Mari ne pamel prem - 1 books and stories free download online pdf in Gujarati

મરીને પામેલ પ્રેમ - 1

સમય કેમ પસાર થઈ ગયો ખ્યાલ જ ના રહ્યો, હું મારા છેલ્લા શ્વાસ લઈ રહી છું, ઘણો આફસોસ થાય છે પણ હવે એનો કોઈ મતલબ નથી,મારી જિંદગી ના આ છેલ્લા દિવસો ખુબજ દુઃખ દાયક રહ્યા, હવે તો હું પણ ભગવાન ને પ્રાથના કરું છું, મને તારા પાસે બોલાવી લે... નથી રેહવાતું એક એક ક્ષણ જાણે કે ડસે છે,

આ બધા વિચારો માં ખોવાયેલી હતી અને આંખો માં ક્યારે અશ્રુનું પુર આવી ગયું એનો ખ્યાલ જ નાં રહ્યો...

હેલ્લો ગુડ મોર્નિગ કેમ છો ?
નર્શ એ મને ઉઠાડતા પૂછ્યું, આજે ખબર નઈ બોલી પણ નથી શકાતું.. પરાણે જ મે સ્માઇલ સાથે કહ્યું ફાઈન એટલું બોલી ત્યાંજ શ્વાસ ચડી ગયા... ડોક્ટર આવ્યા અને oxigen માસ્ક ચડાવ્યું એક ક્ષણ તો એમ લાગ્યુ જાણે કે હવે મને ભગવાન એ મને યાદ કરી લીધી...


પણ લાગે છે હજુ મારા માટે ત્યાં જગ્યા બુક નથી થઈ.કિસ્મત પણ ગજબ છે જ્યારે જીવવાની આસ હતી ત્યારે આ લત લગાવી અને હવે જ્યારે એક એક શ્વાસ ખલે છે ત્યારે થોભતી નથી....

ચાલો તમને સ્ટાર્ટ થી કહું એકચ્યુલી માં આ હાલત થઈ કેમ શું મેટર છે...
વાત સ્ટાર્ટ થાય છે મારા કોલેજના બીજા યર થી અમે ભાવનગર ના સિહોર ગામ માં રેહતાં હતા મારા ફેમિલી મા હું એન્ડ મોમ એન્ડ મારા ભાઈ એન્ડ અમારું એક પેટ "મેકુ" રેહતાં હતા ભાઈ મારાથી 12 વર્ષ મોટા છે, એ બઉ ગરમ મગજ ના છે, કોઈ પણ વાત નક્કી કરી લે એટલે પૂરું એ કોઈ ના બદલી સકે કારણ હતું એમને બચપણ થીજ કામ પર લાગી જવું પળ્યું હતું, હું 14 વર્ષ ની હતી ત્યારે પપ્પા નું અકસ્માત મા...

મમ્મી સ્કૂલમાં ટીચર હતી એટલે બઉ તકલીફ નાં પલી અમને પરંતુ અમારા પર ઘરની છત ન રહી... ભાઈએ પપ્પાં ના બિઝનેસ ને સંભાળવાની જવાબદારી આવી ગઈ. 16 યર ની એજ મા આટલી બધી જવાબદારી એ એમને થોડા સ્ટ્રિકટ બનાવી દીધા હતા.

અને વાત કરીએ મારા મેકુ ની તો એ અમારા ગલી ના લાસ્ટ મા મને મળ્યું હતું, હું સ્કૂલ થી પાછી આવતી હતી 2/3 મોટા કૂતરા ઓ આને ડરાવતા હતા એન્ડ મે એને બચાવ્યો, હું ચાલવા લાગી થોડી ચાલી ને જોયું તો પાછળ એ પણ આવતું હતું મેં પાછા જવા કહ્યું પણ એ તો બસ ચાલ્યે જ આવ્યો પછી મે એને સાથે લઈ. લીધો અને એ અમારો ફેમિલી મેમ્બર બની ગયો..

મારા ઘર થી થોડે દૂર ચાલતા એક પુલ આવે છે એને ક્રોસ કરો એટલે એક રેસિડન્સી આવેલી છે જેને સ્વપ્ન સાકાર સોસાયટી કહે છે, એના બરાબર પાછળ મારી કોલેજ આવેલી હતી.

અમે બધા રાતે એ સોસાયટીના ગાર્ડન મા બેસવા આવતા હતા એક રાત એવી આવી જેને મારી જિંદગી બદલી નાખી
એનું નામ હું જાણતી નોહતી એની આંખો માં કૈક અલગ જાદુ હતો પેલા એને ક્યારેય અહી જોયો નહોતો કદાચ મારી ફ્રેન્ડ કાજોલ જે અહિં રેહતી હતી એના ફાધર ની બદલી થઈ ભાવનગર મા સો તે બધા ત્યાં રેહવાં ચલ્યા ગયા છે સો એમના ફ્લેટ માં રેહવા આવ્યા હસે, એની સાથે એક છોકરી પણ હતી એ બહુજ ક્યૂટ હતી એ ને અહી આવ્યે પેહલોજ દિવસ હતો અને એ બધા ની ફ્રેન્ડ બની ગઈ...

તો કેવી લાગી આ સ્ટોરી અવશ્ય જણાવશો...
શું આગળ જાણવાની ઈચ્છા થાય છે ખરી તો પ્રતિભાવ માં જરૂર જણાવો જલ્દી થી બીજો ભાગ રજૂ કરીશ...


બીજા રસપ્રદ વિકલ્પો