Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૫

વિક્રમ સાથે વાત કરવા જીનલે ઘણા ફોન કર્યા પણ વિક્રમ ફોન રિવિવ કરતો નહતો. જીનલ ને ચિંતા થવા લાગી. મન બેચેન થવા લાગ્યું. જાણે કે હું પ્રેમ ખોઈ બેસીશ તેવા વિચારો આવવા લાગ્યા. કઈ જ સમજ પડતી ન હતી કે શું કરવું. આખો દિવસ જીનલ ઉદાસ રહી. માંડ માંડ સાંજ પડી ત્યાં જીનલ પર છાયા નો ફોન આવ્યો.

જીનલ કેમ છે તું..? મારી યાદ આવે છે કે નહિ..!? કેમ હમણાં કામ માં વ્યસ્ત રહે છે તું ..?
સાંભળ...!!!
મને કાલે એક છોકરો જોવા આવી રહ્યો છે. અને પપ્પા કહી રહ્યા હતા કે તે છોકરો તારી કોલેજ માં અભ્યાસ કરતો. હું તો કોઈને જાણતી નહિ. તું મારી ખાસ ફ્રેન્ડ છે તારી હાજરી હોવી જ જોઈએ. નહિ તો હું છોકરા સામે નહિ આવું. બોલ તું આવે છે ને...?

જીનલ સાંભળતી હતી પણ કઈ બોલી નહિ એટલે છાયા એ ફરીવાર કહ્યું જીનલ સાંભળે છે તું, હું શું કહી રહી છું.?

હા સાંભળું છું બસ એટલું જીનલ બોલી.

તું નહિ આવે તો તને મારા સૌગંધ છે. એમ કહી છાયા એ ફોન મૂકી દીધો.

આખી રાત જીનલ ને છાયા ના વિચારો કરતા વિક્રમ ના વિચારો વધુ આવી રહ્યા હતા. જેના માટે મે સાગર ને મારી નાખ્યો તે આજે કોઈ બીજી છોકરી જોવા જઈ રહ્યો છે. હાથમાં ફોન લઈને વિક્રમ ને મેસેજ કર્યો.
"વિક્રમ મારે અત્યારે વાત કરવી છે તું મને કોલ કર." પણ સામેથી કોઈ જવાબ ન આવ્યો. પછી વિચાર આવ્યો છાયા નો. કાલે છાયા ને કોઈ છોકરો જોવા આવી રહ્યો છે. તે મારી ખાસ ફ્રેન્ડ છે. તે હજુ નાદાન છે. તેને પસંદ નાપસંદ ની કોઈ ખબર નથી પડતી એટલે મારે જવું પડશે. તે વિચારતી વિચારતી જીનલ સૂઈ ગઈ.

સવારે વહેલી ઊઠીને તૈયાર થઈ. એક બાજુ ગમ હતું તો બીજી બાજુ છાયા ને મળવાનો આનંદ હતો. જીનલ બસ પકડી ને છાયા ને ઘરે પહોંચી.

જીનલ ને જોઈ ને છાયા તો ખુશ ખુશાલ થઈ ગઈ અને તેને ભેટી પડી. બંને તેના રૂમમાં જઈને વાતો કરવા લાગ્યા. ત્યાં છાયા ના મમ્મી રૂમમાં આવ્યા.
"બેટા છાયા જલ્દી તૈયાર થઈ જા છોકરા વાળા તને જોવા આવી રહ્યા છે."

જીનલ તો છાયા ને તૈયાર કરવા લાગી. ત્યારે છાયા કહેવા લાગી કે જો જીનલ છોકરો તને પસંદ આવે તો જ હું હા કહીશ નહિ તો ના પાડી દઈશ. જીનલ ને શું ખબર હતી કે આગળ શું થશે એટલે તેણે કહ્યું છાયા તે ચિંતા ન કર મને છોકરો સારો લાગશે તો જ હું તને હા કહીશ. પણ છાયા તે લગ્ન કરવાની ઉતાવળ કેમ કરી તે તો કહે..?

શું કહુ જીનલ તને.. મારે વધુ અભ્યાસ માટે બહાર જવું હતું પણ મમ્મી પપ્પા બહાર જવા ના પાડી રહ્યા હતા તેમનું કહેવું હતું કે તું અહી જ આગળ અભ્યાસ કર. પણ અહી કોઈ સારી કોલેજ હતી નહિ એટલે હું અહીંયા કોઈ કોર્સ કર્યો નહિ. એટલે આખો દિવસ ઘરના કામ માં વ્યસ્ત રહુ સમય મળે તો બુક વાંચું. બસ આજ દિનચર્યા થઈ ગઈ હતી.

પપ્પા ની મુલાકાત એક બિલ્ડર સાથે થઈ તેમનો સ્વભાવ બહુ સારો હતો. પપ્પા ને ખબર પડી કે તેમને એક છોકરો છે. એટલે પપ્પાએ સામેથી એમને કહ્યું મારે એક દીકરી છે જો આપ ચાહો તો આપણે બંને સંધી થઇએ. તેઓ ના કહી શક્યા નહિ ને હું પણ ના કહી શકી નહિ.
પણ જીનલ તારા પ્રેમ નું શું થયું. કે હજુ આગળ વધ્યા નથી..?

હજુ છાયા આગળ પૂછે તે પહેલાં છાયા ના મમ્મીએ સાદ કર્યો. બેટા મહેમાન આવી ગયા છે. તું નીચે આવ...

જીનલે તો છાયા નો હાથ પકડી નીચે મહેમાન પાસે પહોંચી. બંને ની નજર નીચે હતી. બંને એ મહેમાન ના સામેના સોફા પર બેસી ગયા.
સામે નજર કરી તો છોકરા ના મમ્મી પપ્પા અને કોઈ એક બીજો માણસ બેઠો હતો. ત્યાં છાયા ના પપ્પા બોલ્યા મુખ્ય મહેમાન ક્યારે આવે છે. ત્યારે તેણે કહ્યું થોડું કામ હતું એટલે અમારી સાથે ન આવ્યો. બસ આવી જ રહ્યો છે.

ત્યાં દરવાજા પર એક સુંદર છોકરા નો પ્રવેશ થયો. બધાએ તેને આવકાર્યો અને સોફા પર બેસવા કહ્યું. જેવો તે છોકરો જીનલ ના સોફા ની સામે બેસ્યો ત્યાં જીનલ ની નજર તેના પર પડી.
છોકરા ને જોઈને જીનલ ને ચક્કર આવવા લાગ્યા.

તે છોકરો કોણ હતો તે જોશું આગળ ના ભાગમાં.

વધુ આવતા ભાગમાં...

ક્રમશ....