Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૯

"આજ થી તું મારી પત્ની" આ શબ્દ જીનલ ના કાને પડ્યા ત્યાં તો જીનલ નો હાવભાવ બદલાઈ ગયો ને રડવા લાગી. વિક્રમ તેના આશુ લૂછે છે. અરે ગાંડી તું તો મારું જીવન છે તારા વગર હું અધૂરો છું. એટલે આજથી હું તને મારી પત્ની તરીકે સ્વીકાર કરું છું.

જીનલ રડતી રડતી વિક્રમ ને ગળે વળગી ગઈ. લવ યુ વિક્રમ કહી ને જીનલ વિક્રમ ને કિસ કરવા લાગી. વિક્રમે પણ તેને આજથી હું તને મારી પત્ની નો દરજ્જો આપુ છું તેવું કપાળ પર ચુંબન કરી પ્રોમિસ આપ્યું.

છૂટા પડતી વખતે જીનલે વિક્રમ ને સવાલ કર્યો.
તારી છાયા સાથે સગાઈ થઈ છે તેનું શું કરીશ.? આજ થી હું તારી પત્ની સાચી પણ મારે સમાજ ની સામે તારી સાથે લગ્નના ચાર ફેરા ફરવા છે.

હું કઈક કરીશ તું ચિંતા ન કર જીનલ. અને એ દિવસ પણ આવશે જ્યારે આપણે સમાજ ની સામે લગ્ન કરીશું. વિક્રમે દિલાસો આપતા કહ્યું.

ફરી બંને ગળે વળગ્યા ને મળતા રહીશું તેનું વચન આપીને છૂટા પડ્યા.

વિક્રમ છાયા સાથે ની સગાઈ તોડવા માટે ઘણા પ્રયત્નો કરે છે. છાયા સાથે ખરાબ વર્તન કરે છે તો ક્યારેક તેની સાથે સેક્સ ની માંગણી કરે છે. છાયા વિક્રમ નું ખરાબ વર્તન એમ માની ને સહન કરે છે જાણે કે તે મારી પરિક્ષા લઈ રહ્યો હોય. પણ સેક્સ ની માંગણી થી છાયા ને થોડો આઘાત લાગ્યો પણ લગ્ન તો થવાના છે તે વિચાર થી વિક્રમ ની તે માંગણી નો પણ સ્વીકાર કરી લે છે. અને તે માટે છાયા તૈયાર થઈ જાય છે. પણ વિક્રમ પછી હું મઝાક કરું છું તેવું બહાનું આપીને વાત ટાળી નાખે છે.

છાયા ની સાથે કઈ પણ કરે તો છાયા તો સગાઈ તોડવા તૈયાર જ હતી નહિ એટલે વિક્રમે તેના મમ્મી પપ્પા ને એક દિવસ કહ્યું પપ્પા હું ક્યાં ને છાયા ક્યાં..? હું આટલા દિવસ થી છાયા સાથે છું પણ અમારા વિચારો મળતા નથી. હવે મારે છાયા સાથે જિંદગી કેમ વિતાવી...?

પપ્પાએ વિક્રમ પાસે આવીને પ્રેમ થી સમજાવતા બોલ્યા. જો બેટા સામે તારી મમ્મી દેખાઈ છે. જ્યારે અમારા લગ્ન થયા ન હતા ત્યારે અમારા બંને ના એક પણ વિચાર મળતા ન હતા. વાત વાતમાં અમારા ઝગડા થતા હતા. પણ પછી સમય જતા એક બીજા સમજી ગયા કે કા મારે તેમની જેવું થવું પડશે કા તો તે મારી જેવી થઈ જાય. પછી શું અમારા બંનેના વિચારો એક થવા લાગ્યા ને જો.., તે પછી અમે ક્યારેય ઝઘડ્યા નથી.

બેટા થોડું તો કોમ્પ્રોમાઈઝ કરવું પડશે. જીદગી માં ક્યારેય આપણે હોય તેવું મળતું નથી પણ આપણે તેને આપણા જેવું બનાવવું પડે છે. એટલે કોઈ વિચાર કરીશ નહિ છાયા સારી છોકરી છે. અને સાંભળ આજ પછી તારા છાયા સાથે લગ્ન ન થઈ જાય ત્યાં સુધી મારી પાસે છાયા કે બીજી કોઈ તું ફરિયાદ લઈને આવીશ નહિ.

જેમ જેમ લગ્ન નજીક આવી રહ્યા હતા તેમ તેમ વિક્રમ ને ચિંતા વધી રહી હતી. શું કરવું ખબર પડતી ન હતી. જો છાયા સાથે લગ્ન થશે તો જીનલ ને ખોઈ બેસીશ અને જો છાયા સાથે લગ્ન નહિ કરુ તો પરિવાર ને ખોઈ બેસીશ. આ ચિંતા થી તે ઘણી રાત તો વિક્રમ ને ઊંઘ પણ ન આવી.

એક દિવસ છાયા એ જીનલ ને ફોન કરીને તેને પોતાના લગ્ન ની તારીખ જણાવી. લગ્ન ની તારીખ જાણી ને જીનલ ચોંકી ઉઠી. છાયા સાથે વાત પૂરી કરીને જીનલે વિક્રમ ને ફોન કર્યો અને તેને મળવા માટે કહ્યું. જીનલ ને વિક્રમે કહ્યું હું તને ત્યાં થી લેવા આવું છું અને આપણે ક્યાંય દૂર જઈને વાતો કરીએ.

જીનલ ઘરે થી નીકળી ગઈ ને રસ્તા પર ચાલવા લાગી ત્યાં વિક્રમ તેની કાર લઇને આવી પહોંચ્યો. જીનલ કાર માં બેસી ગઈ અને છાયા સાથે ની તેમની વાત નું રેકોર્ડિંગ વિક્રમ ને સંભળાવ્યું.
વિક્રમ આ શું છે...? છાયા સાથે ના લગ્ન ની તારીખ નજીક આવી ગઈ છે ને તું કઈજ કરી શકતો નથી...!! લાગે છે તું ડરપોક અને કાયર છે. તારા થી કઈજ થશે નહિ એક કામ કર મને કાર પાછી વાળી ને ઘરે મુકીજા ને મને ભૂલી જા...

થોડી વાર વિક્રમ કઈજ બોલ્યો નહિ અને એક મંદિર પાસે કાર ઊભી રાખી અને જીનલ ને કહ્યું મંદિર માં લગ્ન ની બધી તૈયારી પહેલે થી કરી રાખી છે.. ચાલ જીનલ... તું મારી સાથે ભગવાન ની સાક્ષીએ લગ્ન કરવા માંગે છે. ???

શું જીનલ ભગવાન ની સાક્ષીએ વિક્રમ સાથે લગ્ન કરશે...? જોશું આગળ

વધુ આવતા ભાગમાં..

ક્રમશ ...