓની ?
ખબર નથી તને શું ? કે આ દુનિયા માં ભગવાન પણ છે.

મુશ્કેલી આવશે ઘણી આ શ્રમપથ પર તારા,
ખબર નથી તને શું ? કે આ દુનિયા માં ભગવાન પણ છે.

એક વાર બદલ તારા વિચારોમાં લાવ એ જન,
ખબર નથી તને શું ? કે આ દુનિયા માં ભગવાન પણ છે.

અંગાર વરસે ને પગ પણ બળે આ પથ પર ચાલતા,
ખબર નથી તને શું ? કે આ દુનિયા માં ભગવાન પણ છે.

મળશે દોસ્ત, મીઠું ફળ મળશે તને તારી મહેનત નું,
ખબર નથી તને શું ? કે આ દુનિયા માં ભગવાન પણ છે.

- વિજેતા મારુ (વિરાન)



મારું આનંદ

વિજયારવિંદ ખીલ્યું,

દીને ઈશ્વર ઉપજે,


ધરણી વચ્ચે ભારતી,

પ્રકાશ ફેલાવી પ્રસરે,


દિન-લતા ખીલી ઉઠી,

વિજય-ધારા વહી,


પ્રકાશ બીજલ ચમકે,

યશ-વંશી તણી,


ધારા તો વહી કિન્તુ,

ચોક્કસ લેવાયું અમિત,


વિજેતાની વહી ધારા,

જ્યારે ખીલ્યું સ્મિત.


- વિજેતા મારુ (વિરાન)