ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-15) Kalpesh Prajapati KP દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-15)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-15)


" અંજલિ મને આ કોઈ મોટા ષડયંત્ર ની ગંધ આવી રહી છે, આમાં જરૂર કોઈ મોટી ગેમ ખેલાઈ રહી છે. કોઈએ આ ગરીબો અને થોડા અણસમજુ લોકો નો ગેર ફાયદો ઉઠાવ્યો છે, જેના સીમકાર્ડ અને ફોનનો ઉપયોગ કરી બંને છોકરીઓને બ્લેકમેલ કરતો હતો." રાઘવે તેની ઓફીસ તરફ બાઈક લઈ જતાં અંજલિ ને કહ્યું. તે બંને અત્યારે ખૂબ જ થાકી ગયાં હતાં, રાઘવ ઑફિસે જઈને નાસ્તો મંગાવે છે પછી બંને નાસ્તો કરી અને થોડીવાર આરામ કરે છે.
" રાઘવ વિનય તને હજુ પણ ઇનોસન્ટ લાગે છે?" અંજલિએ રાઘવ ની સામે જોઈ પૂછ્યું.
" હા અંજલિ મને એનાં પર વિશ્વાસ છે." રાઘવે અંજલિને જવાબ આપતાં કહ્યું

############

" શંભુ ડંડો લાવ." જોષી એ ચોકી માં પ્રવેશતાં જ શંભુ ને કહ્યું અને કોટડી માં પ્રવેશ્યો, શંભુ એ ડંડો લઈ જોષીને આપ્યો.
" બોલ વિનય તું તારો ગુનો કબૂલ કરે છે કે પછી તારો રિમાન્ડ શરૂ કરુ?"
" સર મેં કામિનીનું મર્ડર નથી કર્યું." વિનયે જોષી ને હાથ જોડતાં કહ્યું.
" મને લાગે છે કે તું પણ રીઢા ગુનેગાર ની જેમ જીદ્દી છે, તું એમ નહીં માને." જોષી એ વિનયને કહ્યું અને ડંડો લઈને વિનયને મારવા લાગ્યો. જોષીએ વિનયને 2 કલાક સુધી માર્યો વિનય બેહોશ થઈ જાય તો પાછો તેને ભાન માં લાવી ફરી પાછો મારે. પછી થાકી ગયેલા જોષી એ શંભુ પાસે પાણી ભરેલ બેરલ મંગાવ્યુ, જોષી વિનય નું મોં તે બેરલ માં 25 સેકન્ડ સુધી ડૂબાડી રાખતો જોષીએ વિનય સાથે આવું દસથી પંદર વખત કર્યું જેના કારણે વિનય બેહોશ થઈ જાય છે અને તેને ભાનમાં લાવવાં છતાં તે ભાનમાં નહોતો આવતો.
" સર આ તો ભાનમાં જ નથી આવતો." શંભુ એ વિનય ને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરતાં જોષી ને કહ્યું.
" ટ્રાય કર શંભુ આવશે."
" નથી આવતો સર." ખાસી કોશિશ કરવાં છતાં વિનય ભાનમાં ન આવતાં ગભરાઈ ગયેલો શંભુ બોલ્યો.
" એની નાડી ચેક કર બરાબર છે ને?"
" હા સર નાડી તો ચાલુ છે." જોષી ની વાત સાંભળી વિનય ના હાથની નાડી ચેક કરતાં શંભુ બોલ્યો.
" રેવા દે એ ભાનમાં આવી જશે." જોષી એ કોટડીની બહાર નીકળતાં શંભુ ને કહ્યું પછી શંભુ ત્યાંથી બહાર નીકળે છે.
" બોલ રાઘવ તે મને કેમ બોલાવ્યો હતો?" દવેએ કાફે પર જઈ રાઘવ પાસે જઈ બેસતાં રાઘવને પૂછ્યું.
" દવે કાતિલ બહુ જ ચાલાક છે, તેણે આ મૃતકના સીમકાર્ડ નો ઉપયોગ કરી રેશ્મા અને કામિનીને બ્લેકમેલ કર્યા હતાં અને આ બધા ના ઘર વાળા અભણ કે થોડા અણસમજુ છે જેનો તેણે લાભ ઉઠાવ્યો, કેમ કે તેમનાં ઘરવાળાએ ન તો ફોન ગુમ થવાનું જણાવ્યું કે ન તો સીમ કાર્ડ બંધ કરાવ્યું." રાઘવ એ પોતે કરેલી કરેલી માહિતી દવે ને બતાવતાં કહ્યું.
" હા યાર તારી વાત એકદમ સાચી લાગે છે." દવેએ રાઘવ ની માહિતી જોઈ તેની સાથે સહમત થતાં બોલ્યો.
" કોઈએ આ બધું પ્રી પ્લાનિંગ થી કર્યું છે."
" ઠીક છે રાઘવ મારે થોડું કામ છે માટે હું નીકળું છું, કોઈ કામ હોય અથવા કોઈ માહિતી મળે તો મને કોલ કરજે." દવે એ ત્યાંથી ઊભાં થતાં રાઘવને કહ્યું પછી ત્યાંથી નીકળે છે, રાઘવ થોડીવાર ત્યાં જ બેસી રહે છે અને પછી એ પણ ત્યાંથી નીકળી જાય છે. પણ રસ્તામાં તેનો વિચાર બદલાતાં તે શહેરના જાણીતા સાઇકિયાટ્રિસ્ટ આદિત્ય શ્રીવાસ્તવ ને ત્યાં જાય છે.
" મારે આદિત્ય સર ને મળવું છે." રાઘવ એ તેમની ઓફિસે પહોંચતા જ રિસેપ્શન ટેબલ પર બેસેલી રિસેપ્શનિસ્ટ ને કહ્યું.
" સર હમણાં આવતાં જ હશે તમે ત્યાં બેસો, સર આવશે એટલે હું તમને બોલાવું." રિસેપ્શનિસ્ટે રાઘવને સામે પડેલ સોફા તરફ ઇશારો કરતાં કહ્યું. પછી રાઘવ સામે સોફા પર જઈ બેસે છે થોડી જ વારમાં આદિત્ય આવે છે.
" તમે જઈ શકો છો." રિસેપ્શનિસ્ટે આદિત્ય ને કોલ કરી પરમિશન લઇ રાઘવને કહ્યું પછી રાઘવ અંદર જાય છે.
" હેલ્લો સર મારું નામ રાઘવ જાની, હું વકીલ છું." રાઘવે અંદર પહોંચી તેની ઓળખ આપતાં આદિત્ય ને કહ્યું અને પછી ચેર પર બેસ્યો.
" હેલ્લો રાઘવ બોલો હું આપની શું મદદ કરી શકું?" આદિત્યએ રાઘવ ને પૂછ્યું.
" એક્ચ્યુલી સર હમણાં થોડો સ્ટ્રેસ વધી ગયો છે માટે તમારી પાસે આવ્યો છું."
" યસ કેમ નહી એના માટે તમારે થોડું મેડીટેશન,થોડી દિમાગ ની કસરતો કરવી પડે, વહેલી સવારે ઊઠીને યોગ કરો." આદિત્યએ રાઘવને થોડી ટિપ્સ આપતાં કહ્યું પછી એક કોલ આવતાં તે થોડીવાર માટે બહાર જાય છે, રાઘવ ત્યાં જ બેસીને આદિત્ય ની ઓફીસ જોઈ રહ્યો હોય છે, રાઘવ આદિત્યના ટેબલ પર પડેલ એક બુક ઉઠાવીને જુએ છે, એનાં પાનાં ફેરવતાં તેમાંથી એક ફોટો નીચે પડે છે, તે ફોટો ઉઠાવીને જુએ છે તો તે ફોટો કામિનીનો હોય છે.
" આ ફોટો આદિત્ય ની પાસે કેવી રીતે,શું આદિત્ય કામિનીને ઓળખે છે?" રાઘવે તે ફોટો ફટાફટ બુકમાં પાછો મૂકી એ બુક ને તેની જગ્યાએ મુકતાં મનમાં વિચારવા લાગ્યો. અત્યારે રાઘવ ના મનમાં ઘણા બધાં વિચારો આવી રહ્યાં હતાં.
" સોરી રાઘવ, એક અર્જન્ટ કોલ આવી ગયો હતો માટે તમને એકલાં મૂક્યાં." આદિત્યએ આવી તેમની ચેર પર બેસતાં રાઘવ ની માફી માંગતા કહ્યું.
" તમે કામિની ને ઓળખો છો?" ન રહેવાતા રાઘવે છેવટે આદિત્ય ને પૂછી જ નાખ્યું રાઘવ ના આ સવાલે આદિત્યના ચહેરા નો રંગ થોડો ફિક્કો કરી નાંખ્યો.
" કઈ કામિની? મને ખબર નથી તમે કોની વાત કરો છો રાઘવ, મારા ત્યાં ઘણા બધા આવે છે મને કોઈ આઈડિયા ન હોઈ શકે." આદિત્ય એ રાઘવ ને જવાબ આપતાં કહ્યું.
" આ રહી સર, હું આના મર્ડર કેસમાં કામ કરી રહ્યો છું જેનાં કારણે મારો સ્ટ્રેસ વધી ગયો છે." રાઘવે તેના ફોનમાંથી કામિની નો ફોટો બતાવતાં આદિત્યને કહ્યું.
" ના મેં ક્યારેય આને નથી જોઈ." આદિત્યએ રાઘવને ફોટો જોતાં કહ્યું.
" ઠીક છે સર તમારી મદદ માટે તમારો આભાર, હવે હું અહીં ક્યારે આવું?" રાઘવે આદિત્યનો આભાર વ્યક્ત કરતાં કહ્યું.
" કાલે આવો તમે." આદિત્ય એ રાઘવને કહ્યું પછી ત્યાંથી નીકળે છે.
" રાઘવ ક્યાં છે તુ?" રાઘવ બહાર નીકળ્યો તરત જ અંજલિ નો ફોન આવ્યો ફોન રિસીવ કરતાં જ અંજલિએ રાઘવ ને પુછ્યું.
" અરે હું ડોક્ટર આદિત્યને ત્યાં આવ્યો હતો." રાઘવે અંજલિને જવાબ આપતાં કહ્યું.
" પણ કેમ?"
" હું તને બધુ ઘરે આવીને સમજાવું છું, તું ક્યાં છે?"
" હું ઘરે જ છું."
" હું આવ્યો અડધો કલાકમાં." રાઘવ અંજલિ સાથે વાત કરી ફોન મૂકી અંજલિ ના ઘરે જવા નીકળે છે.
* રાઘવ તુ ડોક્ટર આદિત્યના ત્યાં કેમ ગયો હતો?" અંજલિ એ રાઘવ ના આવતાંજ પૂછ્યું.
" પહેલા મને શાંતિથી બેસવા દઇશ?"
" ઠીક છે તું સોફા પર બેસ હું તારા માટે પાણી લઈ આવું.". અંજલિ રાઘવને સોફા પર બેસવાનું કહી પાણી લાવી રાઘવને આપે છે.
" આ કેસ ને લઈને થોડો સ્ટ્રેસ માં હતો, મારે રિલેક્ષ થવાની જરૂર હતી માટે હું આદિત્ય ને ત્યાં ગયો હતો, પણ ત્યાં જવાથી મને બે ફાયદા થયા." પાણી પીને પાણીનો ગ્લાસ અંજલિ ને હાથમાં આપતાં રાઘવે અંજલિ ને કહ્યું.
" બે ફાયદા મતલબ?" રાઘવ ની વાત ન સમજાતાં અંજલિ એ રાઘવને પૂછ્યું.
" મતલબ મારો સ્ટ્રેસ દૂર કરવાં માટે ઉપાય પણ મળી ગયો અને એક માહિતી હાથ લાગી છે."
" રાઘવ તુ આમ કોયડા માં વાત કર્યા વગર સીધે-સીધું જણાવ તુ શું કહેવા માંગે છે?"
" અંજલિ મને આદિત્યની બુક માંથી કામીની નો ફોટો મળ્યો."
" હા તો શું કેમ ના હોઈ શકે?" રાઘવ ની વાત વચ્ચે થી કાપતાં અંજલિ બોલી.
" તું મને પૂરી વાત જણાવવા દઈશ." રાઘવે અંજલિ ને ટોકતાં કહ્યું.
" ઠીક છે બોલ."
" હા તો એમાં કઈ નવાઈની વાત નથી, પણ જ્યારે મેં તમને પૂછ્યું કે તમે કામિનીને ઓળખો છો ત્યારે તેમણે મને ના પાડી, મતલબ તું સમજે છે અંજલિ.* રાઘવે અંજલિને તેની વાત પર ભાર દેતાં કહ્યું.
" મતલબ આદિત્યએ તને ખોટું કહ્યું કે તે કામિનીને નથી ઓળખતાં જ્યારે કામિની નો ફોટો તેમની પાસે હતો." રાઘવ ની વાત સાંભળી અંજલિ બોલી.
" યસ અંજલિ, હું એ જ કહેવા માંગું છું."
" એવું પણ હોઈ શકે ને રાઘવ કે કોઈએ એ ફોટો તે બુક માં મુક્યો હોય અને આદિત્યને ખબર ના પણ હોય અથવા તે બુક તેમણે બીજા પાસેથી લીધી હોય."
"બની શકે અંજલિ પણ તે બુક ખુદ આદિત્ય ની છે."
" રાઘવ એ નામચીન સાયક્યાટ્રીસ્ટ છે તેમને આવું કરવાનો શું મતલબ હોય, તેમને ખોટું બોલી ને શું મળે?"
" તારી વાત કદાચ સાચી છે અંજલિ મારું આ સ્ટ્રેસ જ બધું કરાવી રહ્યું છે મારે આરામ ની જરુર છે, ચલ હું ઘરે જઉ છું પાછું કાલે મારે આદિત્ય ને મળવાં જવાનું છે, બાય."
" બાય રાઘવ, તારું ધ્યાન રાખજે." રાઘવ અંજલિના ઘરેથી નીકળી તેના ઘરે જાય છે, રાઘવ ને આદિત્ય નો વિચાર આખી રાત ઊંઘવા દેતો નથી પછી તે નક્કી કરી લે છે કે કાલે તે સવારે આદિત્ય ને ત્યાં જઈ તેને મોકો મળશે તો તપાસ કરશે, પછી તેને ઊંઘ ન આવવા છતાં ઊંઘવાનો પ્રયત્ન કરે છે અને ક્યારે તેની આંખ લાગી જાય છે તેની તેને ખબર નથી પડતી. બીજા દિવસે ઊઠીને તે આદિત્ય ને મળવાં માટે તેની ક્લિનિકે જાય છે.



To be continued............


મિત્રો આપને મારી સ્ટોરી પસંદ આવી હોય તો રેટિંગ આપજો અને આપને કેવી લાગી રહી છે એ કોમેન્ટ પણ કરજો આપનો અભિપ્રાય આપ મને whatsapp પણ કરી શકો છો

Mo:-7405647805

આ સિવાય આપ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ" અને "મહેલ" પણ વાંચી શકો છો.