ક્યારેક હું ત્યાં ધીરજ ગુમાવી બેસું છું .,
જ્યાં મારે ધીરજ રાખવાની જરૂર હતી .....
ક્યારેક હું ત્યાં અણસમજુ બની જાવ છું.,
જ્યાં મારે સમજી ને કામ કરવાની જરૂર હતી ...
ક્યારેક હું તે વ્યક્તિ ને દુ:ખી કરી બેસું છું.,
જેને દુ:ખી કરવાનું હું ક્યારેય વિચારી પણ ના શકું ...
ક્યારેક હું તે વ્યક્તિની અપેક્ષાઓ પર ઉણી નથી ઉતરી શકતી .,
કે જેની પાસે હું ઘણી બધી અપેક્ષાઓ રાખી બેસું છું ...
ક્યારેક હું તે પરિસ્થિતી માં તેનો સાથ નથી નિભાવી શકતી .,
કે જયારે તેને મારા સાથ ની ઘણી જરૂર હતી ...
ક્યારેક હું વગર કારણે તેની સાથે ઝગડો કરી બેસું છું.,
અને ત્યાર બાદ પસ્તાવ છું ...
ક્યારેક ભગવાનને હું એ સવાલ કરી બેસું છું કે ,
તેને મારી જીંદગીમાં શું કામ મોકલીયો ...
વળી ક્યારેક ભગવાનને એમ કહી બેસું છું કે .,
તારો ખુબ ખુબ આભાર કે તે તેને મારી જીંદગીમાં મોકલીયો ...
ક્યારેક તેનું ઘણું બધું બોલવા છતાં તે શું કેવા માંગે છે .,
તે નથી સમજી શકતી ....
અને ક્યારેક તે કઇ પણ બોલતો નથી .,
છતાં તે શું કેવા માંગે છે તે તેની આંખો પરથી સમજી જાવ છું ...
આ બધી લાગણીઓ ને કદાચ હું સમજી શકતી નથી .,
અને કદાચ એ નું નામ છે જીંદગી હશે ...