વાત મારા ફુલાવર ના દડા ની
ભાગ -૩
આમ અમારી દોસ્તી તો નાનપણ થી હતી. કેટલી વાર મેં એને સપના માં જોઈ હશે. ટામેટા ની વચ્ચે ઉભેલું એક સુંદર ફ્લાવર. એના સફેદ રંગ પર લીલા કપડાં શું શોભે છે. લાલ રંગ ના કપડાં માં મને એ લાલ મૂળા જેવી લાગે.
છેલ્લા પાંચ એક વર્ષ થી તો કાકા મને એકલો મૂકીને પંદર પંદર દિવસ ગામ જતા. એટલે જયારે કાકા ન હોય ત્યારે હું ભણવા માટે ન જઈ શકતો. અને જ્યારથી બારમું પત્યું પછી તો એવું વધારે બનતું. વળી ગામ માં રહેત કાકા ના મોટા ભાઈ પણ હવે ન રહ્યા હતા એટલે કોઈ પણ પ્રસંગે કાકા ની હાજરી ફરજીયાત થઇ ગઈ હતી. હું ભણવામાં સારો હતો પણ રેશમા જેટલો નહિ. વળી સરકારી શાળા માં ગુજરાતી માધ્યમ હોવાથી, મારુ અંગ્રેજી થોડું કાચું . હા ગુજરાતી છાપા ચોપડી આ બધું વાંચી લેતો. અને કાકા ના ભાઈબંધ એક પસ્તી વાળા કાકા એટલે મેં વાર્તા ની ઘણી ચોપડી વાંચી હતી. આ એક શોખ રેશમા ને પણ હતો એટલે અમે ઘણી વાર વાંચેલી વાર્તા વિશે વાત કરતા. મને એમના ઘર માં આવા જવાની છૂટ પહેલે થી હતી. દિપ્તી કાકી અને દિલીપ કાકા બંને મારા પર વિશ્વાશ કરતા. એ મને અંગ્રેજી શીખવાડતી અને હું એને ઘણી વાર ગુજરાતી સાહિત્ય વિશે સમજાવતો.
આમને કરતા કરતા અમે બંને ૧૮ વર્ષ ના થઇ ગયા. હવે તો રેશમા એક સુંદર યુવતી માં બદલાઈ ગઈ હતી. એની બે ચોટલી હવે લગભગ છુટ્ટા રહેતા કોરા વાળ થઇ ગયા હતા અને એનો ગોરો રંગ બીટ જેવો ગુલાબી પણ લાગતો. કાકડી જેવી એ હજી પણ હતી અને એની તાજગી એટલે લીલાછમ ધાણા.
હું પણ સરગવાના ની સળી જેવો લાંબો યુવક થઇ ગયો હતો. નાનપણ થી કામ કરવા ઘડાયેલો એટલે મારો બાંધો પણ સરસ થઇ ગયો હતો. હું પણ શહેર ના ના યુવાનો ની જેમ જીન પેન્ટ અને T- શર્ટ જ પહેરતો.
રેશમા જયારે કૉલેજ જવા નીકળતી ત્યારે હું લારી એ જ હોવ. એને કાઇનેટિક પર રામ-રમતી જતી જોવા માં મજા આવતી. એના ખુલ્લા વાળ અને હસતો ચહેરો. જયારે એ હસતી ત્યારે એના ટામેટા જેવા લાલ લાલ ગાલ ખીલી ઉઠતા. જયારે મારા ભાઈબંધો ફિલ્મ ની હીરોઇન ની વાતો કરતા ત્યારે મારા મન માં તો મારી આ હીરોઇન ની જ કલ્પના થતી. હા મેં ક્યારેય એણે અડવા સુધ્ધાં નો વિચાર નથી કર્યો. પણ પ્રેમ કઈ સ્પર્શ થી જ થોડો થાય. એને ખુશ જોવામાં, એને હસતી જોવામાં મને ખુબ સુખ મળતું. હું એને જ પ્રેમ કહું છું. એ જયારે ઘર ના ફળીયા માં ફરતી હોય કે ઝૂલો ઝૂલતી હોય ત્યારે હું એને જોયા કરતો. એ વારે તહેવારે મારા કાકા ના પગે જરૂર પડતી મને એની આ વાત ખુબ ગમતી. હું પણ વારે તહેવારે દીપ્તિ કાકી અને કાકા ને પગે જરૂર લાગતો. મારુ ભાવતું કોઈ મિષ્ટાન હોય તો એ મને આપવા ઓરડી માં ચોક્કસ આવે. કોઈક વાર એ સાંજે ઘરે ના હોય તો દીપ્તિ કાકી મને ખાસ બોલાવીને મિષ્ટાન આપે અને પાછા કહે પણ ખરા કે તારી બહેનપણી ને કહેજે નહિતર એ નહિ ખાય.
જયારે એક વાર કૉલેજ થી આવતા એનો અકસિડેન્ટ થયો ત્યારે એણે મને ફોન કર્યો હતો. એના હાથ માં લોહી નીકળતું જોઈને મને ચક્કર આવી ગયા હતા . એ વાત નો મજાક એ ક્યાંય સુધી ઉડાડતી રહેલી.
વધુ આવતા અંકે ……………………………….