Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૧૩

ખબરીએ ઇન્સ્પેકટર સાહેબ ને કહ્યું.
સાહેબ ત્રણ દિવસ પહેલા સાગર ઘરે થી તેમનો સમાન લઈને બહાર નીકળ્યો અને એક બસ પકડી ને પરફેક્ટ હોટલ પાસે આવ્યો હતો. તે સમાચાર પાકા છે એટલે આપ પરફેક્ટ હોટલ જઈ તપાસ કરો કે સાગર આગળ કોની સાથે ગયો હતો.

ખબરી ની વાત સાંભળીને પોલીસ ઇન્સ્પેકટર પોતાની જીપ લઈને પરફેક્ટ હોટલ પહોંચ્યા. ત્યાં જઈને આજુબાજુ નજર કરી તો હોટલમાં ફરતી બાજુ સીસીટીવી કેમેરા લગાવેલા હતા. એટલે ઇન્સ્પેકટર સાહેબ હોટલના મેનેજરને મળીને ત્રણ દિવસ પહેલા ના સીસીટીવી ફૂટેજ મેળવીને પોલીસ સ્ટેશન પહોંચ્યા.

સીસીટીવી ફૂટેજ જોવે છે તો સાગર રોડ પર ઉભો હોય છે ને કોઈની રાહ જોતો દેખાય છે. થોડી વાર થઈને ત્યાં એક કાર આવે છે અને તે કારમાં સાગર બેસી જાય છે. ઇન્સ્પેકટર સાહેબે કાર ને નીરખીને જોઈ તો કાર માં નંબર પ્લેટ હતી પણ નંબર સરખા દેખાઈ રહ્યા ન હતા. એવું લાગ્યું કોઈએ જાણી જોઈને નંબર પ્લેટ ખરાબ કરી હશે. ઝૂમ કરીને સાહેબે કાર ની અંદર કોણ કોણ છે તે જોવાની કોશિશ કરી પણ કાર ના કાચ બ્લુ ફિલ્મ વાળા હતા એટલે અંદર કોણ કોણ છે તે દેખાયું નહિ. પણ કાર આવી ન હતી ત્યારે સાગરે કોઈને ફોન કર્યો હતો તે ઇન્સ્પેકટર સાહેબના નજરમાં આવ્યું.

ઇન્સ્પેકટર સાહેબે કોલ ડીટેલ જોઈ તો તે સમય પર સાગરે જીનલ ને ફોન કર્યો હતો. એટલે ઇન્સ્પેકટર સાહેબ અને કોન્સ્ટેબલ મેડમ પણ કોલેજ પહોંચ્યા ને જીનલ ને શોધવા લાગ્યા. અચાનક કોલેજમાં પોલીસ જોઈએ ને બધા કોલેજીયનો વાતો કરવા લાગ્યા ને શું થયું હશે,? કેમ પોલીસ અહી આવી છે તે વિચારે બધા ચડ્યા હતા. ત્યાં વિક્રમ પણ હાજર હતો અને આ બધું જોઈ રહ્યો હતો. પોલીસ ઇન્સ્પેકટર પ્રિન્સીપાલ ને મળ્યા ને જીનલ વિશે પૂછ્યું તો જીનલ તો કોલેજ થી નીકળી ગઈ છે તે સમાચાર આપ્યા. તે સમયે જીનલ કોલેજ થી નીકળી ગઈ હતી અને તેના રૂમ પર હતી. પોલીસ સ્ટાફ જીનલ ના રૂમ પર પહોંચી. પાછળ ચૂપચાપ વિક્રમ પણ આવ્યો.

જીનલ ના રૂમ પાસે આવીને ઇન્સ્પેકટર સાહેબે રૂમ નો દરવાજો ખખડાવ્યો. જીનલ દરવાજો ખોલીને જુએ છે તો પોલીસ ઇન્સ્પેકટર સાથે લેડી કોન્સ્ટેબલ હતી.
ચહેરા ના હાવભાવ બદલ્યા વગર જીનલે ઇન્સ્પેકટર સાહેબ ને કહ્યું.
બોલો સાહેબ હું જીનલ છું. તમારે કોનું કામ છે.?

ઇન્સ્પેકટર સાહેબ રૂમ ની અંદર પ્રવેશી ને રૂમ ને નિહાળતા જીનલ ને પૂછ્યું
તારી સાથે કોણ રહે છે.? અને તું સાગર ને ઓળખે છે.?

ઇન્સ્પેકટર સાહેબ ના મુખે થી સાગર નું નામ સાંભળી ને થોડું અસુકતું લાગ્યું પણ મનમાં દૃઢ વિશ્વાસ હતો કે સાગર નું શું થયું તે વિક્રમ સિવાઈ કોઈ જાણી શકતું નથી. અને વિક્રમ તેમાં સામેલ હતો એટલે તે આ વાત તો કોઈ ને કરી જ નહિ શકે.

હા, સાહેબ હું સાગર ને ઓળખું છું. પણ આપ કેમ સાગર વિશે પૂછો છો. તેણે કોઈ છોકરી ને હેરાન કરી છે.? જાણે કે સાગર વિશે કઈ જાણતી ન હોય તેમ જીનલ ઇન્સ્પેકટર સાહેબ ને સામે સવાલ કરી દિધો.

ઇન્સ્પેકટર સાહેબ વધુ પૂછતાછ પોલીસ સ્ટેશન માં કરવા માગતા હતા એટલે જીનલ ને કહ્યું ચાલ અમારી સાથે પોલીસ સ્ટેશનમાં
કોન્સ્ટેબલ લેડી એ જીનલ નો હાથ પકડ્યો ત્યાં જીનલ બોલી સાહેબ થોભો..

સાહેબ આપ કઈ પણ પૂછવું હોય તે અહી મને પૂછી શકો છો. જો હું તમારી સાથે પોલીસ સ્ટેશનમાં આવીશ તો મારા અભ્યાસ અને મારી ઈમેજ પર ખરાબ અસર પડશે ઉપર થી હું છોકરી છું. સર આપ મારી વાત ને સમજો.

ઇન્સ્પેકટર સાહેબે સારું, કહીને જીનલ ના બેડ પર બેસી ગયા. જીનલ તેમની નીચે બેસી ગઈ.

ઇન્સ્પેકટર સાહેબે પૂછ્યું. સાગરે તને છેલ્લો કોલ શા માટે કર્યો હતો અને તું સાગર ને કેમ ઓળખે છે.??

જાણે કે સાગર વિશે ઇન્સ્પેકટર સાહેબ ને ખબર પડી ગઈ હોય એમ જીનલ નો ચહેરો ફિક્કો પડી ગયો. જીનલ જવાબ આપવા ને બદલે સામે સવાલ કર્યો.
સાહેબ સાગર ને કઈ થઈ તો નથી ગયું ને..?

ઇન્સ્પેકટર સાહેબ ને જીનલ ના આવા સવાલ અને ચહેરા નો હાવભાવ જોઈને કોન્સ્ટેબલ લેડી ને કહ્યું ચાલો જીનલ ને પોલીસ સ્ટેશન લઈ જઈએ. ત્યાં જ તે સરખી વાત કરશે.
લેડી કોન્સ્ટેબલે જીનલ નો હાથ પકડી કહ્યું ચાલ પોલીસ સ્ટેશન સાથે આવે છે કે હાથકડી પહેરાવી ને તને લઈ જાવ. જીનલ પોલીસ સ્ટેશન આવવા તૈયાર થઈ ગઈ.

શું જીનલ સાચે પોલીસ સ્ટેશન જશે.?
શું જીનલ સાગર વિશે બધું કહી દેશે.? તે જોશું આગળ.

વધુ આવતા ભાગમાં...

ક્રમશ....