ચાલો ફ્રેન્ડસ સપનાનાં સપના આજ કયાં પહોંચશે જોઈએ આગળ, મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગે છે તે કોમેન્ટ કરી ને જરૂર થી જણાવજો.
હોસ્પિટલ થી ઘરે આવ્યા બાદ રાજ સપનાને રુમમાં સુવડાવે છે, પછી ડૉ, કેતકીની સલાહ અનુસાર સપનાની પસંદ પ્રમાણે બધુ અરેન્જ કરે છે, વસંત ભાઈ પણ સપના પાસે બેસીને સપનાને રાજ ના બાળપણ ના પ્રસંગો, સંભળાવીને હસાવવાના પ્રયત્નો કરતા, ડૉ, ના કહ્યા પ્રમાંણે રાજ રોજ સવારે યોગ સેંટર લઈ જાય, સાંજે મ્યુઝિક, ચાલુ કરે, ૭મો દિવસ હતો આજ પણ સપના ની હાલતમાં કોઈ સુધારો ન થયો, એજ રાતે રાજ ને અચાનક કંઈક યાદ આવ્યું, એણે સપનાના બેગમાં ગોતવા માંડયું, થોડી મહેનત પછી રાજને એક ગળી કરેલો કાગળ મળે છે, ને રાજ ને યાદ આવે છે એ સગાઈ ની રાત. સગાઈ ની રાત્રે જયારે રાજ ને સપના બેસી ને વાતો કરતા હતા, ત્યારે સપના ને અચાનક કંઈક યાદ આવતા લખવા બેસી, ને લખાઈ ગયા પછી રાજને વાંચી સંભળાવ્યું, એ એક કવિતા હતી, જે સપનાએ એના પપ્પા માટે લખી હતી, રાજ કહે છે, સપના તને યાદ છે, આ કવિતા તેે પપ્પા માટે લખીતી, ને ફાધર્સ ડે પર એમને તું વાંચી સંભળાવવાની હતી, પણ તારું આ સપનુ અધુરું રહી ગયું, આટલું બોલતા રાજ પણ ચોધાર આંસુએ રડવા લાગ્યો, રાજ નો રડવાનો અવાજ સાંભળીને વસંત ભાઈ તરત રુમમાં દોડી આવે છે, રાજ ને રડવાનું કારણ પુછતા રાજ તેમને કવિતા વારી વાત કહે છે, વાત સાંભળી બંન્ને ના મનમાં જબકાર થાય છે, ને જાણે એકબીજાને સમજી ગયા હોય એમ આંખો થી મુક્ત સંમતિ આપે છે, ને રાજ સપનાને સંબોધતા કવિતા વાંચવાની શરું કરે છે.
" મારા પપ્પા મારો આકાશ છે,
જન્મ આપ્યો માં એ,
જીવ રેડી ને મુજમાં,
પણ મુજ જીવના પણ
જીવ મારા પપ્પા છે,
જન્મી જયારે હું, ત્યારે,
લક્ષ્મી પધાર્યાનો હર્ષ નાદ છે,
ચાલતા શીખી હું ત્યારે,
ચાલ્યા મારી સાથ છે,
બાળકોનો પહેલો અક્ષર,
નીકળે મોઢે થી માં છે,
પણ મારા મોઢે પહેલો
નીકળતો શબ્દ મારા પપ્પા છે,
નિશાળે મોકલી મને,
રડયા વધુ પપ્પા છે,
જ્ઞાન આપ્યું સંસારનું,
મારા પહેલા ગુરુ પપ્પા છે,
લાડ લડાવી મને મારા,
અગણિત કોડ પુરા કર્યા છે,
સંસ્કાર સિંચન એમણે મારા,
સાવજની માફક કર્યા છે,
સ્વાવલંબી બનાવવા મુજને,
આ વેરી સમાજથી લડ્યા છે,
પાત્ર મારું મનગમતું આપ્યું,
આજ ઈશ્વર મારા બન્યા છે,
આપતા સાદ દોડી આવશે,
સપનાનાં સપનના માટે,
હું એમની ધરતી, ને,
મારો આભ મારા પપ્પા છે,
અવિરત વરસાવતા સ્નેહ વર્ષા,
મારો આકાશ મારા પપ્પા છે,
મારો આકાશ મારા પપ્પા છે.
રાજ હજુ કવિતા પુરી કરે, એની પેલા જ સપનાના મોઢે કારમી ચીસ નીકળે છે, પપ્પાાાા..... મમ્મીીીી...... સપના ના રુદનમાં આખુ ઘર જાણે રડી પડયું, રાજ ના મમ્મી સપના ને શાંત કરાવવા જાય છે, તો વસંત ભાઈ એમને રોકતા કહે છે કે, રડવા દો એને, વહી જવા દો આ દુખનો સાગર.
સપના રાજ ને વળગી ને રડે છે, પપ્પા કેમ મને મુકીને ચાલ્યા ગયા, મમ્મી મને તમારી જરૂર છે, કિરુ દિ, મીરાં દિ, મને કેમ મુકીને ચાલ્યા ગયા તમે, મોક્ષ મારા વીર તું પણ જતો રહ્યો, હું રાખડી કોને બાંધીશ, હું વ્હાલ કોને કરીશ, પપ્પા મને અનાથ કરીને જતા રહ્યા, હવે હું કયાં જઈશ પપ્પા, મારું ઘર છીનવાઈ ગયું, રાજ મારું અસ્તિત્વ મારો પરીવાર મને આમ નોધારી મુકીને જતું રહ્યું, મેં શું બગાડ્યું કોઈનું જે આટલી મોટી સજા કરી ભગવાને મને, રડતાં રડતાં સપના બેહોશ થઈ જાય છે, એટલે વસંત ભાઈ ડૉ, કેતકી ને ફોન કરી ને ઘરે બોલાવે છે, ડૉ, આવી ને ઈંજેક્શન આપે છે ને કહે છે કે, કલાક માં હોશ આવી જશે, પછી મને ફોન કરજો, કહીને ડૉ, કેતકી રાજ ને બારે બોલાવી ને કહે છે કે, રાજ સપના હજુ પણ માનસિક ટ્રોમા માં છે, હવે જયારે એને હોશ આવે એટલે તારે એનો પડછાયો બની એની સાથે રહેવું પડશે, કેમ કે આવી હાલતમાં દરદી પોતાની માનસિકતા ખોઈ બેસે છે, ને કયારેક કયારેક આપઘાત કરવા માટે પ્રયાસ પણ કરે છે, માટે....... I hope you understand Raj, હવે સપના ના સપના પુરા કરવાની જવાબદારી તારી છે, હોશમાં આવે એટલે મને જાણ કરજે.
લગભગ ડોઢેક કલાક પછી સપના હોશમાં આવે છે, વસંત ભાઈ ડૉ, કેતકી ને ફોન કરી જાણ કરે છે, ઉઠતાની સાથે સપના પાછી રડવા લાગી, આ વખતે રાજે એનો હાથ પકડ્યો ને બાજુમાં બેઠો, ને બોલ્યો, બસ સપના, હવે રડવાનું નથી, તું તો તારા પપ્પા નો સાવજ દિકરો છે, ને સાવજ રડે નહિ, પરીસ્થિતિ નો સામનો કરે, ને જો તું જરાય એકલી નથી, અમે બધા તારી સાથે જ છીએ, આજ પછી તારી આંખમાં આંસુ નહિ આવે, મારો પ્રોમિસ છે તને. ત્યાં જ ડૉ, કેતકી આવે છે, સપના ને તપાસી ને કહે છે કે હવે સપના એકદમ સારી છે, એટલે હવે થોડા દિવસ ખાવા પીવાનું ધ્યાન રાખવું, મેડિસિન ટાઈમ ટુ ટાઈમ લઈ લેવી, ને નો નેગેટિવ થોટ્સ સપના. આ આખુ ઘર હવે તારા પર નિર્ભર કરે છે બેટા, તુ હસીશ તો આ લોકો પણ હસશે, ને તું રડીશ તો........
તું તો સમજદાર છે ને બેટા, હવે આ ઘર તારું જ છે, ને તારેજ સાચવવાનું છે, હવે મને રજા આપો વસંત ભાઈ ને સપના નું ધ્યાન રાખજો, વસંત ભાઈ ભલે કહીને ડૉ, કેતકી ને રજા આપે છે, પછી સપના પાસે આવે છે ને માથે હાથ ફેરવી ને કહે છે બેટા સપના તું મારી દિકરી જ છે, ને આ તારી માં છે, માટે દિકરા, આજ પછી કોઈ દિ ન બોલતી કે તું અનાથ છે, અમે છીએ તારા માં-બાપ.અમે તારા બધા જ કોડ પુરા કરીશું, તને કોઈ દિ કઈ ઓછુ આવવા નઈ દઈએ. આટલું બોલતા વસંત ભાઈ ને રાજ ના મમ્મી ની આંખો ભરાઇ જાય છે, અને સપના બંન્ને ને મમ્મી પપ્પા કહીને વળગી પડે છે.
હવે આગળ સપના ના નવા જીવનના પ્રવાસ વિશે આવતા ભાગમાં જાણીશું. તમારા કિંમતી અભિપ્રાયો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો.
જયશ્રી કૃષ્ણ 🙏🙏🙏