સરપ્રાઈઝ ગિફ્ટ Indra Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરપ્રાઈઝ ગિફ્ટ



જય આજે ખુબજ ખુશ હતો...
ખુશ તો હોય જ ને‌ આજે એનો‌ બર્થ-ડે જો હતો અને ઉપર થી એની એકમાત્ર પ્રેમિકા જીયા એને સરપ્રાઈઝ ગિફ્ટ આપવાની હતી... કહ્યે તો જય માટે આજનો આખો દિવસ જ સ્પેશ્યલ હતો...હવે જોય એ જય નો આ સ્પેશિયલ દિવસ...

જય અરિસા સામે ઉભો રહી ને પોતાના વાળ સરખા કરી રહ્યો હતો ને મોબાઈલ માં વાગતા રોમેન્ટિક સોંગ બબડી રહ્યો હતો... ને એવામાં એની મમ્મી આવે છે..

"ઓહો જય બેટા બહુ જલદી સવાર પડી ગઈ આજે તો તમારી"

"અરે મમ્મી તને ખબર તો છે આજે મારો સ્પેશિયલ ડે છે અને આજ ના દિવસે સુરજ મોડો ઉઠે જય નહીં"
જય એ હસતો હસતો જવાબ આપ્યો......

"હા હવે એક દિવસ માટેના અમારા સુરજજી.. આ ચા મુકું છું પીલે ગરમ-ગરમ"
એમ કહી જય ના મમ્મી બહાર જાય છે...

જય વાળ સરખા કરતો કરતો કબાટ તરફ જાય છે ને કપડાં જોવા લાગે છે....

"અરે આજે તો હું બઉ કન્ફ્યુઝન માં આવી ગયો છું આટલા બધા કપડા છે શું પહેરું શું ના પહેરું ? "
કપડાં જોતો ‌જોતો‌ જય મનમાં જ બબડે છે...

"હા‌ ' આ કાળો રંગ રિયા ને બઉ ગમે અને કાળા રંગમાં તો હું પણ એકદમ હિરો જ લાગું છું "
મલકાતો મલકાતો જય કાળુ શર્ટ પહેરી લે છે અને ખુરશી પર બેસી ચા પીવા લાગે છે....

જય ચા પિતો હોય છે કે ફોન માં કોલ આવે છે....

"હેપ્પી બર્થડે જયલા"

"અરે રાહુલ તું સવાર સવારમાં થેન્ક યુ થેન્ક યુ ભાઈ"

"આજે તો તારી પાસે મોટી પાર્ટી લેવાની છે.. આ તારા થેન્કયુ બેન્કયુ થી કામ નહીં ચાલે"
રાહુલે હસતા હસતા કહ્યું....

"હા હા‌ ભાઈ તારી પાર્ટી ખબર છે મને પણ એ બધું કાલે રાખ આજ નો દિવસ તો જિયા સાથે જ જશે અને આજે તો જિયા મને સરપ્રાઈઝ આપવાની છે.... "

ચલ‌ હવે કાલે મળ્યે એમ કહી જયે‌ ફટાફટ ફોન મુકી દિધો.....

"અરે જિયા એ હજુ સુધી મેસેજ કેમ ના કર્યો 'દર વખતે તો સૌથી પહેલાં જિયા જ વિશ કરે છે"

" કંઈ નહીં આજ ના સરપ્રાઈઝ માં ને સરપ્રાઈઝ માં ભુલી ગઈ હશે કદાચ"

જય બેડ પર સુતો સુતો વિચાર તો હોય છે કે એની મમ્મી આવે છે....

"જય બેટા આજે તો બધું તારું ફેવરિટ બનવાનુ છે પણ બિંજુ તારે કંઈ ખાવું હોય તો બોલ એ પણ બનાવી દઉ"

"અરે ના ના મમ્મી કંઈ વધારે નહીં અને હમણાં તો હું ફ્રેન્ડ સાથે બાર જઈશ તો હવે રાત્રે જ જમીશ"
એમ કહી જય પાછો વિચાર માં પડી ગયો.....

"સારૂં સારૂં પણ જલ્દી આવી જજે પાછો મોડા સુધી તમારી પાર્ટી ના કર્યા કરતા અને પૈસા જોવે તો પપ્પા પાસેથી માંગી લેજે"

એટલું કહીને જયના મમ્મી પાછા કામે લાગ્યા....

જય એ સાંભળ્યું ના સાંભળ્યું કરી પાછો જીયા ના વિચારોમાં ખોવાઈ ગયો.....

અહીંયા જય ના મમ્મી કામ કરતા હોય છે કે ડોરબેલ નો અવાજ સંભળાય છે....

ટ્રીગ............ટ્રીગ..........ટ્રીગ............ટ્રીગ............

જય ના મમ્મી જઈને દરવાજો ખોલે છે.....

"હેલ્લો મેમ...આ મિ.જય કુમાર નું પાર્સલ આવ્યું છે"

"અરે જય આ તારું કોઈ પાર્સલ આવ્યું છે જોતો.."
જય ને બોલાવી એ પાછા કામે વળગે છે......

જય રુમમાંથી બાર આવે છે ને દરવાજા તરફ જાય છે.....

"કોણે મોકલ્યું પાછું પાર્સલ ?"

"સર કોઈ જિયા નામથી આવ્યું છે....."

જિયા નામ સાંભળી જય બધા વિચારો છોડી પાછો ખુશખુશાલ થઈ ગયો અને પાર્સલ વાળા પાસે સહી કરાવી પાર્સલ લઈ અંદર ગયો..........

"હા હવે ખબર પડી જીયા મને આમ સરપ્રાઈઝ આપવા માંગતી હશે.. હવે એનો સ્પેશિયલ સરપ્રાઈઝ છે તો આ રીતે જ આપે ને હું પણ ખોટી ચિંતા કરતો હતો"

જય મનમાં બોલતો હતો ને મલકાતો મલકાતો પાર્સલ ખોલતો હતો...

જય એ પાર્સલ ખોલ્યું ને એમાં જોવા લાગ્યો....

"અરે આતો મે જીયા ને આપી હતી એજ ઘડિયાળ છે એને પાછી કેમ મોકલી હશે આમાં"
જય ઘડિયાળ જોતો હતો કે અંદર થી બિજુ કંઈ નિકળે છે..

"અરે આ રિંગ પણ‌ કેમ જીયા એ પાછી મોકલી એને તો આ બઉ જ ગમતી એ કોઈ દિવસ કાઢતી પણ‌ નહીં ‌હતી"

અંદર જય એ આપેલી નાની ‌મોટી ગીફટો નિકળે છે ને છેલ્લે એક લખેલો કાગળ પડ્યો હોય છે...
જય બધું સાઈડ માં મુકી કાગળ વાંચવા લાગે છે....

"હેપ્પી બર્થડે જય"

"તારી બધી ગિફટો ને જોઈ તને નવાઈ જરૂર લાગી હશે કે મને કેમ‌ પાછી મોકલી"
જય ખરેખર હવે હું આપણા આ સંબંધ ને આગળ લઈ જવા નથી માંગતી એટલે જ મે‌ તારી બધી નિશાની ઓ‌ તને પાછી મોકલી આપી છે....
આ રિલેશનશિપ ને હું કેમ અધવચ્ચે આમ તોડુ છું એની મને પણ‌ ખબર નથી જય...
બસ મને અત્યારે આજ ઠીક લાગે છે કે આપણે અહીંયા જ બધું સ્ટોપ કરી દેવું જોઈએ અને હા મેં તને બધે થી જ બ્લોક કર્યો છે તો કોઈ બિજા નંબર થી તું મારી સાથે વાત કરવાનાં પ્રયત્નો ના કરતો પ્લીઝ...

તું મળી ને કંઈ સમજ તો જ નહીં કે મેં અચાનક આવું કેમ કર્યું એટલે જ મેં આ કાગળ દ્વારા તને જણાવું છું..
તને આમ ખોટું લાગ્યું હોય તો મને માફ કરજે મારી પાસે બિજો કોઈ રસ્તો નથી...
તું તારી લાઈફ માં હમેશા ખુશ રહે એવી જ હું ભગવાન ને પ્રાર્થના કરીશ અને કોઈ મારા કરતાં સારી છોકરી મળી જ જશે તને....તારૂં ધ્યાન રાખજે...
............ લિ.જીયા

જય ના હાથમાંથી કાગળ છુટી જાય છે......જય બસ સ્થિર થઈ જાય છે ને એની આંખોમાં થી આંસુઓ ની‌ ધારા વહેતી હોય છે....
એનો એ ખુશખુશાલ ચહેરો ક્યાંય ગાયબ થઈ જાય છે...
જય બેડ પર પડે છે ને ઉપર પંખા ને તાક્યા કરે છે ને એની આંખ માંથી આંસુ વહે છે......
સવાર માંથી સાંજ થઈ જાય છે પણ જય ના આંસુ ઓ રોકાતા નથી...
એમ લાગે છે જાણે જય વર્ષો થી રડયો જ ના હોય ને બધા વર્ષો નું આજે રડી લેવાનો હોય....

સાંજ થઈ છતાંય જય રુમમાંથી બહાર નથી જતો તો એના મમ્મી ચિંતામાં દરવાજો ખખડાવે છે....

"બેટા જય શું થયું ?"
જય કોઈ પ્રત્યુત્તર નથી આપતો...

"જય સાભળ તો બેટા તારો ફેવરિટ ગાજર નો હલવો બનાવ્યો છે જો બહાર નિકળ જમીલે સવાર નું નથી ખાધું તે"

જય તોયે કોઈ ઉત્તર નથી આપતો...

"જો તું નહીં જમે તો હું પણ નહીં જમું ચલ બહાર આવ જલ્દી હું ડિશ તૈયાર કરું"

એમ કહી જયના મમ્મી જાય છે .....

જય ને હાલમાં પોતાની કંઈ પડી નહીં હતી છતાં એના મમ્મી ના કહેવાથી બહાર આવ્યો...

જય નો આખો ચહેરો લાલ થઈ ગયો હતો...જય ના આંસુ રોકાતા ન હતા છતાં જય નકલી હાસ્ય સાથે જમવા બેઠો....

"કેમ બેટા સવાર નો રુમમાં હતો તારા ફ્રેન્ડ સાથે ના ગયો બહાર ?"
જય ના મમ્મી પુછવા લાગયા....

"કંઈ નહીં ‌મમ્મી એ થોડું માથું દુખતું હતું એટલે ઉંઘ આવી ગઈ હતી"
આમ બોલી જય થોડું જમી પાછો રુમમાં જતો રહ્યો ને નકલી હાસ્ય ઉતારી પાછો રડવા લાગ્યો....

એની હાલત કશું સમજવા લાયક નહીં હતી.... કોઈ પાગલ ની જેમ જ જય રડી રહ્યો હતો..
એની આંખો પણ રડી ને થાકી હતી પણ‌ જય બસ રડી રહ્યો હતો.....

બસ આજ લાસ્ટ ડે હતો જ્યારે જય હસ્યો ને આજ લાસ્ટ ડે એનો સ્પેશિયલ ડે હતો...

આ દિવસ પછી જય ના જીવન માં બસ અંધકાર જ હતો અને દુઃખ...

જીયા ના સરપ્રાઈઝ માં આજ એના ગિફ્ટ હતી...

જય ની આંખો ને આંસુ....
જય ના જીવન માં દુઃખો ને દર્દો....
અને આખરે જય ના જીવન નો છેલ્લો દિવસ જીયા એ સરપ્રાઈઝ માં આપ્યો જે પછી જય જીવ્યો જ નથી............