Just Friends books and stories free download online pdf in Gujarati

Just Friends

કેમ છે હવે તને માય સ્વીટ ડિયર ?
બસ હવે સારું છે
દવા લીધી ??
હા યાર નથી ગમતી પણ મમી પરાણે પિવરાવે છે,
હા તો સારું ને અને ના પીધી હોત ને તો હું આવી ને તને પરાણે પીવરાવી દેવાનો હતો.

એમ તો. મે નથી પીધી ચાલ આવ મારા પાસે તારા હાથે તો જેર પણ પી લવ.

ઓય પાગલ આવું ના બોલ તું આવું બોલે ને તો મને બઉ ડર લાગે ગાંડી કઈ પણ બોલી દે છે.

સારું પાગલ આ બાજુ ક્યારે આવે છે?

સોરી પાગલ હું થોડો કામ માં છું એટલે નઈ આવી શકાય પણ ૪ દિવસ પછી હું મળીશ તને પ્રોમિસ....

ઓકે હું તારો વેઇટ કરીશ...

(મારા મન માં) પાગલ મારે પણ તને કૈક કેહવુ છે પણ તારી તબિયત સારી નથી સો હું રાહ જોઇશ હું પણ તને મળવા માટે ઉતાવળો છું.મારા માટે આ ૪ દિવસ ૪ યુગ સમાન છે...

*સાગર મારો આટલે પાસ છે*
*તો પણ કેમ દિલમાં પ્યાસ છે*

ઓય પાગલ હું પણ તમે કૈક કહેવા માંગતો હતો પણ ખબર નઈ કેમ ક્યારેય એટલી હિમ્મત જ ના થઈ કે તનેં મારા દિલ ની હાલત કઈ શકું હું જાણું છું કે તને ખબર છે કે હું તને કેટલો પ્રેમ કરું છું પણ તું અજાણ બને છે. યાર મે ઘણી વાર વિચાર્યું આજે બસ કહી. જ દઉં પણ મને આપની દોસ્તી. ને તોડવા નો ડર લાગતો હતો હું તને તારી વાતો આપની ૪ વર્ષની દોસ્તી. ને ખોવા નોતો ચાહતો એટલે કહ્યું જ નઈ..
પણ આજે. મે ઘણી હિમ્મત ભેગી કરી ને કહું છું

😘 I love you so much yaar 😘

સાગર *i hate you* મે ફક્ત મારો બેસ્ટ ફ્રેન્ડ માન્યો હતો અને મને જોરથી એક તમાચો પડ્યો અને મારી ઊંઘ ઊડી ગઈ..

મે ઘણું વિચાર્યું અને આજે પાછું. એ પાગલ ને મળવાનું પણ હતું એ મને કૈક કેહવાની હતી અને મારે એને કૈક કેહવુ હતું એટલે હું એ સપના ને ભૂલી ને ફ્રેશ થવા ગયો...

કેહતા નથી દુકાળ માં અધિક માસ ખબર નઈ કેમ હું રેડી થઈ ને આવ્યો ને જોયું તો ગાડી માં પંચર સામે એક દુકાન હતી પણ પંચર ની એ દુકાન પણ બંધ કદાચ આજે હું વહેલો છું એટલે બંધ હશે..
આજે પેહલી વાર હું આટલા જલ્દી જાગી ગયો ને તૈયાર થયો હતો.
આજે બસ માં જવા નો વારો હતો

હું ચાલી ને અમારા ઘર થી થોડે દૂર આવેલા બસ સ્ટોપ પર આવ્યો હું આજે બઉ ખુશ હતો ઘણાં લોકો ના કેહવાથી આજે. મે ઘણી હિમ્મત ભેગી કરી. ને આજે મારે એને કહવું છે
મારી જિંદગી. માં. મે ઘણી પરીક્ષા આપી પણ ખબર નઈ કેમ આજે થોડું નર્વસ ફીલ થાય છે..

સાગર આમ તો ખુબજ વિશાળ હોય છે બટ કોણ જાણે આજે આ સાગર ને પણ હિમ્મત ની ઓછપ લાગી રહી છે

અને આજે જે પલ ની ઘણાં સમય થી રાહ જોઈ રહ્યો હતો. એ આવી જ ગઈ હું કોલેજ માં એન્ટર થયો આ એક કોલેજ જ્યાં આજથી ૪ વર્ષ પેહલા અમે છુટ્ટા પડ્યા હતા એ બધી પરીક્ષાઓ પૂરી કરી લીધી હતી પણ આજ મારી લાઈફ ની એક્ઝામ હતી.
આજ મારા અને એના રિલેશન નું ભવિષ્ય નક્કી થવાનું હતું..
આજે ખબર નઈ કેમ મારી આંખો જેને જોવા તડપતી હતી અને એ દેખાય નથી રહી... ઉદાસ થઈ ને મે એને કોલ કર્યો બટ ફોન બંધ આવતો હતો મે ૪૪ કોલ કર્યાં ૩૨ જેટલા મેસેજ કર્યા પણ ખબર નહિ મને ઘણાં વિચારો નું પૂર આવી ગયું....

એ વિચારો માં હું ખોવાયેલો હતો ખબર જ નાં રહી કે ઘણી વાર થી એની ફ્રેડ અંકિતા મને બૂમો પાડી રહી હતી એ પાસે આવી ને બોલી સંભળાતું નથી કે શું ?

હું વિચારો માં એટલો ખોવાય ગયો હતો કે કઈ ખ્યાલ જ ના રહ્યો મે એને પૂછ્યું કે તું અહીંયા શું કરે છે અંકિતા??

અંકિતા એ કહ્યું હું રિસલ્ટ લેવા આવી છું મારું અને નિધિ નું
તમને કહ્યું નથી એણે આજે એ જઈ રહી છે સો એ પેકિંગ કરી રહી છે તો એણે એનું રિસલ્ટ લાવવા માટે મને કહ્યું છે

એક યોદ્ધા ને જેમ હથિયાર વિના યુદ્ધ મેદાન માં છોડી દેવામાં આવે મારી હાલત એવી થઈ ગઈ હતી હવે શું કરું એ ખબર નથી પડી રહી..
અને મે નક્કી કરી લીધું બસ હવે આજે તો કોઈ પણ રીતે એને કહી જ દેવું છે સો હું એના ઘર તરફ ભાગવા લાગ્યો..
રસ્તા માં આવેલા અબ્દુલ કાકા ની શોપ થી એક મસ્ત ગુલાબ નું ફૂલ લીધું અને નીકળી ગયો હું મારી મંજિલ તરફ સફર માં સાથે મારી એની વાતો અને એની મુલાકાત વિના ની યાદો લઈ ને..
એના ઘર ના દરવાજા પાસે આવતા મારા હ્રદય. નાં શ્વાસ જાણે કે એની ટ્રેન છૂટી રહી હોય અને ફાસ્ટ ફાસ્ટ દોડવા લાગે એમ ભાગવા લાગ્યા..
મે એના ઘર ના દરવાજા ની બેલ વગાડી એની નાની બહેન એ દરવાજો ખોલ્યો એ મને જાણતી હતી સો બોલાવ્યો મને અંદર એન્ટર થયો હું હોલ માં બેઠો હતો એજ જણાઈ રહ્યું હતું. કે જાણે. કે કોઈ પ્રસંગ હોય..
ઉપર ઘણાં લોકો હાજર હતા વાતો નો અવાજ આવી રહ્યા હતા
ત્યાં એ નીચે આવી એક પળ હું એને જોઈ. જ રહ્યો કંઇજ. નાં બોલી શક્યો બસ એને જોઈ રહ્યો એને જોઈ. ને મારી નજર ઝુકી ગઈ એ પાસે આવી અને કહ્યું સોરી આજે મળવાનું હતું બટ આ કૌશિક જોને મને સરપ્રાઈઝ આપી આજે અચાનક એની ફેમિલી સાથે આવી ગયો કાલે રાત્રે કહ્યું એને મને અને અમે તૈયારી કરવા લાગ્યા મારી સગાઈ ની ....

ઓહ હા સોરી. એનું. મે કહ્યુ જ નહી હું આજે તને મળીને એની. જ વાત કરવાની હતી I love Kaushik nd he love's. me
અમે આજે સગાઈ કરી રહ્યા છીએ તને કાલે કેહવુ હતું પણ મારો ફોન બંધ હતો સો નાં કહી શકી સારું થયું તું આવી ગયો યાર I. m so happy now Maro bff આવી ગયો યાર miss you so much અહીંયા હજુ બઉ બધા કામ છે I really need you...
જાણે કે ધોધમાર વરસાદ વર્ષી રહ્યો હોઈ અને અચાનક તડકો આવી જાય અને મેઘધનુષ સર્જાય એમ મારા હ્રદય. માં જાણે કે લાગણી નું પૂર આવી ગયું હતું
પણ એના માટે આ ખુશી નો પલ હતો સો હું હાંથી નાં દાંત ની જેમ દેખાડો કરવા બધું અંદર. જ રાખી. ને હસવા લાગ્યો....

એ અબ્દુલ કાકા નાં ફૂલ જાણે કે રડી રહ્યા હતા પ્રેમ ના ઈઝહાર નાં ઇન્તજાર માટે ની રાહ જોઈ રહ્યું હતું ને હવે પ્રેમનાં મોત. નાં સોક માં એનો ઉપયોગ થઈ રહ્યો છે..

મે હવે. એજ ફૂલ મારી લાગણી. ને છીપાવી ને એની હેપ્પી લાઇફ ની દુઆ કરી
*wishing you a happy life dear*.....


અને હું ત્યાંથી નીકળી ગયો હ્રદય માં ઉમટેલા વિશાળ દરિયા ને આંખો માં જ સમાવી ને..

ખબર નહિ મારી કલ્પના તમારા હ્રદય. ને સ્પર્શી કે નહિ
મે શબ્દ વડે તમારા દિલ સુધી આ કહાની પહોંચે એવી પૂરી કોશિશ કરી તમારો અભિપ્રાય કૉમેન્ટ. માં જણાવજો
લાઈક કૉમેન્ટ એન્ડ શેર....
આ સ્ટોરી વાંચવા બદલ આભાર


બીજા રસપ્રદ વિકલ્પો