વણકહ્યો પ્રેમ.. DOLI MODI..URJA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વણકહ્યો પ્રેમ..

લીના ઓફિસ જવાં માટે તૈયાર થઈ ગઈ હતી. સંજય અને લીના સાથે જ નીકળે રોજ ઓફિસ જવાં માટે,

" ચલો સંજયયયયય, મોડું થાય છે,"

કેહાતા લીનાએ ગાડીની ચાવી ડ્રોવરમાંથી લીધી, અને રૂમમાંથી અંદરથી સંજયનો વળતો જવાબ આવ્યો,
"હા..! આવુંજ છુ"

એ સાંભળીને લીના બહાર નીકળવા દરવાજા પાસે આવી ત્યાંજ દરવાજે કોઈ અજાણ્યો યુવક આવીને ઊભો હતો, એને જોઈ લીનાએ પુછયું

" જી..! કોનું કામ છે !? "

પેલા માણસે વિનમ્રતાથી જવાબ આપતા કહ્યું,

" મેડમ હુ રમેશ, મને રાઘવે મોકલ્યો છે..!
એની તબિયત સારી ન હતી એટલે ત્રણ ચાર દિવસ એની જગ્યા પર હુ આવીશ, ચાવી આપો મેડમ ગાડી સાફ કરી બહાર કાઢું........"

સારું એમ બોલતા લીનાએ ગાડીની ચાવી આપી અને થોડીવારમા સંજય આવ્યો એટલે બંને ગાડીમાં બેઠા ગાડીમાં. નવા ડ્રાઈવરને જોઈ સંજય સવાલ કર્યો

" કેમ આજ રાઘવ નહીં આવ્યો!!? "

"ના સર એની તબિયત સારી નો'તી એટલે હુ આવીશ હમણા "

રમેશે એમ કહેતા ગાડી સ્ટાર્ટ કરી,

" સારું પણ એને થયું છે શું!? "લીનાયે પુછયું

" સાંજે ફોન કરીને સમાચાર પુછી લેજે અને એને કઈ જરૂર હોય તો પણ પુછીલે જે ......

"સંજયએ લીનાને કહયુ અને ઓફિસની વાત કરતા કરતા બન્ને ઓફિસ પહોંચ્યા. લીના વહેલી આવી જાય ઘરે સાંજે અને સંજય ઓફીસથી થોડો મોડો આવે.

સાંજે છ'વાગ્યે લીના ઘરે આવી ફ્રેશ થઈ ચા બનાવી કપ લઈને સોફા પર બેઠી ત્યાં એને યાદ આવ્યુ રાઘવ ને ફોન કરી લઉં, એણે ફોન લીધો હાથમાં રાઘવને લગાડયો, ફોન ઉપાડ્યો પણ સામે રાઘવ ન હતો, એના મમ્મી હતા. ફોન ઉપાડતાંજએ ઢીલાં થઈ ગયા અને રડવા લાગ્યા,...

લીના એકદમ ચીંતા ભર્યા અવાજ સાથે કહયુ,
" કેમ રડો છો કાકી...? શું.. થયું..? "

લીના રાઘવના મમ્મીને કાકી કેહતી કારણકે લીના જયારે કુંવારી હતી અને પિયર હતી ત્યા પહેલા રાઘવના પપ્પા ડ્રાઈવરની નોકરી કરતા.અને એના મમ્મી પણ કયારેક ઘરનું કામકાજ વધારે હોય,- કે મહેમાન હોય ત્યારે કામ કરાવવા આવતા એટલે સંબંધ સારા હતાં. રાઘવના પપ્પાને કેન્સર થયું અને એ પથારીવશ થીઈ ગયા. અને પછી થોડા સમયમાં
જ એ ગુજરી ગયા. ત્યારે રાઘવ ડ્રાઈવર તરીકે નોકરી પર આવ્યો. રાઘવ ગ્રેજયુએટ કર્યું હતુ પણ એનાં પપ્પાની ઈચ્છા હતી,- કે સાહેબ અને મેડમ
સાથે કમ કરે એ, લોકોએ આપણને બહુ ટેકો આપ્યો છે. પેહલા તો રાઘવે ના કહી અને કહું,

" હું એમને બીજો કોઈ ડ્રાઈવર નહીં મળે ત્યા સુધી કામ રોડવી દઈશ. હુ ડ્રાઈવ ની નોકરી નહીં કરું. થોડા દિવસ જ જઈશ.

અને પછી રાઘવ લીનાના પપ્પાને રોજ ઓફિસમાં લેવા મુકવા, અને લીનાને કોલેજ લેવા મુકવા જવા લાગ્યો.
કોલેજ જતી વખતે લીના પાછળ બેસતી અને એના ફોનમાં કે બુકમાં બીઝી રેહતી, અને રાઘવ એને આગળના અરીસામાંથી જોયા કરતો. ધીરે ધીરે એને લીના ગમવા લાગી, લીના માટે એના દિલમાં લાગણી અંકુરીત થવા લાગી, એની સાથે પ્રેમ થઇ ગયો. અને થઈ પણ જાય લીના હતી જ એટલી સુંદર અને સુશીલ અને સંસ્કારી.

રાઘવને હજુ લીનાને કેહવાની હિમ્મત નહોતી, કારણકે બન્નેના પરિવાર વચ્ચે જમીન આસમાનનો ફેર હતો. અહીં લીના જેટલી સુંદર અને સંસ્કારી હતી એટલો રાઘવ ભલે ગરીબ અને સામાન્ય હતો પરંતુ એ પણ આટલો જ સંસ્કારી અને ડાહયો અને સુંદર હતો. પણ વાત હવે દિલની હતી.

પ્રપોઝ કરે તો લીના અપમાન પણ કરી શકે. અને સ્વીકારે તો એના પપ્પાની બદનામી થાય, રાઘવના પપ્પાની આટલા વર્ષોની વફાદારીને દાગ લાગી જાય. પણ દિલ લીનાને જોય વગર એક પણ દિવસના રહી શકે. રાઘવ લીનાને અનહદ પ્રેમ કરતો હતો.

ત્યા એને સાંભળવા મળ્યુ કે લીનાની સગાઈ નકકી થઈ છે અને થોડા મહિનામાં લગ્ન પણ છે. રાઘવ સાવ ભાંગી પડયો, પણ એને લીના વગર નહોતુ રહેવુ એટલે એણે પોતાની જાત સાથે નક્કી કર્યુ, આ મારું જીવન હુ જીવીશ ત્યા સુધી લીનાને અર્પણ કરી દઈશ, હુ લગ્ન નહી કરું આખી જિંદગી લીનાનો ડ્રાઈવર બની એની સાથે રહીશ.
એનુ ધ્યાન રાખીશ અને જયા મરી જરૂર હશે ત્યાં હુ બધું જ છોડી પેહલા એની પડખે ઉભો રહીશ. ને આજ પણ એ પોતની જાત સાથે કરેલી પ્રોમીસ નીભાવતો હતો.પણ ....

સામેથી કાકી રડતા રડતા બોલ્યા રાઘવને કેન્સર છેલ્લા સ્ટેજ પર છે, અને લીનાને જાણે પગ નીચેથી ધરતી ખસી ગઈ. અને હિંમ્મત ભેગી કરતાં બોલી,

" તમે, ચીંતા નહીં કરો કાકી આપણે મોટામાં મોટા ડોક્ટર્સને બતાવીશું રાઘવનો ઈલાજ કરાવશું તમે જરાય ચીંતા નહીં કરતા. હું સવારે આવું છું હોસ્પિટલ, અને રાઘવને પણ કેહજો ચીંતાના કરે આરામ કરે અમે છીયે તમારી સાથે.."

આટલું કહીને લીનાએ ફોન કાપ્યો પણ એ બેચેન હતી, એનાથી રડાય જતું હતુ. એણે કયરેય મેહસુસ નહોતુ કર્યું એવું દર્દ થતું હતું એને.
લીના સવાર થવાની વાટ પણ ન જોઈ શકી અને રીક્ષા કરી હોસ્પિટલ પહોંચી. રાઘવ બેડ પર સુતોતો થોડી આંખ ખોલી ધીરે ધીરે એણે અને લીનાને જોઈ એની આંખમાંથી આંસુ વહી જતા હતાં. લીનાએ એને હાથના ઈશારાથી શાંત રેહવા કહ્યું. રાઘવ એ એક કવર લીનાના હાથમાં મકયુ અને જાણે એ કવર આપવાનીજ વાટ જોતો હોય એમ માથુ ઢાળી દીધું... કઈ સમજાય એ પેહલા તો એટલું બધું બની ગયું. રાઘવ ના દેહને એના ઘરે લઈ ગયાં અંતિમ વધી કરી. કાકીને ખભે હાથ રાખી કયારે પણ જરૂર હોય તો ફોન કરવાનું કહી ઘરે આવ્યા. સંજયતો અંતિમ ક્રિયામાંથી આવી અને સુઈ ગયો હતો.

લીનાના મનમાંથી રાઘવના વિચાર જતા ન હતા. એને રાઘવે અંતિમ સમયે આપેલું કવર યાદ આવ્યું ત્યારે દોડધામમાં એ કવર એને પર્સ માં મૂકી દીધું હતું.

લીનાએ એ કવર કાઢી જોયુ આગળ પાછળ કંઈ ન હોતુ લખ્યું. એણે તોડી અંદરથી એક કાગળ કાઢ્યો અને એ વાંચી લીના ચોધાર આંસુએ રડી. રાઘવ તે મારા માટે આટલું બધું કર્યુ અને મને ખબર પણ ના પડવા દીધી હું તો તને એક
ડ્રાઈવ જ સમજતી રહી. અને તે મારા પરિવાર અને મારી માટે આટલું બલીદાન આપ્યુ!! ...લીનાના આંસુ રોકાતા નહતા. એને પણ પોતાની જાતને પ્રોમીસ કર્યુ, રાઘવની મમ્મીને પોતાની માની જેમ જ રખાશે એને કોઈ તકલીફ નહીં પડવાદે. અને એ કાગળને દિલ પર રાખી ખુબ રડી.

એ ચીઠ્ઠીમાં રાઘવે પોતાના "પ્રેમ ની કબુલાત "કરી હતી. સમાજ અને માન મર્યાદાનું ધ્યાન રાખી એણે કયરેય લીનાને આપવાની હિંમ્મત નો'તી કરી. એમાં રાઘવે લીનાને મનથી આપેલું વચન લખ્યુ હતુ,- કે " હુ જીવીશ ત્યા સુધી લીનાને અર્પણ રહીશ હુ લગ્ન નહીં કરું. અને લીનાના સુખ દુ:ખમાં હંમેશા એની જીંદગીનો ડ્રાઈવર બની 'જી' મેડમ કરી એની પાછળ ઉભો રહી એનો સાથ આપીશ. ....હું લીના ને મારી જાન થી પણ વધારે પ્રેમ કરું છું, પણ મારી મર્યાદા ઓળંગી, લીના કે એના ફેમીલીને આંચ આવે એવું પગલું કયરેય નહીં ભરુ.અને છેલ્લે લખ્યુ'તુ

" સોરી મેડમ મારાથી કંઈ ભુલ થઈ ગઈ હોય તો માફ કરશો. પણ મારા છેલ્લા સમયમાં હું મારા પ્રેમ ની કબુલાત કરતા ખુદને ન રોકી શકયો.
સોરી મેડમ..........🙏🙏

🙏જય શ્રીકૃષ્ણ 🙏

✍ડોલી મોદી ' ઊર્જા '
ભાવનગર