bas tu ek j - 4 - last part books and stories free download online pdf in Gujarati

બસ તું એક જ - ભાગ ૪ - છેલ્લો ભાગ

પ્રીતિ અને સાગર પોતાનું આ નવું જીવન ચાલુ કરે છે બન્ને ખુબ જ ખુશ હોય છે. આમ ને આમ 6 મહિના ક્યાં વીતી જાય છે કઈ ખબર જ ના પડી.
લગ્ન ની સાથે બન્ને ની જવાબદારી પણ વધે છે પણ બન્ને પોતાની સમજદારી થી બધું સંભાળી લેય છે.
એક દિવસ સાગર ની ફ્રેન્ડ મિશા તેના ઘરે આવે છે
મિશા : હાઈ સાગર
સાગર : ઓ મિશા આવ આવ અંદર આવ
બોલ કેમ છે ક્યાં હતી હમણાં સુધી
અત્યાર સુધી ક્યાં ગઈ હતી આમ અચાનક આજે દર્શન આપ્યા હવે કંઈક બોલતો ખરી શું છાની માની બેઠી છે આમ તો કૉલેજ માં બઉ બોલતી.
પ્રીતિ : સાગર, એને બોલવાનો મોકો તો આપ તારા સવાલ પતે તો કંઈક બોલે ને 😅
મિશા : સાગર આ કોણ છે? જે તને ટોકી રહી છે.
સાગર : મિશા આ મારી વાઇફ છે પ્રીતિ. અને પ્રીતિ આ મારી કૉલેજ ફ્રેન્ડ છે અમે સારા એવા ફ્રેન્ડ હતા.

મિશા ને આ સાંભળી થોડો આશકો લાગે છે.

મિશા : ઓહહ તો તે લગ્ન કરી લીધા?થોડી વેઈટ કરી હોત તો
સાગર : લે એમાં શું વેઈટ કરવી આજે નહીં તો કાલ લગ્ન તો કરવાના જ હતા
એ બધું મૂક તું કેમ છે? તારા લગ્ન થઈ ગયા કે?એ બોલ
મિશા : હમ્મ ના નથી કર્યા હજુ.
ઠીક છું તું બોલ તું કેમ છે?
સાગર : હું તો ઠીક જ હોવ ને આ પ્રીતિ જેવી વાઇફ હોય અને મસ્ત જમવાનું મળતું હોય તો શું પ્રોબ્લેમ હોય 😅
મિશા : ઓહ wow સાગર એટલે કે તું તારી હેપ્પી married લાઈફ જીવી રહ્યો છે એમ ને
સાગર : હા એવુ જ કંઈક! તું એ બધું મૂક તું અહીં કઈ રીતે અને અત્યાર સુધી ક્યાં હતી કેટલા contact કરવાની ટ્રાય કરી ખબર છે તને મારાં લગ્ન નું આમન્ત્રણ પણ આપવું હતું
મિશા : ઓહ એવુ! હું વડોદરા છું હાલ. ત્યા એક્સેક્યુટીવ મેનેજર છું. આતો અહીં મારે એક ખાસ પ્રોજેક્ટ માટે આવી .
સમીર એ કહ્યું કે તું વલસાડ જ છે તો મેં એંના પાસે થી તારું એડ્રેસ લીધું અને પહોંચી ગઈ તારી પાસે 😅

*****
ત્યા જ પ્રીતિ શરબત લઇ આવી.

પ્રીતિ : સાગર, તે મને મિશા વિશે કહ્યું નહીં ક્યારેય.
સાગર : હા એ હું કેતા ભૂલી ગયો સોરી
પ્રીતિ : હમ્મ ઇટ્સ ઓકે
ત્યારે જ સાગર ને અર્જન્ટ કોલ આવે છે અને એ બહાર ચાલ્યો જાય છે.
મિશા : પ્રીતિ, હું કહું તમને, અમારા વિશે.
પ્રીતિ : હા.
Misha: હું અને સાગર અમે બન્ને કૉલેજ ની આન બાન અને શાન હતા.😅આમ તો અમે બન્ને ફ્રેન્ડ હતા પણ બધા મા કહેતા કે અમારા વચ્ચે કંઈક છે 😅હું અને સાગર બન્ને સાથે ખુબ જ મસ્તી કરતા એવો એક પણ દિવસ નહીં ગયો હશે કે સાગર મારી સાથે હોય અને હસ્યો ના હોય લડતા, ઝઘડતા, અને ફરી મનાવી ને બોલવા લાગતા. સારી એવી ફ્રેન્ડશિપ હતી જો કે હજુ છે 😊હું બઉ જ સળી કરતી સાગર ની 😅
પ્રીતિ : વાહ 😅તમારા વિશે ક્યારેય સાગર યે કહ્યું નથી આમ તો બધી વાત કરે ભૂલી ગયા હશે 😅

******
મિશા ને આ વાત થોડી ખૂંચતી હતી કેમ કે એના મન માં સાગર માટે બઉ બધું હતું પણ એની ઈચ્છા હતી કે સાગર સામે થી કહે પણ હવે કઈ થાય એમ નહોતું

******

સાગર એ મિશા ને થોડા દિવસ ત્યા જ રોકી લીધી જ્યાં સુધી તે વલસાડ માં હતી.

***
એક દિવસ પ્રીતિ ઘરે નહોતી.સાગર અને મિશા એકલા હતા.
સાગર તેના બેડ રૂમ માં કામ કરતો હતો ત્યા મિશા આવી
મિશા : શું હું અંદર આવી શકું?
સાગર : અરે આવ ને એમાં પૂછે શું કામ?
મિશા : હા આતો બસ એકલું લાગતું હતું એટલે બાકી હવે તું married છે એટલે પૂછવું પડે
સાગર : એમાં શું? પ્રીતિ બઉ જ સારી છોકરી છે એના જેવી જીવનસાથી મને ક્યાય ના મળત.
મિશા : હમ્મ. હું?
સાગર : શું બોલી?
મિશા : કઈ નહીં તું કામ કર તારું
સાગર : ના તું કંઈક બોલી
બોલ મિશા શું ચાલે છે મગજ માં? તું એક તો કૉલેજ પછી મને ક્યારેય ના મળી અચાનક ગાયબ થઈ ગઈ અને આવી તો પણ અચાનક વાત શું છે?
મિશા : કઈ નહીં સાગર તું કામ કર ને
સાગર : બોલ કીધું ને બોલ એટલે બોલ ચલ
મિશા : હવે એ બધી વાત નો કોઈ અર્થ નથી સાગર પ્લીઝ તારા લગ્ન થઈ ગયા છે 😓
સાગર : હા તો કઈ વાંધો છે? અને ક્યાં અર્થ ની વાત કરે છે તું? બોલ ચલ આજૅ
મિશા :......
સાગર : કહ્યું મેં કે બોલ નહીં તો હું ક્યારેય વાત નહીં કરું તારા સાથે
મિશા : અરે પણ 😓....
તો સાંભળ
I love you સાગર 😓
હું તને પ્રેમ કરતી હતી અને હજુ કરું છું એ જ કારણ થી મેં લગ્ન નથી કર્યા અને એ જ કારણ થી હું દૂર જતી રહી કેમ કે મને નોતી ખબર કે તું મને પ્રેમ કરે છે કે નહીં
એટલે જો તું મને પ્રેમ કરતો હોત તો તું મને ગોતવા આવ્યો હોત 😓પણ તું તો...
સાગર : હમ્મ.. સોરી પણ હું કૉલેજ કાળ થી જ પ્રીતિ ના પ્રેમ માં હતો મેં આ વાત કોઈને નહોતી કરી
મિશા : હમ્મ કઈ નઈ હવે જે થયું તે 😓i love you
સાગર : i love you too dear
અને મિશા ને રડતી જોઈ સાગર એને hug કરે છે.
****
પ્રીતિ સાગર ને મિશા ને hug કરતા અને i love you કહેતા સાંભળે છે તે દરવાજા ને ટકોરો કરે છે
સાગર : ઓહ પ્રીતિ તું ક્યારે આવી ગઈ ખ્યાલ જ ના રહ્યો
અને આ....
પ્રીતિ : હમ્મ
મિશા : તું જે સમજે છે એવુ કઈ જ નથી
સાગર : હા પ્રીતિ તને વિશ્વાસ છે ને મારા પર હું તારો જ છું
પ્રીતિ આ બન્ને ની વાત સાંભળી ધીમે ધીમે હસે છે
પ્રીતિ : અરે તમે બન્ને પણ 🤦‍♀️મેં તો કઈ કહ્યું પણ નથી મને તમારા પર પૂરો ભરોસો છે સાગર 😊
સાગર : i love you પ્રીતિ
પ્રીતિ : i love you too
મિશા : તમે બન્ને તમારી લાઈફ માં હમેશા ખુશ રહો અને આવો જ વિશ્વાસ જાળવી રાખો એવા મારાં આશીર્વાદ છે 😂
અને ત્રણેય હસવા લાગે છે...

સમાપ્ત
મારાં થી કઈ ભૂલ થઈ હોય તો માફ કરશો....
😇 Thank you 😇

બીજા રસપ્રદ વિકલ્પો