ચક્રવ્યૂહ - The Dark Side of Crime (Part-8) Kalpesh Prajapati KP દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચક્રવ્યૂહ - The Dark Side of Crime (Part-8)

ચક્રવ્યૂહ - The Dark Side of Crime (Part-8)

" માય લોર્ડ આ વિટનેસ બોક્સ માં જે ઊભો છે, તે 4 એપ્રિલના રોજ બપોરે કામિનીના ઘરે ગયો હતો. તે દિવસે કામિની ઘરે એકલી હતી એ વાતનો ફાયદો ઉઠાવી એણે કામિની સાથે શારીરિક સંબંધ બાંધવાનું મન બનાવી લીધું, પણ કામિની દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે વિનય તેની સાથે જબરદસ્તી કરવાં લાગ્યો અને પોતાની આ હવસ ને કારણે પોતાનું ભાન ભુુુુલી કામિની સાથે દુષ્કર્મ આચર્યું અને કામિનીના શરીરે વિવિધ જગ્યાએ નુકસાન પણ પહોંચાડ્યું અને પોતાની હવસ ભુલી જ્યારે ભાન માં આવ્યો ત્યારે તેને અહેસાસ થયો કેે તેનાથી મોટો ગુનો થઈ ગયો છે અને તેને થયુંં કે કામિની જીવિત હશે તો તેનું નામ આવશે માટે એણે કામિનીને જાનથી મારી નાંખી." વિરૂધ પક્ષના વકીલે જજ સાહેબ સમક્ષ પોતાની દલીલ રજુ કરતાાં કહ્યું.
" બચાવ પક્ષ તેમની દલીલ રજુ કરે." જજે રાઘવ ની તરફ જોતાં કહ્યું.
" માય લોર્ડ મારા મિત્ર જસવંત દ્વારા જે દલીલ રજૂ કરવામાં આવી છે એનો હું વિરોધ કરું છું, કેમ કે મારા ક્લાયન્ટને આ કેસમાં ફસાવવામાં આવી રહ્યાં છે. મારા ક્લાયન્ટે ના કામિનીનો રેપ કર્યો છે કે ના એનુ મર્ડર." રાઘવ એ પોતાની દલીલ રજુ કરતાં કહ્યું.
" ચલો માની લઈએ, રાઘવ તમારો ક્લાયન્ટ નિર્દોષ છે તમારી પાસે તેનાં કોઈ પુરાવા છે?" રાઘવ ની દલીલ સાંભળી રાઘવ ની સામે જોતાં જસવંતે પૂછ્યું.
" માય લોર્ડ કામિની નો એ દિવસે વિનય પર કોલ આવ્યો હતો, તે વિનયને મળીને તેની સાથે કોઈ વાત કરવા માંગતી હતી. તે થોડાક દિવસોથી કોઈ ટેન્શનમાં હતી અને એ બાબતે જ તે વિનય સાથે વાત કરવા માંગતી હતી." રાઘવે જજ સાહેબને વિનય દ્વારા કહેવાયેલી વાત કરી અને તેનાં હાથમાં રહેલાં કામિનીના છેલ્લા કેટલાક કોલ ની માહિતી જજને બતાવી.
" માની લઈએ કે કામિનીએ વિનયને કોલ કર્યો હતો, પણ અમે કામિનીના બધાં જ ફ્રેન્ડ ને પૂછ્યું તો બધાએ જણાવ્યું કે કામિની કોઈ જ ટેન્શન કે પ્રોબ્લેમમાં નહોતી ઇવન એના માતા-પિતાએ પણ જણાવ્યું છે કે કામિનીને કોઈ જ વાત નું ટેન્શન નહોતું કે કામિનીના સ્વભાવમાં ફરક પણ આવ્યો નહતો તો વિનય કેવી રીતે કહી શકે કે કામિની ટેન્શનમાં હતી?" રાઘવ ની વાત સાંભળી જસવંતે કામિનીના મિત્રો અને એના માતા-પિતાના લીધેલાં સ્ટેટમેન્ટ બતાવતાં રાઘવને કહ્યું અને હાથમાં રહેલા સ્ટેટમેન્ટ ના કાગળ જજ ને આપ્યાં.
" સર હું કામિનીના મિત્રો અને એનાં માતા-પિતા સાથે પૂછપરછ કરવાં માગું છું." રાઘવે જજ ની મંજૂરી માંગતા કહ્યું. જજે રાઘવને મંજૂરી આપી.
" હા તો પહેલા હું કામિની મિત્ર રુચિને બોલાવવા માંગુ છું. રુચિ પ્લીઝ વિટનેસ બોક્સમાં આવશો? મારે તમને થોડાક સવાલ કરવાં છે." રાઘવે રુચિ ને બોલાવતાં કહ્યું. રાઘવ પહેલાં પણ કેસ બાબતે રુચિને મળ્યો હતો. " હા તો રુચિ તમે કામિનીને કયારથી જાણતાં હતા."
" સર અમે છેલ્લા પાંચ વર્ષથી સાથે જ ભણીએ છીએ." રુચિ એ જવાબ આપતાં કહ્યું.
" તો તમે કામિની ની સારી રીતે ઓળખતાં હશો?" રાઘવ એ રુચિ ને પૂછ્યું.
" હા હું એની નાનામાં નાની વાત પણ જાણું છું."
" હા તો તમને થોડાક દિવસો થી કામિની ના સ્વભાવમાં પરિવર્તન લાગ્યું કે એને ટેન્શન માં જોઈ?"
" ના સર એના સ્વભાવમાં તો કોઈ પરિવર્તન નહોતું આવ્યું અને રહી વાત ટેન્શન ની તો એ ક્યારે ટેન્શન લેતી જ નહોતી." રુચિ એ રાઘવને જવાબ આપતાં કહ્યું. રાઘવ એક પછી એક બીજા બે મિત્રોને બોલાવે છે તે લોકો પણ રુચિ ની જેમ જ જવાબ આપે છે.
" માય લૉર્ડ આ રહ્યું મર્ડર વેપન જેનાં પર વિનય ના ફિંગર પ્રિન્ટ છે, એ સિવાય કામિની ની ડેડબોડી પરથી જે વાળ મળ્યો હતો તે પણ વિનયનો જ હતો એ સિવાય તેણે કામિની ના મોબાઈલ માં રહેલા સબૂતો પણ નષ્ટ કરી નાંખ્યાં, મોબાઈલ પર પણ તેના ફિંગર પ્રિન્ટ છે." જશવંતે એના હાથમાં રહેલાં સબૂત બતાવતાં અને તેનો રિપોર્ટ જજ સાહેબને આપતાં બોલ્યો. જજ સાહેબ રિપોર્ટને ધ્યાનથી જોઈ રહ્યાં હતા આ તરફ રાઘવ તેના મિત્ર મુકુંદ ની રાહ જોઈ રહ્યો હતો પણ તે હજી સુધી આવ્યો નહોતો. " માય લોર્ડ આ વિનયે સેક્સન 375 રેપ કરવો, સેકશન-૩૭૬ રેપ કરી તેને હાનિ પહોંચાડવી અને સેકશન- 300 મર્ડર કર્યું છે તો તેને ફાંસીની સજા થવી જોઈએ." જશવંતે પોતાની આખરી દલીલ રજૂ કરતાં કહ્યું.
" જજ સાહેબ મેં કામિનીનો રેપ નથી કર્યો, મે એનું મર્ડર પણ નથી કર્યું, પ્લીઝ મને જવા દો હું નિર્દોષ છું." વિનયે બે હાથ જોડી રડતાં રડતાં જજ સાહેબ સામે આજીજી કરતાં કહ્યું.
" વિનયને પોલીસ કસ્ટડીમાં સાત દિવસના રિમાન્ડ પર રાખવામાં આવે અને તેની પાસેથી મર્ડર નું કારણ જાણવાં માં આવે સાત દિવસ પછી બપોરે 2:30 વાગે કાર્યવાહી આગળ વધશે આજની કાર્યવાહી અહીંજ સમાપ્ત થાય છે." જજ સાહેબે પોલીસને વિનયના રિમાન્ડ લેવા જણાવ્યું અને સાત દિવસ પછી કેસની મુદત આપી. દવે વિનયને પોલીસ સ્ટેશન લઇ જાય છે.
" હવે મજા આવશે આની પૂછપરછ કરવામાં પહેલા ગરમાગરમ ભજીયા ખાઓ પછી આની વાત." શંભુ એ ગરમા ગરમ ગોટા લાવી ટેબલ પર મુકતાં દવે ને કહ્યું.
" હા શંભુ ભૂખ લાગી છે પહેલાં ખાઈ લઈએ પછી આને ખવડાવીએ." શંભુ દ્વારા લાવવામાં આવેલા ગોટા ખાતાં દવે બોલ્યો. ગોટા ખાઈને દવે અને શંભુ કોટડી માં પ્રવેશે છે.
" બોલ વિનય તે મર્ડર શાં માટે કર્યું." શંભુ એ વિનયને ઉભો કરતાં પૂછ્યું. " સીધી રીતે બોલ નહિતર મને બીજી રીતે બોલાવતાં પણ આવડે છે." વિનય ના નાં બોલતાં શંભુ એ વિનયને ડંડો બતાવતાં કહ્યું.
" શંભુ એના બે હાથ અને પગ બંને દોરડાથી બાંધી દે હું એની સારી રીતે મરામત કરું જેથી એ વિલંબ કર્યા વગર ફટાફટ બકવા માંડે." હાથમાં ડંડો લેતાં દવે એ શંભુ ને કહ્યું. વિનય ડરના માર્યા ધ્રુજી રહ્યો હતો શંભુ વિનય નાં હાથ અને પગ બાંધી દે છે.
" બોલ હજી ટાઈમ છે તારી પાસે નહિંતર સાહેબ તને નહીં છોડે." શંભુ એ ઊભાં થતાં વિનય સામે જોઈએ બોલ્યો.
" સર મેં કંઈ નથી કર્યું, મને છોડી દો હું નિર્દોષ છું, મને ફસાવવામાં આવ્યો છે." શંભુ ની વાત થી ડરી ગયેલો વિનય શંભુ ને આજીજી કરવાં લાગ્યો.
" આ એમ નહિ માને શંભુ." દવેએ શંભુ ને કહ્યું અને ડંડા વડે વિનયને મારવાનું શરૂ કર્યું, દવેએ વિનયના પૂરા શરીર પર ડંડા વરસાવ્યા લગભગ અડધો કલાક માર્યો, પણ વિનય એક જ વાત વારંવાર કહેતો હતો કે તે નિર્દોષ છે, તેણે મર્ડર નથી કર્યું. દવે નો વધારે માર ન સહેતા વિનય બેભાન થઈ જાય છે.
" સાલો કેટલો નઠોર છે આટલો માર ખાધો છતાં કંઈ બોલતો જ નથી, શંભુ આને હોશમાં લાવ જલ્દી.". આટલો માર ખાવા છતાં વિનયના ના બોલતાં દવે બોલ્યો. શંભુ એ વિનય પર પાણી છાંટ્યું પાણી છાંટવાથી વિનય હોશ માં આવે છે, હવે દવે ડંડો મૂકી હાથથી મારવાનું ચાલુ કરે છે, દવે વિનયના મોં પર ૬ થી ૭ મુક્કા મારી દે છે જેના કારણે વિનય ના હોઠ ફાટી તેમાંથી લોહી નીકળે છે તેની આંખો પણ સુજી જાય છે, તેના ચહેરા પર ઘણી જગ્યાએ ઈજા પહોંચે છે.
" સર હવે કાલે ક્યાંક આ મરી ગયો તો?" શંભુ એ વિનય ની હાલત જોઈ દવે ને રોકતાં કહ્યું.શંભુ ની વાત સાંભળી વિનયને મારતાં અટકી દવે કોટડીની બહાર આવી પાણી પીવે છે એટલામાં રાઘવ ત્યાં આવી પહોંચે છે.
" મારે મારા ક્લાયન્ટ ને મળવું છે." રાઘવ એ તેનાં હાથમાં રહેલ કાગળ દવે ને બતાવતાં કહ્યું.
" જાવ રાઘવ હવે તો કેસ તમે હારવાના જ છો એમ પણ." રાઘવને કોટડી તરફ જવાનો ઇશારો કરતાં દવે બોલ્યો રાઘવ દવે ની વાત પર ધ્યાન ન આપતાં આગળ વધે છે, કોટડીમાં જઇ વિનય ની હાલત જુએ છે તો તેના હોશ ઉડી જાય છે.
" મેં કઈ નથી કર્યું, મને જવા દો, હું નિર્દોષ છું, મેં ખૂન નથી કર્યું." રાઘવને આવતાં જોઈ વિનય હાથ જોડી બબડવા લાગ્યો.
" વિનય હું રાઘવ છું." વિનય ની પાસે જઈ રાઘવ એ વિનય ને પકડી તેને પોતાની તરફ ફેરવતાં કહ્યું. રાઘવ વિનય ને પાણી પીવડાવે છે. વિનય ને અત્યારે સરખું દેખાતું પણ નહોતું, રાઘવ વિનયને પાણી પીવડાવી ત્યાંથી નીકળી જાય છે. રાઘવને પોતાની જાત પર ગુસ્સો આવી રહ્યો હતો, પોતાના કારણે જ વિનય ની આવી હાલત થઈ હતી એવું માની રહ્યો હતો ઉપરથી મુકુંદ તેનો ફોન પણ રિસીવ કરતો નહોતો અને તેનાં ઘરે પણ નહોતો.

To be continued............




મિત્રો આપને મારી સ્ટોરી પસંદ આવી હોય તો રેટિંગ આપજો અને આપને કેવી લાગી રહી છે એ કોમેન્ટ પણ કરજો આપનો અભિપ્રાય આપ મને whatsapp પણ કરી શકો છો
Mo:-7405647805
આ સિવાય આપ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ" અને "મહેલ" પણ વાંચી શકો છો.