બીજી દુનિયા Shanti Khant દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બીજી દુનિયા

આપણી ધરતી સિવાય બીજી દુનિયા છે? આવા સવાલો ઘણી વખત ઉદભવ્યા છે ,અને તે સવાલ હંમેશા રહસ્યમય રહયો છે.

ઘણી જગ્યા એવી છે જ્યાં એવી માન્યતા છે કે બીજી દુનિયા અહીંથી શરૂ થાય છે.
આપણા ભારતમાં પણ એવી માન્યતા છે કે હિમાલયની ટોચ પર થી સ્વર્ગમાં જઈ શકાય છે.
પાંચ પાંડવો અને દ્રૌપદી પણ ત્યાંથી ને સ્વર્ગમાં જવા નીકળ્યા હતા આખરે યુધિષ્ઠિર તેમના કર્મોને આધારે પહોંચી શક્યા હતા.

આવી માન્યતાઓ દુનિયામાં ઘણી જગ્યાએ પ્રવર્તે છે પૃથ્વી પરથી એવા પાંચ દરવાજા છે.

જેને પેલે પાર બીજી દુનિયા છે એવી માન્યતાઓ પ્રવર્તે છે.
આવા દુનિયામાં પાંચ દરવાજા છે .
જેના દ્વારા બીજી દુનિયામાં પ્રવેશ મેળવી શકાય છે. અને ત્યાંથી અહીં આવી શકાય છે.

સૂર્ય નો દરવાજો:-

બોલવીયા માં એક એવો ગેટ છે. જેને સૂર્ય દેવ નો દરવાજો માનવામાં આવે છે .
લોકોનું માનવું છે કે આ ગેટ ની બીજી તરફ એક એવી દુનિયા છે જ્યાં આ ધરતી ની દુનિયાથી અલગ છે.
જે એક દિવસ આ દરવાજો જરૂર ખુલશે અને આપને એક દિવસ એક નવી દુનિયા જોવા મળશે. આવી ઉત્સુકતાથી લોકો અહીં પૂજા કરે છે.

સ્ટલ સેમેન્ટ્રી પેન્સિલ્વેનિયા:-

સેમેન્ટ્રી એટલે કે સમસાન ઘાટઆ જગ્યાની નરકનો દરવાજો માનવામાં આવે છે .
એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ આ દરવાજો ખુલે છે ત્યારે ત્યાંથી ભુતપેત અહીં આપની દુનિયામાં આવે છે અને પાછા જાય છે પણ આ દરવાજો સંપૂર્ણ રીતે ખૂલતો નથી અને એટલે જ ચુડેલો ,ભૂત ,પ્રેત અહીં પાઠ પૂજા કરે છે, કે આ દરવાજો પૂરો ખુલી જાય અને તેઓ ધરતી પર આવ જાવ કરી શકે.

સુમેરિયન ગેટ:-

આ ગેટ ઇરાકની દંતકથાઓ માંથી એક છે .
આ ગેટની પેલે પાર બીજી દુનિયા છે એવું કહેવામાં આવે છે.
ઇરાકના લોકો એવું માને છે કે આપણા પૂર્વજો પાસે આવી શક્તિ હતી જેના દ્વારા તેઓ બીજી દુનિયામાં જઈ આવી શકતા .
શિલાલેખ પર તેમના પૂર્વજો દ્વારા વાર્તા કોતરાયેલી છે, કે તેઓ બીજી દુનિયામાં જતા હતા અને હજુ પણ તેઓ ત્યાં જીવે છે.

હોયા બાચો ફોરેસ્ટ:-

રોમાનિયામાં આવેલા જંગલ છે જે રાતના સમયે રહસ્યમય બની જાય છે .
લોકોનું માનવું છે કે જે પણ રાતના સમયે જંગલમાંથી પસાર થાય છે તે ગાયબ થઈ જાય છે .
એક છોકરી ગાયબ થઇ હતી જે પાંચ વર્ષ પછી પાછી આવી હતી અને તેની ઉંમર વધી જ ન હતી .
તે છોકરીના પરિવાર અને લોકોને ખૂબ જ આશ્ચર્ય થયું કે જેવી ગુમ થઈ હતી તે આ વખતે જે ઉંમર હતી તેવી જ કેવી રીતે દેખાય છે? અને પૂછવામાં આવતા તેણે કહ્યું કે તે તો ખોવાઈ જ નથી. જે રહસ્ય હજુ સુધી ઉકેલાઈ જ ના શકયુ.

ચેક રિપબ્લિક:-

અહીંયા એક એવો ખાડો છે જેની ઉંડાઇ ખબર પડતી નથી
જે સીધો નરક તરફ જાય છે.
તેરમી સદીમાં એક કેદી જોડે શરત રાખવામાં આવી હતી કે જો તું અંદર જઈ ને પાછો આવીશ તો તારી સજા માફ કરી દેવામાં આવશે.

તેને શર્ત નો સ્વીકાર કરીને તે ખાડામાં ગયો પણ તે અંદર ગયા પછી બૂમો પાડવા લાગ્યો જેથી એને બહાર નિકાળવામાં આવ્યો ત્યારે તે ઘરડો થઈ ગયો હતો તેની ઉંમર 30 વર્ષ જેટલી વધી ગઈ હતી.

આપણે પૃથ્વી પર રહીએ છીએ અને આપણા સિવાયની બીજી દુનિયા છે .
આપણે કઈ રીતે આવ્યા આ બધી વાતો નો વૈજ્ઞાનિકોએ પણ ઘણા પ્રકારના પ્રુફ આપ્યા છે .
તેમ છતાં ઘણા સવાલો એવા છે જે સાબિત નથી કરી શકાતા.