બસ તું એક જ - ભાગ ૧ Miss Vasani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

બસ તું એક જ - ભાગ ૧

આજૅ પ્રીતિ નો કૉલેજ માં પહેલો દિવસ હતો. એક નવી જગ્યા, નવા ફ્રેન્ડસ, નવો એરિયા. એ બસ માં જ કૉલેજ માં જાય છે એ પણ એકલી. બધા ને તેના મમ્મી કે પપ્પા મુકવા આવતા હતા અને પ્રીતિ એકલી આવી હતી. કલાસ રૂમ શોધતા શોધતા એક ફ્રેન્ડ મળી ગઈ જ્યોતિ, બન્ને જ ક્લાસ માં સાથે જાય છે. ક્લાસ રૂમ ઘણો ખરો ભરાય ચુક્યો હતો. પ્રીતિ આમ તો એક દમ સીધી છોકરી હતી. પણ ૧૧ અને ૧૨ માં આ ભોળપણ નો ફાયદો ઘણા લોકો ઉઠાવતા કેમકે પ્રીતિ કોઈ સામે બોલતી નહીં અને બીજા જે કહે તે કર્યા કરે તેથી તેના જ ફ્રેન્ડ્સ તેને બઉ હેરાન કરતા. એટલે આ વખતે તેને નક્કી કરેલું કે હવે કોઈને મારો ફાયદો ઉઠાવવા નહીં દવ. પણ બીજા નું કામ કરી આપવાની તેની આદત જતી જ નહોતી આમ ને આમ તે ૧ સેમેસ્ટર પુરૂ કરે છે અને જોત જોતા માં આખુ ૧ વર્ષ પૂરું થઈ જાય છે પણ તેના સ્વભાવ માં બદલાવ આવતો નથી. અને પેલા ની જેમ જ ચૂપ ચૂપ રહ્યા કરતી.


હવે એક વર્ષ પૂરું થાય છે એટલે વેકેશન પડે છે. વેકેશન માં તેને ફેસબુક પર સાગર મળે છે. સાગર તેની સાથે દસમા ધોરણ માં સાથે ભણતો. સાગર ભણવામાં ઘણો હોશિયાર અને ક્લાસ નો મોનિટર પણ હતો. ગમે ત્યાં બોલવા નું થાય એ બેજિજક બોલી દેતો. પ્રીતિ ને સાગર થી ડર લાગતો કેમ કે સાગર નો સ્વભાવ એક દમ સર જેવો જ. ક્યાય પાછો ના પડે. પ્રીતિ ઘણો વિચાર કર્યા પછી સાગર ને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલે છે અને રિકવેસ્ટ તરત જ સ્વીકારાય છે અને તરત જ સાગર નો મેસેજ પણ આવી જાય છે. બન્ને એક બીજા ના વિશે પૂછે છે કે તું ક્યાં ભણે છે અને શું ભણે છે. અને મોબાઈલ નંબર ની આપ લે થાય છે. પ્રીતિ ને એ જ સમજ માં નથી આવતું કે આના સાથે શું વાત કરવી. હવે સાગર રોજ સવાર માં શુભ સવાર ના મેસેજ મોકલે છે અને વાત કરવાની કોશિશ કરે છે પણ પ્રીતિ ઘભરાય છે.

થોડા દિવસો પછી પ્રીતિ સાગર ને પૂછે છે કે કેમ ને આપણે બધા મળીયે.


"તો જયારે તું અમદાવાદ થી સુરત આવે ને ત્યારે કહેજે આપણે બધા મળીશું "પ્રીતિ એ સાગર ને કહ્યું.
"લ્યો એમાં શું હું તો હમણાં થી અહીંયા જ છું, તું પ્લાન બનાવ આપણે બધા મળીયે. સાગર એ જવાબ આપ્યો.
"શું હું પ્લાન બનાવું? "
"હા તું એના માટે કૅપેસિટી ધરાવે છે "સાગર એ જવાબ આપ્યો.
"ઓકે તો હું નક્કી કરું "પ્રીતિ એ તૈયારી બતાવી.
"પ્રાણી સંગ્રહાલય ચાલશે? "પ્રીતિ એ મળવા માટે ની જગ્યા શોધી.
"ઓકે, તો હું બધા ને કહી દવ છું તું પણ બધા ને કહી દે ".સાગર એ હા માં હા પરોવી.
સાગર અને પ્રીતિ એ સ્કૂલ ના બધા જ ફ્રેન્ડ્સ ને આમંત્રણ આપ્યું. અને મળવા માટે તૈયાર થયા.

બીજા જ દિવસે મળવા નું હોવા થી પ્રીતિ ઝડપ થી કામ કરીને નવરી થઈ ગઈ. અને ત્યાર થવા લાગી. સાગર આવવાનો હોવાથી તેને પુરા કપડાં જ પહેર્યા કેમ કે સાગર ને પસંદ નોતું. અને બધા જ નક્કી કરેલી જગ્યા પર સમયે આવી ગયા હતા. પ્રીતી પણ પોતાની ગાડી લઈને ત્યાં પહોંચી ગઈ. અને ટિકિટ લઈને અંદર ગયા.

આજૅ બધા જ ત્રણ વર્ષ પછી મળ્યા હતા. પ્રીતિ એ જોયું તો સાગર નો પહેરવેશ પેલા જેવો જ હતો. બધા પોત પોતાની જિંદગી કેવી ચાલે છે એના પર વાત કરી અને ઘણા વર્ષ પછી મળ્યા હતા તો આનંદ પણ અલગ જ હતો.



દિવસો જતા ગયા એમ સાગર અને પ્રીતિ સારા એવા ફ્રેન્ડ બની ગયા. અને ધીરે ધીરે એક બીજા ની ખુશી નો ખ્યાલ પણ કરતા ગયા.
"સાગર, તું પેલા કેવો હતો અને અત્યારે કેવો થઈ ગયો છે "પ્રીતિ એ સાગર માટે કહ્યું.
"એટલે તું શું કેવા માંગે છે સાફ સાફ બોલ"સાગર થોડો અચંબિત થઈ ને બોલ્યો.
"એટલે કે તું દસમા માં કેવો હતો ના ક્યારેય મસ્તી કે કઈ નઈ, અને અત્યારે તું મારાં સાથે કેટલી મસ્તી કરે છે "પ્રીતિ એ જવાબ આપ્યો.
"મારી બેસ્ટ ફ્રેન્ડ છે તું અત્યારે, અને પેલા હું તારો મોનિટર હતો, હું ત્યારે પણ મસ્તી કરતો પણ ત્યારે મારાં માથે આખાં ક્લાસ ની જવાબદારી હતી. મેં બન્ને જ જગ્યા પર મારું સરખું યોગદાન આપ્યું છે "
"અને અત્યારે મારે મારી બેસ્ટ ફ્રેન્ડ ને ખુશ કરવાની છે એને બહાદુર બનાવવા ની છે "સાગર એ પ્રીતિ ને એના સ્વભાવ માટે કહ્યું.
"સાગર તું સાચું કહે છે, મારે મારાં માં બદલાવ લાવવો જોઈએ પણ ઘણા લોકો કહે છે કે હું સુંદર નથી "પ્રીતિ આ બોલતા ની સાથે જ નિરાશ થઈ જાય છે.
"અરે પ્રીતુ, તું નિરાશ કેમ થાય છે, તું બઉ જ સુંદર છે. તારા માં જે સુંદરતા છે એ બીજી છોકરીઓ માં મેં નથી જોઈ" સાગર પ્રીતિ ના વખાણ કરે છે.


આજૅ પહેલી વાર કોઈએ પ્રીતિ ના આવા વખાણ કર્યા એટલે એ બઉ જ ખુશ થઈ જાય છે અને સાગર સાથે મસ્તી કરે છે.
થોડા દિવસો પછી પ્રીતિ તેના પરિવાર સાથે ફરવા જાય છે અને રસ્તા માં તે સાગર સાથે વાત કરે છે તો એને ખબર પડે છે કે સાગર પાછો હોસ્ટેલ જાય છે. તેથી તેના મન માં થોડું દુઃખ થાય છે, પણ એ સમજી નથી શકતી કે સાગર ના દૂર જવા થી આટલુ દુઃખ કેમ થાય છે. અને ચિંતા થાય છે કે સાગર ઠીક તો હશે ને એ ઠીક થી પહોંચી તો ગયો હશે ને. ત્યાં થોડી જ વાર માં મેસેજ આવે છે કે હું ઠીક થી અમદાવાદ પહોંચી ગયો છું ચિંતા ના કરતી.
સાગર ને પણ એમ થાય છે કે પ્રીતિ ની ચિંતા થી મને કેમ આવું થાય છે. બન્ને કંઈ જ સમજી નથી શકતા. અને પોતાના કામ માં લાગે છે.


To be continue...