Maro Yadgar Saurashtra No Pravas books and stories free download online pdf in Gujarati

મારો યાદગાર સૌરાષ્ટ્રનો પ્રવાસ

મારો યાદગાર પ્રવાસ.

પ્રવાસના યાદગાર સંસ્મરણ.

મારો અવિસ્મરણીય પ્રવાસ.

પ્રવાસનું મહત્વ.

મદ્દા - 1. વિદ્યાર્થી અવસ્થામાં પ્રવાસનું મહત્વ 2. પ્રવાસ-આયોજન 3. પ્રયાણ અને મુસાફરીનો આનંદ 4. ધાર્મિક- ઐતિહાસિક સ્થળોની મુલાકાત 5. જીવનભરનું સંભારણું.

પ્રવાસનો શોખ વિદ્યાર્થી અવસ્થામાં વિકસાવયો હોય તો મોટાપણે માનવી પ્રવાસથી કંટાળતો નથી. પ્રવાસ ર્તો હૃદય, મન અને આત્માને વિશાળ, ઉદાર અને દૃઢ બનાવનારી ઉદ્દાત પ્રવૃતિ છે. સાહસિકતા, સહિષ્ણુતા, માનવતા, વ્યવહાર-કુશળતા અને નિયમિતતા જેવા જીવનઘડતરના મૂલ્યવાન ગુણો પ્રવાસ દ્વારા ખીલે છે-વિકસે છે. વિદ્યાર્થીઓમાં સૌંદર્યદ્ર્ષ્ટિ વિકસે છે. સહકારની ભાવના કેળવાય છે. મુશ્કેલીને હસતાં હસતાં પાર કરવાની તાલીમ મળે છે અને ઝીણીમાં ઝીણી બાબતનું પણ ચોકસાઈથી આયોજન કરવાની ટેવ પડે છે.

આ સત્યનું દર્શન અને વાસ્તવિકતાનો પરિચત મને સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન થયો. બારમાં ધોરણમાં અમારી મોડેલ સ્કૂલ રતનપુરા(શિહોરી) નાં 65 વિદ્યાર્થી અને શિક્ષકોએ સાથે મળીને આ પ્રવાસનુ વિગતપૂર્ણ ઝીવણ ભર્યું અને ચોકસાઈભર્યું આયોજ કર્યુ. પ્રવાસની પૂર્વતૈયારી એટલી ગણતરીબંધ અને વ્યવહારું હતી જે આદિથી અંત સુધી કયાંક જરા અગવડ કે મુશ્કેલી પડી નહિ.

મોડેલ સ્કૂલરતનપુરા(શિહોરી) થી વહેલી સવારે 6 વાગ્યે લગઝરી બસ માં બેઠા અને પોઇચા સ્વામિનારાયણ મંદિર પહોંચ્યા ધાર્મિકતા સાથે સંસ્કાર અને પ્રાચીન વૈદીક પરંપરાઓની આજની યુવા પેઢીને અનુભુતી કરાવતું મંદીર એટલે નીલકંઠધામ. શિખરબધ્ધ મંદીરમાં નિલકંઠવર્ણીન્દ્ર (ભગવાન સ્વામીનારાયણ)ની મુર્તી સાથે પ્રાચીન સંસ્કૃતિના દર્શન કરાવતું અર્વાચીન મંદીર એટલે નિલકંઠ ધામ પોઇચા. અને ત્યાં અમે બપોર નું ભોજન લીધું અને પછી વિવિધ સ્ટોલો ની મુલાકાત લિધી અનેેે પછી આયોજન મુજબ અમે ચોટીલા જવા રવાના થયા. સંઘ્યાકાળ ના સમયે અમે ચોટીલા પહોંચ્યા.

શ્રી ચામુંડા માતાજીનું પ્રખ્યાત મંદીર ચોટીલાના ડુંગર પર આવેલું છે, અને પછી અમે બધા મિત્રો માંં ચામુંડાના દર્શન કરવા ડુુંગર પર ચડ્યા અનેે ડુંગર પર પહોંચવા માટે નીચેથી ઉપર સુધી પગથિયાં પણ બનાવવામાં આવેલાં છે. આ ડુંગરની ઉંચાઇ 1,173 ફુટ જેટલી છે. શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શનાર્થે દરરોજ મોટી સંખ્યામાં આવતા હોય છે. ચોટીલા મંદીર ટ્રસ્ટ દ્વારા ચાલતા અન્નક્ષેત્રમાં જમવાની તથા રહેવાની નિ:શુલ્ક વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ ધાર્મિક સ્થળ ગુજરાતનાં મુખ્ય યાત્રાધામો પૈકીનું એક પૌરાણીક અને અગત્યનું યાત્રાધામ છે. ચોટીલા પ્રસિધ્ધ ગુજરાતી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીનું જન્મ સ્થળ પણ છે. અને અમે ચોટીલાથી આયોજન મુજબ વિરપુર જવા નીકળ્યા.

અમે રાત્રે વિરપુર પહોંચ્યા. ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા જેતપુર તાલુકામાં આવેલું એક વિરપુર ગામ છે.આ ગામમાં વિશ્વ વિખ્યાત સંત શ્રી જલારામ બાપા ની સમાધિ અને મંદિર આવેલું છે આથી આ વીરપુર ગામ ને વીરપુર જલારામ થી પણ ઓળખવામાં આવે છે એ દિસસ નું રાત્રી રોકાણ વિરપુર હતુું વિરપુરમાં અમે બહૂજ મજા કરી. ત્યાં થી અમે સવારે ૫:૦૦‌ વાગ્યે કાગવડ( ખોડલધામ) જવા નીકળ્યા.

શ્રી ખોડલધામ એક પ્રેરણાસ્ત્રોત છે,એક ભવ્ય અને આકર્ષક નિર્માણ છે જે સર્વ પાસાઓમાં અજોડ અને અપૂર્વ છે. વિશાળ ભૂમિવિસ્તારમાં પથરાયેલ ખોડલધામ અનેકવિધ પ્રવૃતિઓ અને મહાન કાર્યોની ધરી સમાન છે. તે સમગ્ર લેઉવા પટેલ સમાજને આકર્ષતું એક ચુંબકીય કેન્દ્રબિંદુ છે. ભક્તોની શ્રદ્ધા સરિતાને શ્રી ખોડલધામ તરફ વહેતી જોવી તે ખરેખર એક અધ્યાત્મિક ઉર્ધ્વગમન નો સાક્ષાત્કાર કરાવે છે. કાગવડ થી અમે જુનાગઢ જવા રવાના થયા ત્યાં રસ્તા માં વચ્ચે રાજાણી ચા ની કંપનીની મુલાકાતે ગયા પણ સંજોગોને અનુસાર અમને પરવાનગી મળી નહી. ત્યાંથી નિકળી અમે બપોરે જુનાગઢ પહોંચ્યા. ત્યાં હોટલમાં રોકાવવાની અને ભોજનની સુંદર વ્યવસ્થા જોઈને આખા દિવસની બસની મુસાફરીનો થાક ક્યાંક ઉતરી ગયો. જમી-પરવારીને મોડે સુધી વાત કરતાં -કરતાં સૌ ઉંઘી ગયા. વહેલી પરોઢે ઝટપટ તૈયાર થઈને ગિરનારની તળેટીમાં જઈ પહોંચ્યા અને દિવસ ચઢે તે પૂર્વે ગિરનારના જેટલાં પગથિયાં ચઢાય એટલા ચઢી લેવા ઉતાવળ કરી. અમે બધા ખૂબ આનંદ કરતાં-કરતાં છેક છેલ્લી ટોચ સુધી જઈ પહોંચ્યા. અહીંથી જૂનાગઢ શહેર અને નીચેના જંગલનું પ્રાકૃતિક સૌંદર્ય જોઈને હૈયું પુલકિત થઈ ગયું. નીચે ઉતર્યા બાદ ઉપરકોટનો કિલ્લો, અડીકડીની વાવ, નવઘણ કૂવો, નરસિંહ મેહતાનો ચોરો, દામોદર કુંડ, મ્યૂઝીયમ ગાર્ડન, બજાર વગેરે જોઈને પાછા હોટલ આવ્યા. જમ્યાં પછી થોડો આરામ કર્યો અને ત્યાંથી અમારી બસ સવારે દીવ જવા નિકળી. સવારના ૧૦:૩૦ દીવ પહોંચી ગયાં

ગુજરાત ને અડીને આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દીવનું પ્રવાસ ક્ષેત્રે જાણીતું છે. જ્યાં મોજ કરવા ગુજરાતી ઓ ઉમટી પડે છે. દીવ તેના રમણીય દરિયાના લીધે જાણી તું છેે. અને દીવ ના સુુંદર નાગવા બીચ માં અમે નાહ્યા અને અર્ધગોળાકાર 'નાગવા બીચ' મા હજારો લોકો નાહ્તા હતા. દીવ મા અમે ૮ કલાક રોકાયા. ત્યાં નું કુદરતી વાતાવરણ, સવાર સાંજનો ઠંડો પવન અને દરીયા ની લહેર, નાળિયેરના પાકનું મબલક ઉત્પાદન, સ્નાનાઘરમાં ખુલ્લા આકાશ નીચે તરવાની મજા, આંખે ઉડીન વળગે એવી સ્વચ્છતા, આવી અનેક વિશિષ્ટતાઓ માણીને અમે ધન્ય થયા.

ત્યાંથી પાછાં આયોજન મુજબ વેરાવળ ગયાં. વેરાવળથી ભગવાન સોમનાથના દર્શન કરવા નિકળ્યા બપોરના ચાર વાગ્યા ના સુમારે અમે પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં જઈ પહોંચ્યા.

મેં જિંદગીમાં પહેેલી જ વાર દરિયો જોયો એટલે મારા આનંદની તો અવધિ ન નહોતી. ભગવાન સોમનાથનું ભવ્ય મંદિર જોઈને શિવલિંગના દર્શન કરીને અને સાાંજની આરતીનું ભક્તિભર્યું વાતાવરણ અનેે સંઘ્યાકાળ નો અલૌકિક આનંદ અને રાત્રી નો લેઝર સો જોઈને હું ગદગદ થઈ ગયો. પૂરા ત્રણ કલાક દરમિયાન ઉછળતાં-કૂદતાં મોજા જોઈને સાંજે પાછાં ‌‌ સોમનાથ રાત્રે રોકાયા અને વહેલી સવારે શિહોરી આવવાં રવાના થયા.

આ ટૂંકા તથા મહત્વપૂર્ણ પ્રવાસનું મારા મનમાં સંભારણું રહી ગયું છે. જૂનાગઢ-ગિરનારની ઐતિહાસિક ભૂમિ જોઈને મને રાખેંગાર-રાણકદેવી અને કાકમંજરી યાદ આવ્યું. પાટડી , વિરપુર , કાગવડ, ચોટીલા અને સોમનાથનું ધાર્મિક તીર્થધામ જોઈને મને સોલંકીયુગના ગુજરાતની ધર્મપ્રિયતાની ઝાંખી થઈ. પ્રવાસનો કાર્યક્રમ જો આયોજનબદ્ધ હોય તો કેવી મજા આવે એનો મને પ્રત્યક્ષ અનુભવ થયો. મોડેલ સ્કૂલ નો આ પ્રવાસ હું જીવનભર નહી ભૂલૂ.

- મકવાણા દિપક



*આભાર*


બીજા રસપ્રદ વિકલ્પો