જયશ્રી કૃષ્ણ🙏🙏🙏
વાચક મિત્રોને ખાસ વિનંતી કરું છું કે લખવામાં ઘણી બધી વ્યાકરણ ની ભુલો હશે જ, તો એ બદ્લ મને માફ કરશો.
તમારા અમુલ્ય અભિપ્રાયો કોમેન્ટ કરી ને જરુર જણાવજો.
હવે જોઈએ સપનાના સપના ક્યાં પહોચે છે.
વસંત ભાઈ સાથે વાત પુરી કરી દિપક ભાઈ કહે છે, બેટા કાલથીજ સગાઈની તૈયારી કરવાની છે, ભલે વસંત ભાઈ કહે કે એ લોકો સાચવી લેશે, પણ આપણે અહીંથી તૈયારી કરી ચાલશુ જેથી ત્યાં કોઇ તકલીફ ન પડે, ને હું કિરણ ના સાસરે જાણ કરી દઉં જેથી એ કેટલા લોકો આવશે એ પ્રમાણે ટિકિટની વ્યવસ્થા કરી શકાય, ને સામે વસંત ભાઈને પણ જાણ કરી શકાય, તો એમને વ્યવસ્થા કરવામાં તકલીફ ન પડે, ને સપના તારે રાજને કોઈ પણ વાત કરવાની નથી, વસંત ભાઈ એને સરપ્રાઈઝ આપવા માગે છે, આ બાજુ સપના સાથે કોઈ વાત ન થવાથી રાજ એકદમ દુખી હતો, વસંત ભાઈ રાજ ની જાણ બહાર સગાઈની તૈયારી કરી રહ્યા હતા, રાજને આમ વ્યાકુળ થતો જોઈને એમને હસવું આવતુ પણ એ વ્યાકુળતા પછી જે ખુશી એમના ચહેરા પર આવવાની હતી એ વિચાર એમના મનને વધુ પ્રફુલ્લિત કરી મુકતો. આ બાજુ દિપક ભાઈ એ ૧૦ લોકો આવવાના છે એની જાણ કરી દીધી, ટિકિટો પણ આવી ગયી, હવે આજ ૬ તારીખ થઈ હજુ સપના નો કોઈ ફોન ન આવતા, રાજ બેચેન થતો હતો, એણે તરતજ સ્ટેશન જઈ સવારની કાનપુર ની ટિકિટ બુક કરી,ને રિટર્ન પણ ૧૧ની કરી, ને ઘરે આવીને પોતે મિત્રો સાથે ફરવા જાય છે એવું જણાવ્યું, બધી વાતે અજાણ રાજ કાનપુર માટે નીકળે છે, બીજા દિવસે સપના નો પરીવાર મુંબઈ માટે નીકળે છે, જ્યાં સપના પોતાની સપનાની દુનીયામાં વિચરતી હોય છે, ત્યાં બીજી બાજુ રાજ સપનાને મળવા માટે તરસતો હોય છે, બે હૈયા એક બીજા ને જોવા માટે તલવલતા હોય છે.
કેવુ છે ને દોસ્તો, એકબીજા માટે ધબકતા હૈયા, એકબીજા ની વાસ્તવિક પરીસ્થિતિ થી અજાણ, પોતાના સાથી ની એક ઝલક માટે તલપાપડ થતા હતા, ને સપનાની આ સ્થિતિ મી મજા કિરણ ને મીરાં બરાબર એને પજવીને લેતા હતા.
બધા લોકો મુંબઈ ઉતરી વસંત ભાઈ એ બુક કરાવેલા ઠેકાણે પોચી ગયા, આ બાજુ રાજ પણ કાનપુર સપના ના ઘરે પોચે છે, પણ આ શું? ઘરને તાળું? એટલે બાજુમાં પુછતા ખબર પડી કે બધા સપના ની સગાઈ માટે મુંબઈ ગયા છે, રાજ નું હ્રદય તો એક ધબકાર ચુકી ગયુ, એની આંખો એનો સાથ નોતી આપી શકતી, મગજ સુન્ન પડી ગયું, જે સપના એ એની સાથે જીવવા મરવા ના કોડ લીધા, એ સપના એની સપના સગાઈ કરવા જતી રહી, એકવાર કેહવુ પણ જરૂરી ન સમજી એ, આમ અણધાર્યા ઝટકાથી માંડ ખુદને સંભાળી એક હોટેલ મા રુમમાં આવ્યો, બીજા દિવસની ટ્રેન હતી મુંબઈ ની એટલે રાત રોકાયો, પોતાનું સર્વસ્વ લુંટાઈ ગયું હોય, ને હવે જીવન જીવવા નો દુશકાર લાગતા મરવાનું વિચાર કર્યો, પણ આંખો સામે માં-બાપ નો ચહેરો આવતા વિચાર માંડી વાળ્યું, રાત આમજ રડતાં રડતાં નીકળી ગઈ, સવારે જેમ તેમ મન મનાવી ટ્રેન પકડી મુંબઈ પહોચ્યો, પણ ઘરે ન જતા મિત્ર ના ઘરે ગયો. ત્યાથી વસંત ભાઈ ને ફોન કરીને જણાવ્યું કે પોતે ૧૯ રાત સુધી ઘરે પાછો પહોચશે.
દિકરાની મનોવ્યથાથી અજાણ વસંત ભાઈ સંમતિ આપી દે છે,
આ બાજુ સપના તો રાજ ના સપનામાજ ખોવાયેલી હોય છે,
જોત જોતાં ૧૯ તારીખ આવી ગયી, સપનાના હાથમાં રાજના હાથ ની મહેંદી મુકાતી હતી, ને રાજ દુઃખ નો સાગર પાર કરવાની નાકામ કોશિશ કરતો હતો, જેમ તેમ ભારી હૈયે ઘરે પહોંચે છે, ત્યાંજ વસંત ભાઈ દિકરાની રાહ જોતા બેઠા હોય છે, રાજ ને જોતા કંઈક અઘટિત બનાવના અણસાર એમને આવે છે, પણ સવાલ પુછતા રાજ પોતે થાકી ગયો છે, કહીને પોતાના રુમમાં જતો રહે છે, ઘણા વિચાર કર્યા પછી એને ઊંઘ આવી જાય છે, પરંતુ સવારે જ્યારે વસંત ભાઈ રાજ ને ઉઠાડવા આવે છે, ત્યારે રાજની સુજેલી આંખો જોઈ સમજે છે કે કોઈ ગંભીર વાત છે, પણ એમને રાજ પર પુરો ભરોસો હતો કે પોતે સામેથી જ જણાવી દેશે, એટલે વધારે દબાણ ન કરતાં રાજ ને તૈયાર થવા જણાવ્યું, તો રાજ કહે છે કે પપ્પા તમે જ જઈ આવોને મારુ મન નથી. પણ વસંત ભાઈ રાજ ને મનાવી લે છે, હવે રાજ પણ પપ્પા ની ખુશી ખાતર તૈયાર થઈ જાય છે, ગ્રીન કલર ની શેરવાનીમા રાજ કોઈ રાજકુમાર જેવોજ લાગે છે, આ બાજુ સપના પણ ગ્રીન ચોલી મા એકદમ પરી જેવી લાગે છે,
મહેમાનો પ્રસંગ સ્થળે પહોંચી ગયા છે, હવે વસંત ભાઈ રાજ ને લઈને આવે છે, વેન્યુ પર પોતાનુ નામ જોતા રાજ ડઘાઈ જાય છે, ને વસંત ભાઈ ને પુછે છે કે પપ્પા આ બધું શું છે?
મને કેમ કોઈ એ જણાવ્યું નહિ? હું આ સગાઈ નહીં કરી શકું, ને ત્યાંથી જવા માટે પાછળ ફરે છે ત્યાં જ વસંત ભાઈ એને રોકી ને કહે છે કે જવુ હોય તો જા બેટા પણ એક વાર મારી પસંદગી પર નજર તો નાખ, પછી પણ જો તારી ના હોય તો હું જબરદસ્તી નહીં કરું. પણ પપ્પા હું સપનાને પ્રેમ કરું છું, બીજી કોઈ ને એ નજરે જોઈ પણ ન શકું, એટલે.....
રાજ આગળ બોલે તે પહેલાં જ વસંત ભાઈ એને ઘૂંઘટમાં બેસેલી સપના પાસે લઈ આવ્યા, ને બોલ્યા મારા ખાતર એકવાર ઘૂંઘટ ઉપાડી ને જો, પ્લીઝ તને મારા સમ છે, પપ્પા પ્લીઝ સમ ન આપો, ફક્ત તમારી ખાતર કરીશ.
જયાં રાજે સપના નું ઘૂંઘટ ઉઠાવ્યો, રાજ ના તો હોશ જ ઉડી ગયા, સામે સપના મલક મલક હસી રહી હતી ને રાજની આંખો ખુશી મા છલકાઈ રહી હતી, ત્યાં જ વસંત ભાઈ બોલ્યા હવે તારે જવુ હોય તો જા કોઈ નહિ રોકે તને. ને રાજ વસંત ભાઈ ને ગળે વળગી રહ્યો. બધા ના ચહેરા પર એક અનેરી ચમક ને ખુશી હતી, જ્યારે રાજ સપના ને પુછે છે કે આ પ્લાન કોનો હતો તો વસંત ભાઈ કહે છે કે મારો હતો. પછી રાજ પોતે કાનપુર ગયો ને ત્યાં ની બધી વાતો સવિસ્તાર કરી, એટલે વસંત ભાઈ હવે રડી પડ્યા, ને રાજ ની માફી માંગી, કે બેટા મારા લીધે તને તકલીફ પડી, પણ હું તને સરપ્રાઈઝ આપવા માંગતો તો. એટલે હવે દિપક ભાઈ બોલ્યા હવે બધા એકબીજાને માફ કરી દો એટલે સગાઈ ની વિધિ પૂરી કરી શકાય,
રાજ ને સપના રીંગ પહેરાવીને રીંગ સેરેમની પુરી કરે છે,
હવે જમીને બધા મહેમાનો રજા લે છે, ને રાજ ને સપના નો પરીવાર વસંત ભાઈ ના ઘરે આવે છે.
હવે સપના ને રાજ નો સફર આગળ કેવો રહે છે એ જાણવા મને મલો આવતા ભાગ માં. પણ એક વાત કેવી છે, કે અહીં તો વાર્તા છે, એટલે મજાક માં પતિ ગયું, પણ પ્લીઝ આવી મજાક સાચેજ કોઈ સાથે ન કરતાં, બધા કઈ રાજ નથી હોતા જે ખુદને સાચવી લે, એટલે જો નિભાવી શકો તો જ પ્રેમ કરજો.
જયશ્રી કૃષ્ણ 🙏🙏🙏