ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - 14 અવિચલ પંચાલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - 14


માહીએ સેરાહને પોતાની પાસે આવવા માટે ઈશારો કર્યો. સેરાહ તેની પાસે આવી એટલે તેણે સેરાહ તરફ પોતાનો ડાબો હાથ લંબાવ્યો. સેરાહએ માહીનો હાથ પકડ્યો. ત્યારબાદ માહીએ ટ્વિંકલને સેરાહની જેમ પોતાનો જમણો હાથ પકડવા માટે ઈશારો કર્યો.

ટ્વિંકલ માહી પાસે આવી અને તેનો હાથ પકડ્યો. એ સમયે ટ્વિંકલે સેરાહ સામે જોયું પણ તેને સેરાહની આંખો કોઈ પણ પ્રકારના ભાવ જોવા મળ્યા નહીં. માહી પોતાની આંખો બંધ કરી એક મંત્ર બોલી. ત્યાર પછી ટ્વિંકલ અને સેરાહ નું શરીર એક તેજસ્વી પ્રકાશપૂંજમાં ફેરવાઇ ગયું.

થોડી ક્ષણો પછી તે બંને પ્રકાશપૂંજ ઉપર તરફ ઉઠયા અને એકબીજામાં ભળી ગયાં. હવે માહી સામે એક પ્રકાશપૂંજ હતો. તેણે પોતાનો હાથ લાંબો કરીને નીચે તરફ ઝુકાવ્યો. એટલે તે પ્રકાશપૂંજ નીચે આવીને અદ્રશ્ય થઈ ગયો. તેના સ્થાને સેરાહ ઊભી હતી.

માહીએ કહ્યું, “ટ્વિંકલ, હવે આંખો ખોલ અને ખુદને જાણવા માટે તૈયાર થઈ જા.” માહી શબ્દો કાને સંભાળતા ટ્વિંકલે આંખો ખોલી. ત્યારે તેણે પોતાને સેરાહના રૂપમાં નિહાળી. આ જોઈને તે થોડી ગભરાઈ અને બોલી, “આ તમે શું કરી દીધું અને સેરાહ ક્યાં છે?”
ઝોયા હસીને બોલી, “હવે તું જ સેરાહ છે, ટ્વિંકલ નહીં. માહીએ થોડા સમય માટે તારા શરીરની ચેતના અને મનનું સેરાહના શરીરમાં આરોપણ કર્યું છે. હવે તારે સેરાહને જાણવા માટે સેરાહનું જીવન જીવવાનું છે. જ્યારે તારો અહી આવવાનો ઉદેશ પૂરો થઈ જશે ત્યારે તું જાણી લઇશ કે તું ખરેખર કોણ છે?”

ઝોયાની વાત સાંભળીને ટ્વિંકલે કહ્યું, “હા, હવે હું તમારી સમજી ગઈ છું. હું સેરાહનું જીવન અને તેનું કામ જાણવા અને સમજવા માટે આતુર છું.” ટ્વિંકલ વચ્ચે અટકાવતાં માહીએ કહ્યું, “ટ્વિંકલ મારી એક વાત સાંભળ, હું અને ઝોયા અહીથી પાછા જઈશું ત્યારે તું તારી ટ્વિંકલ તરીકેની બધી યાદો ભૂલી જઈશ. તું ફક્ત સેરાહ બનીને જ રહીશ.”

ઝોયાની વાત પૂરી થતાં ટ્વિંકલ સ્તબ્ધ થઈ ગઈ. ઝોયાની વાતનો શું જવાબ આપવો તે સમજાયું નહીં. એટલે થોડીવાર ટ્વિંકલ ચૂપચાપ ઊભી રહી. માહી તેનું મૌન સમજતી હોય તેમ બોલી, “ટ્વિંકલ તારે તારા પેરેન્ટ્સ કે બીજા કોઈની ચિંતા કરવાની જરૂર નથી. અમે તમામ લોકોનું ધ્યાન રાખીશું. તારા માટે અહીનો સમય ફક્ત એક દિવસ જેટલો જ હશે. હવે અમે અહીથી જઈએ છીએ.” આટલું કહ્યા પછી માહી અને ઝોયાએ એકબીજાનો હાથ પકડ્યો અને ત્યાંથી અદ્રશ્ય થઈ ગયાં.

ટ્વિંકલે જવાબમાં ફક્ત એક સ્મિત કર્યું. એક ક્ષણ પસાર થયા પછી આસપાસનું દ્રશ્ય બદલાઈ ગયું. અત્યારે ટ્વિંકલ એક મેદાનમાં ઊભી હતી. ત્યારે તેના કાનમાં સેરાહ નામની બૂમ સંભળાઈ. એટલે ટ્વિંકલે પાછળ ફરીને જોયું તો એક શ્વેત અશ્વ તેની તરફ આવી રહ્યો હતો. તે અશ્વની સવારી એક યુવતી કરી રહી હતી.
ટ્વિંકલ હવે સેરાહ બની ચૂકી હતી. રાજપ્રસ્થની રાજકુમારી, મહાલક્ષ્મીઅંશ, સૌન્દર્યમૂર્તિ, યુદ્ધકળામાં કુશળ યોદ્ધા સેરાહ. તે સાથે જ ટ્વિંકલ માહીના કહ્યા મુજબ તેની પૂર્વ યાદોને ભૂલી ચૂકી હતી. તેની ઓળખ સેરાહ તરીકેની હતી માટે હવે આપણે પણ તેને સેરાહ તરીકે જ ઓળખીએ.

સેરાહ તે ઘોડેસવાર યુવતીને ઓળખી ગઈ. તે યુવતી ઝોયા હતી. ઝોયાએ પોતાના અશ્વને સેરાહની નજીક લાવીને ઊભો રાખ્યો. ઝોયા બોલી, “સેરાહ તમે અહી શું કરી રહ્યા છો? પિતાજી આપની રાહ જોઈ રહ્યા છે. આપ જલ્દી તેમની પાસે જાઓ.”

સેરાહને થોડી ક્ષણો સુધી ચૂપ રહીને બોલી, “મને યાદ નથી કે હું ક્યારે આવી ? પણ હવે તું મને જલ્દી પિતાજી પાસે પહોંચાડી દે.” આમ કહીને સેરાહએ ઝોયાની આંખોમાં જોયું.