Chakravyuh - The Dark Side of Crime (Part-19) books and stories free download online pdf in Gujarati

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-19)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-19)

" રાઘવ તું!" રાઘવને ઓળખી જતાં પપ્પુ બોલ્યો.
" હા હું, અત્યાર સુધી તે ઘણાં બધાં ની ખાતરદારી કરી હશે આજે હવે હું તારી ખાતરદારી કરીશ." રાઘવે પપ્પુ ને ગાડીની ડેકીમાં બંધ કરતાં કહ્યું. પછી રાઘવ ગાડી લઈ એક અવાવરું જગ્યા પર લઈ જાય છે. જે ગાંધીનગર સીટી થી 5 કિલોમીટર દૂર ખેતરો ની વચ્ચે એક ફાર્મહાઉસ હોય છે, જેમાં રાઘવ પપ્પુને બાંધી રાખે છે.
" બોલ તને કોણે મોકલ્યો હતો મારો પીછો કરવાં?"
" તને શું લાગે છે તું મને પૂછીશ અને હું તને બધુ જણાવી દઈશ, હું એટલો મૂર્ખ પણ નથી રાઘવ." પપ્પુએ રાઘવ ને કહ્યું અને હસવા લાગ્યો.
" મને ખબર છે તું મને કંઈ જ નહીં જણાવે, પણ મારી પાસે પણ એક રસ્તો છે." પપ્પુ ની વાત સાંભળી રાઘવે પપ્પુ ના ખિસ્સા માંથી તેનો મોબાઇલ કાઢતાં પપ્પુ ને કહ્યું. " જેણે પણ તને મારી પાછળ લગાવ્યો છે તેનો ફોન આના પર આવશે અને નહીં આવે તોપણ હું આ મોબાઈલના નંબરની કોલ ડિટેલ્સ કઢાવીને તે વ્યક્તિ સુધી પહોંચી જઈએ." રાઘવે ફોનને તેના ખિસ્સામાં મુકતાં પપ્પુ ને કહ્યું.
" હા બોલ મોહન આદિત્યની ખબર પડી?" રાઘવ ના ફોનની રીંગ વાગતાં બહાર નીકળી ફોન રિસીવ કરતાં રાઘવે મોહન ને પૂછ્યું.
" રાઘવ સર આદિત્ય અત્યારે સેક્ટર 25 ની હોટલ ફોર્ચ્યુન ઈન હવેલી માં જમવા બેસ્યો છે તમે જલ્દી અહીં આવી જાઓ." મોહને રાઘવને આદિત્યની લોકેશન ની માહિતી આપતાં કહ્યું, રાઘવ ફટાફટ ત્યાંથી નીકળી સેક્ટર 25માં જાય છે.
" ક્યાં છે એ? મોહન." રાઘવે ફટાફટ ફોર્ચ્યુન-ઈન-હવેલી હોટલ માં પહોંચી મોહનને પૂછ્યું.
" ત્યાં સામે નાં ટેબલ પર." મોહને ચા પીતા-પીતા સામે નાં ટેબલ તરફ ઈશારો કરતાં રાઘવને કહ્યું. રાઘવે આદિત્યને જોઈ લીધા બાદ મોહનને જવાનું કહી આદિત્યની સામે જ સ્થાન ગ્રહણ કરે છે. રાઘવ તેનો ચહેરો વારંવાર છુપાવવાનો પ્રયત્ન કરે છે, પંદર મિનિટ પછી આદિત્ય ત્યાંથી ઊભો થઈ નીકળે છે, રાઘવ તેનો પીછો કરે છે આદિત્ય હોટલમાંથી નીકળી બજાર માં કામ થી જાય છે પછી આદિત્ય તેની ગાડી લઈ ત્યાંથી નીકળે છે, રાઘવ પણ તેની કારમાં બેસી આદિત્ય નો પીછો કરે છે. રાઘવ તેની અને આદિત્યની કાર વચ્ચે થોડું જેથી અંતર બનાવીને રાખે છે જેથી આદિત્યને તેના પર શક ના જાય.
" હું આનો પીછો શું કરવા કરું છું?" ગાડી ચલાવતાં ચલાવતાં રાઘવ મનમાં વિચારવા લાગ્યો. " મારે તો તેને પકડી ને બધું જ પૂછી લેવું જોઈએ, ના ના તે બહુ જ સાતિર છે એનો પીછો કરવામાંજ સમજદારી છે ક્યાંક કોઈ બીજો સબૂત હાથ લાગે તો, એક કામ કરું દવે ને કોલ કરીને જણાવી દઉં. નહીં જ્યારે આદિત્ય ગાડી ઉભી રાખશે ત્યારે જ દવે ને કોલ કરીને જણાવી દઈશ." રાઘવ ગાડી ચલાવતાં ચલાવતાં મનમાં પોતાના વિચારો બદલી રહ્યો હતો. આદિત્ય આગળ જતાં તેની કાર લેફ્ટ સાઈડ માં વાડી લે છે, રાઘવ પણ તેની પાછળ પાછળ કાર ગુમાવે છે અને તેનો પીછો કરતો એક જગ્યાએ પહોંચે છે. રાઘવ તેની ગાડી એક જગ્યાએ ઉભી કરી દે છે કેમકે આગળ જવાથી આદિત્યના માણસોને અંદાજો આવી જતો કે જરૂર કોઈ આદિત્યનો પીછો કરી રહ્યું છે માટે જ તે ગાડી થોડી દૂર સાઈડમાં કરી નીચે ઉતરી સૌપ્રથમ તેનો ફોન કાઢી દવે ને ફોન લગાવે છે.
" રાઘવ ક્યાં છે તું? અને શું કરે છે?" દવેએ ફોન રિસીવ કરતાં જ રાઘવ ને પૂછ્યું.
" દવે હું આદિત્ય નો પીછો કરું છું, આ બધાની પાછળ આદિત્ય જ છે દવે, હું તને તેના અડ્ડાનું લોકેશન સેન્ડ કરું છું તું અહીં જલદી આવીજા." રાઘવે દવે ને સમજાવતાં કહ્યું અને તેની લોકેશન દવે ને સેન્ડ કરી દે છે.
" રાઘવ જ્યાં સુધી હું ના આવું ત્યાં સુધી તું અંદરના ના જતો અને દૂરથી જ એમની ઉપર નજર રાખજે હું હમણાં જ ત્યાં આવું છું." દવે એ રાઘવ ને ચેતવણી આપતાં કહ્યું. ગાંધીનગર થી લગભગ 20 કિલોમીટર દૂર અવાવરું જગ્યા પર વિશાળ જગ્યામાં બાંધકામ કરી ગોડાઉન જેવું બનાવેલું હતું, જે આદિત્યનો અડ્ડો હતો. જ્યાં આદિત્ય તેનાં તમામ ખોટા ધંધા કરતો હતો, તેના અડ્ડા પર લગભગ 20થી 25 જેટલા માણસો નજર રાખી રહ્યાં હતાં , જેમાં ૫ થી ૬ જેટલાં માણસોના હાથમાં હથિયારો હતાં.
" આમ ઉભા રહેવાથી કંઈ જ નહીં થાય મારે અંદર જવું જ પડશે." દસ મિનિટ જેટલી રાહ જોયા પછી પોતાની જાત પર કંટ્રોલ ન કરી શકતાં રાઘવ આગળ વધે છે, તે ધીરે ધીરે કોઈની નજરમાં ન આવે તે રીતે સંભાળીને આગળ વધે છે. રાઘવ તેના મોબાઇલ ની મદદથી કેટલાક ફોટાઓ પાડે છે. રાઘવ એકાંતમાં ઉભેલાં એક માણસને માથાં પર લાકડાંના ડંડાનો એક જોરદાર પ્રહાર કરે છે જેનાં લીધે તે માણસ બેહોશ થઈ જાય છે, રાઘવ તેનાં હાથ-પગ, મોં બાંધી તેના મોં પર રહેલ તેનું માસ્ક કાઢી તે પહેરી લઇ આગળ વધે છે, કોઈની નજર માં ન આવે તે રીતે તે આગળ વધે છે.
" ઓય ક્યાં જાય છે તું?" એક માણસે રાઘવને જોઈ રાઘવને તેમનો માણસ સમજી પૂછ્યું.
" તું ધ્યાન રાખ હું આવું થોડો ફ્રેશ થઈને." રાઘવે તેને જવાબ આપતાં કહ્યું, જવાબ આપતાં રાઘવના કપાળે પરસેવો વળી ગયો હતો.
" તારો અવાજ? કોણ છે તું બોલ?" તે માણસને તેના ગેંગ વાળા વ્યક્તિ નો અવાજ ન હોય એવું લાગતાં તેણે રાઘવને પૂછ્યું અને રાઘવ તરફ આગળ વધ્યો. રાઘવ ચારે તરફ નજર કરી રહ્યો હતો કોઇનું પણ ધ્યાન અહીંયા નહોતું તે જોઈ તકનો લાભ ઉઠાવી રાઘવે તેનાં પર વાર કરી તેને નીચે પાડી દીધો તેનાં માથાં પર બાજુમાં પડેલ પથ્થર વડે વાર કરી બેહોશ કરી એને પણ બાજુમાં લઈ જઈ હાથ-પગ મોં બાંધી છુપાવી દીધો. રાઘવ સંતાતો સંતાતો ગોડાઉન તરફ પહોંચી ગયો, તે ગોડાઉનમાં પ્રવેશે છે, ગોડાઉનમાં જઈને જુએ છે તો ત્યાં 20 થી 25 10 થી 12 વર્ષની છોકરીઓ હોય છે જેને કોઈ કન્ટેનરમાં ચઢાવવામાં આવી રહી હોય છે. ગોડાઉનમાં ૬ થી ૭ કન્ટેનરો હોય છે, રાઘવ આગળ વધે છે.
" એ ત્યાં શું કરે છે? અહીંયા આવ અહીં અમારી મદદ કર." એક વ્યક્તિ એ રાઘવને જોઈ જતાં કહ્યું. રાઘવ તેની વાત સાંભળી આગળ વધે છે. આ બધું જોઈ રાઘવને જોરદાર આંચકો લાગે છે આદિત્ય એક હાઈપ્રોફાઈલ વ્યક્તિ થઈને આવાં નીચ કામ કરે છે. રાઘવ તે લોકોની નજરથી બચી આદિત્યને શોધવાનો પ્રયત્ન કરે છે, ઉપરાંત તેનાં વિરુદ્ધ પુરાવા ભેગાં કરવાં લાગી જાય છે. તે ત્યાં હાજર બધાં જ કન્ટેનરો ચેક કરે છે પણ બધાં જ કન્ટેનરો ખાલી હોય છે, રાઘવ ને સામે એક ટેબલ દેખાય છે ત્યાં ટેબલ પાસે જઈ તે ટેબલ તપાસે છે તેમાંથી તેને એક ડાયરી મળે છે, જેમાં કંઈ લખેલું હોતું નથી પણ વચ્ચે કોઈ પાના પર અમુક નંબર લખ્યા હોય છે, તે છ આંકડા નો નંબર હોય છે. રાઘવ ને સમજતાં વાર ન લાગી કે આ કોઈ પાસવર્ડ છે અને તે પાસવર્ડ તે પેન ડ્રાઇવનો છે.
"હેન્ડ્સ અપ મિ. રાઘવ." અચાનક કોઈએ પાછળથી આવીને રાઘવનાં માથે ગન મુકતાં કહ્યું. રાઘવને એ વાતની હેરાની હતી કે તેને કોણ ઓળખી ગયું. તે ધીરે રહીને પાછળ ફરી જુએ છે તો તે વ્યક્તિને જોતાં જ રાઘવ ની આંખો ગુસ્સાથી લાલઘૂમ થઈ જાય છે.
" સાલા રાક્ષસ તુ!, તું આટલો નીચ માણસ હોઈશ મને સ્વપ્નેય ખ્યાલ નહોતો!" રાઘવ નાં માથા પર પર ગન મૂકનાર વ્યક્તિ બીજું કોઈ નહિ પણ ખુદ આદિત્ય હતો.
" હા, ચાલ હવે બહુ થઈ ગઈ તારી ચાલાકી તારી પાસે હવે વધુ ટાઈમ નથી બચ્યો, યાદ કરી લે તું તારા ભગવાન ને કેમકે બહુ જલદી જ તું તારા ભગવાન પાસે જવાનો છે." આદિત્યએ ગન નું લોક ખોલતાં કહ્યું અને ટ્રિગર પર આંગળી દબાવી.







To be continued............


મિત્રો આપને મારી સ્ટોરી પસંદ આવી હોય તો રેટિંગ આપજો અને આપને કેવી લાગી રહી છે એ કોમેન્ટ પણ કરજો આપનો અભિપ્રાય આપ મને whatsapp પણ કરી શકો છો

Mo:-7405647805

આ સિવાય આપ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ" અને "મહેલ" પણ વાંચી શકો છો.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED