Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૫

ટ્રક સાથે એક્સીડન્ટ થતાં જીનલ તો લોહી લુહાણ હાલતમાં રોડ પર પડી હતી. ટ્રક વાળો ત્યાંથી ભાગી ગયો હતો. લોહી લુહાણ હાલમાં પડેલી જીનલ પાસે એક કાર આવીને ઊભી રહી અને તેમાંથી એક માણસ નીચે ઉતરી ને જીનલ ને જોઈ રહ્યો. આજુ બાજુ બે ચાર માણસો જીનલ પાસે આવી ને જોઈ રહ્યા.

તે માણસે જીનલ ને ઉંચકી ને તેની કાર માં બેસાડી ને પૂરપાટ ઝડપે કાર ચલાવી. તે એક કરુણા ખાનગી હોસ્પિટલ માં જીનલ ને લઈ જઈને દાખલ કરી અને તેની સારવાર શરૂ કરી. તે માણસ જીનલ ને ઓળખી ગયો હતો એટલે જીનલ નો મોબાઈલ લઈને કોન્ટેક્ટ માં પપ્પા નામ થી નંબર સેવ હતો લખ્યું તે નંબર પર ફોન કર્યો.

હેલો... અંકલ હું રાજીવ.
જીનલ નો કોલેજ ફ્રેન્ડ. આપ અહી કરુણા ખાનગી હોસ્પિટલ માં જલ્દી આવી જાવ. જીનલ નું એક્સીડન્ટ થયું છે, ને તેની હાલત ગંભીર છે.

થોડી મિનિટો માં જીનલ ના પપ્પા કરુણા હોસ્પિટલમાં આવી પહોંચ્યા.

ક્યાં છે મારી દીકરી જીનલ..?
ક્યાં છે...?
બૂમો પાડતા પાડતા હોસ્પિટલમાં દાખલ થયા. જીનલ ના પપ્પા ને આવતા જોઈને રાજીવ તેમની પાસે ગયો અને પહેલા તેમને સાંત્વના આપી. પછી જીનલ સાથે બનેલી ઘટના કહી. પણ જીનલ ને કેટલું વાગ્યું છે તે રાજીવ કહી શક્યો નહિ એટલે જીનલના પપ્પાને રાજીવ ડોક્ટર પાસે લઈ ગયો.

રાજીવ અને જીનલના પપ્પા ડોક્ટર ને મળ્યા એટલે ડોકટરે કહ્યું. જીનલ ને માથા પર ગંભીર ઇજા થઈ છે અને તેનું તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. આપ કાઉન્ટર પર પચાસ હજાર રૂપિયા જમા કરીને ફોર્મ ભરી દો. એટલે અમે ઓપરેશન ની તૈયારી શરૂ કરી દઈએ છીએ.

પચાસ હજાર રૂપિયા....!!!!
આટલા બધા રૂપિયા તો મારી પાસે હાલના નથી... આંખમાંથી આંસુ આવી ગયા ને જીનલ ના પપ્પા આટલું બોલી શક્યા.

રાજીવે જીનલના પપ્પા ને આશ્વાસન આપતાં કહ્યું. અંકલ આપ ચિંતા ન કરો રૂપિયા ની વ્યવસ્થા હું કરી આપુ છું. કહી તેમનો હાથ પકડીને કાઉન્ટર પર લઈ ગયો..

રાજીવે પોતાનું ડેબિટ કાર્ડ કાઉન્ટર પર બેઠેલી મેડમ ને આપતા કહ્યું.
લો મેડમ આપ જીનલ નામ પર પચાસ હજાર ડિપોઝિટ જમાં કરી દો. કાઉન્ટર પર બેઠેલી મેડમ કાર્ડ લઈને સ્વિપ કરીને તેમાંથી પચાસ હજાર રૂપિયા હોસ્પીટલ ના નામ પર ટ્રાન્સફર કરીને જીનલ ના પપ્પા ની ફોર્મ માં સાઈન લીધી.

હાથ પકડી ને રાજીવ જીનલ ના પપ્પા ને ઓપરેશન થિયેટર પાસે લઈ ગયો અને દરવાજા ના કાચ પરથી જીનલ ને દેખાડી. જીનલ નું ઓપરેશન થઈ રહ્યું હતું. એક ની એક દીકરી ની હાલત જોઈને જીનલ ના પપ્પા ભાંગી પડ્યા હતા. તે સમયે રાજીવ જ તેનો સહારો હતો.

તે રાજીવ કોલેજ સમય માં જીનલ સાથે મિત્રતા માટે બે વાર જીનલ ને પૂછ્યું હતું કે "તું મારી મિત્ર બનીશ.?" ત્યારે એક વાર જીનલે પ્રેમ થી ના કહી પણ બીજી વાર જ્યારે રાજીવે પૂછ્યું તો તેને કડવા વહેણ કીધા હતા. તો પણ તે સમયે રાજીવ કઈજ બોલ્યો ન હતો.

કોલેજ ના શરૂઆત માં બનેલી ઘટના થી રાજીવ મનમાં જરા પર દુઃખ હતું નહિ. પણ જીનલ તેના રૂપ પર આટલું અભિમાન તે તેને યોગ્ય લાગી રહ્યું ન હતું. એક વાર ફરી હિમ્મત કરીને જીનલ ને કહેવાની હિંમત કરી કે જીનલ આટલું બધું રૂપ પર અભિમાન સારું નહિ. યુવાની કાલ જતી રહેશે. પણ પ્રેમ અને લાગણી આજીવન જુવાન રહેશે. પણ પાસે જઈને તેને ખોટું લાગશે તે ડરથી રાજીવ કઈજ બોલ્યો નહિ. આ વાત રાજીવ અને જીનલ બંને જ જાણતા હતા.

ઓપરેશન પૂરું થવા જઈ રહ્યું હતી. જીનલ ના પપ્પા ને બેચેની વધી રહી હતી. એવું લાગી રહ્યું હતું કે અત્યારે જ તેમને હાર્ટ એટેક આવી જશે પણ રાજીવ તેને હિમ્મત આપી રહ્યો હતો. ત્યાં જીનલ ના મમ્મી ત્યાં આવી પહોંચે છે. અને તે ઓપરેશન રૂમમાંથી જીનલ ની હાલત જોઈને તે પણ રડવા લાગે છે. હજુ તો અંકલ ને શાંત પાડી રહ્યો હતો ત્યાં આંટી રડવા લાગ્યા હતા એટલે રાજીવ તેને પણ આશ્વાસન આપી શાંત કર્યા.

ઓપરેશન થિયેટર ના દરવાજા પર લાગેલી લાલ લાઈટ બધ થતાં, ડોક્ટર સાહેબ બહાર આવ્યા ને જીનલ ના પરિવાર થી કોણ છે.? આટલું બોલ્યા...
ત્યાં રાજીવ ડોક્ટર સાહેબ પાસે જઈ ને બોલ્યો. સાહેબ હું રાજીવ, જીનલ નો મિત્ર અને સામે બેઠેલા તેમના મમ્મી પપ્પા છે. આપ મને કહી શકો છો.

જીનલ નું ઓપરેશન તો સફળ થયું છે પણ માથા પર ઇજા ને કારણે તે કોમાં માં જતી રહી છે. ક્યારે ભાનમાં આવશે તે જોવું રહેવું.

જીનલ આખરે ભાનમાં આવશે કે નહિ આવે..? તે જોશું આગળ.

વધુ આવતા ભાગમાં..

ક્રમશ....