Sat Rang na Sarname books and stories free download online pdf in Gujarati

સાત રંગના સરનામે

બહાર ઝરમર-ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. હું ઓફીસે જવા માટે તૈયાર થયો ત્યા જ રસોડા માંથી અવાજ આવ્યો આજે આવા વરસાદમાં ઓફીસ ના જાવ તો ના ચાલે ? મારી પણ તબીયત સારી લાગતી ન હતી, એટલે મેં પણ ઓફીસ જવાનુ બંધ રાખ્યુ કપડાં બદલીને ખુરશી પર બેઠો ત્યાજ નિલમ કોફી લઈને આવી બન્ને એ સાથે બેસી કોફી પીધી,
“નિલમે એ કહ્યુ મારી સહેલી આવે છે, હું એના ઘરે જાવ છુ. ” એટલામાં પાયલ આવી ને બન્ને ચાલી નીકળ્યા. હું હવે ઘર પર એકલો જ હતો. મારી રૂમમાં જઈને વાંચવા માટે કઈ શોધતો હતો. એટલામાં કોલેજમાં લખેલી ડાયરી હાથમાં આવી ગઈ, ધીરે- ધીરે પાના ઉકેલ્યા, તેમ મારી પાછલી જીંદગીના પણ પાના ઉકેલાયા, હું ને નેહા એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા. હુ ‘ બી.કોમ ‘ ના ત્રીજા વર્ષમાં ને નેહા બીજા વર્ષમાં, એક વખતે કોલેજમાં લેખન સેમીનાર હતો, ને એમાં નેહા ફર્સ્ટ આવી, ને હું બીજા નંબરે; પણ પછી ત્યાર થી, અમારી વચ્ચે વાત-ચીત નો દોર શરૂ થયો ,અમે ખુબ જ સારા મિત્ર બની ગયા, ને એ વાતનો ખ્યાલ જ ના રહ્યો કે ક્યારે અમે એકબીજાના પ્રેમમાં પડી ગયા, પછી તો હું નેહા ના વિચારમાં ખોવાયેલો રહેતો.

નેહા પણ મને એટલો જ પ્રેમ કરતી, એ વાત અમારી આખી કોલેજ જાણતી હતી. તેમ છતા મારી સાથે ત્રિજા વર્ષમાં ભણતી નિલમ એ મને પ્રપોઝ કર્યુ. મે તો ઘસી ને ના જ પાડી દીઘી. એ વાતની જાણ નેહા ને થઈ પણ નેહા અને નિલમ સારી સહેલી હતી એટલે ઝઘડો તો ના થયો પણ એમની દોસ્તીમાં તિરાડ જરૂર પડી ગઈ. આ વર્ષે હું પાસ તો થઈ ગયો, પણ ટકા ઓછા આવ્યા. આમ ને આમ મારો અભ્યાસ પુરુ થયો. નેહા ને હજુ એક વર્ષ બાકી હતુ. એટલે વિચાર્યુ કે ‘ આ એક વર્ષમાં સારી નોકરી મેળવી ને સેટ થઈ જાવ ‘ એટલે નેહાના ઘરે લગ્ન ની વાત કરીશ. કોલેજ છોડ્યા પછી નેહાથી અલગ થવાનુ છે. એ વિચારીને જ આંખમાં આંસુ આવી જતા. અમે રોજ-રોજ ફોન પર લાંબી – લાંબી વાતો કરતા હતાં. એમને-એમને 8 મહીના વીતી ગયા. એક દિવસે હું નેહા ને વાંરવાંર ફોન કરતો હતો.પણ નેહા ફોન રીસીવ કરતી ન હોતી. હું વીચારમાં પડી ગયો, ને હવે ચિંતા પણ થવા લાગી, આમ અચાનક શુ થયુ કે આખો દિવસ માં 20-22 વાર ફોન લગાવ્યો તો પણ ઉપાડ્યો નહી. રાત્રે હું સુઈ પણ શકયો નહી. સવારે ફોન ની રીંગ વાગી મેં એકદમ ફોનમાં જોયુ ફોન તો નેહા નો જ હતો. મેં હેલો કહ્યું; ત્યાજ સામે થી કોઈ બીજી છોકરી નો અવાજ આવ્યો; ” એ કહે મીસ્ટર નેહા હવે તમારી સાથે વાત કરવા નથી માંગતી. કેમ કે તેના લગ્ન એક અમેરીકાના છોકરા સાથે કરવાના છે. અને નેહા પાસે થી એનો મોબાઈલ પણ એના પપ્પા એ લઈ લીધો છે. એટલે હવે ફોન ના કરશો. ” આ વાત સાંભળી હું તો એકદમ શુન્ય થઈ ગયો, શુ કરવુ એ જ ખબર ના પડી, હું તો પાગલ જેવો થઈ, ગયો પણ હવે કશુ થઈ શકે તેમ ન હતુ.
નેહા સાથે વાત કરવાના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા.એમ ને એમ બીજા ચાર મહીના વીતી ગયા એક દિવસ અચાનક ફોન આવ્યો. નવો નંબર હતો એટલે મે હેલો કહ્યુ ત્યાજ સામે થી પણ હેલો નો અવાજ ઓહો .! આ અવાજ તો નેહા નો હતો. હુ એકદમ બાવરો થઈ ગયો. કશુ બોલી જ ના શક્યો બસ એટલુ જ બોલ્યો નેહા તે મારી સાથે કેમ આવુ કર્યુ ?” નેહા પહેલા તો સોરી બોલી પછી કહ્યુ મારી મજબુરી હતી. ને હુ એમાં કશુ કરી શકી નહી. આનાથી વધારે મારે કશુ નથી કહેવુ. પણ જો તુ મને હજુ પ્રેમ કરતો હોય તો એક વચન આપ. ”મે કહ્યુ હા બોલ વચન આપુ છું. ” નેહા બોલી તુ પણ લગ્ન કરી લે નિલમ સાથે એ સારી છે તને ખુબ પ્રેમ કરશે. ”મે ઘસી ને ના પાડી દીધી કે હું લગ્ન નથી કરવાનો પણ ” નેહા બોલી તે મને વચન આપ્યુ છે.” હુ હવે શું કરુ ? એ સમજાતુ ન હતુ. મે રડમશ અવાજે હા પાડી, ” નેહા બોલી મે નિલમ સાથે બધી વાત કરી છે એને તારો નંબર નિલમ ને આપી દઉ છુ. બાય. ”હું કઈ બોલી જ ના શક્યો..પછી નિલમ સાથે લગ્ન કરી લીધા નિલમ સાથે હુ બધી રીતે ખુશ હતો પણ નેહા ને ભુલવી મૂશકેલ હતી.એ વાતો ને યાદ કરી આંખ માંથી આંસુ સરી પડ્યા.”

એ હીકકત તો નિલમ ને જ ખબર હતી કે નેહા એ લગ્ન નથી કર્યા એક દિવસ નેહા અચાનક બીમાર પડી તપાસ કરાવી તો ખબર પડી નેહા ને બ્લડ કેન્સર છે. ને એ હવે વધારે જીવી શકશે નહી , જ્યારે નિલમ ને ખબર પડી તો એ દવાખાનામાં મળવા ગઈ બત્રે સહેલી ઓ ખુબ રડી પછી નેહા એ કીધુ કે મારા ” નેલ્સન ” ને સાચવજે તુ એની જોડે લગ્ન કરી લે. કેમ કે નેહા ને ખબર હતી કે એ મારા મરણ ના સમાચાર સહન નહી કરી શકે, ને બીજે લગ્ન પણ નહી કરે. એટલે બન્ને સહેલી એ નક્કી કરી ને આ વાત છુપાવી રાખી છે. )

અચાનક નિલમ આવી ને બોલી ” આમ કેમ ઉદાસ બેઠા છો ”ત્યા મારા હાથમાં કોલેજની ડાયરી જોઈને થોડુક હસી ને બોલી ” પાછી ડાયરી વાંચી ? એટલે નેહા ના દિલનાં સરનામે તમે પહોચી ગયા, પણ એ સરનામું એવુ છે ત્યા પહોચી તો જાવ છો પણ એ દરવાજા ખુલતા નથી. ”ફરી વાર નિલમ બોલી.” બસ હવે એ વિચારો માંથી બહાર આવો, ને હુ કોફી લઈને આવુ છુ. ” નિલમ કોફી લઈને આવી ફોફી પીતા પીતા નિલમ બોલી ” નેહા તુ મારી કિસ્મતમાં તો નથી પણ દિલમાં હમેશા રહેવાની.” આવુ બોલી ને નિલમ હસી પડી ને બોલી ” દિલમાં નેહા ને રાખો. એનો વધો નહી થોડી જગ્યા રહેવા મને પણ આપજો ” આ સાભળી હું પણ હસી પડ્યો, ને બોલ્યો મને તારી વાત પરથી રમેશ પારેખ સાહેબની એક પક્તિ યાદ આવે છે. ” સાત રંગના સરનામે ના તું આવી, ના હું આવ્યોના ઘર ઊઘડ્યાં સામે સામે, ના તું આવી, ના હું આવ્યો.”

- નેલ્સન પરમાર

બીજા રસપ્રદ વિકલ્પો