તપન ની તપસ્યા Khyati Mendpara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • અભિન્ન - ભાગ 2

    તાજી પરણીને આવેલી પ્રીતિ પોતાની નણંદ નિશા સાથે સોફા પર બેઠેલ...

  • હું અને મારા અહસાસ - 118

    પાનખર   પાનખરમાં સુકાઈ ગયેલા ફૂલો ખીલે તેવી અપેક્ષા રાખ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 49

    વ્હાલપોતાની મમ્મીનાં ગળા પર ચાકુનાં ઘાથી ઉડેલા લોહીનાં ફુવાર...

  • અનોખી સગાઈ

    ત્રીશા મીઠાઈ લઈને ઘરે પહોંચે છે.બેઠક રૂમમાં ત્રીશાને જોવા આવ...

  • ગણદેવી

    ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- ગણદેવી.લેખિકા:- શ્રીમતી સ્ન...

શ્રેણી
શેયર કરો

તપન ની તપસ્યા

તપન ની તપસ્યા

પ્રકરણ 1

ચોમાસા ના દિવસો હતા. આખી રાત ના વરસાદ રાજકોટ પર વરસ્યો હતો. તપસ્યા વહેલી સવારે ઉઠી અને બાલ્કની તરફ દોડી. વરસાદ હજુ વરસી રહ્યો હતો. અંદર આવી તપસ્યા વિચારવા લાગી આજે જોબ પર જવું કે નહીં. પછી યાદ આવ્યું આજ તો સ્ટાફ રજા પર હશે એટલે જવું તો પડશે. એટલામાં...
મમ્મી નો ફોન આવ્યો. "હેલો તપુબેટા આજે જોબ પર ન જતી રાજકોટમાં ખૂબ વરસાદ પડ્યો છે એવા ન્યુઝ અમને મળ્યા અને અમે કાલ સવારમાં આવી જઈશું."

તપસ્યા : "હા મમ્મી નહીં જાવ "અને ફોન કટ કર્યો.

તપસ્યા તૈયાર થઈ અને બહાર નીકળી સ્કૂટર ને સેલ્ફ મારી. રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય એવું લાગતું હતું. ચારે બાજુ પાણી પાણી.તપસ્યા અન્ડર બ્રીજ પાસે પહોંચી અને જોયું તો આખો અંડરબ્રિજ પાણીથી ભરેલો હતો હવે આગળ જવું કેમ એ વિચારવા લાગી સ્કૂટર પાર્ક કરી સંકલ્પ સિદ્ધ મંદિર પાસે ઉભી રહી અને ફોન કરવાનું વિચાર્યું. એટલામાં એક બ્લેક કલરની scorpio ત્યાં આવી અને બંધ થઈ અંદર રહેલી વ્યક્તિ એને સ્ટાર્ટ કરવા માટે મથી રહી હતી પણ કાર સ્ટાર્ટ થતી ન હતી. તપસ્યા એ ફોન કાઢ્યો અને નંબર ડાયલ કર્યો ડોક્ટર મિત્રા.કોલ વ્યસ્ત આવ્યો એટલે તપસ્યા એ ફરી નંબર લગાવ્યો.એટલા માં કાર માં બેઠેલ વ્યક્તિ બહાર આવી ફોન પર મોટા અવાજે વાત કરતી એની પાસે આવી ઊભી ..

"હેલો શંકર જલ્દી કોઈ મિકેનિક ને લઇ ને અંડર બ્રીજ પાસે આવ .કાર બંધ થય ગઈ છે."

તપસ્યા નો કોલ લાગી ગયો...હેલો સર .....હા તપસ્યા બોલ..સામે ડોક્ટર મિત્રા યે કહ્યું..
સર અંડર બ્રીજ માં પાણી ખૂબ છે મારું સ્કૂટર નહિ ચાલે..મારા થી આજ હોસ્પિટલ નહિ પોચાય...

ડો. મિત્રા.." તપસ્યા તને ખબર છે ને આજ સ્ટાફ નો પ્રોબ્લેમ છે . તારે આવું પડશે.."

પણ સર પાણી.. તપસ્યા હજુ વાક્ય પૂરું કરે ત્યાં જ ડો.મિત્રા મારે કઈ નથી સંભાળવું...

તપસ્યા નો ચેહરો ઉતરી ગયો.. મન માં કે તરી ને આવું તો થાય...

તપસ્યા હજુ કહેવાનું ચાલુ જ રાખ્યું... સર પાણી માં નઈ ચાલે સ્કૂટર...એ હજુ બોલતી હતી ત્યાં પાસે ઉભેલ વ્યક્તિ યે એનો ફોન લઈ લીધો...

"ઓ હેલો સમજાતું નથી બિચારી ક્યાર ની કે છે પાણી છે નઈ નીકળાય.એક દિવસ માં કઈ તમારી હોસ્પિટલ એના વગર બંધ નઈ થાય ..."

ડો .મિત્રા ને અવાજ જાણીતો લાગ્યો..થોડી વાર વિચારી.
" તમે કોણ બોલો છો .?? તપસ્યા ને ફોન આપો .

"હું ડો .તપન શાહ બોલું છું..અહી થી નીકળવું શક્ય નથી .."

ડો મિત્રા: ઓહો તપન તું ! તું દિલ્લી થી અહી ક્યારે આવ્યો ..?? હું સિદ્ધાર્થ તારો કલાસ મેટ . સિદ્ધાર્થ મિત્રા.."

ડો .તપન: સિદ્ધાર્થ તું ! હું છ મહિના પહેલા આવ્યો .તું કે શું ચાલે છે.??

ડો.સિદ્ધાર્થ : બસ જો નાની હોસ્પિટલ ચાલવું છું ..ક્યારેક મળીયે યાર ..હવે તો તું અહી રેવાનો કે પછી..પાછું જવાનો પ્લાન છે ??

ડો.તપન : શ્યોર મળીશું ..હું હવે અહી જ છું

ડો.સિદ્ધાર્થ : તને રંગીલા રાજકોટ ની માયા ખેચી લાવી ..ને હસવા માંડે છે..

ડો. તપન : હા હો મારું રંગીલું રાજકોટ

ડો.સિદ્ધાર્થ: ટાઇમ લઇ ને મળીશું.તપસ્યા ને કે એ ઘરે જતી રે .હું જોઈ લઈશ બધું. bye

તપસ્યા ને ફોન આપતા .

ડો.તપન : તમે ઘરે જઈ શકો છો.તમારા સર સાથે વાત થાય ગઈ..

તપસ્યા: thank you so much ..

ડો.તપન : it's ok
તમારા સર ને હું ઓળખું છું. આ શંકર કેમ હજી ના પોચ્યો ??
તપસ્યા: હું તમારી કઈ મદદ કરી શકું??

ડો.તપન : તમને હેરાન તો ના કરું પણ અત્યારે અહી થી જવા માં મને લિફ્ટ આપશો?? તમારે કઈ બાજુ જવાનું.??

તપસ્યા : હા હા કેમ નઈ હું મૂકી જાવ તમને ઘરે ?? મારે નાના મોવા ચોક જવાનું છે.

ડો.તપન : ગ્રેટ.. મારે સિલ્વર હાઇટ જવાનું છે.
એટલા માં શંકર મિકાનિક સાથે પોંચ્યો.. તપને કાર ની ચાવી આપી ને શંકર ને કહ્યું : " હું આ મેડમ સાથે જાવ છું ઘરે .કાર થાય તો ઘરે લેતા આવજો.."

તપન તપસ્યા સામે જોઈ આપડે નીકડીશું .? જો તમને વાંધો ના હોય તો હું સ્કૂટર ચાલવું ?? તપસ્યા યે માથું હલાવી હા પાડી. તપને સ્કૂટર ચાલુ કર્યું ને તપસ્યા તપન ને પકડી ને પાછળ બેસી ગઈ..વરસાદ હજુ વરસતો હતો...

"સિલ્વર હાઈટ " આવ્યું રસ્તાઓ પાણી થી ભરેલા હતા.તપને સ્કૂટર તપસ્યા ના હાથ માં આપ્યું.

તપન : થેંક્યું મને ઘરે પોચાડવા માટે .by the way I m dr.Tapan shah.

તપસ્યા : nice to meet u dr.Tapan..my self dr. tapsya patel. n once again thank you.

તપન: ઘ્યાન રાખી જજો.bye

તપસ્યા: bye

તપન ફ્રેશ થઈ બાલ્કની માં કોફી પીતો હતો એટલા માં શંકર આવ્યો ને બોલ્યો...સાહેબ આ જૂની scorpio વેચી દો ને .તમારી પાસે તો બે બે બ્રાન્ડ ન્યૂ કાર છે તો ખરા.

તપન : શંકર તને ખબર તો છે એ કાર મે મારી પેલી કમાણી માં થી લીધેલ ને એ મારા માટે ખાસ છે તો એ કાર તો ક્યારે નઈ વેચુ.

શંકર: હા એટલે જ પેલા મેકાનિક નો નંબર લઇ લીધો ખબર નઈ પાછી ક્યારે જરૂર પડે..ને હસતો હસતો જતો રહ્યો ..તપન પણ હસવા લાગ્યો.

તપસ્યા ઘરે આવી શાંતિ થી ગ્રીન ટી પીતા પોતાનો ફેવરિટ પ્રોગ્રામ ટીવી પર જોવા લાગી.

થોડા દિવસો બાદ

અચાનક તપન ના મોબાઈલ માં એક નંબર ફ્લેશ થયો
ડો. સિદ્ધાર્થ . તપન ને થયું સિદ્ધાર્થ કેમ કોલ કરે છે ?? એણે કોલ ઉપાડ્યો . હાઈ સિદ્ધાર્થ હાઉ આર યુ??

સિદ્ધાર્થ: હાઈ તપન એક ઇન્વિટેશન આપવાનું છે તને .હોપ તું આવતી કાલ સાંજે ફરી હોયશ.કાલ મારી હોસ્પિટલ ને 5 વર્ષ પૂરા થાય છે તો મે એક પાર્ટી રાખી છે થયું તું અહી છે તો આપડે આ બહાને મળીશું.બોલ તું આવીશ ને ??

તપન : યા ઑફકોર્સ હું આવીશ તને મળવા.આમે અહી આવ્યા પછી કોઈ પોતાનું નથી મળ્યું.

સિદ્ધાર્થ: ગ્રેટ યાર તો કાલ મળીયે. થેન્ક્યુ. bye.

તપન : bye

પ્રકરણ 2

બીજા દિવસે સાંજે તપન હાથ માં ફૂલ નો બુકે લઇ સિદ્ધાર્થ ના ઘરે પોચયો.

સિદ્ધાર્થ આવી ને તપન મળ્યો.અને કહ્યું આવ તને મારી વાઇફ ને લાઈફ ને મળાવું.

તપન : નાઇસ હાઉસ ...

સિદ્ધાર્થ: થેન્ક યુ યાર. મીટ માય વાઇફ ડો.શ્રેયા મિત્રા

તપન શ્રેયા ને જોતો રહી ગયો.એનું મગજ ચકરાવે ચડી ગયું.
શ્રેયા અહી અને એ પણ સિદ્ધાર્થ ની વાઇફ..,!!

શ્રેયા પણ તપન ને જોઈ ચોંકી ગઈ. ઓપચારિક હાઈ કહી તરત જ પોતાને સાંભળી મેહામાનો ના સ્વાગત માટે જતી રહી.
સિદ્ધાર્થ: હે તપન જસ્ટ અ સેકન્ડ યુ એન્જોય હું આવું હમણાં.

તપન ના મગજ માં વિચારો નું યુદ્ધ ચાલતું હતું.એને થયું અહી થી નીકળી જવું જ યોગ્ય એ ઝડપ થી મેઇન ગેટ તરફ જતોહતો ત્યાં જ એ તપસ્યા સાથે તકરણો.

તપન : I m sorry.

તપસ્યા : it's ok dr.Tapan .

હવે તપન નું ઘ્યાન તપસ્યા પર ગયું.એક દમ સિમ્પલ પણ બહુ જ સુંદર લાગતી હતી તપસ્યા.

તપન : ઓહ સોરી ડો.તપસ્યા હું તમને ઓળખી ના શક્યો.
u r look so beautiful today.

તપસ્યા : thank you . તમે કેમ જલ્દી જઈ રહ્યા છો આ રીતે.
તપન : એક important કામ યાદ આવી ગયું એટલે જાઉં છુ.

એટલા માં સિદ્ધાર્થ તપન નો હાથ પકડી ને.તપન અંદર ચલ આજ તો નહિ જ જવા દવ.તપસ્યા કેમ મોડી આવી ચલ જલ્દી અંદર.તપન ના પાડતો રહ્યો પણ સિદ્ધાર્થ ના માન્યો. તપન અંદર આવે છે.સિદ્ધાર્થ એને કોલ્ડડ્રિંક આપે છે.

તપન : હેય સિડ બસ કોલ્ડ ડ્રિંક ??? કઇ વી આઇ પી ડ્રિંક લાવ. સિદ્ધાર્થ હસ્યો ... કમ વીથ મી...
સિદ્ધાર્થ તપન ને એના સ્ટડી રૂમ માં લઇ ગયો.
સિદ્ધાર્થે ડ્રોવર માંથી વિસ્કી ની બોટલ કાઢી...બે ગ્લાસ લઇ ને આવ્યો.બને ગ્લાસ ભરી તપન ને એક ગ્લાસ આપ્યો .

સિદ્ધાર્થ: યાર તપન તું ઇન્ટર્શિપ પછી કેમ અચાનક જતો રહ્યો ??

તપન :( મનમાં તારી સો કોલ્ડ વાઇફ ના લીધે) એમ જ દિલ્લી ન્યૂરો માં એડમીશન મળ્યું એટલે .તુ કે તારી લાઈફ વિશે

સિદ્ધાર્થ: યાર મેં તો અહીં મેડિસિનમાં જ એડમિશન લીધું અને પછી પપ્પાના કહેવાથી શ્રેયા સાથે મેરેજ કરી સેટ થાય ગયો.આમ બધું સેટ છે યાર પણ શ્રેયા માટે જે કરું એ અને ઓછું જ લાગે છે.તે મેરેજ કર્યા કે નઈ ?? કોલેજ નો મોસ્ટ હન્ડ્સોમ mr.tapan shah

તપન: ના યાર હજુ તો મોજ ની લાઈફ જીવું છું.

સિદ્ધાર્થ : તું એન્જોય કર હું આવું હમણા.

સિદ્ધાર્થ ના ગયા પછી તપન બીજો ગ્લાસ વીસ્કી નો પી ગયો ને મન માં બોલ્યો સિડ એ લાલચુ છોકરી કોઈ ની ના થાય પૈસા સિવાય.યાર આઇ ફિલ સેડ ફોર યુ.તપન વિચારો માં જ હતો એટલા માં કોઈ આવી તેનો ગ્લાસ હાથ માંથી લઇ લીધો..તપન જોવે તો સામે તપસ્યા ઊભી હતી.

તપસ્યા: બસ હવે ડો.તપન બોટલ પૂરી થવા આવી ને મને લાગે છે તમને નશો ચડવા લાગ્યો છે.

તપન : તપસ્યા તમે અહી થી જાવ

તપસ્યા તપન ને સમજાવતી હતી એટલા માં તપન ઊભો થયો બલેન્સ ના રેવા થી પડવા જતો હતો ત્યારે તપસ્યા યે એને પકડી લીધો .તપસ્યા યે એને સોફા પર સુવડાવી દીધો.ને તરત નીચે જઈ સિડ ને વાત કરી. સિડ જડપ થી ઉપર આવ્યો જોયું તો તપન નસા માં સૂતો છે.સિડ ને આમ ઉપર જતો જોઈ શ્રેયા પણ હેબતાઇ ગઈ.આમે તપન ને જોઈ એનો મૂડ બગડી જ ગયો હતો મન માં વિચાર્યું તપન કઈ કહ્યુંતો નઈ હોય ને સિડ ને ??એ અહી આવ્યો જ શું કામ??

સ્ટડી રૂમ માં

સિદ્ધાર્થ: હવે શું કરું આતો બિલકુલ ભાન માં નથી.

તપસ્યા: ડો . સિદ્ધાર્થ હું મૂકી આવું એમના ઘરે .મે જોયુ છે.

સિદ્ધાર્થ: થેન્ક્યુ તપસ્યા.હું જ જાત એણે મૂકવા પણ અત્યારે નઈ નીકળી શકું.

તપસ્યા: એટલે જ તો મે. કહ્યું .લાવો એમની કાર ની ચાવી.

સિદ્ધાર્થ તપન ના પોકેટ માંથી ચાવી તપસ્યા ને આપી.પછી બને પાછળ ના ગેટ પર થી તપન ને લઇ ને નીકળ્યા.તપન ને કાર માં બેસાડી.

સિદ્ધાર્થ : તને ફાવશે ને?? સોરી ફોર ઓલ ધિસ .

તપસ્યા: ઇટ્સ ઓકે .આઇ કેન હેન્ડલ દિસ. બાય એન્જોય યોર પાર્ટી.
રસ્તા માં તપન બોલતો હતો તે આવું શા માટે કર્યું શ્રેયા?
મારી સાથે શા માટે આવું કર્યું? શું કામ મને મૂકીને જતી રહી?
શ્રેયા નું નામ સાંભળી તપસ્યા વિચારવા લાગી શું તપન શ્રેયા ને ઓળખે છે ?
તપન નો ફ્લેટ આવી ગયો.. સિલ્વર હાઈટ

તપસ્યા એ તપન ને કારમાંથી બહાર કાઢ્યો તેના ફ્લેટ પર લઈ ગઈ ડોરબેલ મારી પરંતુ કોઈ દરવાજો ન ખોલ્યો પછી તપસ્યા ની પાસે રહેલી ચાવી માંથી લોક ખોલવાની કોશિશ કરી દરવાજો ખુલી ગયો. તપન નો ફ્લેટ ખુબજ મોટો હતો. ઈન્ટરીએર પણ ખૂબ જ સુંદર હતું.તપસ્યા તપન ને એના બેડરૂમ માં લઇ ગઈ .એને બેડ પર સુવડાવી.તપસ્યા યે બાલ્કની નો દરવાજો ખોલ્યો. તપન હજુ નશા માં જ હતો અને શ્રેયા માટે કંઈક ને કંઈક બોલે રાખતો હતો તપસ્યા વિચારવા લાગી તપન અને શ્રેયા વચ્ચે એવું તે શું બન્યું હશે ત્યાં આજે પણ તપન એને આટલું યાદ કરી રહ્યો છે .જે હશે તે અત્યારે તો એ આરામ કરે એ જ સારું છે અને હું હવે નીકળું એ જ મારા માટે પણ સારું રહેશે.ત્યાં ધડામ દાઈ રૂમ નો ડોર બંધ થઈ ગયો.

તપસ્યા ડોર પાસે આવી.ખોલવા પ્રત્યન કર્યો પણ ના ખુલ્યો.જોયું તો ડોર લોક થઈ ગયો હતો.હવે ચાવી થી જ ખુલશે એવું તપસ્યાને લાગ્યું .એને ચાવી શોધી પણ ના મળી.તપસ્યા : અરે ભગવાન આ શું થયું ??હવે ઘરે કેમ જવું ?? મમ્મી રાહ જોતી હશે.એમને કોલ કરી કઈ દવ હોસ્પિટલ માં ઇમરજન્સી છે તો સવારે ઘરે આવીશ.તપસ્યા
બાલ્કનીમાં આવી મમ્મી ને કોલ કરી વાત કરે છે. અને વિચારે છે જલ્દી સવાર થાય તો સારું.અચાનક એનું ધ્યાન તપન તરફ જાઈ છે. નિખાલસ ચેહરો.,એક સારા બેસ્ટ. ડૉક્ટર ને સારા માણસ આ રીતે કોઈ માટે દુઃખી હોય.તપસ્યા થોડી વાર તપન ને જોતી રહી.
તપસ્યા તપન પાસે આવીને એને બ્લેન્કેટ ઓઢડીયો.અચાનક તપન તપસ્યા નો હાથ પકડી બોલ્યો ..."હું તને મારી લાઈફ માંથી નહિ જવા દવ..bocz આઇ લવ યુ આઈ લવ યૂ સોમચ....." તપસ્યા હાથ છોડાવી મન માં બોલી કાશ તમારી પરેશાની દૂર કરી શકતી હોત.
પછી એ સામે પડેલ ચેર પર બેસી બુક વાચવા માંડી.અને સૂઈ ગઈ.

પ્રકરણ 3

સવારે તપન ની આંખો ખુલી. માથું દુખતું હતું.અને જોયું એ એના બેડરૂમ માં હતો.રાતે વઘારે ડ્રિંક કરી લીધું હતું.એને શ્રેયા પર ગુસ્સો આવ્યો હતો.પછી શું થયું એ નતું યાદ.ત્યાં એની નજર સામે સુતેલી તપસ્યા પર પડી. ઊજળો ગોરો ચેહરો...એના પર એના વાળ ની એ લટો...તપસ્યા ઊંઘ માં પણ ખુબજ સુંદર લાગતી હતી.
તપન ઊભો થયો.વિચાર્યું.તપસ્યા જ મને અહી લાવી હશે.અને ડોર ખોલવા ગયો પણ લોક હતો.એને શંકર ની પત્નિ સુમિત્રા ને કોલ કર્યો.
તપન: સુમિત્રા બેન તમે ક્યારે આવો છો . મારા રૂમ નો ડોર લોક થઈ ગયો છે.ચાવી બધી હોલમાં ટેબલ છે એમાં છે.તમે જલ્દી આવો.
સુમિત્રા : સાહેબ હું પોહચું જ છું.
એટલા માં તપસ્યા જાગી જાઈ છે.

તપન: ગુડ મોર્નિગ તમે કઈ ક્યો એ પેલા આઇ એમ સોરી.. રીયલી સોરી. રાતે શું થયું એ મને કઈ યાદ નથી.

તપસ્યા : ઈટ્સ ઓકે ડો તપન.તમે બહુ ડ્રિંક કર્યું હતું કાલ રાતે.ને કઈ બોલતા હતા.plz ડોન્ટ માઈન્ડ તમે શ્રેયા વિશે બોલતા હતા.
તપન : શ્રેયા વિશે??

તપસ્યા : મને એ જાણવાનો કોઈ હક નથી.પણ જો તમે મને કહી ને તમારું મન હળવું કરવા માગતા હો તો ચોક્કસ કહી શકો છો.યુ કેન ટ્રસ્ટ મી.

તપન: એવું કઈ નથી તપસ્યા.હું તને તપસ્યા કહી શકું ને ??

તપસ્યા : હા.જો એવું કઈ નથી તો ચેહરા પર દુઃખ શેનું છે ?? સોરી તમારી પર્સનલ લાઇફ વિશે પૂછું છું.મને જાણવાનો કોઈ હક નથી.ના હું તમારી ફ્રેન્ડ છુ કે ના ફેમિલી મેમ્બર. સોરી.

તપન :તપસ્યા એના વિશે પછી વાત કરીશું. ને તું આજ થી મારી ફ્રેન્ડ બનીશ? આઈ નીડ ફ્રેન્ડ લાઈક યુ.હાઈ તપસ્યા માય સેલ્ફ.mr. તપન શાહ.

તપસ્યા:( હસીને) હાઈ માય સેલ્ફ મિસ.તપસ્યા પટેલ.

બંને હશે છે.

તપસ્યા: તમને એક વાત કહી દવ તમે મને ફ્રેન્ડ બનાવી ને ભૂલ કરી છે.હું મારા કોઈ ફ્રેન્ડ ને દુઃખી નથી થવા દેતી.અત્યારે તો તમે વાત નથી કરતા પણ પછી કરવી પડશે.

તપન: (હળવું સ્માઈલ) હા કહીશ સમય આવશે ત્યારે .

એટલા માં સુમિત્રા બેન ડોર ખોલે છે.

તપન : સુમિત્રા બેન બે મસ્ત કોફી બનાવો.કોફી ચાલશે ને તપસ્યા ??

તપસ્યા: ના અત્યારે કઈ નહિ ઘરે જવું છે જલ્દી .બાય .
ડો તપન

તપન : આ શું ડૉ.તપન ડૉ.તપન તું તપન કહી શકે છે.તો તારી એક કોફી બાકી રહી મારા પર. થેંક્યું કાલ તે મારા માટે જે કર્યું .અને સોરી પણ.

તપસ્યા: હા તો એક કામ કરો બ્રેકફાસ્ટ , લંચ, ને ડિનર બધું જ બાકી તમારા પર.બાય .plz હવે નો સોરી નો થેંક્યું

તપન બાય તપસ્યા.

તપન તપસ્યા ને જોતો રહે છે તપસ્યા જલ્દી નીકળી જાઈ છે.કોફી નો મગ હાથ માં લઇ બાલ્કની તરફ જઈ છે.ત્યાં એને એક બ્રેસ્લટે મળે છે.તપસ્યા નું .એટલા માં સિદ્ધાર્થ નો કોલ આવે છે.

સિદ્ધાર્થ: હાઈ તપન હાઉ આર યુ,??કાલ તો ભાઈ તે આખી બોટલ...
એતો સારું થયું તપસ્યા તને મૂકી ગઈ.

તપન : સોરી સિડ .મને તપસ્યા નો નંબર આપ ને plz .

સિદ્ધાર્થ: હા આપુ.ટેક કેર બડી.

બીજા દિવસે સવાર માં તપસ્યા ના મોબાઈલ પર એક મેસેજ આવ્યો ??
હાઈ તપસ્યા હાઉ આર યુ ??
નંબર અજાણ્યો હતો એટલે તપસ્યા યે ધ્યાન ના આપ્યું.
ફરી મેસેજ આવ્યો.તપસ્યા જવાબ તો આપ.
તપસ્યા એ મેસેજ કર્યો who r you ?? why u send me message??

તપન ને મજા આવતી હતી .એને સામે મેસેજ કર્યો ..તારી યાદો માં પાગલ તારો પ્રેમી....

તપસ્યા ને હવે ગુસ્સો આવ્યો.એને એ નંબર પર કોલ લગાવ્યો.તપસ્યા.: એ મિસ્ટર તું જે હોય એ હવે મેસેજ કરી ને મને હેરાન કરી ને તો કમ્પ્લાઈન કરી દઈશ.
સામે થી હસવાનો અવાજ આવ્યો.
તપસ્યા : લાગે છે તારા મગજ માં કઈ ઉતાર્યું નથી.હવે તું જો.....
તપન: એ તપસ્યા wait wait..હું છું તપન.

તપસ્યા: ઓહ તપન તમે આશું માંડ્યું છે સવાર માં ??મારો નંબર સિદ્ધાર્થ પાસે થી લીધો ને??

તપન: હા.અત્યારે કોફી પીવાનું મન થયું બહાર ની તો તું યાદ આવી એટલે કોલ કર્યો.એક કોફી બાકી મારી યાદ છે ને...ને કાલ તારું બ્રેસ્લટે અહી જ રહી ગયું તું એ આપવું છે.

તપસ્યા: હા યાદ છે આજ નઈ તપન પછી ક્યારેક જાઈ
અત્યારે નહિ નીકળી શકું. સોરી

તપન : ઇટસ ઓકે .bye.

પ્રકરણ 4

રવિવાર હતો એટલે તપસ્યા થોડી લેટ ઉઠી.કિચન માં જાઈ મમ્મી ને કેહવા લાગી.
તપસ્યા : મમ્મી આજ ચાલો ને મોલ માં શોપિંગ કરવા જાઈ ને પછી રાતે સંકલ્પ ના ઢોસા ખાવા જઈશું.
તપસ્યા ની મમ્મી: સારું જેવી તારી મરજી.પણ અત્યારે તો મને કામ માં મદદ કર.

સાંજે તપસ્યા એના મમ્મી પપ્પા સાથે ક્રિસ્ટલ મોલ પહોંચી.રવિવાર હતો એટલે ભીડ ખાસી હતી. તપસ્યા મેક્સ માં પોતાના માટે ટોપ જોતી હતી મમમીપપ્પા એની શોપિંગ માં હતા.એટલા માં તપન તપસ્યા પાસે આવી ને ઉભો રહ્યો.

તપન : થેંક ગોડ . તપસ્યા તું મળી ગઈ.. છેલ્લી બે કલાક થી એક સારો શર્ટ ગોતું છું.પણ મેળ નથી પડતો.કાલ સેમિનાર માં જવાનું છે.

તપસ્યા : તપન ને જોતી રહી.એના હાથ માં રહેલ શર્ટ નો ઢગલો જોઈ તપસ્યા હસવા માંડી.

તપન : હશે છે શું?? હેલ્પ કર ને હવે.

તપસ્યા: કઈ નહિ.પેલા આ બધા શર્ટ મુક ને ચલ તમારા માટે મસ્ત શર્ટ ગોતી.

એટલા માં તપસ્યા ના મમ્મી પપ્પા આવ્યા.
તપસ્યા: મમ્મી પપ્પા આ ડૉ.તપન શાહ. ડૉ.સિદ્ધાર્થ ના ફ્રેન્ડ છે.એમની પાર્ટી માં મળી હતી. ડૉ તપન આ મારા મમ્મી પપ્પા .રવિવાર છે તો શોપિંગ ને ડિનર નો પ્લાન છે.

તપન : નમસ્તે અંકલ આન્ટી.

તપસ્યા. મમ્મી ડૉ તપન ને કાલ સેમિનાર માં જવાનું છે તો એના માટે શોપિંગ કરવાની છે તો હું એમની મદદ કરું .તમે તમારું પતાઓ.પછી ડિનર માટે જાઈ.
તપસ્યા ના પપ્પા ને કોલ આવે છે.કોલ પૂરો કરી.તપસ્યા મારે ને તારી મમ્મી ને તારા અંકલ ના ઘરે જવું પડશે.એક કામ આવી ગયું છે પ્રોપર્ટી નું.
તપસ્યા: પણ પપ્પા આપડા ડિનર ના પ્રોગ્રામ નું શું??

તપસ્યા ના પપ્પા:પછી ક્યારેક બેટા. અમે ત્યાં જમી ને આવશું. કાર લઇ જઇ છે.તું રિક્ષા કરી જતી રેજે.ને તપન ક્યારેક ઘરે આવજે બેટા.

તપન : ચોક્કસ અંકલ.

તપસ્યા ના મમ્મી પપ્પા નીકળે છે .તપસ્યા નો મૂડ ઓફ થાય ગયો.

તપન : ઓ મેડમ પ્લીઝ હેલ્પ કરો ..

તપસ્યા તપન ને સૂટ થાય એવો મસ્ત ઓફ વ્હાઇટ કલર ને અંદર સેલ્ફ જીની ડિઝાઇન વાળો શર્ટ લે છે.તપન એમાં ખરેખર ખૂબ જ હેન્ડસમ લાગતો હતો. શોપિંગ કરી બને બહાર આવે છે.
તપન: થેન્ક્યુ તપસ્યા.મોડું થઇ ગયું છે.તને ઘરે મૂકી જાવ એ પેલા જો તારી ઇચ્છા હોય તો ડિનર માટે જાઈ.

તપસ્યા: ના ડૉ.તપન આજ નઈ.ફરી ક્યારેક.

તપન: ચલ ને જાઈ.તારો મૂડ સારો થઈ જશે.અહી નજીક જ જશું. let's eat me...માં

તપસ્યા : સારું ચાલો.

તપન : અરે આમ નહિ થોડી સ્માઈલ આપી ને કો મેડમ

તપસ્યા: શું તું પણ ?? સોરી તમે પણ ચાલો હવે મને ભૂખ લાગી છે.
તપન: વાહ તો વાર કોણ લગાડે છે હું કે તું ?? ને તું મને તુકહી બોલાવી શકે છે.
તપસ્યા હશી ને તપન નો હાથ પકડી ને ખેંચે છે.એ ચલ હવે.

બંને . let's eat me...માં આવે છે.મસ્ત ડિનર કરી બહાર આવે છે.

તપસ્યા: તપન તે ખરેખર મારો મૂડ સારો કરી દીધો.ફૂડ વોસ અમેઝિંગ.

તપન : માય પ્લેઝર..મેડમ..અરે હા તપસ્યા નેકસ્ટ વિક મારા દિલ્હી વાલા ફ્રેન્ડ્સ આવના છે તો ફાર્મ હાઉસ માં નાઈટ આઉટ નો પ્લાન છે .તું આવીશ મારી સાથે.

તપસ્યા: કહીશ તને ઓકે

તપન તપસ્યા ને ઘરે મૂકવા જાઈ છે. હરિદ્વાર હાઇટ્

તપસ્યા : ઘરે નહિ આવે.

તપન : અત્યારે નઈ પછી ક્યારેક આવીશ બાય.

તપસ્યા : બાય. નિરાંતે ચલાવજે.

સિદ્ધાર્થ ના ઘરે ....

શ્રેયા: સિડ તું ને તપન સાથે સ્ટડી કરતા તા ?? તું એને કેમ ઓળખે ,??

સિદ્ધાર્થ: હા સાથે હતો પણ પછી એ માસ્ટર કરવા દિલ્હી જતો રહ્યો.ત્યાંનો બેસ્ટ ને બહુ મોટો ન્યુરો સર્જન છે.અહી તો હમણાં જ આવ્યો છે.એવું કહેતો તો .તપસ્યા દ્વારા એ મળી ગયો.

શ્રેયા મન માં વિચારે છે તપન તો બહુ રીચ ને ફેમસ થઇ ગયો છે.એક વાર તો મળવું જ પડશે એને.એટલા માં સિદ્ધાર્થ ને કોલ આવે છે : હા તપસ્યા બોલ...

તપસ્યા : ડૉ સિદ્ધાર્થ હું વિક એન્ડ માં નઈ આવી શકું.મારે લિવ જોઈ છે.
સિદ્ધાર્થ : ઓકે તપસ્યા .કઈ ખાસ..,

તપસ્યા : કઈ ખાસ નહિ પણ તપને મને ઇન્વાઇટ કરી છે એના ફ્રેન્ડ્સ આવના છે તો ફાર્મ હાઉસ નાઈટ આઉટ માટે તો ત્યાં જવું છે.

સિદ્ધાર્થ: ઓકે ઓકે જઈ આવ.એનો મને પણ કોલ હતો પણ મારે નઈ નીકળાય.bye.

તપસ્યા : બાય.

સિદ્ધાર્થ કોલ મૂકી કે તરત જ શ્રેયા યે પૂછ્યું : કોનો કોલ હતો ??
સિદ્ધાર્થ : કઈ નહિ. ત્યાસ્યા નો હતો લિવ માટે .વિક એન્ડ માં તપન ના ફાર્મ હાઉસ જવાની છે.તપન ને તો મને પણ કહયું હતું પણ આ વિક પોસીબલ નતુ તો ના કહી.

શ્રેયા: ઓકે
શ્રેયા ના હાઉ ભાવ બદલાઈ ગયા.શું જરૂર હતી ના પડવાની એ બહાને તપન સાથે વાત તો થાત..ને આજ કાલ આ તપસ્યા પણ તપન ની સાથે ફરી રહી છે . એ તપન જે મારી આગળ પાછળ ફરતો.એને પણ જોઈ લઈશ.

આ બાજુ તપસ્યા તપન ને કોલ કરે છે.

તપસ્યા : હેલો તપન

તપન : બોલો મિસ તપસ્યા.હાઉ આર યુ ??

તપસ્યા : તપન હું તું કહેતો હતો ને..તો તો...

તપન : શું હું તું તું હું હે!!!

તપસ્યા : સાંભળ તો ખરા પેહલા .તું કહેતો હતો ને નેક્સ વિક એન્ડ ફાર્મ હાઉસ જવા માટે નું તો હું આવીશ તારી સાથે .

તપસ્યા: વાહ રે તો તમે આવશો આમારા જેવા નાચિઝ ના ફાર્મ હાઉસ...ખૂબ ખૂબ આભાર હો...

તપસ્યા : એક તો તું આ રીતે વાતો ના કર ને.જા નથી આવું મારે.પ્લાન કેન્સલ.

તપન: અરે ના બાબા પ્લાન કેન્સલ ના કરતી .નઈ કરું હવે બસ. Saturday ના ત્યાર રહેજે.હું આવીશ તને લેવા. મિસ હું તું તું હું....

તપસ્યા હસતા હસતા ...બહુ સારું...તું ને તારો આ અંદાજ બને નિરાળા છો બાય

કોલ પૂરો કરી તપસ્યા વિચારે છે.તપન જેવા વ્યક્તિ સાથે કોઈ ક્યારે ખરાબ ના કરે શકે..

પ્રકરણ 5

Saturday ના સવારે તપન તપસ્યા ને લેવા માટે આવે છે.તપસ્યા રેડી જ હતી.

તપસ્યા: તારા બધા ફ્રેન્ડ ???

તપન : એ લોકો ડાયરેક્ટ ત્યાં પોચશે.

બંને તપન ના ફાર્મ હાઉસ પોચે છે. વિશાળ જગ્યા ચારે બાજુ વૃક્ષો અને મસ્ત ગાર્ડન આસપાસ નું વાતાવરણ ખૂબ જ સુંદર હતું.અંદર નું ઇન્ટરીએર પણ ખૂબ જોરદાર હતું.તપન ત્યાં ના કેર ટેકર મળે છે.
તપન : તપસ્યા તને જે રૂમ ફાવે એમાં સમાન રાખી દે.

તપસ્યા આખું ઘર જોતી રહી .એકદમ રાજા શાહી વાળું હતું.એ ઉપર ગઈ. ત્યાં નો એક રૂમ તપસ્યાને ગમી ગયો. એકદમ મસ્ત બાલ્કની વાળો બાલ્કનીમાંથી દૂર દૂર સુધી મસ્ત હરિયાળા ખેતરો જોવા મળે.
તપન નીચેથી તપસ્યાને બોલાવે છે

તપન : તપસ્યા નીચે આવી જા.

તપસ્યા નીચે આવે છે. તપન ના ફ્રેન્ડ્સ આવી ગયા હોય છે. તપસ્યાને બધાનો ઈન્ટ્રો કરાવે છે. તપસ્યા પ્રિયાને તો તુ ઓળખતી હોઈશ .
તપસ્યા : હા હાવ આર યુ પ્રિયા??

પ્રિયા: ફાઈન nice to meet you તપસ્યા

પછી બધાને તપન એના રૂમ બતાવે છે અને કહે છે જલ્દી ફ્રેશ થઈ આવો લંચ નો ઓર્ડર આપી દીધો છે. બધા પોતાના રૂમમાં જાય છે તપન પોતાના કેરટેકર સાથે વાતો કરે છે અને બધી ઇન્સ્ટ્રક્શન આપે છે.
તપન પોતાના રૂમ તરફ જાય છે.ડોર ખોલે છે તો સામે તપસ્યાને બાલ્કનીમાં ઉભેલી જોવે છે .

તપન :ઓ હો મેડમ તો તમને મારો રૂમ ગમી ગયો છે એમને!!

તપસ્યા: અરે મને નતી ખબર કે આ તારો રૂમ છે હું બીજા રૂમમાં શિફ્ટ કરી દઉં.

તપન: સોરી મેડમ હવે એક બી રૂમ ખાલી નથી.

તપસ્યા :શું ?? તો હવે ??? આવડા મોટા ઘરમાં એક પણ રૂમ ખાલી નથી .

તપન: ત્રણ રૂમ છે નીચે અને બે રૂમ ઉપર નીચેના ત્રણ રૂમ માં તો મારા બધા ફ્રેન્ડસ ગોઠવાઈ ગયા છે .અને અહીં બાજુનો રૂમ તો લોક છે .કદાચ કેર ટેકરે સાફ પણ નહીં કર્યો હોય.

તપસ્યા :તો તારે પહેલા કહેવાય ને હું નીચેના રૂમમાં જતી રહેત ને હવે જવું તો કેવું લાગે આમ તો પ્રિયા ને હું ઓળખું છું પણ....

તપન: રિલેક્સ મને કોઈ વાંધો નથી તું અહી રહે હું નીચે ક્યાંક એરેન્જ કરી લઉં મારુ .

તપસ્યા : ના તપન હું જતી રહું .

તપન : શું ના ના હવે તો તું પણ નહીં જાય અને હું પણ

તપસ્યા :એટલે ???

તપન : બંને રૂમ શેર કરી લઈશું તું મસ્ત આ બેડ પર સુઈ જજે હું પાસેના મોટા સોફા પર જો તને યોગ્ય લાગે તો .

તપસ્યાને થયું તપન મને નીચે જવા નહીં દે અને હું નથી ઈચ્છતી કે તપન પોતાનો રૂમ મૂકી નીચે જાય બેટર કે બંને સાથે જ રહીએ.

તપસ્યા: સારું તું કે એમ .

તપન : હાશ માનીતો ગઈ !!

બપોરે લંચ માટે ભેગા થયા તપસ્યા અને પ્રિયા બંને વાતોએ વળગ્યા હતા એટલામાં તપન આવ્યો ફ્રેન્ડસ લંચ કરી અહીં પાછળ ની સાઈડ એક મસ્ત નદી છે ત્યાં જવાનો પ્લાન છે ચાલો જલ્દી કરો બધા. બધા લંચ કરી નદીએ પહોંચી જાય છે. એકદમ મસ્ત આનંદદાયક વાતાવરણ હતું બધા નદીમાં મોજ કરી નાહી રહ્યા હતા તપસ્યા દૂરથી અને જોઈ રહી હતી .તપન નદીમાંથી પલળેલો તપસ્યા ની પાસે આવ્યો.

તપન : ચાલને નદીમાં મસ્ત મજા આવે છે.મને અહીં આવવું એટલે જ ગમે છે ચોમાસામાં અહીં મસ્ત પાણી આવી જાય છે અને મજા આવે છે ને ચલ ને હવે.

તપસ્યા : તપન મને પાણીનો ડર લાગે છે .

તપન : એમાં ડરવાનું શું હોય?? હું છું ને તારી સાથે.

તપસ્યા: ના તુ જાને મારે નથી આવવું .

તપન તપસ્યાનો હાથ પકડી ખેંચીને નદીમાં લઈ જાય છે તપસ્યા એકદમ ગભરાઈ જાય છે અને જોરથી તપન ને હગ કરી લે છે

તપન : રિલેક્સ તપસ્યા પાણી બહુ ઊંડું નથી મારો હાથ પકડી લે તપસ્યા તપન હાથ પકડી લે છે અને સ્માઇલ આપે છે.

તપન :જોયું ને મજા આવે છે ને!!!

બધા નદીએ થી પાછા આવે છે ફ્રેશ થઈ ડિનર માટે ગાર્ડનમાં બેસે છે કાઠીયાવાડી જમવાનું આવે છે જમવાનું ખરેખર મસ્ત હતું .બધા જમી અને ગાર્ડનમાં ગોઠવાય જાય છે .એક પછી એક એમ ગેમ રમવાનું ચાલુ કરે છે .તપસ્યાને તરસ લાગી એટલે એ ઊભી થઈ અંદર આવી કિચન માં પાણી લઈને બહાર આવે છે. તો સામે તપન આવતો હોય છે .

તપન : તને એક વાત કહું તપસ્યા.

બંને ત્યાં આગળ ના પોર્ચમાં ઝૂલા પર બેઠા.

તપસ્યા : હા બોલને.

તપન: તને જ્યારથી મળ્યો છું ને ખરેખર મારી જિંદગી પાટા પર આવી ગઈ છે .હું જિંદગી જીવવાનું ભૂલી ગયો હતો. હવે એમ થાય છે કે શા માટે મેં મારો ટાઈમ એના માટે બગાડયો પણ હવે નહીં.... હું મારી લાઈફ મોજથી જ જીવીશ .તું તે દિવસે પુછતી હતીને શ્રેયા વિશે ?? આજ તને કહી દઉં મારી અને શ્રેયા વચ્ચે શું થયું હતું.???

તપસ્યા તપન ને જોતી રહી એની આંખોમાં પ્રેમ અને એ વેદના સ્પષ્ટ જોઈ શકતી હતી તપસ્યા તપન નો હાથ પકડ્યો.

તપસ્યા : દિલ ખોલી ને મને કે.... શું તને હર્ટ કરી રહ્યું છે.

પ્રકરણ 6

તપન તપસ્યા ને આજ એની લાઈફ ની એ વાત કરવાનો છે જે ના લીધે એ સાવ ભાંગી પડ્યો હતો. જિંદગી બસ એમજ જીવતો હતો.

તપન : તપસ્યા હું ને શ્રેયા એમ. બી. બી. એસ. માં મળ્યા હતા. આઇ થીંક એ તારી ક્લાસ મેટ જ હશે.

તપસ્યા : હા એ મારી ક્લાસ મેટ હતી.

તપન : હું સેકન્ડ યર માં હતો.અને એકવાર લાઈબ્રેરી પાસે મે શ્રેયા ને જોઈ. એકદમ મસ્ત અદાઓ વાળી હિરોઇન જેવી પરી ને જોઈને હું ખોવાઈ ગયો. ધીરે ધીરે મેં એનો કોન્ટેક કરવાનું શરૂ કર્યું .એને પણ મને રિપ્લાય આપ્યો. પછી અમે બંને બેસ્ટ ફ્રેન્ડ બન્યા બસ આખો દિવસ અમે સાથે રહેવા લાગ્યા .મેં તો મારા ને એના માટે ભવિષ્યમાં પણ કેટકેટલું વિચારી નાખ્યું હતું. સમય પસાર થયો તે કંઈ જ ખબર ના પડી .હું ઇન્ટરશિપ માં હતો અને લાસ્ટ વીક બાકી હતું .એક દિવસ મે શ્રેયા પાસે જઈને કહ્યું.

તપન : શ્રેયા હવે હું અને તું અલગ થઈ શું.મારે માસ્ટર માટે બીજે જવું પડશે. તો આપણે આપણા રિલેશનને ઓફિશિયલી નામ આપી દઈએ તો કેવું રહે.
વિલ યુ મેરી મી ???
હું આવી તારા મમ્મી પપ્પા સાથે વાત કરી લઈશ.

શ્રેયા : wait તપન તું આટલું બધું જલ્દી શું કામ વિચારી રહ્યો છે.એના માટે મને ટાઈમ તો આપ.

બસ એ દિવસ થી શ્રેયા મારા થી દુર થવા લાગી.ના મળે ના કોલ ના મેસેજ .મને થયું આમ અચાનક બધું કીધું એટલે એણે નઈ ગમ્યું હોય.મારો ઇન્ટર્શીપ નો લાસ્ટ દિવસ હતો .આજ મારે એની સાથે ગમે તે રીતે વાત કરવી હતી.એ મને લેક્ચર હોલમાં મળી ગઈ.

તપન : શ્રેયા ઊભી રહે મારે વાત કરવી છે.

શ્રેયા : શું છે તપન મારે લેટ થાય છે.

તપન : શ્રેયા તું મને ઇગનોર કેમ કરે છે ?? મે તને તે દિવસે જે કીધું એ તને ના ગમ્યું હોય તો સોરી કદાચ જલ્દી કહી દીધું.
પણ આજ નઈ તો કાલ કેવાનું જ હતું ને....

શ્રેયા: તપન એવું કંઈ નથી.

તપન : તો શું છે મને કે.

શ્રેયા : લુક તપન મેં અને તે એમબીબીએસના આ વર્ષોમાં સારો એવો ટાઈમ પસાર કર્યો છે .અને આઇ એન્જોય યોર કંપની .પણ મેરેજ ??? સોરી તપન હું તારી સાથે મેરેજ ના કરી શકું. મારા મમ્મી પપ્પા મારા માટે રિચ વેલ સેટલ છોકરા ની અપેક્ષા રાખે છે .અને મારી પણ એવી જ ઈચ્છા છે કે મારો લાઈફ પાર્ટનર રિચ અને વેલ સેટ હોય. તો તું બધું ભૂલીજા.

તપન : શું બધું ભૂલી જાવ ? આપણે સાથે વિતાવેલો એ સમય હું ભૂલી જાવ?? એ ફાર્મ હાઉસમાં સાથે વિતાવેલી પળો કે જેમાં તું મારામાં અને હું તારામાં સમાયો હતો એ પણ ભૂલી જાવ ?? કેમ ભૂલી જાવ એ બધું કેમ ભૂલી જાવ???

શ્રેયા : તપન એ ફક્ત એક મોમેન્ટ હતી .જેમાં મેં અને તે એન્જોય કર્યું .nothing big deal મારી લાઇફનો સવાલ છે. તું એક મિડલ ક્લાસ ફેમિલી માંથી આવે છે .તને વેલ સેટ થતાં તો કેટલો ટાઈમ લાગે. મારે તો મારા શોખ અને ઈચ્છાઓ પૂરી કરવી છે. જે તું પૂરી નઈ કરી શકે.

તપન : મિડલ ક્લાસ ?? તો એ ક્લાસ ત્યારે ક્યાં હતો જ્યારે તું મારા હાથ માં હાથ નાખી ફરતી હતી??

શ્રેયા : બસ એતો બધા ને બતાવવા કે કૉલેજ નો મોસ્ટ handsom છોકરો મારો બોય ફ્રેન્ડ છે.અને મે ક્યારે આપડા રેલેશન ને આટલું સિરિયસ નહોતું લીધું.

તપન : તે નહોતું લીધુ પણ મે ... પ્લીઝ હજી ટાઈમ છે.વિચારી લે આમ આ રિલેશન ના તોડ .હું કેમ રહીશ તારા વગર ??

શ્રેયા : ઓહ તપન ફિલ્મી વાતો ના કર.અને વાસ્તવિક તા માં જીવ.હું તારી સાથે મેરેજ નહિ કરું.બસ that's it.

મારા તો પગ નીચે થી જમીન ખસી ગઈ .મગજ ચકરાવે ચડી ગયું .મે એને બહુ સમજાવી પણ એ ના માની અને મને ત્યાં એકલો મૂકી જતી રહી.હું સાવ ભાંગી પડ્યો હતો.ત્યાંથી દિલ્હી માં એડમીશન લીધું.ટોપ નો ન્યુરો સર્જન બન્યો.ખૂબ પૈસા માન સન્માન મળ્યું.ફેમસ બન્યો.અને અચાનક એ મારી સામે આવી ને .બસ એવા ન્યૂઝ મળ્યા તા કે એને રિચ્ મેન સાથે મેરેજ કરી લીધા છે. તપસ્યા નશીબ ની વાત છે.આ એજ ફાર્મ હાઉસ છે જ્યાં હું ને શ્રેયા આવ્યા હતા.ફરક એટલો ત્યારે એ મે રેન્ટ પર લીધું તું અત્યારે મારું પોતાનું છે.

તપન ની વાત સાંભળી તપસ્યા ની આંખો માં આંસુ આવી ગયા.

તપન : એ તપસ્યા તું શું કામ રડે છે.હવે મારે લાઈફ માં આગળ વધવું છે .તારી ફ્રેનડશીપ મને નવું જીવન આપી ગઈ.

તપસ્યા રડતા રડતા બોલે છે .તપન તું જેને પ્રેમ કરતો હતો ને એ મારો પ્રેમ છીનવી ને લઇ ગઈ.

તપન : એટલે ?? તપસ્યા તું અને સિડ ???

પ્રકરણ 7

તપન તપસ્યા પાસે આવ્યો .એની આંખો ના આંસુ લૂછી ને બોલ્યો તપસ્યા શું થયું હતું ??

તપસ્યા : તપન હું અને સિદ્ધાર્થ એક મેડિકલ કેમ્પ માં મળ્યા હતા. સિદ્ધાર્થ નો સરળ સ્વભાવ મને ગમી ગયો હતો.અમે કેમ્પ માં મળતા રેહતા .પછી સારા ફ્રેન્ડ્સ બની ગયા. સાચું કહું તો સિદ્ધાર્થ મને હદથી વધુ ગમવા લાગ્યો હતો. બસ પ્રોબ્લેમ એ હતો કે હું એને કંઈ કહી શકતી ન હતી અને એના મનની વાત જાણી ન શકતી હતી .આમ જ એમ બી બી એસ પૂરું થઈ ગયું.અને મારા મન ની વાત મન માં રહી ગઈ.કેટલી વાર હિંમત કરી પણ ના બોલી શકી .પછી એણે માસ્ટર માં અહી એડમીશન લઇ લીધુ.મારે એ ટાઈમ માં ફેમિલી માં ક્રાયસિસ હતી.તો મે વોક હાર્ટ માં જોબ જ કરવાનું યોગ્ય લાગ્યું.હું મારી લાઈફ માં આગળ વધવા માગતી હતી પણ સિદ્ધાર્થ માટે નો પ્રેમ મને રોકી રાખતો હતો. મન માં એમ થતું કે આજ નઈ તો કાલ એ મારે પાસે આવશે. અને અચાનક એક દિવસ એનો કોલ આવ્યો.

સિદ્ધાર્થ : તપસ્યા શું કરે છે ?? ક્યાં છે ?? મારે તને મળવું છે .

તપસ્યા : હું વોક હાર્ટ માં જોબ કરું છું.તું કે ત્યારે મળીયે .

બીજા diwse અમે c c d મા મળ્યા ખૂબ વાતો કરી.એને મળી ને હું ખૂબ ખુશ હતી એને એના પપ્પા ની હોસ્પિટલ જોઇન્ટ કરી લીધી તી.

સિદ્ધાર્થ : તપસ્યા એક કામ કરને તું પણ મારી સાથે કામ કર ને શું વિચાર છે ?? બોલ તું કહે તો પપ્પા ને વાત કરું.

હું વિચાર માં પડી ગઈ.પછી થયું આ બહાને સિદ્ધાર્થ ની નજીક રહી શકીશ ને હવે તો એને મારા મન ની વાત કહી જ દઈશ.મે એને હા પાડી.અને એની હોસ્પિટલ જોઈન્ટ કરી.
હજુ માંડ થોડા મહિના ગયા હશે મને સિદ્ધાર્થ સાથે કામ કરવાની મજા આવતી હતી.આમારું બોન્ડ પેલા કરતા વધુ સારું થઈ ગયું હતું.

એક દિવસ મે નક્કી કર્યું એની સાથે મન ની વાત કરવી .
બરોબર એજ દિવસે સિદ્ધાર્થ મારી ચેમ્બર માં આવ્યો.

સિદ્ધાર્થ : તને એક વાત કેવી છે તપસ્યા.

મે આંખો થી પૂછ્યું શું???

સિદ્ધાર્થ : તપસ્યા મને ખબર છે કે યુ લાઈક મી . આઇ અલ્સો લાઈક યુ .હું આ વાત પેલા થી જાણતો જ હતો.

હું મન માં ખુશ થાય કે આટલા વર્ષો થી હું જે વાત કરવાં માગતી હતી એ આજ સિદ્ધાર્થ પોતે કરી રહ્યો છે.

તપસ્યા : જો તું જાણતો હતો.તો આટલા વર્ષો સુધી કેમ કઈ ના બોલ્યો.મે તો ઘણી હિંમત કરી પણ ના બોલી શકી અને સાચું કહું તો આજ હું એજ વાત તને કરવાની હતી.તો શું કેહવુ છે તારું ??

સિદ્ધાર્થ : તપસ્યા આઇ લાઇક યુ.આઇ આલ્સો લવ યુ. પણ હું મારા પપ્પા ની મરજી વિરુદ્ધ નાહી જાઈ શકું.મને ખબર છે.એ નહિ માને એમના માટે એમનું સ્ટેટ્સ બહુ મહત્વનું છે.

તપસ્યા : આપડે બને એમને સમજાવીએ તો.તું એક વાર વાત તો કર.

સિદ્ધાર્થ : હવે એ શક્ય નથી.

તપસ્યા : શક્ય નથી એટલે ???

સિદ્ધાર્થ : પપ્પા એ એમના ફ્રેન્ડ ની ડોટર સાથે મારા લગ્ન ની વાત કરી છે. ઈન્ફેક એ આજ મળવા આવના છે.હું માનું છું ત્યાં સુધી પપ્પા નેકસટ વિક માં સગાઈ પણ રાખી દેશે.

તપસ્યા : તો શું તું પણ રાજી છે એના માટે ?? મારી ને તારી ખુશી નું શું ?? તું સાચે એની સાથે લગ્ન કરવા માગે છે.

સિદ્ધાર્થ : મારી ઈચ્છા નું કંઈ ન ચાલે. અહી મોટી સ્ટેટ્સ ડીલ છે. મારા પપ્પા ને એના ફ્રેન્ડ અમારા માટે એટલે મારા ને શ્રેયા માટે નવી હોસ્પિટલ બનવાના છે.અને રહી વાત લગ્ન ની તો બધું થઈ જાઈ.મારા માટે એ important વાત નથી.

તપસ્યા : લગ્ન તારા માટે important વાત નથી શું બોલે છે તું.જો તારે આવું જ કરવું હતું તો મને શું કામ કહ્યું કે તું મને પ્રેમ કરે છે.

સિદ્ધાર્થ :એતો મારા મન માં થયું એટલે તને કહ્યું .

તપસ્યા : વાહ સિદ્ધાર્થ વાહ

અમારી વાત ચાલતી હતી ત્યાં સિદ્ધાર્થના પપ્પા આવ્યા. સિદ્ધાર્થ ત્યાંથી જતો રહ્યો.
સિદ્ધાર્થના પપ્પા : જો તપસ્યા મે તારી અને સિદ્ધાર્થ ની વાત સાંભળી લીધી છે સિદ્ધાર્થ સાચું કહે છે .અને ધમકાવતા હોય એમ કહ્યું તારા કોન્ટ્રાક્ટ ના છ મહિના બાકી છે. એ પૂરા કરી તું જોબ છોડી જતી રહે એજ યોગ્ય છે.સિડ તને અહી લાવ્યો ને ત્યારે જ હું જાણી ગયો તો તારા મન ની વાત.એટલે જ તો આ બધું જલ્દી કરાવડાવ્યું.

સિદ્ધાર્થ પાછો આવ્યો પણ એને મારી સાથે વાત પણ ન કરી.અને શ્રેયા સાથે લગ્ન કરી લીધા.હું ધારત તો ત્યારેજ આ જોબ છોડી દેત પણ હું મારા પ્રોફેશન ને મારા પર્સનલ રિલેશન માં આવા દેવા નતી માગતી.અને નવી જોબ માટે થોડો ટાઈમ પણ જોઈ.

તપસ્યા : તપન સિદ્ધાર્થે ક્યારે મારા પર શું વીતી હશે એ જાણવાનો પ્રયત્ન પણ ના કર્યો.હું ફક્ત પ્રોફેશનલ થઈ ગઈ હતી એના માટે.અને તપસ્યા રડવા માંડી. આંખો માં આંસુ ની નદી વહેવા લાગી.તપન ઊભો થયો .તપસ્યા નો હાથ પકડ્યો.

તપન : તપસ્યા તું શું કામ રડે છે. હવે જે થવાનું હતું એ થાય ગયું.આગળ નું વિચાર .તું તો બહાદુર છે.હું તો બધું છોડી ને જતો રહ્યો.પણ તું તો અહી તું જેને પ્રેમ કરે છે .ખબર છે એ હવે તારો નથી તોય સાથે કામ કરે છે. અઘરું છે.પણ હવે આગળ વધી જા તપસ્યા.જોબ શોધવા માં હું મદદ કરીશ તને.ને હા આ રોતલ ચેહરો તારો સારો નથી લાગતો.
મિસ હું તું હું તું

તપસ્યા હસી ને તપન ને હગ કરી લીધી .તપન પણ તપસ્યા ના માથા પર હાથ ફરેવી રહ્યો હતો.

તપન : ચલ હવે ગેમ્સ રમવા જાઈ.

બંને સ્વસ્થ થઈ ગાર્ડનમાં ગયા .મસ્ત મોજ મસ્તી કરી બધા સુવા માટે ગયા . વહેલી સવારે તપન ની આંખો ખુલી. આંખ સામે તપસ્યા ને બેડ પર સુતા જોઈ.તપસ્યા બહુ સુંદર લાગતી હતી તપન ને એ દિવસ યાદ આવી ગયો જ્યારે તપસ્યા એને મૂકવા આવી હતી ને આમ જ સૂતી હતી.તપન મન માં બોલ્યો તપસ્યા હવે તારી લાઈફ માં કોઈ પ્રૉબ્લેમ નહિ આવે.આઇ પ્રોમિસ યુ.,...

પ્રકરણ 8

વહેલી સવાર માં બધા નીકળવા માટે ત્યાર થયા.એકબીજા ને મળી છુટા પડ્યા.તપન તપસ્યા ને ઘરે મૂકવા ગયો.

તપન : બાય તપસ્યા જલ્દી મળશું.

તપસ્યા :બાય એન્ડ થેન્ક્યુ મારું મન હળવું થઈ ગયું.

તપન : મારું પણ તપસ્યા.

બીજા દિવસે સવાર માં તપન રેડી થઈ ક્લિનિક જતો હતો. ત્યારે મોબાઇલમાં શ્રેયા નો મેસેજ આવ્યો તપને ધ્યાન ન આપ્યું અને કામમાં લાગી ગયો .શ્રેયા મનમાં વિચારવા લાગી તપન મારા મેસેજનો રિપ્લાય કેમ નથી આપતો હવે તો મારે એને રૂબરૂ મળવું પડશે શ્રેયા તૈયાર થઈ અને તપના ક્લિનિક પર પહોંચી .તપન ની ચેમ્બરમાં આવી .

શ્રેયા : મે આઇ કમિંગ ??

તપન : શ્રેયા તું અહીં શા માટે આવી છે??
શ્રેયા : યાર તું મારા મેસેજનો રિપ્લાય નથી આપતો.તો શું કરું .?

તપન: તારે શું કામ છે મારું??

શ્રેયા : શું કામ છે ?? એટલે ?? હું તને મળવા આવી અને તું આમ કહે છે .

તપન : તારા મળવા આવવાનું કારણ પૂછું??

શ્રેયા : તપન હું પોઇન્ટ પર જ આવી જાઉં જ્યારે તને પાર્ટીમાં જોયો ને ત્યાર થી મને હવે પસ્તાવો થાય છે મેં ખોટું કર્યું તારી સાથે મારે એવું નહોતું કરવું જોઈતું.

તપન : હવે જે થવાનું હતું તે થઈ ગયું હવે સિદ્ધાર્થ સાથે ખુશ રહે .

શ્રેયા : એજ તો પ્રોબ્લેમ છે હું સિદ્ધાર્થ સાથે ખુશ નથી.

તપન : એ તમારો પ્રોબ્લેમ છે હું શું કરું .?

શ્રેયા : તપન તું જ કરી શકે શું આપણે પહેલાની જેમ ના રહી શકી.??

તપન : શું બોલે છે શ્રેયા તું ??

શ્રેયા : હું તને ચાહું છું અને તારી પાસે પાછી આવવા માગું છું.

તપન ને શ્રેયા ની આંખો માં પ્રેમ નહીં પરંતુ લાલચ જ દેખાતી હતી .

તપન : શ્રેયા હવે એ વાત જવા દે અને હવે બહુ મોડું થઈ ગયું છે.હું ફેમસ થઇ ગયો છું reach બની ગયો છું એટલે તું મારી સાથે આવવા માગે છે ??

.શ્રેયા : તું જે સમજે હવે તું મારી ઇચ્છાઓ પૂરી કરી શકીશ .આઇ લવ યુ dear

તપન : લવ ??? શ્રેયા ઓ શ્રેયા તુ સિદ્ધાર્થ કે મારી .. કે આખી દુનિયાના કોઈપણ વ્યક્તિ સાથે ખુશ નહિ રહી શકે તારા સ્વભાવ પ્રમાણે અને બીજી વાત કહી દઉં મારી લાઇફમાં કોઈ આવી ગયું છે જેને હું મારી લાઈફ કરતાં પણ વધુ ચાહું છું અને જલ્દી એને મારી વાઇફ બનાવીશ તો તું હવે જા અહીંથી પ્લીઝ....

શ્રેયા : તારી લાઈફ માં કોઈ આવી ગયું છે .??કોણ ???તપસ્યા ???

તપન : એનાથી તારે કોઈ મતલબ નથી.

શ્રેયા : એ તપસ્યા તો સિદ્ધાર્થ ને પ્રેમ કરતી હતી. કદાચ કરે પણ છે.મે એને સિદ્ધાર્થની ન થવા દીધી તો તારી પણ નહીં થવા દઉં.

તપન : (મોટેથી ) શ્રેયા ખબરદાર જો તે તપસ્યાને કઈ કહ્યું કે કર્યું તો .એક વાત કાન ખોલીને સાંભળી લે હવે તું મારા માટે કંઈ નથી.નાવ યુ કેન લિવ. શ્રેયા ત્યાં થી જતી રહી અને મનમાં બબડતી હતી કે તપસ્યાને નહીં છોડે.

તપન વિચારવા લાગ્યો કે શ્રેયા થી પીછો છોડાવવા એણે ખોટું બોલ્યું કે એની લાઈફમાં કોઈ છે પણ સાચી મારી લાઇફમાં કોઈ આવી ગયું છે જેની મારી લાઇફમાં જરૂર હતી
તપન મનમાં બોલ્યો તપસ્યા ...

તપસ્યા ને કોલ લગાવ્યો.

તપન : તપસ્યા આજે સાંજે ફ્રી હોય તો મળવું છે.તને એક વાત કેવી છે.

તપસ્યા : હા મળીયે બોલ ક્યાં મળવું છે ??

તપન : સાંજે રેસકોર્સ રિંગરોડ પર મળીએ ત્યાં શાંતિથી બેસી વાતો કરીશું અને જો તું કહે તો બિગ બાઇટ માં મળીએ.

તપસ્યા : રિંગની પાળી પર બેઠા ને ઘણો ટાઈમ થઈ ગયો તપન તો ત્યાં જ મળીએ ને વાત કરીશું સાંજે છ વાગ્યે ફ્રી થઈને આવું .ઓકે.

તપન : ઓકે .

સાંજના 6:00 વાગે તપન race course ની પાસે એક જગ્યાએ કાર પાર્ક કરી અને તપસ્યા ની રાહ જોવા લાગ્યો.તપસ્યા નો કોલ આવ્યો તપન તું કઈ સાઈડ છે??

તપન : બિગ બાઈટ ની સામે...

તપસ્યા : ઓકે હું આવું છું. તપસ્યા તપન જ્યાં હતો ત્યાં પહોંચે છે. કાર સામેની સાઈડ પર પાર્ક કરી અને તપની પાસે આવે છે.

તપસ્યા : હાઈ હાઉ આર યુ તપન ??

તપન : ફાઈન તું કે

તપસ્યા: મસ્ત બોલ શું કામ હતું ,,?? શું વાત હતી ??

તપન : પહેલા શાંતિથી બેસ તો ખરા પછી કહું .

તપસ્યા : આ બેઠી હવે બોલ .

તપન : તપસ્યા આજ શ્રેયા મારી ક્લીનીક પર આવી હતી.

તપસ્યા : શ્રેયા ?? એને શું કામ પડ્યું તારું ?

તપન : એને જે વાત કરી મને તો એવો ગુસ્સો આવ્યો એના પર .
તપસ્યા : શું કહ્યું એવું એણે ??

તપન :મને કહે આપણે પહેલાની જેમ ના રહી શકીએ???
મેં તને છોડીને ભૂલ કરી સિદ્ધાર્થ સાથે હું ખુશ નથી .એવી ઘણી વાતો કરી ..etc...

તપસ્યા : તે શું કર્યું ??

તપન : મે એને ના પાડી દીધી કે હું હવે તારી સાથે કોઈ સંબંધ રાખવા માગતો નથી. તું સિદ્ધાર્થ સાથે ખુશ રહે અને એમ પણ કહી દીધું કે મારી લાઇફમાં કોઈ છે જેને હું મારી વાઇફ બનાવીશ.

તપસ્યા : સારું થયું એનાથી તો દૂર જ સારા. પણ એ તો કે તારી લાઇફમાં કોણ છે??? એ મને પણ ના કીધું તે.

તપન : અરે એ તો શ્રેયા થી પીછો છોડાવવા એને એવું કીધું પણ હવે થાય છે કે ક્યાંક પ્રોબ્લેમ ન કરે.

તપસ્યા : શું કરશે?? કઇ ના કરી શકે .

તપન : તપસ્યા અને આપણા બંને ઉપર શક છે .એને એમ છે કે તું મારી લાઈફમાં આવી ગઈ છે ને એમ પણ કેતી ગઈ તપસ્યાને નહીં છોડુ ....etc

તપસ્યા : ડોન્ટ વરી એ કઈ નહીં કરી શકે.

તપન : પણ મને તારી ચિંતા થાય છે જો મારા લીધે તને કંઈ થયું ને તો હું મારી જાતને માફ નહીં કરી શકું .

તપસ્યા : રેલેક્સ તપન મને કંઈ નહીં થાય .ચાલ હવે મને કંઇક નાસ્તો કરાવ સવારથી આમ નામ છું. ભૂખ લાગી છે.
તપન : ઓકે મેડમ ચાલો બિગ બાઈટ માં જઈએ.

બંને બિગ બાઈટ માં નાસ્તો કરી અને બહાર આવે છે.તપસ્યા તપનો હાથ પકડીને કહે છે મને કંઈ નહીં થાય જો એ એવું માને કે હું તારી લાઇફમાં છું તો ભલે માને .એ બહાને હવે એ તારી લાઇફમાં તો દખલ નહીં કરે .

તપન : હોપ એવું જ હોય તને કંઈ કહે નહીં અને કરે નહીં એટલે બસ તપસ્યાના માથા પર હાથ રાખે છે અને એના કપાળ પર કિસ કરે છે.. ને કાન માં કહ્યું તું મારા માટે બહુ ખાસ છો તપસ્યા.....

બરોબર એજ વખતે સિદ્ધાર્થ ત્યાં થી નીકળે છે. એ તપન ને તપસ્યા ને સાથે જોવે છે.અને મન માં વિચારે છે આ બંને સાથે ??...

પ્રકરણ 9

ઘરે જઈ સિદ્ધાર્થ હજી વિચારમાં જ હતો .

શ્રેયા : શું વિચારી રહ્યો છે??

સિદ્ધાર્થ : કંઈ નહીં આજે તપન અને તપસ્યાને સાથે જોયા તા રીંગ પાસે.

શ્રેયા : શું ?? તપન અને તપસ્યા

સિદ્ધાર્થ : હા મારા ખ્યાલથી બંને સારા ફ્રેન્ડ બની ગયા લાગે છે.

શ્રેયા : મારા ખ્યાલથી ફ્રેન્ડ કરતા પણ વધુ.

શ્રેયા મનમાં ગુસ્સો કરતી રૂમમાં જ રહે છે એ તપસ્યામાં છે શું મારા ક્લાસની સાવ સામાન્ય લાગતી તપસ્યા અને એ પણ તપન સાથે હું એને તપન થી દૂર કરીને જ રહીશ.

આ બાજુ તપન અને તપસ્યા છુટા પડે છે.તપન હજુ તપસ્યા ના જ વિચારો માં હતો ક્યારે ઘર આવ્યું એને ખબર ના પડી.કાર પાર્ક કરી ને બેગ લેવા જતો તો ત્યાં કંઇક નીચે પડ્યું.તપને નીચે નમી કાર માં હાથ ફેરવ્યો .એ તપસ્યા નું બ્રેસ્લેટ હતું. બ્રેસલેટ જોઈ તપન ના ચેહરા પર સ્માઈલ આવી ગયું. મન માં બોલ્યો .આઇ લાઇક યુ તપસ્યા ઓર આઇ લવ યુ નોટ શયોર...પણ હવે તારી સાથે વાત કર્યા વગર મજા નથી આવતી. તપસ્યા ના કાન માં હજી તપન ના શબ્દો સાંભળી રહ્યા હતા તું મારા માટે ખાસ છો. તપસ્યા ના ચહેરા પર સ્માઇલ આવી ગયું .

બીજા દિવસે સવારે સિદ્ધાર્થની હોસ્પિટલમાં.

સિદ્ધાર્થ : ગુડ મોર્નિંગ તપસ્યા.

તપસ્યા: ગુડ મોર્નિંગ .

સિદ્ધાર્થ : કાલે મેં તને અને તપને રીંગ પાસે જોયા હતા.

તપસ્યા: એને કામ હતું એટલે મળ્યા હતા. એ મારા માટે જોબ શોધી રહ્યો છે અને મને મદદ કરે છે.

સિદ્ધાર્થ : તપસ્યા તુ સાચે આ જોબ છોડી દઇશ તને શું પ્રોબ્લેમ છે અહીં ??

તપસ્યા : તું છે મારો પ્રોબ્લેમ તને ખબર તો છે અને હવે મારે મારી લાઈફમાં આગળ વધવું છે એટલે .

સિદ્ધાર્થ : તપસ્યા હું માનું છું કે મારી ભૂલ હતી. અને મને એનો અફસોસ પણ છે કાશ મે પપ્પાની વિરુદ્ધ થઈ તારો સાથ આપ્યો હોત તો આપણે સાથે હોત.શ્રેયા મારી વાઈફ છે પણ એના માટે એ ફીલિંગ નથી જે તારા માટે છે.

તપસ્યા : સિદ્ધાર્થ હવે એનો કોઈ મતલબ નથી. મારા અને તારા સ્ટેટસમાં તે તારા સ્ટેટસ અને તારા પપ્પાની ઇચ્છાને મહત્વ આપ્યું તેં જ કીધું લગ્ન તારા માટે મહત્વના નથી .તો હવે આવું કહે એ સારું ન લાગે.

સિદ્ધાર્થ: હું માનું છું કે મારી ભૂલ થઈ ગઈ .

તપસ્યા : હવે માન ન માન એનાથી કોઈ ફેર નથી. મારે હવે ફક્ત બે ત્રણ મહિના કાઢવાના છે અહી. હોપ મને સારી જોબ મળી જાય .

સિદ્ધાર્થ કઈ બોલે એ પહેલા જ તપસ્યા ત્યાંથી જતી રહી.

શ્રેયા ના મગજ માં હજી તપન અને તપસ્યાના જ વિચારો ચાલી રહ્યા હતા .સિદ્ધાર્થ ક્યારે ઘરે આવ્યો એને એ પણ ખ્યાલ ન રહ્યો.

સિદ્ધાર્થ : શું વિચારમાં છે??

શ્રેયા : કંઈ નહીં તું ક્યારે આવ્યો??

સિદ્ધાર્થ : ક્યારનો આવી ગયો છું .ચાલ હવે ડિનર કરી લઈ.

શ્રેયા કિચન તરફ જાય છે અને મનમાં નક્કી કરે છે કે હવે તપસ્યાને મળવું જ પડશે.

રાત્રે તપન સુતા સુતા તપસ્યા વિશે જ વિચારતો હતો અને મસ્ત મ્યુઝિક સાંભળી રહ્યો હતો એને એવી ફીલિંગ નો ક્યારેય અનુભવ થયો ન હતો જે આજે એના થઈ રહી હતી એવું શ્રેયા માટે પણ નહીં .તપન વિચારતો હતો કે શું મારે આ વાત તપસ્યાની કહેવી જોઈએ ??!!
અને સોંગ વાગ્યું .... કુછ તો હે તુજસે રાબતા .... કુછ તો હે તુજ સે રાબતા .... કેસે હમ જાને ક્યાં પતાં .... તપન પણ મન માં ગાવા લાગ્યો. હા તપસ્યા તારી સાથે કઈ ક તો ખાસ છે કનેક્શન.. બરોબર એજ વખતે તપન ના મમ્મી નો કોલ આવ્યો.

તપન : હાઈ હાઉ આર યુ મોમ ???

તપન ના મમ્મી :મજામાં તું કે હમણાં ક્યાં બીઝી છો કે મમ્મી સાથે વાત કરવાનો પણ ટાઈમ નથી ??

તપન : કઈ નહીં મમ્મી એ તો એમ જ કામમાં હોય.

તપન ના મમ્મી ને કંઈક નવું લાગ્યું .

તપન ના મમ્મી : સાચું કે શું છે?? કોણ છે એ છોકરી?? જે ને એટલા વર્ષે મને મારા તપન સ્માઈલ પાછું આપ્યું જે ક્યાંક ખોવાઈ ગયું હતું .

તપન : મમ્મી કંઈ નહીં તું પણ શું...

તપન ના મમ્મી: બેટા તારી મમ્મી છું તને ઓળખું છું તું ખુશ રહે એટલે અમે પણ ખુશ એ જાણવા નો મને પણ હક છે.

તપન : મમ્મી એનું નામ તપસ્યા છે હજુ થોડા મહિના પહેલા મળી છે અને બીજી કઈ વાત નથી. મારી ફ્રેન્ડ છે હા હું એના માટે હવે ફ્રેન્ડ કરતા વધારે ફીલિંગ અનુભવું પણ મેં એને હજી વાત કરી નથી .

તપન ના મમ્મી : તો વાત કરી દે બેઠા મનની વાત કહેવામાં વાર ના લગાડાય અને મને તારી તપસ્યા મંજૂર જ છે (ને હસવા માંડે છે ) એનો એકાદ ફોટો તો મોકલ મને જોવું તો ખરી મારા તપન ની તપસ્યા છે કેવી.

તપન : શું તું પણ મમ્મી ફોટો મોકલીશ પણ પછી પહેલા એની સાથે વાત તો કરી લેવા દે .

તપન ના મમ્મી : અરે તપન આ તારી વાતો માં મેં તને જેના માટે કોલ કર્યો હતો હું ભૂલી જ ગઈ બેટા તે ત્યાંનો ફ્લેટ લીધો છે પણ હજુ સુધી કંઈ યજ્ઞ કે કથા એવું કંઈ કરાવ્યું નથી આપણે. માટે તું કંઈક એવું કરાવ હું આવી શકું એમ નથી તો પ્લીઝ તું કઈ અેરેંજ કરાવી અને કરી લેને .હું સુમિત્રા સાથે વાત કરી લઈશ.

તપન : શું તું પણ મમ્મી મને આવું બધું ના ફાવે .

તપન ના મમ્મી : તો તું કંઈ ન કરતો હું સુમિત્રા અને શંકર ને બધું કહી દઈશ એ કરી લેશે .

તપન : પણ મમ્મી...

તપન ના મમ્મી :હવે પણ અને બણ હું કહું એમ કર સુમિત્રા સાથે કાલ વાત કરાવજે મારી .

તપન : એ સારું મારી મા બોલ બીજું શું કરે છે.? પપ્પા ની તબિયત કેમ છે ??

તપન ના મમ્મી : બધું સારું છે ચલ bye કાલ વાત કરાવજે.

તપન : ઓકે બાય મમ્મી.

બીજા દિવસે તપન ના મમ્મી સુમિત્રાને કથાનું બધું સમજાવી અને કરાવવાનું કહે છે .
સુમિત્રા બેન : સાહેબ તમારા મમ્મી એ કથા કરાવવાનું કહ્યું છે ને તો હું ગોર મહારાજ ને કહી દઈશ અને જે લિસ્ટ આપશે એ બધું લઇ આવીશ .તમારે કોઈ મિત્રો ને બોલાવવા હોય તો બોલાવી શકશો.

તપન : કોઈ ખાસ મિત્રો નથી તમે બધું જોઈ લો અને કહો ક્યારે રાખવાનું છે એટલે હું મારા કામનું અરેન્જમેન્ટ કરી લઉં.

સુમિત્રાબેન અને નાસ્તો કરાવતા કહે છે : સાહેબ ગોરબાપા તો રવિવારનું કહે છે 7:00 તમારું કામ જોઈને કહોવતો એને કહી દઉં .

તપન : સારું રવિવારે સાંજે સાત વાગ્યે રાખી.

ક્લિનિક પર તપન વિચારે છે તપસ્યા એક ને ઇનવાઇટ કરું કથા માટે બીજું તો કોઈ ખાસ છે નહીં .તપસ્યાની કોલ લગાવવાની તૈયારી કરે છે ત્યાં જ તપસ્યાનો કોલ આવે છે.
હાઈ તપસ્યા હું જસ્ટ તને જ કોલ કરવા જતો હતો શું કામ હતું .

તપસ્યા : મેં તો એમ જ કોલ કર્યો તને તું કે શું કામ હતું ??

તપન : રવિવારે સાંજે સાત વાગ્યે મારા ફ્લેટ પર કથા રાખી છે .આમ તો કોઈ આવવાનું નથી પણ તું આવીશ ??? મમ્મી ના કહેવાથી કરવું પડે મને આવું ન ગમે .

તપસ્યા: હા તો કરવું જ પડે ને મમ્મી always right અને હસે છે હું આવી જઈશ બોલ બીજું

તપન : કઈ નહીં તો રવિવાર ના મળીએ bye..

પ્રકરણ 10

રવિવારના સાંજે 5:00વાગે જ તપસ્યા તૈયાર થઈ અને તપન ના ઘેર જવા નીકળી.
તપન ના ફ્લેટ પર ....

સુમિત્રાબેન બધું તૈયાર કરી ને ગોઠવી રાખે છે .બસ હવે મહા પ્રસાદ બનાવવાનું બાકી હોય છે.

સુમિત્રા બેન : સાહેબ એક ઘર કામ પતાવી અને આવું છું. બધું તૈયાર છે .તમે ચિંતા ન કરતા આવી અને મહાપ્રસાદ બનાવી દઈશ. ગોરબાપા એ કીધું એમ ગોઠવી રાખ્યું છે. ફ્રુટ અને ડ્રાયફ્રૂટ બધું તૈયાર છે .એક શીરો બનાવવાનો છે એ આવી અને કરી દઈશ .અત્યારે જવું છું મોડું થાય છે.

તપન : હા જાઓ પણ ટાઈમે આવી જજો શંકર ક્યારે આવે છે ???

સુમિત્રાબેન : એ ઘરેથી નીકળી ગયા હશે પહોંચતાજ હશે.

તપન શાવર લેવા માટે જાય છે .અને થોડીવારમાં ડોરબેલ વાગે છે .તમને એમ કે શંકર આવ્યો હશે તપન તો ટોવેલ લગાવી વાળમાં હાથ ફેરવતો ફેરવતો ડોર ખોલે છે .તો એની આંખો ખુલ્લી જ રહી જાય છે. સામે તપસ્યા હતી .તપન તપસ્યાને જોતો રહી ગયો.
વાઇટ લેમોન યેલો કલર ની સાડી માં ખરેખર ખૂબ જ સુંદર લાગતી હતી.તપસ્યા પણ તપન ને આ રીતે જોઈ થોડી નર્વસ થઇ ગઇ.તપન નું એ ફીટ બોડી જોઈ તપસ્યા ની આંખો ઝુકી ગઈ.

તપન પોતાને સાંભળી ને

તપન : તપસ્યા આવ અંદર સોરી મને એમ કે શંકર આવ્યો હશે..તું અંદર આવ હું રેડી થઈ ને આવું.

તપસ્યા : it's ok

તપસ્યા અંદર આવે છે.અને હોલમાં સુમિત્રા બેન જે તૈયારી
કરી ને ગયા હતા એ બધું જોવે છે. તપન રેડી થઈ ને આવે છે. યેલો કલર ના કુર્તા ને બ્લૂ જીન્સ માં તપન ખૂબ જ handsom લાગતો હતો.

તપસ્યા : હવે શું બાકી છે ?? હેલ્પ કરાવું.

તપન : સુમિત્રા બેન બધું રેડી કરી ને જ ગયા છે.બસ મહા પ્રસાદ બાકી છે.

તપસ્યા ઘડિયાળ માં જોયું ૫.૪૫ વાગવા આવ્યા હતા.

તપસ્યા : તું સુમિત્રા બેન ને પુછ ક્યારે આવે છે ?? ગોર મહારાજ આવે એ પેલા પ્રસાદ બની જાય તો સારું. ૫.૪૫ તો વાગી ગયા છે.

તપન : હેલો સુમિત્રા બેન તમે ક્યારે પોહચો છો અહી ?? હજી શંકર પણ નથી આવ્યો.

સુમિત્રા બેન : સાહેબ મારી દીકરી ની તબિયત સારી નથી તો શંકર ડોક્ટર પાસે ગયો છે .હું આવું જ છું .મહા પ્રસાદ બનાવી નીકળી જઈશ.

તપન : તમે ઘરે જાઓ .મહા પ્રસાદ વગર ચાલશે .તમારી દીકરી ની પાસે જાવ .કંઈ કામ હોય તો ક્યો ?? હું આવું સાથે.

સુમિત્રા બેન : ના ના સાહેબ ડોક્ટર કઈ ગંભીર કેશે તો તમને જરૂર કહીશ.પણ મહા પ્રસાદ .....

તપન : મહા પ્રસાદ નું થઈ જશે તમે જાવ.

કોલ પૂરો કરી તપન તપસ્યા સામે જોવે છે.

તપસ્યા : શું થયું ??

તપન : સુમિત્રા બેન ની દીકરી બીમાર પડી છે તો એમને ત્યાં જવાનું કીધું પણ હવે મહા પ્રસાદ નું એરેન્જમેન્ટ કરવું પડશે. તું અહી રહે હું બહારથી લઇ આવું .

તપસ્યા : કઈ નહીં બહારથી લેવું. હું બનાવી દઉં બતાવ તારું કિચન.

તપન : તપસ્યા રહેવા દે ને તું શું કામ .

તપસ્યા : અરે મહા પ્રસાદ ઘરે બનાવેલ જ ધરવામાં આવે.

તપસ્યા કિચનમાં જાય છે.આમ તેમ જોયું મહાપ્રસાદની બધી સામગ્રી સુમિત્રા બેન તૈયાર કરીને જ ગયા'તા.

તપસ્યા : જો બધું તૈયાર જ છે હવે ખાલી બનાવવાનું છે એતો મિનિટોમાં બની જશે.

તપસ્યા કિચન નુ એપ્રોન પહેરે છે. સાડીનો છેડો કમર પર ખોસે છે ને વાળ બાંધી અને મહા પ્રસાદ બનાવવા લાગે છે.તપન તપસ્યા નું આ રૂપ જોઈ લગભગ એના પર હવે ટોટલી ફિદા થઈ ગયો . મન માં વિચાર પણ આવ્યો કે જઈ ને હગ કરી લવ. મન માં બોલ્યો આઇ જસ્ટ લવ હર

તપસ્યા મહાપ્રસાદ બનાવી અને બધું રેડી કરી કિચન માં થી બહાર આવે છે .ઘડિયાળમાં જોયું 6. 15 થયા હતા .

તપસ્યા : તપન વોશ રૂમ કયું યુઝ કરું ???થોડી ફ્રેશ થઈ જાવ .

તપન : મારા રૂમમાં જતી રહે હું ગોરમહારાજને કોલ કરીને પૂછી લઉ.

તપસ્યા તપન ના વોશ રૂમ માં જાય છે મો અને આંખો પર પાણી નાખી ફ્રેશ થાય છે .ત્યાં જ અચાનક એનો હાથ શાવર ના નોબ ઉપર પડે છે અને શાવર ચાલુ થઈ જાય છે.તપસ્યા જોર થી બુમ પાડે છે .. ઓહ્ નો...
તપન દોડી ને અંદર આવે છે અને તપસ્યા ને શાવર નીચે પલળતી જોવે છે.તપન જલ્દી શાવર બંધ કરે છે. તપન તપસ્યા ની નજીક જાઈ છે.અને ફરી શાવર ચાલુ કરે છે.

તપસ્યા : અરે તપન શું કરે છે ?? જો તો ખરા હું આખી પલળી ગઈ છું.ને તને મસ્તી સુજે છે.હવે શું કરું ??

તપન તો મસ્તી ના મૂડ માં જ હતો.

તપસ્યા : એ તપન બંધ કર ને ...

તપન : મને તો મજા આવે છે.

તપસ્યા : એમ તને મજા આવે છે ઊભો રહે એમ કહી તપસ્યા તપન ને શાવર નીચે ખેંચે છે.લે હવે તું પણ જો ...

તપન એના બે હાથ ખોલી શાવર નીચે ઊભો રહે છે પછી એક હાથ વાળ માં ફેરવા લાગે .તપસ્યા હશે છે ને કે છે કર મજા હવે.તપસ્યા બહાર નીકળવા જાઈ છે .તપન એનો હાથ પકડી પોતાની તરફ ખેંચે છે.એટલું નજીક કે બને ને એકબીજા ના શ્વાસ ના અવાજ સંભળાય.તપસ્યા નું હૃદય જોર થી ધબકી રહ્યું હતું .તપન તપસ્યા ના ગાલ પર આવેલા વાળો ની લટો ને દૂર કરે છે.અને તપન તપસ્યા ને કિસ કરવા જતો જ હોય છે ત્યાં એનો ફોન વાગે છે.

તપન : તપસ્યા આજ તો તું એટલી સરસ લાગે છે તને...

તપસ્યા : શું મને..??

તપન : કંઈ નહિ ...ખાઈ જ જાવ ...તને...

અને હસતો હસતો બહાર નીકળી જાય છે.અને કોલ જોવે તો એની મમ્મી નો હતો.તપસ્યા પણ શરમાઈ જાઈ છે.એના ચેહરા પર સ્માઈલ આવી ગયું.તપન એના મમ્મી ને વીડિયો કોલ કરે છે.

તપન ના મમ્મી : તપન તું હજી રેડી નથી થયો ?? આ શું ??કેવી રીતે પલળી ગયો ??

તપન : કંઈ નહિ મમ્મી એતો તપસ્યા ...

તપસ્યા વચ્ચે આવી તપન ને આગળ બોલતો અટકાવે છે.

તપસ્યા : નમસ્તે આંટી.

તપન ના મમ્મી : નમસ્તે બેટા શું થયું ?? તપન તું કઈ ક કહેતો હતો ને !!??

તપન તપસ્યા સામે જોઈ લૂચું હશે છે.

તપસ્યા : કંઈ નહીં આંટી હું શાવર નીચે પલળી ગઈ અને તપન ને મસ્તી સુજે છે.એમાં આવું થયું છે જો આન્ટીએ હજી હસી રહ્યો છે .મારી મસ્તી કરી રહ્યો છે.

તપન ના મમ્મી : તપન એવું શા માટે કરે છે. હવે જલ્દી કપડા ચેન્જ કરો નહિ તો બીમાર પડશો .અરે હારે એ જ કહેવા માટે કોલ કર્યો હતો તને તારા cupboard માં નીચેના ડ્રોએર માં એક બેગ છે એ કાઢ.તપન બેગ કાઢે છે.

તપન : મમ્મી આમાં શું છે ??

તપન ના મમ્મી: તું ખોલ તો ખરા.

તપન ખોલે છે અને અંદરથી ડિઝાઇનર કુર્તો નીકળે છે. આ તો મસ્ત છે મમ્મી હજી આમાં કંઈક છે

તપન ના મમ્મી: હા એમાં એક ડીઝાઈનર સાડી છે તપસ્યા બેટા એ તું અત્યારે પહેરી લે એમાં બધું છે જોઈ લેજે.

તપસ્યા થેન્ક્યુ સો મચ આંટી ..

તપન ના મમ્મી : થેન્ક્યુ ના કહેવાનું હોય બેટા જલ્દી તૈયાર થઈ જાવ અને મને પીક મોકલ જો.
તપસ્યા સાડી લઈ અને તૈયાર થવા જઈ છે.

તપન : મમ્મી ચલ હું તને રેડી થઈ જાવ પછી નિરાંતે વાત કરું .મમ્મી તપસ્યા કેવી લાગી ??

તપન ના મમ્મી : મારા તપન ની તપસ્યા છે મસ્ત જ હોય ને મને ગમી ગઈ બેટા હવે જલ્દી તું એની સાથે વાત કર એટલે હું આવી અને જલ્દી એના મમ્મી પપ્પા સાથે વાત કરી તારા લગ્ન ધામધૂમથી કરાવવું.

તપન : મમ્મી તું પણ.. હા હું એને આજે જ વાત કરી દઈશ ચલ બાય.

પ્રકરણ 11

તપન અને તપસ્યા બંને રેડી થાય છે અને ત્યાં ગોર મહારાજ પણ આવી જાય છે .ગોર મહારાજ કથા માટે બધું ગોઠવી અને તૈયાર કરે છે.
ગોર મહારજ : શ્રી માન તમારી ધર્મપત્નીને બોલાવો એટલે પૂજા કરી કથા ચાલુ કરીએ .

તપન : મહારાજ હજી ધર્મ પત્ની બની નથી બનાવવાની છે. બોલો કેવી રહેશે અમારી જોડી??

એટલામાં તપસ્યા પ્રસાદ લઈને કિચનમાંથી આવે છે .
ગોરમહારાજ તપન સામે જોઈને અતિ સુંદર લગ્ન માટે મને જણાવજો અને હશે છે ..

તપન : ચોક્કસ અને હસવા માંડે છે.

તપસ્યા: શું થયું ??

તપન : કંઈ નહીં??

ગોર મહારાજ કથા પૂરી કરે છે અને તપન એમને સારી એવી દક્ષિણા આપી વિદાય કરે છે. તપસ્યા બધી વસ્તુઓ યોગ્ય જગ્યાએ મૂકે છે .
તપસ્યા : તપન 8. 30 થઈ ગયા છે હવે હું ઘરે જવા નીકળું.

તપન : તપસ્યા આજે અહીં જ ડીનર કરીને જાને હું તને મારી ફેવરેટ ડિશ બનાવીને જમાડીશ.

તપસ્યા: તપન લેટ થઈ જશે ને મમ્મી પણ રાહ જોતા હશે.

તપન : તું એકવાર મારા હાથના લજાનીયા તો ચાખ આ એક જ ડિશ છે મારી ફેવરિટ અને મને બનાવતાં પણ આવડે છે.

તપસ્યા : પણ તપન એ બનાવતા વાર લાગશે .

તપન : તું કોલ કર મમ્મી ને બધું રેડી છે હું વાત કરી લઉં.

તપસ્યા એના મમ્મી ને કોલ કરે છે હેલો મમ્મી તપન તપસ્યા પાસેથી ફોન લઈ લે છે.

તપન :હેલો આંટી કેમ છો ?? તપસ્યા આજ અહીં ડીનર કરીને આવે તો તમને કોઈ પ્રોબ્લેમ તો નથીને ??હું એને પછી ઘરે મૂકી જઇશ પ્લીઝ ડોન્ટ વરી.

તપસ્યાના મમ્મીનો કોલ સ્પીકર પર હતો તે તપસ્યાના પપ્પા સામે જુએ છે તપસ્યાના પપ્પા આંખના ઇશારાથી જ હા પાડે છે
તપસ્યાના મમ્મી : આ સારું બેટા પણ પછી એને ઘરે મૂકવાની જવાબદારી તારી .

તપન :થેન્કયુ આંટી યુ ડોન્ટ વરી.

તપસ્યાના મમ્મી કોલ મૂકી અને કંઈ કહે તે પહેલાં જ

તપસ્યાના પપ્પા : મને મારી દીકરી પર પૂરો વિશ્વાસ છે અને જો એને તપન ગમતો હોય તો મારી હા જ છે .

તપસ્યા ના મમ્મી :મને તો એ છોકરો પહેલેથી જ ગમે છે કેવો સારો છે અને આપણી તપસ્યા માટે બેસ્ટ છે.

તપસ્યા ના પપ્પા: તો તે એને જમાઈ બનવાનું નક્કી જ કરી નાખ્યું છે. અને હસે છે .

તપસ્યાના મમ્મી: હાસ્તો મારી તપસ્યાનો તપન અને ખુશીથી એની આંખો ભરાઈ આવે છે મારી દીકરીની જીવનમાં હવે કંઈ ખુશીઓ આવશે.

તપન લઝાનીયા બનાવવા માટે કિચનમાં જાય છે .
તપસ્યા: મારી સાડી હજી નથી સુકાની હવે શું કરું ??આ સાડી વધુ વાર પહેરી નઈ શકું .

તપન : એમાં શું મારું ટીશર્ટ અને શોર્ટ્સ પહેરી લે ત્યાં જ હશે.
તપસ્યા તપન ટીશર્ટ અને શર્ટ પહેરીને આવે છે તપસ્યાને જોઈને તપન (મનમાં ) વાહ કયામત જ લાગે છે તપસ્યા.. અને લઝાનીયા બનાવવા લાગે છે .

તપસ્યા :હું કંઈ હેલ્પ કરાવવું ..

તપન : ના બધું રેડી જ છે હવે બેક કરવાનું છે .

તપસ્યા તપન ને જોતી જ રહે છે .તપન ડિશ ready કરી તપસ્યાની સામે રાખે છે.

તપન :મેડમ જરા ટેસ્ટ કરીને કહો કેવી બની છે?? ટેબલ પર બધું ગોઠવ હું ફ્રેશ થઈને આવું છું .

તપસ્યા ટેબલ પર બધું ગોઠવે છે .તપન મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરે છે અને ધીમે ધીમે સોંગ વાગવાનું શરૂ થાય છે. બને શાંતિથી ડીનર કરે છે .

તપસ્યા :વાહ તપન આજ સુધી આવી ડિશ મે ક્યારેય નથી ખાધી. ટુ અમેઝિંગ.

તપન : માય પ્લેઝર મેડમ ..

ડીનર પૂરું કરી ને તપસ્યા: હું ચેન્જ કરી લઉં પછી નીકળી..

તપન : એ તપસ્યા યુ લુક સો સેકસી ઇન માય ટીશર્ટ એન્ડ શોર્ટ્સ.

તપસ્યા :ઓહ..એમ..

તપસ્યા તપન તરફ કુશન ફેંકે છે .અને રૂમ તરફ જાય છે.તપન એને પાછું કુશેન ફેંકે છે. તપસ્યાના માથા પર વાગે છે .

તપસ્યા :આજ તો તને નહીં છોડું અને તપનતરફ દોડે છે ત્યાં સોંગ વાગ્યું..

"જાને એ ક્યા હુઆ ...
જાને એ ક્યા હુવા .....
હમ દોનો કા યુ મિલના...
એસે પાસ આના ......

અબ હર પલ અંજાના હૈ ....
હોના હૈ ઔર ક્યા .....

તપન તપસ્યાને ડાન્સ કરવા માટે ઇશારો કરે છે તપસ્યા ના પાડે છે .
તપન: પ્લીઝ ...

તપસ્યા તપન પાસે આવે છે .અને બંને ધીરે ધીરે ડાન્સ ચાલુ કરે છે મસ્ત સોંગ વાગી રહ્યું છે .

મે હું તુમ હો બસ ઇતના સુન લો......
તુમ પે કોઈ દીવાના હૈ ......
હોના હૈ ઔર ક્યા હોના હૈ ઔર ક્યા......

તપન: તપસ્યા સાચે હું તારા પર દીવાનો થઇ ગયો છું .
i really like you...

તપસ્યા : i also like you તપન .

તપન : તપસ્યા તું મારી સાથે આખી લાઈફ આ રીતે જ રહીશ આઇ લવ યુ સો મચ can't એક્સપ્લેન .

તપસ્યા: આઇ કેન સી ધિસ્ ઇન યોર eyes .

તપન : હું તને સાચે દુનિયાની બધી ખુશી આપવા માગું છું. તારી સાથે મારી જિંદગીની દરેક પણ જીવવા માંગું છું .

તપસ્યા: તપન ખબર નહીં જેવું તું ફીલ કરે છે એવું હું પણ કરું છું તું મારી લાઈફ માં આવ્યો અને મને જે રીતે તું સમજી શક્યો તેથી જ તો હું તારી...

તપન : હા તું મારી જ છે .

તપસ્યાને હગ કરે છે અને તપસ્યાના ગાલ પર કપોલ પર હોઠ પર બધે કીસ કરી અને તપસ્યાની પ્રેમથી આલિંગન આપે છે. થોડી ક્ષણો માટે બંને એકબીજામાં ખોવાઈ જાય છે અને એકબીજાના પ્રેમને અનુભવ કરે છે. તપસ્યાની આંખમાંથી આંસુ સરી પડે છે તપન તપસ્યાની આંખો પર કિસ કરે છે .

તપન : આજથી આ તપન તારો છે .તપસ્યા ચાલ જિંદગી ની નવી શરૂઆત કરીએ.

તપસ્યા: મને તારા પર પૂરો વિશ્વાસ છે .આઇ લવ યુ ટુ તપન. હવે મને ઘરે મુકવા આવી શકે પછી આમ જ આખી રાત ઊભું રહેવું છે.

તપન :તું પાસે હોય તો આમ જ ઉભો રહો રાત અને દિવસ.

તપસ્યા : એ મસ્તીખોર ચાલ હવે હું રેડી થાવ છું તું મને મૂકી જા લેટ થઈ ગયું છે .

તપન :તપસ્યા એક મિનિટ ..એમ કહી અને રૂમમાં જાય છે.
અને તપસ્યા પાસે આવી અને એના હાથમાં એક વસ્તુ મૂકે. છે તપસ્યા એ જુએ છે અરે આ તો મારું બ્રેસ્લેટ ..

તપન : તું પેલી વાર અહીં આવી હતી ને ત્યારે મને મળ્યું તું બાલ્કની માંથી.

તપસ્યા : ચાલ હવે મને મૂકી જા.

તપન: તપસ્યા જવું જ છે .

તપસ્યા,: હા જવું જ છે..

તપન : જલ્દી તને આ ઘરમાં મારી રાણી બનાવીને લઈ આવી છે .તપસ્યા શરમાઈ હશે છે ..અને તપન ને હગ કરી અને એના ગાલ પર કિસ કરે છે .

તપસ્યા ;એ હા પણ અત્યારે તો ચાલ મને મૂકી જા નઈ તો તને માર પડશે.

તપન તપસ્યાને. ઘેર મુકવા જાય છે. તપસ્યાના મમ્મી-પપ્પાને મળે છે. તપસ્યાના મમ્મી-પપ્પા ખુશ હતા એમણે બંનેના ચહેરા વાંચી લીધા હતા .

રાત્રે સૂતી વખતે તપસ્યા ને તપન ના સ્પ્રશનો અનુભવ થતો હતો. લવ યુ તપન આજનો દિવસ ક્યારે એટલે ક્યારેય નહીં ભૂલું .....
તપન પણ તપસ્યાના વિચારોમાં અને આજ ના દિવસ ની એ મોમેંટ ને યાદ કરતો સુઈ ગયો...

પ્રકરણ 12

સવારે તપન ની આંખો ખૂલી ત્યારે સુમિત્રાબેન આવી ગયા હતા. કિચનમાં કામ કરતા હતા .

તપન: સુમિત્રાબેન તમારી દીકરીને કેમ છે ??

સુમિત્રા બેન : સારું છે સાહેબ .

તપન રેડી થઈ ક્લિનિક જવા નીકળે છે. વચ્ચે ફ્રી ટાઇમમાં તપન તપસ્યા માટે રિંગ લેવાનું વિચારે છે .8 જુલાઈ તપસ્યા નો બર્થ ડે છે. તો તે દિવસે તપસ્યાને ખાસ રિંગ આપી અને મેરેજ માટે પ્રપોઝ કરવાનો પ્લાન કરે છે. ઓનલાઇન મલબાર માંથી એક રિંગ ગમી જાય છે.online રિંગ આવતા વાર લાગશે એના કરતા અહી થી જ લઈ લવ એવું વિચારી તપન મલબાર ના યાજ્ઞિક રોડ પર ના શો રૂમ પર ફોન કરી અને રિંગ વિશે માહિતી આપે છે અને એ લેવા માટે બુક કરાવે છે. આ બાજુ સિદ્ધાર્થની હોસ્પિટલમાં સિદ્ધાર્થ અને તપસ્યા બને અચાનક મળી જાય છે.

સિદ્ધાર્થ: હાય તપસ્યા.

તપસ્યા: હેલો સિદ્ધાર્થ .

સિદ્ધાર્થ : તપસ્યા હું તારા માટે બહુ ખુશ છું તપન તને બધી ખુશી આપશે આઈ એમ સોરી એક વાત કહું તું મારી એક સારી ફ્રેન્ડ બનીને રહીશ ને એક ફ્રેન્ડ તરીકે મને તારી હંમેશા જરૂર રહેશે.

તપસ્યા: હાસિદ્ધાર્થ હું પહેલાં પણ તારી બેસ્ટ ફ્રેન્ડ હતી અને હંમેશા રહીશ.

સિદ્ધાર્થે તપસ્યાને હક કરે છે .

સિદ્ધાર્થ : થેન્ક્યુ તપસ્યા.

બરાબર એ જ વખતે શ્રેયા આવી છે. શ્રેયા ને જોઈને તપસ્યા નીકળી જાય છે .સિદ્ધાર્થ એની ચેમ્બરમાં જાય છે.

શ્રેયા : આ બધું શું ચાલતું હતું ??

સિદ્ધાર્થ: કંઈ નહીં તપસ્યા મારી ફ્રેન્ડ છે અને એ તપન સાથે ખુશ છે એટલે હું પણ ખુશ છું બીજું કંઈ નહીં .

શ્રેયમનમાં તું તો ખુશ છે પણ હું ખુશ નથી.એ તપસ્યા ને તો હું સમજાવી ને જ રહીશ .અને તપન થી અલગ કરીને રહીશ .તને ડિવોર્સ આપી તપન સાથે પરણી જઈશ .એના માટે હવે મારે જે કરવું પડશે એ કરીશ.

સાત જુલાઈના તપન મોબાઇલમાં મલબાર માંથી મેસેજ આવે છે રીંગ રેડી છે લઈ જાવ .તપન રિંગ બપોરે લેવા માટે મલાબાર ના શોરૂમ યાજ્ઞિક રોડ પર પહોંચે છે .શ્રેયા એ વખતે ત્યાંથી નીકળે છે. તપન ની ગાડી જોઈ એ પણ શોરૂમમાં જાય છે.તપન પાસે જઈને ઉભી રહે છે .

શ્રેયા: ઓહો તો તે હવે તપસ્યા માટે રીંગ પણ ખરીદી લીધી. અરે હા કલ તો એનો બર્થ ડે છે એટલે એને આપવાનો પ્લાન છે. તારો વાહ તપન વાહ
શ્રેયા ને જોઈને તપન ને ગુસ્સો આવે છે પણ એની જાત પર કાબૂ લઈને .

તપન : what nonsense તું નહીં શું કામ આવી છે ??
મારે અહીં કોઈ સીન ક્રિએટ નથી કરવા .અહીં થી જતી રહે એ જ સારું છે.

શ્રેયા :અહીંથી તો જતી રહીશ પણ તપસ્યાને તારી લાઇફમાં થી દૂર કરીને જ રહીશ .

તપન શ્રેયા નો હાથ જોરથી પકડી અને સાઈડમાં લઇ જઇને

તપન : શ્રેયા હવે તું બધું ભૂલી જા અને મને મારી લાઈફ શાંતિથી જીવવા દે. તું મારા માટે હવે કંઈ નથી .આ બધું કહી ને તું તારી જાતને નીચી સાબિત કરી રહી છે .

તપન ત્યાંથી રિંગ લઈને નીકળી જાય છે શ્રેયા મનમાં ને મનમાં ધૂંધવાઈ જાય છે .એના જૂના ડ્રાઇવર ને કોલ કરે છે .

શ્રેયા : કામ છે જલ્દી મળવા આવ.

કલાક પછી...

શ્રેયા: રઘુ આ ફોટો લે અને તારા કોઈ બે માણસો સાથે મળી અને કિડનેપ કરી ધમકાવવાની છે કે એ તપન ને છોડી દે.

રધુ : પણ મેડમ હું કંઈ ક્રિમિનલ નથી કે આવા કામ કરું અને રિસ્ક પણ કેટલું છે .

શ્રેયા : રિસ્ક તો છે પણ આ કામ માટે હું તને બે લાખ આપું તો .

રઘુ વિચારીને મેડમ થોડોક ટાઈમ જોઈશે .

શ્રેયા :આખી રાત અને આજનો અડધો દિવસ છે વિચારીલે પણ કિડનેપિંગ કાલ જ કરવાનું છે એ ફાઈનલ છે.
શ્રેયા રઘુ ને કામ કરવા માટે ખૂબ જ ફોર્સ કર્યો રઘુ પણ પૈસાની લાલચમાં માની ગયો .

શ્રેયા : કાલે વહેલી સવારે સંકલ્પ સિદ્ધિ મંદિરે થી જ એને ઉઠાવવાની છે. મને ખબર છે તપસ્યા એના બર્થ ડેના રોજ સવારે પહેલા મંદિર જાય છે. તો આપણા માટે સહેલું રહેશે.

રઘુ :હા મેડમ હું મારા બે દોસ્તો ને આખો પ્લાન સમજાવી દઉં .પણ એને લઈ ક્યાં જવાની છે ???

શ્રેયા: મોટા મોવા થી આગળ એક સાવ સૂમસામ જગ્યા છે ત્યાં સિદ્ધાર્થનું એક ગોડાઉન કેટલા વર્ષોથી બંધ છે ત્યાં લઈ જવાની છે .એને ધમકાવવાની છે મારવાની નથી. એ વાત ધ્યાન રાખજો.

રઘુ : સારું હું કારની વ્યવસ્થા કરી લઉં .

શ્રેયા :કામ ખૂબ જ ચાપડતાથીકરવાનું છે .કંઈ ગરબડ ના કરતો. હું સવારે તને કોલ કરીશ અને હું પણ ત્યાં થોડી દુર ઉભી રહીશ .

રઘુ :પાકું મેડમ હું નીકળું.

રઘુ નીકળે છે શ્રેયા મનમાં ખુશ થાય છે તપસ્યા તને પકડીને એવી તો ડરાવી છે કે તું તપન ને છોડીને જતી રહીશ . રાત્રે તપન ડીનર કરીને તપસ્યાની કોલ કરે છે હેલો તપસ્યા.

તપસ્યા : હા બોલને શું કરે છે ??

તપન : કંઈ નહીં મને ખબર નહીં તારી ચિંતા થાય છે. આજે શ્રેયા મળી હતી અને એ હવે હદ થી પણ વધુ પાગલ બનતી જાય છે.

તપસ્યા : તું ખોટી ચિંતા છોડી દે મને કંઈ નહીં થાય .

તપન : તપસ્યા આઇ રિયલી લવ યુ તને કંઈ થવું પણ ના જોઈએ.

તપસ્યા: લવ યુ ટુ હવે શાંતિથી સુઈ જા .

કોલ મૂકીને તપન શ્રેયા સાથેની વાતો ની જ યાદ કરતો હતો. આ શ્રેયા કઈ અજુગતું ન કરે તો સારું. આ બાજુ સિદ્ધાર્થના ઘરે.

સિદ્ધાર્થ :શું વિચારમાં છે શ્રેયા ??

શ્રેયા: કંઈ નહીં તપસ્યા વિશે વિચારતી હતી .

સિદ્ધાર્થ : તપસ્યા વિશે!!?? પ્લીઝ શ્રેયા હવે તું એ બંનેને લાઈફ શાંતિથી જીવવા દે તારે જે જોઈએ એ બધું તને મળે તો છે.

શ્રેયા: ડોન્ટ વરી હની મારે જોઈએ છે ને એ હું મેળવીને જ રહું છું તું સુઈ જા.

સિદ્ધાર્થના મનમાં પણ શ્રેયાના ઈરાદાઓ કંઈક ઠીક ન હોય એવો અણસાર આવી ગયો હતો.
વહેલી સવારના.
શ્રેયા :રઘુ તુ જલ્દી મંદિર પહોંચી જા .બધી તૈયારી થઈ ગઈ છે ને??? વહેલી સવારે જ તપસ્યા મંદિર આવશે.

રઘુ :હા મેડમ બસ નીકળી એ જ છીએ .

શ્રેયા પણ તૈયાર થઈ ગાડી લઇ મંદિર જવા નીકળે છે .આ બાજુ તપસ્યા આ વાતથી અજાણ તૈયાર થઈ મંદિર દર્શન કરવા નીકળે છે .મંદિર પાસે વાઈટ કલર ની વાન માં રઘુ ને એના માણસો તૈયાર જ બેઠા હતા .
તપસ્યા અને શ્રેયા પણ ત્યાં પહોંચે છે .શ્રેયા યે રઘુ ને ફોન કર્યો એ આવી ગઈ છે ડોબા તું શું કરસ હજી ??

રઘુ :અમે લોકો તૈયાર જ છીએ.

દર્શન કરતી વખતે તપસ્યા મનમાં હે બજરંગ બલી તમે મારી અને તપન ની મુલાકાત અહીં જ કરાવી હતી. તમારો ખુબ ખુબ આભાર મારા જીવનમાં તપન મોકલવા માટે. હું હવે એને ખુશ રાખું એવા આશીર્વાદ આપજો .દર્શન કરી તપસ્યાના એકટીવા પાસે પહોંચતી હોય છે ત્યાં એક વાન આવી એની પાસે ઊભી રહે છે અંદર બેઠેલા બે માણસોએ એને અંદર ખેંચી લીધી. અને મોં પર રૃમાલ બાંધી ક્લોરોફોર્મ સુંઘાડી દીધું.વાન સડસડાટ ત્યાં થી નીકળી ગઈ .આજુબાજુ માણસો હતા નહીં એટલે શું થયું એની કોઇને ખબર ન પડી.
શ્રેયા આ બધું દૂર થીજોઈ અને મનમાં ને મનમાં ખુશ થતી હતી. હવે તપસ્યાને એવી ધમકાવી છે કે એ તપન નેછોડી દેશે. સારું થયું કે સવારે કોઈ માણસો નથી એટલે કામ સરળતાથી પાર પડી ગયું .

કલાક પછી ...

તપસ્યાની આંખો ખુલે છે તે એક બંધ રૂમમાં પલંગ પર સુતી હોય છે તપસ્યા ઉભી થઈને દરવાજો ખખડાવે છે અને જોર જોરથી બૂમો પાડે છે પ્લીઝ મને બહાર કાઢો મને બહાર કાઢો.

રઘુ: લાગે છે એ જાગી ગઈ છે .શ્રેયાને ફોન કરે છે મેડમ પેલી જાગી હવે શું કરીએ???

શ્રેયા : શું કરીએ?? એને ધમકાવવાનું શરૂ કર અને ના મને ત્યાં સુધી એને ટોર્ચર કર .

રઘુ રૂમનો દરવાજો ખોલે છે તપસ્યા રઘુને જોવે છે. ઓળખવાનો પ્રયત્ન કરે છે પણ ઓળખાતો નથી .

રઘુ :એ છોકરી બૂમો પાડ માં .

તપસ્યા: તમે મને અહીં શું કામ લાવ્યા છો .મને જવા દો મારા મમ્મી પપ્પા મારો તપન મારી રાહ જોતા હશે. તમારે શું જોઈએ છે જે જોઈએ તે આપીશ પણ મને જવા દો પૈસા જોઈએ છે એ પણ આપીશ મને જવા દો .

રઘુ :એ છોકરી ચૂપ થઈ જા સાવ ચૂપ મારે પૈસા નથી જોતા તને એક વાત સમજાવવા માટે જ અહીં લાવ્યા છીએ તો સાંભળ તું જે આ તપન નું કે છે ને એને છોડી દે નહીં તો સારું નહીં થાય.

તપસ્યા: તમે કોણ છો ??અને હું તમારી વાત શું કામ માનું . તમને કોણે કહ્યું મારું કિડનેપિંગ કરવાનું.

રઘુ : એ વાત તો તારે વાત માનવી જ પડશે અત્યારે તને સમજાવવા માટે અહીં લાવ્યા છીએ પછી ખબર નહીં શું કરીએ .

તપસ્યા :તમારે જે કરવું હોય તે કરો હું તપન ને નહી છોડુ .તું છે કોણ મને કહેવા વાળો .

રઘુ: છોકરી હમણાં તો મને જવા દો જવા દો ની ભીખ માંગતી હતી અને હવે આમ રૂઆબ થી બોલે છે .તને ખબર નથી હું શું કરી શકું છું .જો તે વાત ના માની ને તો તપન ને જીવતો રહેવા નહીં દઉં .રઘુ તપસ્યા ને ડરાવવાનો ખૂબ પ્રયત્ન કરતો હતો એટલે જૂઠું બોલ્યો .તપન નું નામ સાંભળતા જ તપસ્યા થોડી ડરી ગઈ પણ હિંમત કરીને

તપસ્યા : તું મારા તપન ને હાથ તો લગાડ તું જીવતો નહિ રહે.

રઘુ ને હવે ગુસ્સો આવતો હતો એણે તપસ્યાને એક થપ્પડ લગાવી દીધી. અને રૂમ બંધ કરી બહાર નીકળી ગયો.

તપસ્યા વિચારવા માંડી કે આને કોણે કહ્યું હશે મારું કિડનેપિંગ કરવાનું. ???મનમાં એક જ નામ આવ્યું .

શ્રેયા ....

પ્રકરણ 13

સવારે ઊઠીને તપને તરત તપસ્યા ને કોલ લગાવ્યો. તપસ્યાનો ફોન સ્વીચ ઓફ આવ્યો. તપન વિચારવા લાગ્યો કે કોઈ દિવસ તપસ્યા નો ફોન સ્વીચ ઓફ ન આવે .થોડી વાર પછી ટ્રાય કરું. રેડી થઈ નાસ્તો કરી ફરી તપસ્યાને ફોન લગાવ્યો ફોન હજી સ્વીચ ઓફ આવતો હતો .હવે તપન થી ના રહેવાયું. એણે તપસ્યાના મમ્મી ને કોલ કર્યો.

તપન : હેલો આંટી તપસ્યા ક્યાં છે ??એનો કોલ નથી લાગતો??

તપસ્યાના મમ્મી: બેટા અમે પણ ક્યારના કોલ કરી રહ્યા છીએ. એનો ફોન સ્વીચ ઓફ આવે છે .સવારે મંદિરે ગઈ હતી આવતા મોડું થયું તો મેં કોલ કર્યો પણ સ્વીચ ઓફ આવે છે .મને ટેન્શન થાય છે બેટા .

તપન : આંટી ટેન્શન ના લો તમે એની બધી ફ્રેંડ્સ ને ફોન કરો હું હોસ્પિટલ ફોન કરીને પૂછવું કદાચ ઇમર્જન્સીમાં ત્યાં જતી રહી હોય.
તપસ્યાના મમ્મી: સારું બેટા જે હોય મને ફોન કરજે.

તપન સિદ્ધાર્થ ની હોસ્પિટલ કોલ કરે છે કોઈ રીસીવ કર તું નથી .એટલે તપન અકળાઈ જાય છે. એણે સિદ્ધાર્થ ને કોલ કર્યો .
તપન ; હેલો સિદ્ધાર્થ હોસ્પિટલે છે ?? તપસ્યા ત્યાં છે ??
એને કે મને કોલ કરે .

સિદ્ધાર્થ : તપન હું હોસ્પિટલ જ છું .પણ તપસ્યા હજી આવી નથી .

તપન : શું ??આવી નથી ???તો એ ક્યાં ગયો હશે ???

સિદ્ધાર્થ : શું થયું તપન ??

તપન : આજે સવારથી તપસ્યાનો કોલ નથી લાગતો સવારે મંદિર ગઈ હતી પણ હજી ઘરે નથી આવી કે નથી ત્યાં હોસ્પિટલ .તો એ ક્યાં ગઈ હશે ??મને હવે ટેન્શન થાય છે.

સિદ્ધાર્થ : રિલેકસ તપન એ આવી જશે .જો એ અહીં આવશે તો હું તને કોલ કરું

તપન ફોન મૂકી અને ઘરમાં આટા મારવા લાગે છે મનને શાંતિ નથી મારી તપસ્યા ક્યાં હશે ?? એને કઈ થયું તો નહીં હોયને?? એવા વિચારોમાં તપન હતો ત્યાં જ એની મમ્મી નો કોલ આવ્યો .

તપન ના મમ્મી: હેલો બેટા શું કરે છે??

તપન : કંઈ નહીં મમ્મી.

તપન ના મમ્મી: કેમ ઉદાસ ચહેરો લાગે છે. આજ તો તપસ્યા નો બર્થ ડે છે તું એને રીંગ આપવાનો છે .

તપન : મમ્મી સવારથી તપસ્યાનો કોઇ પત્તો નથી .એનો ફોન નથી લાગતો મને ટેન્શન થાય છે .ક્યાંક શ્રેયા યે તો એને ...

તપન ના મમ્મી: શ્રેયા !!! શ્રેયા તને પાછી ક્યાં મળી ??

તપન : એ હવે મારા માટે કંઈ નથી પણ એણે મને ધમકી આપી હતી કે એ તપસ્યાને મારાથી દૂર કરશે.

તપન ના મમ્મી: કઈ નહીં થાય તપસ્યાને તું ટેન્શન ના લે.

તપન : ઓકે બાય .

તપસ્યા ના મમ્મી પપ્પા ની હવે ધીરજ ખૂટી ગઈ એણે તપન ને કોલ લગાવ્યો.

તપસ્યાના મમ્મી : તપસ્યા હજી ઘરે આવી નથી અગિયાર વાગવા આવ્યા છે. અમને હવે બહુ ટેન્શન થાય છે.

તપન : તમે ચિંતા ન કરો મારો એક મિત્ર ઇન્સ્પેક્ટર સાહિલ છે તેને હું આ વાત કરું પછી તમને ફોન કરી અને જણાવું.

બીજી બાજુ રઘુ શ્રેયા ફોન કરી અને કહે છે કે આ છોકરી માનતી નથી તમે અહીં આવો. એટલે શ્રેયા ત્યાં પહોંચે છે.

શ્રેયા :તું કંઈ પણ કર પણ આ છોકરી ને સમજાવ

રઘુ: છોકરી સમજે એમ નથી. હું ક્યારનો ટોર્ચર કરું છું

શ્રેયા : તો હવે શું કરશું ??

રઘુ : એ તો તમારે કહેવાનું છે ને અમારું કામ તો અમે કર્યું હવે તમે જાણો .આમરા પૈસા આપો એટલે અમે જાય .

શ્રેયા : શું પૈસા આપો એટલે અમે જાય. આને શું અહીં જ રાખવાની છે .

રઘુ : તમે એને અડવાની કે મારવાની ના પાડી છે બાકી એક બે નાખી હોય તો માની જ જાય .

શ્રેયા : તો હવે એ પણ કરો પણ એને ડરાવવા નું ચાલુ રાખો.

રઘુ દરવાજો ખોલી અંદર જાય છે.

રઘુ : એ છોકરી સીધી રીતે તપન ને છોડી દે નહીં તો તું જીવતી નહિ રહે.

તપસ્યા : તારે જે કરવું હોય તે કર .

રઘુ તપસ્યા પર ગુસ્સે થઈ અને એને મારવા માંડે છે તપસ્યા ને જોરથી ધક્કો મારે છે તેનું માથું પિલર પર પટકાઈ છે અને તે ત્યાં પડી જાય છે.

તપસ્યા : કહી દેજે તારા શ્રેયા મેડમ ને કે હું તપન ને નથી છોડવાની.

રઘુ આવીને મેડમ એને ખબર પડી ગઈ છે કે તમે એનું કિડનેપિંગ કરાવ્યું છે શ્રેયા ગભરાઈ જાય છે હવે આને જીવતી રહેવા દેવી એ મારા માટે ખતરો છે રઘુ આને મારી નાખ.

રઘુ : અરે ઓ મેડમ આપણી વાત કિડનેપિંગ ની થઈ હતી મર્ડરની નહીં .

શ્રેયા : કોઇને ખબર નહીં પડે તું જા અને પેટ્રોલ લઈ આવ આજ નો આનો ખેલ ખતમ જ કરી દઈએ . પછી તપન નો વારો છે.

રઘુ શ્રેયાની વાત માનવા તૈયાર નથી મેડમ અમે આવું કામ ન કરીએ.
શ્રેયા : તું શું કરીશ અને શું નહીં કરે એ હું નક્કી કરીશ .તારે પૈસા જોઈએ છે ને તને પાંચ લાખ રૂપિયા આપીશ હવે તો કરીશ ને .

રઘુ: પાંચ લાખ !!!! તો કરવું જ પડશે ને મેડમ. અમે તૈયારી કરવા જાય છે .

શ્રેયા : જલ્દી પાછો આવજે .

તપસ્યા ઉભી થઇ અને દરવાજા પાસે આવે છે અને જોરથી ખખડાવે છે મને જાવા દયો.શ્રેયા દરવાજો ખોલે છે અને અંદર આવી તપસ્યાની ધક્કો મારી પાડી દે છે.

તપસ્યા : શ્રેયા તું મને હતું જ કે આ કામ તારું જ હોય .તને શું મળશે આ બધું કરીને .તપન હવે ક્યારે તારો થવાનો નથી. તું તારી જીદ છોડી દે નહીં તો પસ્તાઈશ .

શ્રેયા : ચુપ કર તપસ્યા જો તું શાંતિથી માની ગઈ હોત ને તો આ બધું કરવું ન પડત હજી પણ માની જા મારી વાત નહીં તો..

તપસ્યા : નહીં તો શું કરીશ તું તપન ને નુકસાન કરીશ???મને મારી નાખીશ ?? મે તારી વાત સાંભળી લીધી છે. તારે મને જે કરવું હોય એ કર પણ તપન કંઈ ન કરતી.

શ્રેયા : ઓ ડિયર આટલો પ્રેમ ....હું ગાડી નથી કે તપન કંઈ કરું .અને તો હું તારી યાદ માં તડપાવિશ. એણે તારા લીધે મને ના પાડી ને હવે તું જ નઈ રહે....હું તો તને જ ....અને કોઈને ખબર પણ નહીં પડે કે તારી સાથે શું થયું .હજી માની જા અને જઈ ને તપન ને કહી દે કે તું હવે એની સાથે કોઈ રિલેશન રાખવા માગતી નથી .તો તારો જીવ બચી જશે...અને તપન તારા માટે તડપશે ને મને ખુશી થશે.

તપસ્યા : શ્રેયા તપન પેલા તારો જ હતો ને ..પણ તારા સ્વભાવ ના લીધે તે એને છોડી દીધો.હવે એ મારી સાથે ખુશ છે તો તું શું કામ આવું કરે છે.સિદ્ધાર્થ તને કેટલું ચાહે છે.એ પણ તારી બધી ઈચ્છઓ પૂરી કરે જ છે ને.

શ્રેયા : બંધ કર બકવાશ...શ્રેયા તપસ્યા ને ધકો મારે છે.

આ બાજુ તપન તેના મિત્ર ઇન્સ્પેક્ટર સાહિલ ગણાત્રા ને ફોન કરે છે .

તપન : હેલો સાહિલ...

સાહિલ : hi tapan કેમ છો ઘણા ટાઇમ પછી યાદ કર્યો ??

તપન; સાહિલ એક કામ હતું મારી એક ખાસ મિત્ર તપસ્યા સવારથી ક્યાંક જતી રહી છે તેનો કોઇ પત્તો નથી .અમે બધી તપાસ કરી પણ કોઈ ખબર નથી એ ક્યાં છે મને ટેન્શન થાય છે .અને એક વ્યક્તિ ઉપર મને શંકા પણ જાય છે .

સાહિલ: તપન તુ ટેન્શન ના લે મને શાંતિથી કે એ છેલ્લે ક્યાં ગઈ હતી???

તપન : એના મમ્મી એ કીધું કે એ મુજબ સવારે સંકલ્પ સિદ્ધ મંદિર પર ગઈ હતી પછી પાછી આવી નથી.

સાહિલ : તું મને તપસ્યાનો નંબર અને જેના પર તને શક છે એનો નંબર હોય તો સેન્ડ કર તપસ્યા નો ફોટો પણ મોકલ. અને લીગલ પ્રોસિજર માટે તું પોલીસ સ્ટેશને જઈ અને એફ.આઇ.આર લખાવ .હું મારી રીતે તપાસ કરાવવાનું ચાલુ કરી દઉં છું તું ચિંતા ન કર. ઓકે .

તપસ્યા અને શ્રેયા બંનેના નંબર સેન્ડ કરે છે મનમાં વિચારે છે એકવાર હું પણ મંદિર પાસે જઈ અને પૂછપરછ કરી આવું તપન પોલીસ સ્ટેશનને જઇ અને એફઆઇઆર લખાવી .પછી મંદિર તરફ પોતાની કાર લઈ જાય છે સંકલ્પ સિદ્ધ મંદિર પહોંચે છે આજુબાજુ જુવે છે વહેલી સવારના એ આવી હતી તો લગભગ નહીં ઓછા માણસો હશે. તેમ છતાં એકદ દુકાનો ખુલ્લી હોય અને કોઈને કંઈ ખબર હોય એમ વિચારી તપને આસપાસ ની દુકાનો માં તપસ્યા નો ફોટો બતાવી પૂછપરછ કરવા માંડી પણ કોઈને કંઈ ખબર ન હતી. નિરાશ થઈ તપન મંદિર સામે ની પારી પર બેઠો એની આંખોમાં આંસુ હતા અને ચહેરો ઉદાસ હતો તું ક્યાં છો તપસ્યા ???જલ્દી મારી પાસે આવી જા ને ..એટલામાં એક નાનો બલુન વેચતો છોકરો એની પાસે આવ્યો.તપન ના મોબાઇલ સામે જોઈ અને બોલ્યો અરે આ તો તપસ્યા દીદી છે .

તપન : તું એને ઓળખે છે ???

છોકરો : હા એ જ્યારે અહીં આવે છે ત્યારે મારી પાસેથી બલુન લે છે અને મને ચોકલેટ આપે છે .

તપન : બેટા આજે એ અહીં સવારે આવી હતી?? તે એને જોઈ હતી ??

પેલો છોકરો: હા તપસ્યા દીદી આવ્યા હતા .અને એ આ બાજુ આવતા જતા ત્યાં એક સફેદ કલરની વાન આવી અને કોઈ એમને અંદર ખેંચી અને લઈ ગયું. હું દોડ્યો પણ વાન સડસડાટ કાલાવડ રોડ પર જતી રહી. દીદી કોઈ મુસીબતમાં છે .

તપન : બેટા સફેદ કલરની જ વાન હતી ??

પેલો છોકરો : હા અને એ કાલાવડ રોડ સાઈડ જ ગઈ છે.

તપન ના મનમાં કંઈક આશા જાગી કે હવે તપસ્યાની ખબર મળશે એને સાહિલ ને ફોન કર્યો અને બધી વાત કહી.

તપને છોકરાના હાથમાં સો રૂપિયા આપ્યા થેન્ક યુ બેટા હવે તારી તપસ્યા દીદી જલ્દી મળી જશે. છોકરાએ પૈસા પાછા આપ્યા અને બોલ્યો સાહેબ મારી દીદી લઈને આવો હું એની પાસેથી જ લઈશ.

તપન : જલ્દી લઈને આવીશ બેટા...

પ્રકરણ 14

સિદ્ધાર્થના ગોડાઉન પર શ્રેયા અને તપસ્યા બંને એકલા છે. શ્રેયા તપસ્યા ના હાથ બાંધી દે છે .અને રૂમમાં આટા મારવા લાગે છે. રઘુ ક્યારે આવશે એટલામાં ત્યાં કોઈ ના આવવા નો અવાજ આવ્યો કોઈએ દરવાજો ખખડાવ્યો.

શ્રેયાએ પૂછ્યું કોણ ???પણ સામેથી કોઈ જવાબ ન આવ્યો ફરી કંઈ પૂછે એ પહેલાં જ જોરથી દરવાજો ખોલી અને કોઈ અંદર આવ્યું .

શ્રેયા અને તપસ્યા બંને એક સાથે બોલી ઊઠ્યા સિદ્ધાર્થ તું !!!

તપસ્યા કઈ વિચારે એ પહેલાં જ સિદ્ધાર્થ શ્રેયા ને પકડી અને સાઈડમાં લઇ જાય છે .

સિદ્ધાર્થ : આર યુ મેડ??? તું તપસ્યાનું મર્ડર કરવા માંગે છે??

શ્રેયા : હા તો હું શું કરું .મારે જે કરવું હશે એ જ કરીશ.

સિદ્ધાર્થ શ્રેયા ને એક થપ્પડ મારે છે. તને શું કીધું હતું ??
તારે એટલું જ કરવાનું હતું ??વધુ કંઈ નહીં. તપસ્યા મારી લાઈફ છે અને આપણી વચ્ચે જે ડીલ થઈ હતી એ મુજબ તારે એને કિડનેપ કરી ધમકાવવાની હતી મારવાની નહીં.

શ્રેયા: મે તો પૂરી ટ્રાય કરી એને સમજાવાની પણ એ ના માની તો હવે હું એને મારી નાખીશ .

સિદ્ધાર્થ: ને હું તને એવું કરવા જઈશ એમ ??!! રઘુ એ મને કોલ કરી અને બધુ કહી દીધું હતું .હવે તપસ્યા નહીં તું મરીશ.

તપસ્યા તો બંનેની વાતો સાંભળીને અવાચક જ રહી ગઈ થોડી વાર એનું મગજ ચકરાવે ચઢી ગયું.

તપસ્યા: તમે બંને શું બોલી રહ્યા છો.

સિદ્ધાર્થ: તું હમણાં ચૂપ રહે તપસ્યા .

શ્રેયા: તપસ્યા ને ભલે ચુપ કર પણ હવે હું ચૂપ નહીં રહું.:

સિદ્ધાર્થ: એટલે તું કહેવા શું માગે છે ??

શ્રેયા: તુ સારી રીતે જાણે છે. જો તું મને મારવાનું કહીશ તો હું પોલીસને ઈન્ફોર્મ કરી દઈશ.

સિદ્ધાર્થ : પોલીસ બોલાવીશ પોલીસ ને તો તારા પર જ શક છે તપસ્યાના કિડનેપિંગનો .

શ્રેયા : તો તે મારો ફાયદો ઉઠાવ્યો એમ જ .

સિદ્ધાર્થ: એ તું જે સમજે .

તપસ્યા: શ્રેયા પ્લીઝ મને કહે આ બધું શું છે???

શ્રેયા: તપસ્યા તારે જાણવું છે તો સાંભળ

આ બાજુ તપન અને ઇન્સ્પેકટર સાહિલ કાલાવડરોડ ના સવારના સીસીટીવી ફૂટેજ જોતા હતા. ફૂટેજમાં કાર દેખાય છે .ત્યાં જ એક કોન્સ્ટેબલ શ્રેયા ના ફોન ની લોકેશન ટ્રેસ થઈ ગઈ હોય એવા ખબર લઈને આવ્યો. શ્રેયા ના ફોન ની લોકેશન કાલાવડ રોડ થી આગળ કંઈક બતાવતી હતી. અને એ જ જગ્યાએ બીજો એક નંબર પણ એક્ટિવ બતાવતો હતો .સાહિલે કોન્સ્ટેબલને કહ્યું જલ્દીથી આ નંબર ની માહિતી મેળવો આ નંબર કોનો છે.

તપન : સાહિલ તપસ્યા મળી તો જશે ને?? મને પાકી ખાતરી છે કે આ શ્રેયા જ કરી શકે છે .

સાહિલ : તું ચિંતા ન કર એટલે જ મેં શ્રેયા ના ફોન ની ડિટેલ અને લોકેશન મંગાવ્યા હતા.

તપન : બસ જલ્દી તપસ્યા મળી જાય.

એટલા માં કોન્સ્ટેબલ પહેલા નંબર ની વિગત લઈને આવ્યો અને એ બીજો નંબર સિદ્ધાર્થ નો હતો.

તપન : સિદ્ધાર્થ... સિદ્ધાર્થ.... નો નંબર !!!!

સાહિલ: તુ ઓળખે છે સિદ્ધાર્થને.

તપન: હા એ શ્રેયા નો હસબન્ડ છે.

સાહિલ :ઓહ તો હવે આપણે એ લોકેશન પર જલ્દીથી પહોંચવું પડશે.

તપન અને સાહિલ એક્ટિવ ફોનના લોકેશન દિશામાં જવા નીકળે છે.

પ્રકરણ 15

સિદ્ધાર્થના ગોડાઉન પર .....

સિદ્ધાર્થ :શ્રેયા હવે કહેવાનો કોઈ મતલબ નથી. હમણાં રઘુ આવતો હશે હું તને અહીં જ ખતમ કરી .અને તપસ્યાને તપન થી દૂર લઈ જઈશ. અને બધાને લાગશે કે તે તપસ્યાને મારી નાખી અને અહીંથી ભાગી ગઈ છો.

શ્રેયા સિદ્ધાર્થ ને મારવા માટે જાઈ છે.સિદ્ધાર્થ શ્રેયા ના હાથ બાંધી દે છે.

સિદ્ધાર્થ : બેબી હવે થોડી જ મિનિટો છે.

તપસ્યા સિદ્ધાર્થ સામે જોઈ ને : તું ...તું ...આ શું બોલે છે..

સિદ્ધાર્થ :મને માફ કરજે તપસ્યા મારી ભૂલ હતી કે મેં તને છોડી પણ હવે તને હું અહી થી દૂર લઈ જઈશ અને આ શ્રેયા થી મારો પીછો છોડાવી .

તપસ્યા : સિદ્ધાર્થ મેં તને પહેલાં પણ કીધું હતું કે હું હવે આગળ વધી ગઈ છું. તપન મારી જીંદગી છે.

સિદ્ધાર્થ તપસ્યા પાસે આવી ને : હવે તપન ને ભૂલી જા હું તને અહીંથી લઈ જઈશ .

શ્રેયા :સિદ્ધાર્થ મારી જ ભૂલ કે મે તારો વિશ્વાસ કર્યો મને એમ કે તું મને મદદ કરીશ .તપસ્યાને લઈ જઈશ તો હું તપન સાથે રહીશ. પણ તે દગો કર્યો છે મારી સાથે .મને છોડી દે....
મને આજે બહુ અફસોસ થાય છે તપન ને મેળવવાના
પાગલ પન માં તે મારો ફાયદો ઉઠાવ્યો.
તપસ્યા સિદ્ધાર્થ ને પહેલેથી જ તારા પ્રત્યે પ્રેમ રહ્યો છે એને જોબ પણ તને એટલી જ આપી હતી કે તું એની પાસે રહી શકે. પણ તપન તારી લાઇફમાં આવ્યો એ એને જરાય ગમ્યું ન હતું .
આ વાતની મને પણ ખબર ન હતી તપન ને જ્યારે મેં જોયો ત્યારે મે તો એને પાછો મેળવવા માટે કંઈને કંઈ કર્યું .
હું તને અને તપન ને સાથે જોઈ નતી શકતી. તારા બર્થ ડેના આગલા દિવસે એ તારા માટે રીંગ લેવા માટે ગયો હતો .અને એણે જે રીતે વાત કરી હતી એ પર થીએવું જ લાગ્યું કે એ હવે મારો નહીં થાય એની આંખોમાં મેં તારા માટે પ્રેમ જોયો તે હું સહન ન કરી શકી અને તને ધમકાવવા અને સમજાવવા આવતી જ હતી ત્યારે સિદ્ધાર્થે મને રોકી હતી .અને મને કહ્યું.

સિદ્ધાર્થ : જો તું મારી વાત માનીશ તો હું તપસ્યાને તપન થી દૂર કરવામાં તને મદદ કરીશ .પછી તું તારા રસ્તે અને હું મારા રસ્તે .

શ્રેયા :એટલે તું તપસ્યાને??

સિદ્ધાર્થ: હા તપસ્યા ને હું એટલો પ્રેમ કરું છું એટલે જ એણે તપન સાથે જોઈ નથી શકતો. તારી સાથે ના મેરેજ તો એક ડીલ જ હતી અને એ તો તને પણ ખબર જ છે.

શ્રેયા : હું તારી વાત માનવા તૈયાર છું .

અને પછી મેં રઘુ ને કોલ કર્યો સિદ્ધાર્થના કહેવાથી...

આ કિડનેપિંગ અને તેને ધમકાવવાનો પ્લાન મારો નહીં સિદ્ધાર્થ નો જ છે.

તપસ્યા સિદ્ધાર્થ સામે જુએ છે...

તપસ્યા: સિદ્ધાર્થ તો તે આ બધું તે કરાવ્યું છે ???

સિદ્ધાર્થ : યસ બેબી આ બધું જ મે જ કરાવ્યું છે . શ્રેયા ને ઢાલ બનાવીને. પ્લાન તો એવો હતો કે તારા કિડનૅપિંગમાં શ્રેયા ફસાઈ જાય અને હું તને લઈને જતો રહું પણ એણે તને મારી નાખવાનું વિચાર્યું તો હવે એ મરશે.

તપસ્યા અને શ્રેયા બંને સિદ્ધાર્થ તરફ જોઈ રહ્યા.....

સિદ્ધાર્થના ગોડાઉન પર...

તપસ્યા: સિદ્ધાર્થ તું શું બોલી રહ્યો છે ???

સિદ્ધાર્થ : તું છે સાંભળી રહી છે એ ..

શ્રેયા: સિદ્ધાર્થ પ્લીઝ મને જવા દે તું તપસ્યાને લઈને જતો રહે.

સિદ્ધાર્થ: તને કેમ છોડી દઉં મારી જાન ..રઘુ આવે એટલી જ વાર છે.

તપસ્યા : સિદ્ધાર્થ આ બધું કરવાથી પણ હું તારી નથી થવાની તુ આ બધું કરીને તારા માટે જ મુશ્કેલીઓ ઉભી કરે છે. હજી સમય છે તું અમને જવા દે.તપન મને શોધતો અહીં આવતો જ હશે પછી તારી શું હાલત થશે .

સિદ્ધાર્થ: પ્લીઝ તું કંઈ ન બોલ તારે તો મારી સાથે જ રહેવાનું છે. સારું થયું લાવ તપન ને તારા વિશે પૂછી જોઉં

તપન અને સાહિલ સિદ્ધાર્થના ફોન લોકેશન તરફ આગળ વધી રહ્યા હતા .મોટા મોવા થી આગળ આવી ગયા હતા. એટલા માં તપન ના મોબાઈલ પર સિદ્ધાર્થ નો કોલ આવતો જોયો .

તપન : સિદ્ધાર્થ મને કેમ કોલ કરી રહ્યો હશે .???

સાહિલ : કોલ ઉઠાવ પણ કંઈ કહેતો નહીં.

તપન : ઓકે.

તપન :હેલો સિદ્ધાર્થ .

સિદ્ધાર્થ : હાય તપન તપસ્યા વિશે કોઈ સમાચાર મળ્યા???

તપસ્યા કઈ બોલવા જ જતી હતી પણ સિદ્ધાર્થ એના મોઢા ઉપર હાથ રાખી દીધો .

તપન: ના હજુ કંઈ ખબર નથી પડી .બાય હવે તું અત્યારે ક્યાં છે ??

સિદ્ધાર્થ :હોસ્પિટલે છું .કંઈ કામ હોય તો કે જે.

તપન સાહિલ સામે જોવે છે.

તપન : ચલ bye.

તપન કોલ મૂકે છે.

તપન : સાહિલ મને હવે બહુ ટેન્શન થાય છે. સિદ્ધાર્થ કેમ ખોટું બોલી રહ્યો છે આપણે મોટા મોવા થી આગળ આવી ગયા છીએ .

સાહિલ :તપન સામે જો ત્યાં ગોડાઉન જેવું લાગે છે મારા ખ્યાલથી એ બધા ત્યાં જ હશે. હવે આપણે સાવચેતીથી કામ લેવાનું છે. સિદ્ધાર્થ અને શ્રેયા ની કાર પડેલી હોય એવું લાગે છે.

સિદ્ધાર્થ ના ગોડાઉન ની અંદર....

શ્રેયા : મને માફ કરી દે તપસ્યા.

સિદ્ધાર્થ તપસ્યા ના મો પરથી હાથ હટાવે છે .

તપસ્યા: શ્રેયા મને તો તારી દયા આવે છે .જો તે પહેલેથી જ તને સંભાળી લીધી હોત તો આજે તારી જાન ગુમાવવાનો વારો ન આવ્યો હોત .તારી જીદ ના લીધે જ આપણે આ પરિસ્થિતિમાં છીએ.

એટલા માં રઘુ આવ્યો.

રઘુ: સાહેબ બધું લઈ આવ્યો છું. બોલો હવે શું કરવાનું છે???

સિદ્ધાર્થ: પેટ્રોલ છાંટવાનું ચાલુ કરી દે .

શ્રેયા: સિદ્ધાર્થ .....સિદ્ધાર્થ ......તારે તોતપસ્યા જોતી હતી ને એ તો તારી પાસે છે .મને જવા દેને ...

સિદ્ધાર્થ :સોરી ડાર્લિંગ તને છોડી ન શકું . ચલ એ રઘુ કામ ચાલુ કર .
શ્રેયા ની આંખોમાં આંસુ આવી ગયા એ જોર જોર થી રડવા લાગી.

રઘુ કેન હાથ માં લઇ પેટ્રોલ છાંટવાનું શરૂ કરતો જ હતો ત્યારે તેને દૂરથી કરાવતી જોઈ.

રઘુ : સાહેબ કોઈ કાર આવતી દેખાય છે અહીં.

સિદ્ધાર્થ: તું જલ્દી કામ પતાવ .હું તપસ્યાને લઈને અહીં થી અમદાવાદ જવા નીકળું છું.

રઘુ: સાહેબ આ કામ તો મારા માણસો પણ કરી દેશે. હું તમારી સાથે આવું .અમદાવાદ મારુ ઘર છે ત્યાં જશું.

સિદ્ધાર્થ: સારું અત્યારે તો એ જ ઠીક છે તપન અને એનો ફ્રેન્ડ ઇન્સ્પેક્ટર સાહિલ તપસ્યા ને શોધતો જ હશે એટલે
એક દિવસ તારી ઘરે રહીઅને ત્યાંથી પછી સીધા દુબઈ.

તપસ્યા: મારે ક્યાંય નથી આવું તારી સાથે અને મારા ડોક્યુમેન્ટ હશે નહીં તારી પાસે કેવી રીતે લઈ જઈશ મને

સિદ્ધાર્થ :એની ચિંતા તું નકર તારા બધા ડોક્યુમેન્ટ છે મારી પાસે હોસ્પિટલ ની ઓફીસ માંથી લઈ આવ્યો છું.
તારો પાસપોર્ટ પણ છે. You dont worry મારી જાન.
બધું પ્લાન જ હતું.

તપસ્યા: સિદ્ધાર્થ આઈ હેટ યુ મને બહુ અફસોસ થાય છે કે મેં તારા જેવી વ્યક્તિને પ્રેમ કર્યો હતો . પ્રેમ માં આપવાનું હોય છીનવી ને એને ના લઈ જઈ શકાય. તું કેમ સમજતો નથી .

સિદ્ધાર્થ: પ્લીઝ યુ સટ અપ રઘુ તુ જલ્દી ચાલ અહીંથી..

સિદ્ધાર્થ તપસ્યાના મોં પર રૃમાલ બાંધી છે. અને એને ખેંચીને કારમાં બેસાડી ત્યાંથી રઘુ સાથે નીકળી જાય છે.

રઘુ ના માણસો આગ લગાવવા જવાની તૈયારી જ કરતા હોય છે ત્યાં ઇન્સ્પેક્ટર સાહિલ અને તપન ત્યાં આવી પહોંચ્યા. રઘુના માણસો ભાગી જાય છે.
બંને શ્રેયા ને ત્યાં બાંધેલી જોવે છે .

તપન: તપસ્યા ક્યાં છે ???મને ખબર છે તે જ તપસ્યા ને ક્યાંક છુપાવી છે જલ્દી બોલ આ તે ઠીક નથી કર્યું શ્રેયા.

શ્રેયા : તપન પહેલા મને ખોલ .

તપન : તપસ્યા ક્યાં છે ??? જવાબ દે .

કોન્સ્ટેબલ શ્રેયા નવ હાથ ખોલે છે.

શ્રેયા : માફ કરી દે જે તપન ....મે જે કર્યું કર્યું એ તારા માટે કર્યું ...પણ એને મને દગો આપ્યો. અને મારો જીવ ગુમાવવાનો વારો આવ્યો જો તું ન આવ્યો હોત તો મારું શું થાત .

તપન :બક્વાસ બંધ કર બસ મને એટલું કહે તપસ્યા ક્યાં છે?

શ્રેયા : તપસ્યા ને સિદ્ધાર્થ તેની સાથે લઈ ગયો છે.

તપન :સિદ્ધાર્થ એણે તો મને હજી હમણાં કોલ કર્યો હતો
તપસ્યા વિશે પૂછવા માટે. તો તપસ્યાની સાથે હતી તો મને કીધું કેમ નહીં .

શ્રેયા: તપન આ બધું સિદ્ધાર્થે જ કરાવ્યું છે એ તને અને અને તપસ્યાને સાથે જોઈ નહોતો શકતો. મારી તારા પ્રત્યેની જીદ એણે મને એની ઢાલ બનાવી આ બધું કર્યું છે.

તપન : એટલે ...???

શ્રેયા :તપસ્યાનું કિડનેપિંગ સિદ્ધાર્થે કરાવ્યું હતું અને એમાં એનો સાથ આપ્યો હતો .એ તપસ્યાને લઈને જતો રહે અને એનો ફાયદો હું ઉઠાવી તારી નજીક આવી જાવ.પણ તેણે છેલ્લે મને મારી નાખવાનું વિચાર્યું અને તપસ્યાને લઈને અમદાવાદ જતો રહ્યો છે રઘુ પણ એની સાથે છે .

તપન :અરે...શ્રેયા આ તે શું કર્યું ???જો તપસ્યા ને કંઈ થયું ને તો હું તને નહી છોડુ.

સાહિલ: એ લોકો શેમાં જવા નીકળ્યા છે??

શ્રેયા :વાઈટ કલર ની રઘુ ની વાન માં.

સાહિલ કોન્સ્ટેબલ સામે જોઈને શ્રેયા ને તમારી સાથે લઈ જાઓ .અને હુ સિટી પોલીસને ઈન્ફોર્મ કરું છું કે અમદાવાદ તરફ જતી દરેક કાર ચેકિંગ કરે. તપન આપણે સીધા અમદાવાદ જવા માટે નીકળવું પડશે. હજી પણ સિદ્ધાર્થ ના મોબાઈલની લોકેશન આપણને બતાવે છે.

તપન: જલ્દી નીકળીએ...

શ્રેયા : તપન plz મને માફ કરી દે..

તપન: શ્રેયા તે જે કરવું હતું એ કર્યું હવે હું કરીશ મારી તપસ્યા ને ગમે ત્યાં થી શોધી લઈશ.આજ પછી મારી સામે ના આવતી તું.

શ્રેયા ની આંખો માં આશું આવી ગયા.એ તપન ને ત્યાં થી નીકળતા જોઈ રહી..

પ્રકરણ 16

શ્રેયા ને કોન્સ્ટેબલ એની વાનમાં લઈ જાય છે.
સાહિલ અને તપન બંને અમદાવાદ જવા નીકળે છે.

આ બાજુ સિદ્ધાર્થ રઘુ ને ખૂબ ઝડપથી કાર ચલાવવાનું કહે છે .

સિદ્ધાર્થ :રઘુ જલ્દી ચલાવો પોલીસને આપણી ખબર ન પડવી જોઈએ .

એટલા માં રઘુ ને ફોન આવ્યો.

રઘુ: હેલો કામ થઈ ગયું ???

રઘુ નોમાણસ : અમે કામ પૂરું કરવા જતા હતા ત્યાં જ પોલીસ આવી ગઈ.

રઘુ: હરામખોરો આટલું કામ પણ ના થયું હવે ક્યાંક છુપાઈને રહો .

સિદ્ધાર્થ :શું થયું ???

રઘુ: શ્રેયા મેડમ બચી ગયા છે .મને લાગે છે એને બધું કહી દીધું હશે.

સિદ્ધાર્થ: જલ્દી ચલ આપણે હવે અમદાવાદ જલ્દી પહોંચવું જ પડશે.

રઘુ : પોલીસે બધે ચેકિંગ ગોઠવી દીધું હશે. હવે આપણે આ વાન લઈ ના જઈ શકીએ .

સિદ્ધાર્થ: તો હવે???

રઘુ: મારા એક માણસને કહું એ અલ્ટો લઈને ગ્રીનલેંડ ચોકડી આવે ત્યાંથી આપણે એમાં જઈશું અને મારો માણસ આ વાન લઈને આગળ જશે.

રઘુ એના માણસને કોલ કરી ગ્રીનલેંડ ચોકડી પહોંચવાનું કહ્યું. ગ્રીનલેન્ડ પાસે રઘુ અને સિદ્ધાર્થ તપસ્યા ને અલ્ટોમાં બેસાડે છે .અને એના માણસને આગળ જવાનું કહે છે. અને પોતે થોડી વાર પછી જવા નીકળે છે .

ગ્રીન લેન્ડ ચોકડી થી આગળ પોલીસ બધી વાન નું ચેકિંગ કરી રહી હતી. રઘુ નો માણસ પોલીસ પાસે આવે છે પોલીસ વાન નું ચેકિંગ કરે છે .વાન માં કોઈ હતું નહીં. પોલીસ વાન ને જવા દે છે.રઘુ નો માણસ સડસડાટ વાન લઇને નીકળી જાય છે .
અને કોંસ્ટબલ ઇન્સ્પેકટર સાહિલ ને ફોન કરે છે.

કોન્સ્ટેબલ: સર તમે કીધુ એ પ્રકારની વાન નીકળી પણ એમાં કોઈ હતું નહીં.

સાહિલ :ગણાત્રા સિદ્ધાર્થના ફોન ની લોકેશન ત્યાં જ આસપાસ બતાવે છે જલ્દી એ વાન નો પીછો કરો. અમે પહોંચીએ છીએ .

કોન્સ્ટેબલ પોતાનું બાઇક લઇને વાન ની પાછળ નીકળે છે.

સાહિલ અમદાવાદ પોલીસને ઇન્ફોર્મેશન આપે છે .

તપન: સાહિલ સિદ્ધાર્થના ફોન ની લોકેશન હવે નથી બતાવતી .
સાહિલ ને એટલામાં કોન્સ્ટેબલ નો ફોન આવે છે સાહેબ બહુ ઝડપથી વાન આગળ વધી ગઈ છે હું પીછો ન કરી શક્યો.

આ બાજુ રઘુ અને સિદ્ધાર્થ અમદાવાદ નજીક પહોંચે છે.
સિદ્ધાર્થ: રઘુ આપડે અહીં સુધી તો પહોંચ્યા હવે ....???

રઘુ:તમે ચિંતા ન કરો અમદાવાદ મારું ઘર મારું શહેર છે.એના ચપેચપા ને હું જાણું છું.

સાહિલ મહિલા કોન્સ્ટેબલને પોલીસ સ્ટેશન કોલ કરે છે.

સાહિલ :હેલો કોમલ શ્રેયા પાસેથી રઘુ નો નંબર લઈને ટ્રેસિંગ પર નાખો અને પછી મને લોકેશન મોકલો.

આ બાજુ અમદાવાદ નો ભોમિયો રઘુ સિદ્ધાર્થ અને તપસ્યાને એની પોળ ના એક મકાનમાં લઈ આવ્યો .
મકાન જૂનું હતું .

રઘુ : તમે અંદર બેસો હું જમવા નો બંદોબસ્ત કરી ને આવું
છું .

આ બાજુ સાહિલ અને તપન અમદાવાદ પહોંચે છે.

તપન: સાહિલ આવડા મોટા અમદાવાદમાં તપસ્યાને ક્યાં શોધીશું ???

સાહિલ: યુ ડોન્ટ વરી.

એટલામાં કોન્સ્ટેબલ કોમલ નો ફોન આવ્યો સર રઘુ નો નંબર ટ્રેસિંગ પર મૂક્યો છે .જલ્દી તમને લોકેશન મોકલી શું.અને બીજી એ માહિતી પણ મળી કે આ રઘુ તો નાની મોટી ચોરીઓ માં ઇન્વોલ છે .

સાહિલ મનમાં કંઇક વિચારવા માંડે છે.

તપન: શું થયું ???

સાહિલ: થવાનું તો હવે છે.

તપન : એટલે ...?!!!

સાહિલ: તું ચિંતા ન કર તારી તપસ્યાને સહી-સલામત લઈ આવીશું.

આ બાજુ રઘુ જમવાનું લઈને આવે છે .સિદ્ધાર્થ તપસ્યાને જમવાનું આપે છે. પણ એ જવાની ના પાડે છે .
સિદ્ધાર્થ અને રઘુ જમવા મંડે છે.

સિદ્ધાર્થ :કાલ સવારે જ જે ફ્લાઈટ હોય એમાં અમારે નીકળવું છે .

રઘુ: ઉતાવળ શું છે સાહેબ .

સિદ્ધાર્થ (મોટેથી ) : મારે ઉતાવળ છે .કીધું એટલું કર જલ્દી ટિકિટની વ્યવસ્થા કર.

રઘુ: અરે એ સાહેબ રાડો શેની પાડો છો.
એમ કહી સિદ્ધાર્થ ની ગરદન પર ચાકુ રાખી દીધું.

સિદ્ધાર્થ :આ તું શું કરે છે .મુક એ અને ટિકિટની વ્યવસ્થા કરવા જા .

રઘુ (સિદ્ધાર્થના હાથ બાંધતા) : તારા બાપને ફોન કર નહી તો તારી ટિકિટ હંમેશ માટે અહીંથી ઉપર જવાની કરાવી દઈશ .

સિદ્ધાર્થ હવે ગભરાઈ ગયો . રઘુ આ તું શું બોલે છે .???શું કરે છે???

રઘુ : હું તારું કિડનેપિંગ કરું છું .બીજું શું ….!!!!

સિદ્ધાર્થ :what nonsense ...

રઘુ: સેન્સ બેન્સ મુક તડકે તારા બાપને કોલ કર 50 લાખ આપે અને તને અહીંથી લઈ જાય. અને આ મેના ને તો હું દુબઈ લઈ જઈશ.

સિદ્ધાર્થ: એ રઘુ ખબરદાર તપસ્યાનું નામ લીધું તો .

રઘુ :ફોન નંબર બોલ નહિતો તારૂ નામોનિશાન નહીં રહે. તમને શું લાગ્યું આટલું બધું જોખમ હું ફક્ત પાંચ લાખ રૂપિયા માટે લવ એવો હું બેવકૂફ નથી .નંબર બોલ....

સિદ્ધાર્થ નંબર બોલે છે.રઘુ નંબર ડાયલ કરી સિદ્ધાર્થના કના પાસે મોબાઇલ રાખે છે.

રઘુ :તારા બાપને કે તારું કિડનેપિંગ થયું છે.

સિદ્ધાર્થ રઘુ સામે જોતો જ રહ્યો...

પ્રકરણ 17

સિદ્ધાર્થ એના પપ્પાને ફોન કરે છે.

સિદ્ધાર્થ : હેલો પપ્પા હું અમદાવાદ છું .અને મારું કિડનેપિંગ રઘુ એ કર્યું છે .

સિદ્ધાર્થના પપ્પા :..શું બોલે છે તું ????

સિદ્ધાર્થ બધી વાત કરે છે.

સિદ્ધાર્થના પપ્પા: તને કીધું હતું તે એ છોકરી થી દૂર રહેજે.

રઘુ (ફોન લઈને ): ઓ સાહેબ ખોટો ટાઈમ ન બગાડો અમદાવાદ જલ્દી પહોંચો અને પછી મને ફોન કરો.

સાહિલ ના ફોન ઉપર રઘુ ના ફોન ની લોકેશન આવે છે .એ અમદાવાદ બહારની બતાવે છે .સાહિલ અને તપન એ બાજુ જવા નીકળે છે. સાહિલ અમદાવાદ પોલીસને ઇન્ફોર્મેશન આપે છે .આ બાજુ સિદ્ધાર્થના પપ્પા અમદાવાદ પહોંચી અને રઘુ ને ફોન કરે છે.

સિદ્ધાર્થના પપ્પા: ક્યાં મળવાનું છે ????

રઘુ: હાઇવે પર તમારી રાહ જોઉં છું.

સિદ્ધાર્થના પપ્પા રઘુ એ બતાવેલ જગ્યા પર પહોંચે છે. ત્યાં રઘુ અને સિદ્ધાર્થ ઉભા હોય છે .

સિદ્ધાર્થના પપ્પા: રઘુ આ લે પૈસા અને સિદ્ધાર્થને છોડી દે.

રઘુ પૈસા લેવા માટે આગળ આવે છે .બરાબર એ જ સમયે સાહિલ અને તપન અમદાવાદ પોલીસ સાથે ત્યાં પહોંચે છે અને તેને ઘેરી લે છે.

તપન (સિદ્ધાર્થ પાસે જઈને ) :તપસ્યા ક્યાં છે????? સિદ્ધાર્થ
અને એક તમાચો મારે છે .સિદ્ધાર્થ મારવા માટે જતો હોય છે પણ એના હાથ કોન્સ્ટેબલ પકડી રાખે છે.

સાહિલ: સિદ્ધાર્થ હવે કંઈ કરવાનો કોઈ મતલબ નથી જલ્દી બોલો તપસ્યા ક્યાં છે????
અને એક ઊંધા હાથ થી રઘુ ના ગાલ પર મારે છે તું બોલ ક્યાં છે તપસ્યા ?????
બહુ બધાને ગોળ ગોળ ફેરવ્યા તમે બંને એ ..હવે જલ્દી બોલો.. નહી તો માર ખાવા ત્યાર થઈ જાવ.

રઘુ; મારા માણસો એને લઈને એરપોર્ટ જવાના છે.

સાહિલ ફરી એક તમાચો રઘુ ને મારે છે બહુ શોખ છે ને કિડનેપિંગ કરવાનો તો હવે જેલમાં બેસી અને કિડનેપિંગ કિડનેપિંગ રમજો લઈ જાઓ આ બંનેને .

સિદ્ધાર્થના પપ્પા : સિદ્ધાર્થ ને કેમ લઈ જાવ છો. એનું તો કિડનેપિંગ થયું છે .

સાહિલ: ત્રિપાઠી , અંકલ ને પણ પોલીસ સ્ટેશન લઈ જાઓ. અંકલ બવ અજાણ્યા ના બનો જાણે કે તમને કંઈ ખબર જ ના હોય હવે પોલીસ સ્ટેશનમાં બેસી દીકરાની વકાલત કરજો. ઓ.કે ..

સાહિલ અને તપન એરપોર્ટ પર પહોંચે છે. એરપોર્ટ પર પહેલેથી જ જાણ કરી દેવામાં આવી હતી. એટલે પોલીસે રઘુ ના માણસો અને તપસ્યા અને ત્યાંના વેટિંગ માં રાખ્યા હતા.

સાહિલ અને તપન વેઇટિંગ રૂમમાં જાય છે .
તપન ની આંખોતપસ્યાને જોવા માટે આતુર હતી. અને આમ તેમ તેને શોધતી હતી. એને જોયું એક ચેર પર તપસ્યા ઉદાસ ચહેરે બેઠી હતી . તપન તપસ્યા પાસે જાય છે.
તપન : તપસ્યા .....

તપસ્યા ઊંચું જોવે છે. સામે તપન ને જોઈ એની આંખોમાંથી આંસુઓની વહેવા માંડે છે .એ ઊભી થઈ જોરથી તપન ને ભેટી ને રડવા માંડે છે .થોડીવાર સુધી તપસ્યા તપન ને પકડી ને.રડતી જ રહી.

તપન : બસ હવે રડ નહિ જો હું આવી ગયો છું તારી પાસે.

તપસ્યા : આ બધું ... આ બધું....

તપન :તપસ્યા મને બધી ખબર છે હવે બધું ભૂલીજા અને રડવાનું બંધ કર.

તપન તપસ્યાના ગાલ પર કિસ કરે છે .અને એનાં આંસુઓને લૂછે છે. સાહિલ રઘુ માણસોને પોલીસ સ્ટેશન મોકલે છે અને તપન પાસે આવે છે.

સાહિલ : અમારે તપસ્યાનું સ્ટેટમેન્ટ લેવું પડશે .

તપન :અત્યારે ???.....

સાહિલ(તપસ્યા સામે જોઈને) : તપન એક કામ કર આ લે મારા ફ્લેટની ચાવી અહી સેટેલાઈટમાં મારો એક ફ્લેટ છે. મારે અહીં અવારનવાર આવવા જવાનું થતું હોય તો એક ફ્લેટ જ રાખ્યો છે. તું ત્યાં તપસ્યાને લઈને જા અને ફ્રેશ થઈ જાઓ.એને કંઈક જમાડી દે .હું ત્યાં સુધીમાં અહીંના પોલીસ સ્ટેશનમાં થોડું પેપર વર્ક કરી લઉં પછી તને કોલ કરું.

તપન : એ જ સારું રહેશે. થેંક્સ દોસ્ત..

તપન અને તપસ્યા સાહિલ ના ફ્લેટ પર જાય છે.

પ્રકરણ 18

તપન :રિલેક્સ તપસ્યા હવે કંઈ નહીં થાય .

તપસ્યા :તપન પ્લીઝ મને અહીં થી જલદી લઈ જા .

તપન : આપણે થોડી વાર અહીં રહેવું પડશે .સાહિલ ને તારું સ્ટેટમેન્ટ આપવું પડશે ને .પછી રાજકોટ જવા નીકળીશું.
અત્યારે કંઈ જમીને ફ્રેશ થઈ જઈએ.

તપન :તપસ્યા તું ફ્રેશ થઈ જા. હું હમણાં આવું છું.

તપસ્યા :પણ મને એકલી મૂકીને તું ક્યાં જાય છે????

તપન : કંઈ નહીં અહીં જ છું .હમણાં જમવાનું લઈને આવું છું .

તપસ્યા :હું થોડી વાર સુઈ જાઉં છું .

તપન : ઓકે હમણાં આવું છું.

તપન બાજુમાં આવેલ મોલ માં જાય છે. અને તપસ્યા માટે એક ડ્રેસ ખરીદે છે. અને જમવાનું પાર્સલ લઈ ને સાહિલ ના ફલેટ પર આવે છે.
તપસ્યા હજુ સૂતી છે .તપન તપસ્યા ના પર હાથ ફેરવી ને જગાડે છે.

તપન :તપસ્યા હવે રેડી થઈ જા જમવાનું આવી ગયું છે .(પ્રેમ થી તપસ્યાના માથા પર હાથ ફેરવે છે) તપસ્યા ઊભી થઈ વોશરૂમતરફ જાય છે. ફ્રેશ થવા માટે નળ ચાલુ કરે છે. અચાનક શાવર નો નોબ ચાલુ થઈ જાય છે .તપસ્યા એને બંધ કરવા માટે પ્રયત્ન કર્યો પણ ના થયો એટલે એને તપન ને બોલાવ્યો .

તપસ્યા :તપન જલ્દી આવને અહીં આ બંધ નથી થતું.

તપન અંદર આવે છે .અને તપસ્યા ને જોઈને હસવા માંડે છે.

તપસ્યા :બંધ કર અને મને હેલ્પ કર ને બાબા ...

તપન (નોબ બંધ કરતા) : તને આ રીતે પલળવાનો શોખ લાગે છે .બેબી ....અને ફરીથી નોબ્ ચાલુ કરી દે છે .

તપસ્યા :બંધ કર ને તને મસ્તી જ સુજે છે.

તપન ;તું ઘરે આવી હતી ત્યારે પણ આ જ રીતે પલળી ગઈ હતી એ યાદ છે તને .

તપસ્યા (શરમાઈને )હા યાદ જ હોય ને !!! અને તપન ના ગાલ પર હળવે થી હાથ ફેરવે છે.

તપન :એ દિવસે અધુરું રહી ગયેલ કામ પૂરું કરી દઉં.

તપસ્યા તપન ને ધકો મારે છે. તપન તપસ્યા નો હાથ ખેંચી ને એની પાસે લાવે છે.એનો ચેહરો તપસ્યા ના ચેહરા ની નજીક લઈ જઈ છે. તપસ્યા નું હૃદય જોર થી ધબકવા લાગે છે.તપન તપસ્યા ના ગાલ પર કપોળ પર કિસ કરે છે.તપસ્યા એની આંખો બંધ કરી દે છે.અને તપન ના કાન માં કહે છે.....આઈ લવ યૂ ...... આઈ મિસ યુ સો મચ્
અને તપન ની છાતી પર માથું રાખી દે છે.તપન તપસ્યા ની આંખો ને કિસ કરી એને આલિંગન માં લઈ લે છે.

તપન : એ તપસ્યા ...

તપસ્યા : હમમ.....

તપન : એક વાત કહું...

તપસ્યા: હા બોલ ને...

તપન : જો આપડે આમ જ ઉભા રહીશું તો પાણીની ટાંકી ખતમ થઈ જશે.( હસવા માંડે છે.)

તપસ્યા : એમ બહુ સારું હો.....ચલ તો જા હવે અહીં થી અને તપસ્યા તપન ને હળવો ધક્કો મારે છે .

તપન :જાવ છું... બેબી... જાવ છું. હવે જલ્દી કર આ તારા ચક્કરમાં હું પલળી ગયો મારે હવે કપડા સૂકવવા પડશે.

તપસ્યા : એમ મારા ચક્કર માં !!!!!.......( હસવા માંડે છે)

તપસ્યા ફ્રેશ થઈને બહાર આવે છે .તપન ટોવેલ વીટાળી ને એના કપડા ડ્રાયેર થી ડ્રાય કરતો હતો.

તપસ્યા તપન ની પાસે આવી એનો હવે ટોવેલ ખેંચવા માંડે છે.

તપન :તપસ્યા શું કરે છે.

તપસ્યા : તને હેરાન કરું છું .બીજું શું કરું ..
તુ જ કહેતો હતો ને કે મારા ચક્કરમાં તું પલળી ગયો. હવે તુ જો.

તપન : એમ તું મને હેરાન કરે તો હું હવે તને પ્રેમ કરીશ.
(એમ કહી તપસ્યા ને બેડ પર ધક્કો મારે છે. અને પછી પોતે એની પાસે જાય છે.તરસ્યાની વાળની લટોને સરખી કરતા) તને ખબર છે આ બે દિવસ તારા વગર મે કેમ કાઢ્યા??? હવે હું તને મારાથી ક્યાંય દુર નહી થવા દઉં.

તપસ્યા :એક ક્ષણ માટે મને એવું લાગ્યું કે હું તને ફરી ક્યારેય નહીં મળી શકું તો.????

તપન : એવું શક્ય જ નથી . હળવેથી તપસ્યા ના કપોળ પર કિસ કરે છે .અને તપસ્યા એના બંને હાથ તપન ની ગરદન ફરતે વીંટળાઈ દે છે. બને ના હોઠ એકબીજાને સ્પર્શ કરે છે. બંને એકબીજાના આલિંગનમાં એકબીજાને સ્પર્શ ને અનુભવતા હોય છે એટલામાં તપન ના ફોનની રીંગ વાગે છે.

તપન :હેલો સાહિલ ..

સાહિલ :હેલો તપન તપસ્યા ને હવે કેમ છે???

તપન : yes સાહિલ she is fine now.

સાહિલ: ગુડ હું અને મારી ટીમ હમણાં આવીશું તપસ્યાનું સ્ટેટમેન્ટ લેવા આવીશું.પછી તમે નીકળી શકશો.

તપન: તપસ્યા ચલ જમી લઈ અને જલ્દી રેડી થઈ જાય સાહિલ તારું સ્ટેટમેન્ટ લેવા આવે છે.

સાહિલ આવે છે. તપસ્યાને બધી વાત પૂછે છે. તપસ્યા એને બધી વાત જણાવે છે કેવી રીતે એનું કિડનેપિંગ થયું હતું .

સાહિલ: all right હવે તમે રાજકોટ જવા નીકળી શકો છો. બાકી ની કાર્યવાહી ત્યાંથી જ થશે .ય

તપન તપસ્યાને લઈ રાજકોટ એના ઘર પર પહોંચે છે. તપસ્યા ના મમ્મી તપસ્યાને ભેટી રડી પડે છે. તપસ્યા પણ એને જોઈ રડવા માંડે છે .

તપન :આંટી હવે રડવાનું નથી તપસ્યા એકદમ મજામાં છે જુઓ હું લઈ આવ્યો એને તમારી પાસે .

તપસ્યાના મમ્મી તપન ના માથા પર હાથ ફેરવે છે. તપન તપસ્યાને મૂકી ઘરે આવે છે. અને નિરાતે ઊંઘી જાય છે. શ્રેયા પર તપસ્યાના કિડનેપિંગનો અને સિદ્ધાર્થ અને રઘુ પર કિડનેપિંગ અને શ્રેયા ના મર્ડર કરવાના પ્રયત્ન નો ચાર્જ લાગે છે .

થોડા દિવસ પછી.... તપન ના મમ્મી નો કોલ આવે છે .

તપન ના મમ્મી: હેલો બેટા કેમ છો ???

તપન :મમ્મી મજામાં છું .તમે કહો .

તપન ના મમ્મી :તને એક વાત કહેવાની હતી હું અને તારા પપ્પા નેક્સ્ટ વીક રાજકોટ આવીએ છીએ .

તપન : wow મમ્મી ગ્રેટ

તપન ના મમ્મી : પૂછીશ નહીં કેમ આવીએ છીએ ???

તપન :તુજ કહી દે ને ...

તપન ના મમ્મી:મારી વહુ ને લેવા માટે આવું છું .

તપન: એટલે?????

તપન મમ્મી :એટલે એમ કે કાલે જ મારી તપસ્યાના મમ્મી સાથે વાત થઇ અમે તમારી સગાઈ નું નક્કી કરીએ છીએ .

તપન : તો પછી મેરેજ ક્યારે કરાવીશ???

તપન ના મમ્મી :બહુ ઉતાવળ છે તારે તો .મેરેજ આવતા વર્ષે ..!!!!

તપન :ના હો મમ્મી શું આવતા વર્ષે ના ના મારે એના જોઈએ અત્યારે જ કરાવી દેજો .

તપન ના મમ્મી : બહુ જીદી છો તું .હું તો મજાક કરતી હતી.સગાઈ ને મેરેજ સાથેજ રાખીશું બસ ખુશ ...ચલ bye

તપન : bye mummy

તપન તપસ્યા ને કોલ લગાડે છે.

તપન: હાઈ શું કરતી હતી ...,???

તપસ્યા: કંઈ નહિ જો મમ્મી સાથે વાતો કરતી હતી.

તપન: મારી મમ્મી નો કોલ હતો એ આવે છે આપડા મેરેજ માટે તો તારો વિચાર બદલાય તો નથી ગયો ને???

તપસ્યા : એ mr. શાહ વિચાર તો તારા બદલાયેલ લાગે છે.એટલે જ તો આવું પૂછે છે.

તપન : ગુસ્સે થા માં જો તારું નાક લાલ થઇ ગયું.મસ્તી ...મસ્તી કરતો હતો.dear

તપસ્યા: બહુ સારું હવે મારો વિચાર બદલાય જાય તો કહેતો નહિ..

તપન : ના બાબા ના તારા વગર મારુ શું થશે ??
અને બને હસવા માંડે છે.

૧૨ ડિસેમ્બર ના રોજ તપન અને તપસ્યા ના મેરેજ ઇમ્પિરીઓર પેલેસ માં ધૂમધામ થી થઈ ગયા.આખું વીક મેરેજ ની બધી વિધિઓ પૂરી કરી.મહેમાનો ને વિદાય કરી.
તપન તપસ્યા ને લઈ ને ઘરે આવે છે.તપસ્યા ફ્લેટ ના દરવાજા પાસે ઉભી હોય છે.અને નેઇમ પ્લેટ પર નામ વાચ્યું
" તપસ્યા & તપન શાહ" તપસ્યા યે નેઈમ પ્લેટ પર હાથ ફેરવ્યો .

તપન : શું વિચારી રહી છે?? ચાલો મેડમ ઘર માં પધારો.
વેલ કમ mrs. તપસ્યા તપન શાહ.

તપસ્યા અંદર આવે છે.તપન તપસ્યા નો હાથ પકડી ને અંદર લઈ આવે છે.તપસ્યા ખુશી થી તપન ને ભેટી પડે છે.

તપસ્યા :Love you તપન

તપન : love you too...mrs. shah.
એક નવી જિંદગી ની શરૂઆત કરીએ.

તપસ્યા તપન ના હાથ માં હાથ રાખી માથું હલાવે છે.

(સમાપ્ત)