Featured Books
 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

 • મારા અનુભવો - ભાગ 2

  ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 2 શિર્ષક:- જય અન્નપૂર્ણા લેખક:...

 • અગ્નિસંસ્કાર - 95

  વિવાને બોમ્બની માહિતી આપતા કહ્યું. " વો ચારો બોમ્બ મેને થિયે...

શ્રેણી
શેયર કરો

પ્રેમ એટલે શું...? દરેક ને પોતાની એક અદ્દભુત જ અનુભુતિ હોઈ છે.

પ્રેમ એટલે શું...? દરેક ને પોતાની એક અદ્દભુત જ અનુભુતિ હોઈ છે.

👉 "પ્રેમ એટલે ....? પ્રેમ ની દરેક ને પોત-પોતાની વ્યખ્યા ને અનુભૂતિ ને સમજૂતી હોઈ છે. પ્રેમ વિષે ની જેવી માન્યતા,વ્યખ્યાં ને વિચારો તમારા હોઈ એજ વિચારો તમારા પાટનર ના પણ હોઈ એવુ જરૂરી નથી. પ્રેમ એ એક એવી લાગણી નો છોડ છે જે દરેક વ્યક્તિ ને અંદર એક અલગ રીતે જ ઉછરે છે.

👉 પ્રેમ શબ્દ કાને પડતા જ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ રાધા-કૃષ્ણ થી વિશેષ હોઈ જ ન શકે.નિ:સ્વાર્થ, અતૂટ વીશ્વાસ ને શ્રધ્ધા થી ભરપુર ને પવિત્રતા થી ભરેલો સબંધ , શ્વાસ ની શરૂઆત પહેલા થી લઈને શ્વાસ ના અંત પછી પણ જેનું અસ્તિત્વ ટકી રહ્યયુ એવો શુધ્ધ ને પવિત્ર રાધા-કૃષ્ણ નો પ્રેમ છે. પરંતુ ક્યાંક આપણા જેવા લોકો એ આધુનિક પ્રેમ ને રાધા-કૃષ્ણ ના પ્રેંમ સાથે શરખામણી કરી ને વગોળતા રાહીયે છીએ .અત્યાર ના સબંધો જરૂરીયાતો કલ્પનાં પૂર્તિ નું પાત્ર =પ્રેમ તેના જેવું છે.

👉 ખેર છોળો....., દરેક ના વિચાર ને આપણે પહોચી નથી વળવા ના . તમે વિચારો તમારી અંદર પ્રેમ ની શુ વ્યખ્યાં છે? તમે પ્રેમ વિષે શું માનો છો..? તમે અનુભવેલો ને મેહશુષ કરેલો પ્રેમ કેવો છે? દરેક ના વિચારો ને ભાવના ઓ અલગ હોઈ છે...ને તેમ દરેક માટે પ્રેમ ની વ્યખ્યા પણ અલગ જ હોઈ છે.

👉 મારા વિચારો ,મારા મન અને હ્દય માં ઉદ્દભવેલી પ્રેમ ની વ્યખ્યા ...અને મારી આત્મા માં થી ઉદભવેલ વ્યખ્યાં ને વ્યકત કરું છું. કેમ કે ક્યાંક ને ક્યાંક દરેક ને અંદર એક જ એહાશાસ સ્પર્સે છે. મારા વિચારો માંથી ક્યાંક તમને પણ તમારી વ્યખ્યા મળી રહે..., ને એક અદભુત અનુભૂતિ કરાવે.

👉 પ્રેમ એ છે...જે પોતાનું પ્રિય પાત્ર ને જોય ને દુનીયા નું અસ્તિત્વ ભુલાય જાય છે. તેના જ ચેહરા માં ભગવાન ના ચહેરા ની અનુભુતિ થાય છે. પ્રેમ એ છે જેની આંખો માં એક વાર ઉતરિયા પછી ...ના તો કિનારા સુધી પોહચી શકાય છે...ના તો...તરી શકાય છે. બસ એક અલગજ ઉંડાણ માં ઉતરતા જાયે છીએ. પ્રેમ એ છે જે આંખો બંધ હોવા છતાં પણ તેની હાજરી નો એહશાસ કરાવી જાય છે.ગમે તેટલું અન્તર હોવા છતાં પણ લાગણી નું અંતર રહેતું નથી , ને તેના અમુક પ્રકાર ના વર્તન અને અદા થી જ તેના દુઃખ અને સુખ નું અનુમાન આવી જ જાય છે.પ્રેમ એ છે જેને નાં પામવા છતાં પણ ને તેને ન મળવા છતાં પણ ઈશ્ર્વર ના જેમ તેની ઈબાદત કરવી. પ્રેમ એ છે જેની ખુશી માટે પોતાનું સંપુર્ણ અસ્તિત હસતા મોઢે હારવા ત્યાર હોએ.

👉 પ્રેમ એ છે જેની માટે દુનિયા ની હર એક ખુશી ને તેના કદમો પર રાખવા નું જુનુન. પ્રેમ એ છે જે...તમામ સંપત્તિ સુખ ને ત્યાગી ને પણ તેના પ્રેમી સાથે જીવવાનું સપનું. પ્રેમ એ છે જે તમને એક શ્રેષ્ઠ વ્યક્તિ બનાવે છે .પ્રેમ એ છે જે તમને ઈશ્વર ની નજીક લઈ જાય છે.પ્રેમ એ છે જે તમને સ્વાર્થી માંથી પરમાર્થી બનાવે છે. પ્રેમ માં વ્યક્તિ પોતાનું પ્રિય પાત્ર મેળવવા માટે દરેક ઇશ્વર પાસે હજારો મન્નાતો ને વ્રતો કરવા ને જુકવા તેયાર થઇ જાય છે. દરેક વ્યક્તિ પાસે પોતાનું માન સમાન છોડી ને પણ નમવા તૈયાર થઇ જાય છે.

👉 પ્રેમ એ છે...,જેને કેહવાનું મન થાય કે....., જયારે હું તારી સાથે ને સામે હોવ છું ત્યારે હું મને ખુદ ને દુનિયા ની સૌથી નશીબદાર વ્યક્તિ અનુભવુ છુ. જેને કહેવાનું મન થાય કે તારા વગર હું જીવું તો છુ... પરંતું જાણે મીઠા વગર રસોય નો કોઇ સ્વાદ નથી તેમ તારા વગર મારી જિંદગી નો કોઈ સ્વાદ નથી. મારા જીવન માં કાય પણ અનુભૂતિ નથી, એક જળ સમાન જીંદગી હોઈ છે. જેને કહેવાનું મન થાય કે જયારે હું તારા થી દૂર જાવ છું ત્યારે એવું લાગે છે કે જાણે ...તારી પાસે કશુ ભૂલી ને કે છોડી ને જાવ છુ. પરંતુ તારી પાસે આવતાજ એ ખાલીપણું પૂરું થાય છે. અંદર એક અનોખુ જ આનંદ નું દિવેલ પૂરાય જાય છે. તારા નજિક હોવા નો અહેસાસ ને તારી સાથે આંખો ચાર કર્યા પછી મારા દિલ ના ધબકાર ટ્રેન ના જેમ ધબકવા લાગે છે. જયારે હું તારી સાથે હોવ છુ ત્યારે તો હું તારા માં ખોવાયેલી હોવ છું... પરંતુ તારી ગેરહાજરી માં પણ હું સતત તારા માં જ ખોવાયેલી હોવ છુ. ક્યારેક તો એવું લાગે છે કે મારે જીવવા માટે શ્વાસ ની નહિ પણ તારા હોવા નો એહાશાસ ને સાથ ની જરુર છે.

👉 જેને કહેવાનું મન થાય કે .. નશીબ માં તારો સાથ હોઈ કે ના હોઈ પણ તારા હોવાનો અહેશાસ પણ મારા દિવસ - રાત ને શણગારે છે.મારા જીવન ની હર એક ખુશી ને તારા હોવાથી જ મણી શકું છુ. ને તારા હોવાનો એહશાસ જ મારા દુઃખ ને અડધું કરે છે. મારી જીંદગી માં થતા હર એક બદલાવ ....સુખ કે દુઃખ માં મારે તારી જરુર છે. કેમ કે તારા વગર મને કોઈ પણ અનુભૂતિ નથી થતી. તારા વગર નું જીવન એટલે એક જળ જેવું જીવન છે મારા માટે . એક નિર્જીવ સમાન જીવન છે.

👉 પ્રેમ એ છે કે જેને કહેવાનુ મન થાઈ કે...., તારા જીવન માં આવેલ કોઈ પણ મુશ્કેલી કે વિઘ્ન કે દુઃખ ને દૂર કરવાનું સોભાગ્ય ભગવાન મને આપે.તારી અતૂટ ઢાલ હું બનવા માંગુ છું. મારી હર એક પ્રાર્થના .., શ્રધ્ધા ને દુવા ઓ અને મારી હર એક ખુશી અને મારી ઉમર ને તારા ઉપર સમર્પણ કરું.તારા સપના ઓ ને પૂરણ કરવા એ જ મારી સફર. મારા ભાગ્ય ની હર એક ખુશી તું જીવે...,તારી ભૂલ ની અને પાપ ની સજા હું ભોગવું . ને એજ ઇચ્છુ કે ..., ભગવાન તારા પણ હૃદય ને મન અને આત્મા ને મારી સાથે જોણે ને તારી અંદર પણ તેવા પ્રેમ ને ભાવ ને પ્રગટાવે. મારા જેટલુ નહિ તો કાય નહિ પરંતુ મારા પ્રેમ ના સમુન્દર માંથી એક ખોબો ભરી ને ...તો મને અર્પિ શકે.

અંતે તો :-
પ્રેમ એટલે...., ઈશ્વર ની જેમ તમારા પ્રિયપાત્ર ની ઈબાદત. તમારા પ્રેમી ના ચેહરા માં સતત ઈશ્વર ની છબી ને પામવી. બે શરીર નું એક આત્મા માં જોડાણ.