WHO WAS KILLER?? - 3 books and stories free download online pdf in Gujarati

કાતિલ કોણ?? - 3

પૂછી શકું તેવી પરિસ્થિતિ તો ન હતી પણ હજી હું આ કેસ ને લઈને ખૂબ ચિંતિત હતો કેમ કે આ કેસ હવે ખૂબ.. બેચિદો બનતો જતો હતો આ કેસ ના ત્રણ પહેલું નહિ પણ ઘણાં પહેલું હતા અને કેટલા પહેલું છે તે ખરેખર હું પણ જાણતો ન હતો અને સર નો પુત્ર પણ આ મેટર માં હસે એવું એવું તો સરે પણ વિચાર્યું નહીં હોઇ .. બસ મનમાં વિચારોના ઘોડાં દોડતાં હતા ત્યાંજ મારા ફોન ની રીંગ વાગી, સર નો ફોન હતો તેમણે ગંભીર આવાજ માં કહ્યું ," વિઠ્ઠલ સાંભળ મારા પુત્ર નું આમ અચાનક આ કેસ માં ઇન્વોલ થવું અને મારિયા,કરિશ્મા ,જોસેફ નું સાથે હોવું આમાં તને કંઇક ગડબડ નથી લાગતી ? હું હમણાં 2-3 દિવસ નહિ આવું પણ એના લીધે આ કેસ અટકવો ન જોઈએ તારે આ કેસ ની જળ સુંથી જાવું જૉસે ,આ કેસને ઝડપથી સોલ્વ કરવો પડશે નહિતર આ કેસ ને લઈને મીડિયા ખૂબ પ્રશ્ન કરશે ,તું જા અને માહિતી બધી મેળવ અને મને રિપોર્ટ આપતો રેજે હાલ..રાખું.." પછી પાછો ફોન આવ્યો સાંભળ સાથે વૃંદા ને પણ રાખજે એટલે મે કહ્યું સર આ વૃંદા કોણ?? તેમણે કહ્યું વૃંદા ખૂબ હોશિયાર અને બુદ્ધિશાળી ઇન્સ્પેકટર છે તારી સાથે રહેશે તો કંઇક શિખસે એટલે મે કહ્યું ઓકે સર કંઈ વાંધો નહિ
મને એક પ્રશ્ન હતો.... કે....,.... સર નો પુત્ર અને જોસેફ બનેની લાશ એક સાથે કેમ ?? જોસેફ તો કરિશ્મા અને મારિયા ભેગો ફંકશનમાં હતો તો પછી રાહુલ(સર નો પુત્ર) કેમ તેની સાથે અને વળી કરિશ્મા ..તે.. ક્યાં..છે..?? આ બથું જાણવા માટે મારે આંધ્રપ્રદેશ જ જવું પડશે આવો વિચાર મનમાં આવતો હતો પછી મે નક્કી કરી નાખ્યું કે આજે જ નીકળવું છે એટલે હું પોલીસસ્ટેશન ગયો અને મે વૃંદા ને બોલાવી એટલે તેણે સેલ્યુટ મારી અને કહ્યું , કહો સર ..એટલે મે કહ્યું સમાન પેક કરતા આવો આપણે એક કેસમાં આંધ્પ્રદેશ જવાનું છે એટલે તેણે કહ્યું હા સર મને ખબર જ હતી નેકસ્ટ સ્ટેપ તમારું આજ હસે. .એટલે મે પૂછ્યું તમને કેમ ખબર પડી ?? તમે તો હજી કાલથી જ join થયા છો ને ?? તેણે કહ્યું, હા પણ મને આ કામ ખૂબ ગમે , મે ફાઈલ વાચી અને તમારા ઘેર ગઈ અને તમારા ઘરની દિવાલ પર મે તમે બનાવે લો ચાર્ટ પણ જોયો એટલે મને થોડોક ખયાલ આવ્યો .. પછી મે કહ્યું ઓકે પણ થોડુક ઝડપી પેકિંગ કરજો આપણે તત્કાલ નીકળવું છે એટલે તેણે કહ્યું ઓકે તો ચાલો સમાન પેલેથીજ રેડી છે એટલે મે કહ્યું તો હું સમાન પેક કરતો આવું પછી નીકળીએ એટલે હું ત્યાંથી ઘેર ગયો અને વૃંદા આટલી ફાસ્ટ કઈ રીતે અને તેને કેમ ખબર પડી કે નેકસટ હું આમજ કરવાનો??પણ પછી વધું ન વિચારતાં હું ત્યાંથી નીકળી પોલીસ સ્ટેશને ગયો જીપ ઉભી રાખી ત્યાં તો બેસી પણ ગઈ અને મને કહ્યું હું જાણું છું કે આપણે જીપમાં જ જવાનું છે એટલે વધારે ટાઈમ બરબાદ ન કરતા આપણે નીકળીએ..
મને વિચાર આવ્યો કે આને કેમ અગાઉ ખબર પડી જાય છે??એટલે હું તેને હમણાં કઈક પૂછીશ તેવી તેને ખબર પડી ગઈ હસે એટલે તેણે કહ્યું સર વધારે ના વિચારો I am a also read a men mInd very well.. એટલે મે પૂછ્યું તમને પોલીસ માં આવવાનું કેમ સૂઝ્યું ?? એટલે તેમણે કહ્યું આ મારી હોબી હતી હું નાની હતી ત્યારથી જ મને બધા પોલીસ કહેતા કેમ કે ઘરમાં ગમેત્યા મીઠાઈ રાખી હોઈ પણ મને મળી જ જાય .. ... (મને થયું કે એમાં શું આ થોડી ને મોટી વાત છે નાના હોઈ ત્યારે બધા આવું જ કરતા હોય)
પછી મે કહ્યું બસ ની ટીકીટ અનુસાર આ એરિયા માં તેવો ઉતર્યા હતા હવે આપણે અહી ના એરિયા માં જેટલા 4-5 દિવસ માં ફંકશન કે મેરેજ થયા હસે તેની લીસ્ટ કઠાવી જોઈએ એટલે અમે લીસ્ટ તો કઢાવી પણ ......અહી તો 10-12 અને નાના નાના 5 ફંકશન પણ થયા હતા
એટલે મે કહ્યું હવે ક્યાંથી stat કરસુ .. .. એટલે વૃંદા એ કહ્યું કે આપણે જોવા જઈએ તો... તે કંઇક બોલવા જતી જ હતી કે ત્યાંજ પાછળથી બે શખ્સો હોન્ડા પર સવાર થઈને પૂરપાટ ઝડપે આવ્યાં અને વૃંદા પર છરી નો ઘા મારી ચાલ્યા ગયા વૃંદા બેહોશ થવા આવી હતી તે રસ્તા પર પડી ગઈ તેનું લોઇ પણ વધારે વહી ગયું હતું મે સીધી તેને ઉપાડી જીપ માં મૂકી અને નજીક ના હોસ્પિટલ માં તેને admit કરી
મને એમ થયું કે અહી વૃંદાના દુશ્મન વળી કોણ??
તેના દુશ્મન હતા કે પછી આ મેટર માં અમે આગળ ન વધી
એની ચેતવણી હતી ?? તે મને સમજાતું ન હતું
વૃંદા આમ તો ઠીક હતી પણ એને અહી હોસ્પિટલ માં જ રાખવી તે નિર્ણય પર હું અડગ રહ્યો તે જીદ કરતી હતી પણ હું એક નો બે ન થયો..
હું ત્યાંથી નીકળી આર. ટી .ઓ ગયો અને તે રોડ ના ફૂટેજ ઓપન કરાવ્યા તે બે શખસો એ માસ પહેર્યા હતા અને પાછળ બેસેલા શખ્સે છરી વડે હુમલો કર્યો હતો બને ધોતી અને ઝભા માં હતાં એટલે તે નક્કી હતું કે તે અહીંના જ છે નમ્બર પ્લેટ પર કાળો કલર મારેલો હતો પણ શ્રીકાંત એ તે રીમુવ કર્યું અને એડ્રેસ તે બાઇક ઓર્નર નું આપ્યો
હું એ એડ્રેસ પર પહોંચ્યો મે બારણું ખખડાવ્યું તેણે બારણું ખોલ્યું અને ઝપાટા .. ભેર.. સીધું બંધ કરી દીધું અને પાછળ થી ભાગવા લાગ્યો એટલે મે બરના ને જોરથી લાત મારી અને એની પાછળ ગયો તેને ભાગતા ભાગતા કોકને ફોન કર્યો અને તેની મદદ માટે જોર જોર થી अभी या साले , वरना पहले तूजे ही ढोक दुंगा તે થોડુંક દોડ્યો પછી હાફ તો હાફ તો
ઉભો રહ્યો અને કહેવા લાગ્યો साब , आप यहां से चले जाओ वरना आप हमेशा के लीए चले जाओगे મે કહ્યું तुम को किसने भेजा है ?? मुझे सीघे सीघे बता दो वरना अंजाम बहुत बुरा होगा... હું બોલતો હતો ત્યાંજ પાછળથી કોઈકે લોખંડનો દંડો માર્યો મારું માથું ફરવા લાગ્યું હતું આજુબાજુ નું બઘું આભાસી લાગતું હતું હું જમીન પર પડી ગયો હતો અને માથું પકડી ને લોઇ રોકતો હતો ત્યાં પાછળથી એક માણસ આવ્યો અને કહેવા લાગ્યો अब एसका क्या करु ??गोली मार दु ?? મારી સામે ખૂબ આભાસી ભયાનક દ્રશ્ય નજરે હતું મારી મોત સામે જ છે એવું મને લાગ્યું હું હવે મરવાનો છો એવું મને લાગતું હતું ત્યાં જ તેને સન.. કરતી ગોળી છોડી અને સીધી મારા હાથમાં લાગી ..........
to be continue......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED